ઈ. ૧૯૪૮ના ૩૦મી જાન્યુઆરીની એ સાંજ જીવનમાં કદી ભૂલાઈ નથી. રાત આખી મેં રડીને વિતાવી. મારા મનોરથો ભાંગી પડયા. મારું જાણે સર્વસ્વ લૂંટાઈ ગયું. મઝધારે હોડી ડૂબે ને માણસની જે સ્થિતિ થાય તેવી કંઈક મન:સ્થિતિ મારી થઈ હતી. હું માત્ર તેર વર્ષની. પણ જે કંઈ થોડું સાંભળ્યું વાંચ્યું હતું તે પરથી ગાંધીજી માટે હૃદયમાં અસીમ ભક્તિ ઘૂંટાતી રહી હતી. અને એવી એક પ્રબળ ઇચ્છા ઊભી થઈ હતી કે મારે ગાંધીજીને ચરણે જીવન વીતાવવું. જીવન વિષે લાંબી સમજ તો કિશોરવયે શું હોય? સ્વપ્નીલતા અને મુગ્ધતા, સાહસ અને સમર્પણ ઘૂઘવતા સાગરની એ મધુર અવસ્થા. ગાંધીજીને ચરણે સમર્પિત થવું તે એક આનંદોજ્જવલ સ્વપ્ન! ગાંધીજીના અવસાનના સમાચારે એકાએક અંધકારના સાગરમાં અટવાઈ ગઈ.
બે પુણ્યશ્લોક પુરુષો : રવિશંકરદાદા અને પંડિત સુખલાલજી
મૃદુલા પ્ર. મહેતા
પ્રથમ આવૃત્તિ, ૧૯૮૬
બાલગોવિંદ પ્રકાશન, અમદાવાદ : ૩૮૦ ૦૦૧
No comments:
Post a Comment