અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Wednesday, August 31, 2016
Tuesday, August 30, 2016
'મહાશ્વેતાદેવી અને આદિવાસીજગત' વિશે કાનજી પટેલનું વક્તવ્ય
કાનજી પટેલ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
કાંતણ સાથે શ્રવણ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
તારીખ : ૩૦-૦૮-૨૦૧૬, મંગળવાર, સવારે અગિયારથી પોણા બાર
સ્થળ : ઉપાસના ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ
'મહાશ્વેતાદેવી અને આદિવાસીજગત' વિશે વક્તવ્ય : કાનજી પટેલ
આવકાર અને આભાર : ડૉ. રાજેન્દ્ર ખીમાણી, કુલસચિવ, ગૂજરાત વિદ્યાપીઠ
મહાશ્વેતાદેવી અને મધુસૂદન ઢાકી વિશેની ભાવાંજલિ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
સ્થળ : હીરક મહોત્સવ ખંડ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ
આયોજક : ગૂજરાત વિદ્યાપીઠ, દર્શક ફાઉન્ડેશન, દર્શક ઇતિહાસ નિધિ, ગુજરાત વિશ્વકોશ
આવકાર : અનામિક શાહ, કુલનાયક, ગૂજરાત વિદ્યાપીઠ
કર્મશીલ મહાશ્વેતાદેવી વિશે વક્તવ્ય : કાનજી પટેલ
પુરાતત્ત્વવિદ મધુસૂદન ઢાકી વિશે વક્તવ્ય : હેમંત દવે
પ્રાસંગિક વક્તવ્ય : અનિલા દલાલ
અધ્યક્ષીય વકતવ્ય : રઘુવીર ચૌધરી
અધ્યક્ષીય વકતવ્ય : રઘુવીર ચૌધરી
સમાપન : કુમારપાળ દેસાઈ
આભાર : રાજેન્દ્ર ખીમાણી, કુલસચિવ, ગૂજરાત વિદ્યાપીઠ
આભાર : રાજેન્દ્ર ખીમાણી, કુલસચિવ, ગૂજરાત વિદ્યાપીઠ
Saturday, August 20, 2016
'છોકરી વિનાનું ગામ' : દરેક ગામના છોકરાએ જોવા જેવી ફિલ્મ
સ્વચ્છ, સુંદર, સુઘડ, મનોરંજક, અને સામાજિક સંદેશો આપતું ગુજરાતી ચલચિત્ર એટલે 'છોકરી વિનાનું ગામ'. આ ફિલ્મનું દિગ્દર્શન રાજેશ ભટ્ટ અને લેખન પ્રા. કાર્તિકેય ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રત્યેક ગુજરાતી પરિવાર સપરિવાર બેસીને જોઈ શકે એવી આ ફિલ્મ છે. પિલવાઈ આર્ટ્સ કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કાર્યરત અને ગુજરાતી ચલચિત્રોના અર્થશાસ્ત્ર જેવા નોખા વિષય ઉપર પીએચ.ડી. કરનાર કાર્તિકેય ભટ્ટને અનોખા વિષય ઉપર લેખન કરવા બદલ અભિનંદન.
ફિલ્મની ઝાંખી માટે અહીં પહોંચી જાવ :
http://www.gujaraticineworld.com/chokri-vinanu-gam-upcoming-gujarati-movie/
ફિલ્મની ઝાંખી માટે અહીં પહોંચી જાવ :
http://www.gujaraticineworld.com/chokri-vinanu-gam-upcoming-gujarati-movie/
Friday, August 19, 2016
લોકભારતીમાં રક્ષાબંધન
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
કાર્યક્રમ : રક્ષાબંધન પર્વ ઉજવણી
સ્થળ : લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા; તાલુકો : શિહોર; જિલ્લો : ભાવનગર
તારીખ : ૧૮-૦૮-૨૦૧૬, ગુરુવાર
Tuesday, August 16, 2016
Monday, August 15, 2016
ગૂજરાત વિદ્યાપીઠમાં સિત્તેરમા સ્વાતંત્ર્યદિનની સાદગીપૂર્ણ ઉજવણી
મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં સ્વદેશના સિત્તેરમા સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજવંદનના કાર્યક્રમનો પ્રારંભ સવારે બરાબર આઠ કલાકે 'વંદે માતરમ'ના સમૂહ ગાનથી કરવામાં આવ્યો હતો. ગૂજરાત વિદ્યાપીઠની સન્માનપૂર્ણ પરંપરા અનુસાર, સંસ્થાના શ્રમિક કે સેવકના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવે છે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે, છાત્રાલયના રસોઈકર્મી લક્ષ્મણસિંહ રાજપૂતે ત્રિરંગાને ફરકાવ્યો હતો અને 'ઝંડા ગીત'ના સમૂહ ગાન સાથે સલામી આપી હતી. ગૂજરાત વિદ્યાપીઠમાં છેલ્લાં ત્રીસેક વર્ષથી સેવારત લક્ષ્મણસિંહે ટૂંકા પ્રવચનમાં, વિદ્યાપીઠની પવિત્ર ભૂમિ ઉપર કામ કરવાનો અવસર મળવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ત્રિરંગો લહેરાવવાની તક આપવા બદલ સૌનો આભાર માન્યો હતો.
ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ ઇલાબહેન ભટ્ટે અધ્યક્ષીય વક્તવ્યમાં જણાવ્યું હતું કે, 'દેશનો દરેક માણસ સ્વરાજ ભોગવી શકે ત્યારે જ સાચું સ્વરાજ મળ્યું એમ કહેવાય. માનવતાનાં મૂલ્યો જળવાય અને માનવીનું ગૌરવ સચવાય તે જ આપણા જીવનનો રાહ બનવો જોઈએ. માનવતાનો હ્રાસ થાય એવું કશું જ આપણને ન ખપે. આપણા માટે કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, પણ જણ જણ સમાન છે.'
આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. અનામિક શાહ, કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણી, ટ્રસ્ટી ડૉ. સુદર્શન આયંગાર, 'જનજાગૃત' ગ્રામશિલ્પી જલદીપ ઠાકર, શિક્ષકો, સેવકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શારીરિક શિક્ષણ વિભાગના પ્રાધ્યાપક ડૉ. કમલેશ પટેલે કર્યું હતું. 'જન ગણ મન'ના સમૂહ ગાન બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. ગૂજરાત વિદ્યાપીઠના 'બોચાસણ ગ્રામસેવાકેન્દ્ર'ની ગૌશાળાના પેંડાથી સૌએ મોં મીઠું કર્યું હતું. સભાખંડમાં 'કુમાર વિનય મંદિર'ના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
.................................................................................................................................
લેખન : ડૉ. અશ્વિનકુમાર / અમદાવાદ / ૧૫-૦૮-૨૦૧૬ / ashwinkumar.phd@gmail.com
ગૂજરાત વિદ્યાપીઠમાં સિત્તેરમા સ્વાતંત્ર્યદિનની સાદગીપૂર્ણ ઉજવણી / તસવીર-હેવાલ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
ઉપક્રમ : રાષ્ટ્રધ્વજવંદન
તારીખ : ૧૫-૦૮-૨૦૧૬
સમય : સવારના ૦૮:૦૦થી ૦૮:૧૦
સ્થળ : કુમાર વિનય મંદિરના પ્રવેશદ્વાર પાસેનો ચોક, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪
મુખ્ય મહેમાન : છાત્રાલયના રસોઈકર્મી લક્ષ્મણસિંહ રાજપૂત
કાર્યક્રમ-અધ્યક્ષ : ઇલાબહેન ભટ્ટ, કુલપતિ, ગૂજરાત વિદ્યાપીઠ
વિશેષ ઉપસ્થિતિ : કુલનાયક ડૉ. અનામિક શાહ, કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણી, ટ્રસ્ટી ડૉ. સુદર્શન આયંગાર
સંચાલન : ડૉ. કમલેશ પટેલ, પ્રાધ્યાપક, શારીરિક શિક્ષણ વિભાગ
Sunday, August 14, 2016
જ્યારે શહેરમાં રીંછ જોવા મળતાં!
આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………
૧૯૯૦ આસપાસનાં એ વર્ષોમાં અમદાવાદમાં રીંછના ખેલ જોવા મળતા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાર-છ મહિને રીંછના ખેલ ફરતા રહેતા. સામાન્ય કદ-કાઠીનો પરપ્રાંતીય માણસ પોતાની સાથે કદાવર રીંછને લઈને આવતો. તડકામાં રખડીરખડીને કાળો થઈ ગયેલો અને ખરેખર તો કાળા રીંછને લઈને ફરતો રહેતો એ માણસ 'કલ્લુભાઈ મદારી'ના નામે ઓળખાતો. કલ્લુભાઈના એક ખભે ઝોળો અને બીજા હાથમાં રીંછની લગામ જોવા મળતી. કોઈ પણ કંપનીના સાબુ-શૅમ્પૂ ન વાપરવાના કારણે, રીંછના માથા ઉપર જ નહીં, પરંતુ આખા શરીરે ઘાટા, ચળકતા, કાળા, વાળ જોવા મળતા. રીંછનો માલિક ડુગડુગી વગાડતો અને ઘરમાંથી છોકરાં ચોક તરફ દોટ મૂકતાં. માલિકની હિંદી ભાષા રીંછને સમજાય એટલી સરળ હતી. જેના કારણે રીંછ ખેલ કરે અને છોકરાં ખી ખી કરે. કલ્લુભાઈ રીંછને પૂછે કે, 'તુ સસુરાલ જાએગા તો કૈસે ચલેગા?' આના જવાબરૂપે રીંછડો બે પગે ઊભો થઈને, લાકડીને બન્ને ખભા ઉપર રાખીને, રૂઆબભેર ડગલાં માંડતો. બાદમાં, કલ્લુભાઈ રીંછને પૂછતા કે, 'તેરી મા મર જાએગી તો તુ રોએગા?' રીંછભાઈ માથું ધુણાવીને સ્પષ્ટ 'ના' કહેતા. આ જ પ્રશ્નમાં થોડો ફેરફાર કરીને 'મા'ની જગ્યાએ 'બાપ', 'બહન', 'ભાઈ' જેવા વૈકલ્પિક શબ્દો વાપરીને કલ્લુભાઈ રીંછને પૂછતા રહેતા. દરેક સવાલ વખતે રીંછ નકારસૂચક શિરચેષ્ટા કરે. છેવટે, કલ્લુભાઈ એમ પૂછે કે, 'તેરી બીવી મર જાએગી તો તુ રોએગા?' આ પ્રશ્ન સાંભળતાંની સાથે જ, રીંછ બન્ને 'હાથ'ને આંખો ઉપર ઢાંકીને રડવાનો અભિનય કરે અને આબાલવૃદ્ધ એમ સૌ કોઈ ખડખડાટ હસી પડતાં.
Representative Photograph : Dr. Ashwinkumar પ્રતિનિધિરૂપ છબી : ડૉ.અશ્વિનકુમાર Zoo, Darjeeling / પ્રાણીઘર, દાર્જીલિંગ |
આવાં તો ઘણાં દૃશ્યો ધરાવતાં ખેલની વચ્ચેવચ્ચે માલિકની ડુગડુગી અને પ્રેક્ષકોની તાળીઓ સંભળાતી રહેતી. ખેલ પૂરો થાય એટલે રીંછમાલિક ઉઘરાણું કરતો અને લોકો યથાશક્તિ ફાળો આપતા. રીંછનો માલિક નજરદોષ-નિવારક દોરા અને તાવીજ પણ બનાવી આપતો. જે બાળકને નજર લાગી હોય તેને રીંછ ઉપર બેસાડવામાં આવતું. આ રીતે કાળા રીંછ ઉપર બેસવાથી નજર ઊતરી જાય એવી માન્યતાના એ દિવસો હતા! બીમાર બાળક માટે રીંછનો જીવંત સ્પર્શ રોમાંચક બની રહેતો. હિંદુ અને મુસલમાન બાળકોની નજર ઉતારવાના દોરા-તાવીજ બનાવી આપવા બદલ 'કલ્લુભાઈ રીંછવાળા'ને થોડા રૂપિયા મળી રહેતા. પ્રાણી-અત્યાચાર વિરોધી કાયદાના ડરના કારણે, રીંછના ખેલ બંધ થઈ ગયા છે. મનોરંજનના આવા 'રીંછક' ખેલ કરીને પેટિયું રળી ખાતાં માણસોએ બીજા ધંધા શોધી કાઢ્યા છે. શહેરનાં બાળકો પણ મોટા ભાગે ટેલીવિઝનના પડદા ઉપર જ રીંછને જોઈને સંતોષ મેળવે છે!
…………………………………………………………………………………………………
સૌજન્ય :
જ્યારે શહેરમાં રીંછ જોવા મળતાં!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૪-૦૮-૨૦૧૬, રવિવાર
Friday, August 12, 2016
Monday, August 8, 2016
પત્રકારત્વની પાઠશાળાનો પ્રારંભ - છબીગુચ્છ : ૦૨
પારુલ પટેલ દ્વારા સંચાલન Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
એકકાને સાંભળતાં શ્રોતાઓ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
શ્રોતાજનોની સહજ એકાગ્રતા Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
કુલીનચંદ્ર યાજ્ઞિક દ્વારા અધ્યક્ષીય પ્રવચન Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
કાર્યક્રમ પછી, યુવા લેખકો-પત્રકારો સાથે રજનીકુમાર પંડ્યા અને નગેન્દ્ર વિજય Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
સ્થળ : સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજ, નડિયાદ
તારીખ : ૦૭-૦૮-૨૦૧૬, રવિવાર, ત્રણથી પાંચ
પત્રકારત્વની પાઠશાળાનો પ્રારંભ - છબીગુચ્છ : ૦૧
વ્યાખ્યાન પૂર્વે આયોજકો અને આમંત્રિતો સાથે નગેન્દ્ર વિજયની ગોષ્ઠિ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
વ્યાખ્યાનની વીજાણુ વિગતિકા Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
સભાખંડમાં વ્યાખ્યાન અને વ્યવસ્થાપન Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
આચાર્ય હસિત મહેતા દ્વારા આવકાર Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
પત્રકાર ઉર્વીશ કોઠારી દ્વારા પ્રાસંગિક Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
મુખ્ય વક્તા નગેન્દ્ર વિજય (તેમની જમણી બાજુએ કુલીનચંદ્ર યાજ્ઞિક) Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
વ્યાખ્યાન પછી નવલકથાકાર રજનીકુમાર પંડ્યા સાથે
વિજ્ઞાનકથાકાર નગેન્દ્ર વિજયની ગુફતેગો
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
|
સ્થળ : સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજ, નડિયાદ
તારીખ : ૦૭-૦૮-૨૦૧૬, રવિવાર, ત્રણથી પાંચ
Friday, August 5, 2016
Wednesday, August 3, 2016
ISSN માન્યતાપ્રાપ્ત કેટલાંક સામયિકો :
ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ
આશ્રમ-માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ
આશ્રમ-માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
-----------------------------------------------------------------------------------
'અભિદૃષ્ટિ' (ISSN 0971-6629)
'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046)
'આદિત્ય કિરણ' (ISSN 0974-4657)
'આદિલોક' (ISSN 2250-1517)
'પરબ' (ISSN O250-9747 )
'વિ-વિદ્યાનગર' (ISSN 0976-9809)
'વિદ્યાપીઠ' (ISSN 0976-5794)
'સમાજકારણ' (ISSN 2319-3522)
'હયાતી' (ISSN 2231-0283)
Monday, August 1, 2016
અંગ્રેજી ભાષા, દેશી મજા : 131
'જીવનમાં રમતગમતનું ઇમ્પોર્ટન્ટ છે.'
'જીવનમાં રમતગમતનું ઇમ્પોર્ટન્સ છે.'
'જીવનમાં રમતગમતનું ઇમ્પોર્ટન્સ છે.'
Subscribe to:
Posts (Atom)