અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Friday, March 31, 2017
Thursday, March 30, 2017
Tuesday, March 28, 2017
'બ્લોગિંગ' વિષયક પુસ્તકોની યાદી
https://www.lifewire.com/top-blogging-books-3476348
http://www.candidwriter.com/candid-blog/top-best-good-books-to-read-online-on-blogging#axzz4cbg5lU1y=
https://dzone.com/articles/25-best-blogging-books
https://blog.thesocialms.com/20-best-books-for-bloggers-2017/
https://www.bloggingbasics101.com/six-books-that-will-improve-your-blog/

Sunday, March 26, 2017
ગાંધીજીના તંબુનાં રખેવાળ : શાંતાબહેન રાજપ્રિય
આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………
શાંતાબહેન રામકુમાર રાજપ્રિય Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
શાંતાબહેન રાજપ્રિય (જન્મ : ૨૬-૦૩-૧૯૨૭, મુન્દ્રા-કચ્છ) એટલે સ્વાતંત્ર્યસેનાની અને બાળકેળવણીકાર. શાંતાબહેનના પિતા મથુરાદાસ આશર સમર્પિત સ્વાતંત્ર્યસેનાની અને રચનાત્મક કાર્યકર હતા. મથુરાદાસે મહાત્મા ગાંધીની પ્રેરણાથી બિહાર રાજ્યના ચંપારણ જિલ્લાના ઢાકા-મધુબની મુકામે ગ્રામસેવા-આશ્રમની સ્થાપના કરી હતી. શાંતાબહેનનાં ઘડતર અને ચણતર ગાંધીજીના સાબરમતી આશ્રમમાં અને ચંપારણના ઢાકા-મધુબની આશ્રમમાં થયાં છે. તેમની કેળવણી દક્ષિણામૂર્તિ, ગૂજરાત વિદ્યાપીઠ, ગાંધી વિદ્યાપીઠ, જ્યોતિસંઘ જેવી સંસ્થાઓ થકી થઈ છે. પિતાજી સાથે શાંતાબહેને ઈ.સ. ૧૯૪૦માં 'રામગઢ કોંગ્રેસ'માં ભાગ લીધો હતો. સ્વયંસેવિકા તરીકે શાંતાબહેને ગાંધીજીના તંબુનાં રખેવાળ તરીકે ફરજ બજાવી હતી. ગાંધીજીને મળવા માટે અનેક નેતાઓ આવતા હતા. એક દિવસ ગાંધીજી બહાર જતા હતા ત્યારે તેમણે શાંતાબહેનને જોઈને પૂછ્યું કે, 'શાન્તુ, આમ કેવળ ઊભાં રહીને વખત નકામો નહીં કરવાનો. તારે તો અહીં પણ કાંતવાનું કામ કરવું જોઈએ.' શાન્તુ માટે ત્યાં જ તકલી અને રૂ મંગાવવામાં આવ્યાં. તેર વર્ષીય શાંતાબહેને ગાંધીજીના નિવાસસ્થાનનું રખોપું કરતાંકરતાં કાંતવાનું કામ પણ શરૂ કરી દીધું! શાંતાબહેને ઈ.સ. ૧૯૪૨માં 'હિંદ છોડો'ની લડતમાં ભાગ લીધો અને જેલવાસ પણ વેઠ્યો. સંસ્કૃત ભાષામાં ઉચ્ચારો શુદ્ધ હોવાથી, શાંતાબહેનને જેલમાં રોજ પ્રાર્થના કરાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જેલવાસીઓમાં સૌથી નાનાં શાંતાબહેનને ઓગણીસ દિવસ પછી છોડી મૂકવામાં આવ્યાં હતાં.
'ઢીંગલીઘર'ના બાળક નવધ સાથે શાંતાબહેનની સંવાદમુદ્રા Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
મોન્ટેસરી શિક્ષણપદ્ધતિનાં હિમાયતી શાંતાબહેને બહુકળાસંપન્ન પતિ રામકુમાર રાજપ્રિય સાથે ઈ.સ. ૧૯૬૧માં 'ઢીંગલીઘર' (૩૭, નાથાલાલ કૉલોની, સ્ટેડિયમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪) નામના બાળવિકાસ કેન્દ્રની સ્થાપના કરી હતી. આ લેખકે ૧૮-૦૩-૨૦૧૭ના રોજ 'ઢીંગલીઘર' મુકામે શાંતાબહેનની દીર્ઘ મુલાકાત લીધી હતી. તેમણે સાબરમતી આશ્રમથી માંડીને ઢાકા-મધુબની આશ્રમ અને રાજેન્દ્ર પ્રસાદથી માંડીને જયપ્રકાશ નારાયણ જેવા મહાનુભાવો સાથેનાં સંભારણાં કહ્યાં હતાં. શાંતાબહેન રાજપ્રિય બરાબર આજે એકાણું વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. 'આપણું અમદાવાદ' તેમને જન્મદિવસનાં અભિવંદન પાઠવે છે.
'ઢીંગલીઘર'નાં સ્થાપક અને સંચાલક : શાંતાબહેન રામકુમાર રાજપ્રિય Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
……………………………………………………………………………………………
સૌજન્ય :
ગાંધીજીના તંબુનાં રખેવાળ : શાંતાબહેન રાજપ્રિય
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૬, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૩-૨૦૧૭, રવિવાર
'આપણું અમદાવાદ' // ડૉ. અશ્વિનકુમાર
સૌજન્ય :
ગાંધીજીના તંબુનાં રખેવાળ : શાંતાબહેન રાજપ્રિય
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૬, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૩-૨૦૧૭, રવિવાર
Saturday, March 25, 2017
Thursday, March 23, 2017
Wednesday, March 22, 2017
Tuesday, March 21, 2017
Saturday, March 18, 2017
Friday, March 17, 2017
Tuesday, March 14, 2017
Saturday, March 11, 2017
Friday, March 10, 2017
Thursday, March 9, 2017
Sunday, March 5, 2017
વાર્તાલેખક સાથે વ્યંગલેખક
Saturday, March 4, 2017
Thursday, March 2, 2017
સીધી આંખો સાથે ઊંધાં ચશ્માં પણ રડે છે!
ડૉ. અશ્વિનકુમાર
…………………………………………………………………………………………………
કલમની સાથેસાથે ચશ્માંથી વધુ લોકપ્રિય થયેલા તારક મહેતાએ કરોડો ચાહકોને હસતાં કરીને વિદાય લીધી. 'એક્શન રીપ્લે' નામની આત્મકથામાં તારક જનુભાઈ મહેતા કહે છે કે, 'મારા લેખ એટલે નાટક, વાર્તા, અને નિબંધનું મિશ્રણ છે.' તા.જ.મ.ની ગુજરાતી કતાર 'દુનિયાને ઊંધાં ચશ્માં' ઉપર આધારિત હિંદી ટેલીવિઝન શ્રેણી 'તારક મહેતા કા ઊલટાં ચશ્માં'થી દર્શકો ગમે ત્યારે હાસ્યાસન કરતા થઈ ગયા છે. 'ચશ્માં' નામની ચીજને સાચી રીતે અને ગંભીરપણે જોઈએ તો મહાત્મા ગાંધી યાદ આવે. ચશ્માંને ઊંધાં રાખીને હળવાશથી લઈએ તો તારક મહેતા યાદ આવે! જીવનને નાટકની જેમ અને નાટકને જીવનની જેમ ભજવનાર તારકભાઈએ દેહદાન થકી, અઠ્ઠયાશીમા વર્ષે મેડિકલ કૉલેજમાં પણ અનોખો 'પ્રવેશ' મેળવી લીધો. યમરાજ પૂછે કે, 'તારકભાઈ, હવે ક્યાં રહેવું ફાવશે?' ઊંધાં ચશ્માંને ફરી એક વખત ઊંધાં કરતાં, તારક મહેતા એવું પણ કહે કે, 'યમભાઈ, મને પણ તમારી જેમ સ્વર્ગમાં રહેવું ન પોસાય. વળી, હું તો પૃથ્વી ઉપર પણ 'પેરેડાઈસ પાર્ક'માં રહેતો હતો. તમારાં ચશ્માંની નહીં, પણ આંખોની શરમ રાખીને હું નર્કમાં રહેવાનું પસંદ કરું. કારણ કે, એક નાટ્યકાર અને હાસ્યલેખકને સર્જન માટે જોઈતો જથ્થાબંધ મસાલો નરકમાં મળી રહેવાનો!'

………………………………………………………………………………………………
સૌજન્ય :
સીધી આંખો સાથે ઊંધાં ચશ્માં પણ રડે છે!,
'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૩-૨૦૧૭, ગુરુવાર, 'હાસ્યાંજલિ' (તારક મહેતા વિશેષ), પૃષ્ઠ : ૦૮
સ્મરણો હસતાં-હસતાં
ઉપક્રમ : ઉર્વીશ કોઠારીના હાસ્યપુસ્તક ‘૩૨ કોઠે હાસ્ય’નો લોકાર્પણ-કાર્યક્રમ
તારીખ : ૨૮-૧૨-૨૦૦૮, રવિવાર
સ્થળ : ભાઈકાકા હૉલ, અમદાવાદ
તારીખ : ૨૮-૧૨-૨૦૦૮, રવિવાર
સ્થળ : ભાઈકાકા હૉલ, અમદાવાદ
તસવીર-સૌજન્ય : http://urvishkothari-gujarati.blogspot.in/ |
તસવીર-સૌજન્ય : http://urvishkothari-gujarati.blogspot.in/ |
(ઉભેલા, ડાબેથી) : કેતન રૂપેરા, પ્રણવ અધ્યારુ, સોનલ કોઠારી, સલિલ દલાલ, બિનીત મોદી, અશ્વિનકુમાર, ચંદુ મહેરિયા, આયેશા ખાન, પૂર્વી ગજ્જર, કાર્તિકેય ભટ્ટ, બકુલ ટેલર, દીપક સોલિયા, હસિત મહેતા
(છેક આગળ) : આસ્થા-શચિ-ઇશાન કોઠારી
તસવીર-સૌજન્ય : http://urvishkothari-gujarati.blogspot.in/ |
પહેલી હરોળમાં બેેઠેલા (જમણી બાજુથી ડાબી તરફ) : વિનોદ ભટ્ટ, તારક મહેતા, રતિલાલ બોરીસાગર, ચંદુ મહેરિયા, પ્રકાશ શાહ, રજનીકુમાર પંડ્યા,
આયેશા ખાન, સોનલ કોઠારી, પૂર્વી ગજ્જર, સલિલ દલાલ, દીપક સોલિયા (છેક પાછળ બેઠેલા), બીરેન કોઠારી (ટેબલ ઉપર બેઠેલા), અશ્વિનકુમાર, અશ્વિની ભટ્ટ, બકુલ ટેલર
Subscribe to:
Posts (Atom)