'ઇંચ' અને 'ઈંચ' અલગ-અલગ અર્થ ધરાવે છે!
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Saturday, April 29, 2017
અંગ્રેજી ભાષા, દેશી મજા : 136
તમે એવા 'સ્વાદિષ્ટ' શબ્દને જાણો છો કે, જેનો આરંભ અને અંત 'y' મૂળાક્ષરથી થતો હોય?!
Sunday, April 23, 2017
અમદાવાદ ગ્રંથવાહનનું નગર બને એમ છે!
આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………
ગુજરાતી ભાષામાં 'હિસાબકિતાબ' નામનો શબ્દ છે. જે લેણદેણના હિસાબ સંદર્ભે વપરાય છે. આપણે હિસાબ તો ઝાઝો રાખીએ છે, પણ કિતાબ ભાગ્યે જ રાખીએ છીએ! શાળા-કૉલેજમાં પાઠ્યપુસ્તકો સિવાયનું ઇતર વાચન પણ ઓછું થતું રહ્યું છે. ઇન્ટરનેટ ટેકનોલોજિ અને સોશિયલ મીડિયાના આધુનિક યુગમાં, પાનાં ફેરવતાં-ફેરવતાં પુસ્તકને વાંચવાનો વખત અને આનંદ ઘટી રહ્યો છે. જન્મદિવસે અપાતાં પુષ્પગુચ્છની સુગંધ થોડા જ વખતની મહેમાન હોય છે. આ જ પ્રમાણે, શુભ પ્રસંગોએ અપાતી ભેટોની ઉપયોગિતા એક હદથી વધારે હોતી નથી. એટલે જ, ગુલદસ્તા અને ભેટસોગાદ કરતાં પુસ્તકોની ભેટ નિત્ય પ્રસ્તુત સાબિત થાય છે. પ્રત્યેક પરિવારે રોજનો ઓછામાં ઓછો એક કલાક સમૂહમાં ગ્રંથવાચન માટે ફાળવવો જોઈએ. દર વર્ષે ત્રેવીસમી એપ્રિલે 'વિશ્વ પુસ્તક દિવસ'ની ઉજવણી થાય છે. આપણે પરિવારજન, પાડોશી, પરિચિત, કે પ્રિયજનને પુસ્તકની ભેટ આપીને તેનું સાર્થક ઉજવણું કરી શકીએ છે.
વાચનરસિકો દ્વિચક્રીના દાબડા અર્થાત્ ડિકીમાં પણ એકાદ પુસ્તક તો રાખી શકે. કારના ડેશ-બોર્ડની છાજલી ઉપર ઓછામાં ઓછું એક પુસ્તક પ્રદર્શિત કરી શકાય. શહેરની માનવભીડમાં, વાહન-વ્યવહારની કતારમાં, વાહનતળ(પાર્કિંગ)ના ઇંતેજારમાં, ચાલક સિવાયની વ્યક્તિઓ ચાલતા વાહને પણ પુસ્તકમાંથી થોડાં પાનાં ફુરસદે વાંચી શકે છે. તેઓ અન્ય વ્યક્તિઓને પુસ્તકની સામગ્રી સંભળાવી શકે છે અને અનુકૂળતાએ એની ચર્ચા પણ કરી શકે છે. માતાપિતા કે વડીલે ઘરમાં કે કારમાં બેઠેલા બાળક સમક્ષ એને રસ પડે એવું પુસ્તક મોટેથી વાંચવાનો પ્રયોગ કરવા જેવો છે. જેના કારણે બાળકને વાચનવિશ્વમાં પ્રવેશવાની સ્વાભાવિક વૃત્તિ થશે. અમદાવાદમાં તંત્રવાહકો બી.આર.ટી.એસ.(બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ)માં મુસાફરો માટે બસની અંદર અને બસથોભો ઉપર પુસ્તક-વાચનની સગવડ ઊભી કરે તો તે એક જુદા જ અર્થમાં બી.આર.ટી.એસ.(બૂક રીડિંગ ટાઈમ સિસ્ટમ) બની શકે એમ છે!
…………………………………………………………………………………………………
સૌજન્ય :
અમદાવાદ ગ્રંથવાહનનું નગર બને એમ છે!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૨૩-૦૪-૨૦૧૭, રવિવાર
Saturday, April 22, 2017
Friday, April 21, 2017
બાળકો સામે મોટેથી પુસ્તકો વાંચવાં જોઈએ?
http://www.trelease-on-reading.com/
વિગત-સૌજન્ય :
સંજય શ્રીપાદ ભાવે (ગ્રંથજીવી પ્રાધ્યાપક અને નિસ્બતી કતારલેખક)
વિગત-સૌજન્ય :
સંજય શ્રીપાદ ભાવે (ગ્રંથજીવી પ્રાધ્યાપક અને નિસ્બતી કતારલેખક)
Thursday, April 20, 2017
Tuesday, April 18, 2017
Saturday, April 15, 2017
Friday, April 14, 2017
સંપર્ક તૂટે, સર્જનાત્મકતા ખીલે
http://www.gujaratilexicon.com/ |
ઈન્ટરનેટ ઉપર ક્યારેક 'ગુજરાતીલેક્ષિકોન.કોમ'ની લિંક ખોરવાય ત્યારે આ મુજબનું સર્જનાત્મક ચિત્ર જોવા મળે છે!
Tuesday, April 11, 2017
Monday, April 10, 2017
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પૂર્વ કુલપતિ મોરારજી દેસાઈને પુષ્પાંજલિ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |

વ્યક્તિ-વિશેષ : મોરારજી રણછોડજી દેસાઈ (૨૯-૦૨-૧૮૯૬થી ૧૦-૦૪-૧૯૯૫), ભારતના પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન (૧૯૭૭-૧૯૭૯), ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અર્થાત વાઇસ ચાન્સેલર (૧૯૪૮-૧૯૬૩) અને કુલપતિ અર્થાત ચાન્સેલર (૧૯૬૩-૧૯૯૫)
ઉપક્રમ : પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ કુલપતિ મોરારજી દેસાઈના ૨૩મા નિર્વાણદિને પુષ્પાંજલિ
ઉપસ્થિતિ : ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણી, અધ્યાપકો, સેવકો, વિદ્યાર્થી ભાઈઓ-બહેનો
તારીખ : ૧૦-૦૪-૨૦૧૭, સોમવાર
સમય : સવારના આઠથી સાડા આઠ
સ્થળ : અભયઘાટ, ગાંધી-આશ્રમની બાજુમાં, સાબરમતીના તીરે, અમદાવાદ
અભયઘાટમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
ઉપક્રમ : પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ કુલપતિ મોરારજી દેસાઈના ૨૩મા નિર્વાણદિને પુષ્પાંજલિ
વિશેષ ઉપસ્થિતિ : ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
તારીખ : ૧૦-૦૪-૨૦૧૭, સોમવાર
સમય : સવારના આઠથી સાડા આઠ
સ્થળ : અભયઘાટ, ગાંધી-આશ્રમની બાજુમાં, સાબરમતીના તીરે, અમદાવાદ
વિશેષ ઉપસ્થિતિ : ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
તારીખ : ૧૦-૦૪-૨૦૧૭, સોમવાર
સમય : સવારના આઠથી સાડા આઠ
સ્થળ : અભયઘાટ, ગાંધી-આશ્રમની બાજુમાં, સાબરમતીના તીરે, અમદાવાદ
Saturday, April 8, 2017
Tuesday, April 4, 2017
Monday, April 3, 2017
Saturday, April 1, 2017
'વિચારોના પ્રકાશવર્ષમાં' : અઢી દાયકાની સંપાદનયાત્રા
પ્રકાશ ન. શાહ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
'નિરીક્ષક'પત્રનું ઉઘાડપાનું |
પ્રકાશ ન. શાહ 'નિરીક્ષક' વિચારપત્રના તંત્રી તરીકે ૦૧-૦૪-૧૯૯૨થી કાર્યરત છે. આ વિચારપત્ર સાથેની તેમની સંપાદનયાત્રા આજે એટલે કે ૦૧-૦૪-૨૦૧૭ના રોજ અઢી દાયકા પૂર્ણ કરે છે. જેમના લેખનમાં ગાંભીર્ય અને વદનમાં હાસ્ય જોવા મળે છે તેવા પ્રકાશભાઈને વિચારપૂર્ણ સંપાદનસફર સારુ અભિવંદન.
Subscribe to:
Posts (Atom)