ડૉ. અશ્વિનકુમાર
.........................................................................................................................................
ઘરબંધીના સમયગાળામાં મનુષ્યેતર સૃષ્ટિને દિલથી માણવાનો મોકો મળી રહ્યો છે. ઘરથી કાર્યાલય અને કાર્યાલયથી ઘરની અવરજવર સ્થગિત છે. ઘરમાં જાણે કે નજરકેદ છીએ, એટલે નજર ઘર બહાર જાય એ સહજ છે. આપણે સ્થિર છીએ, પણ ખિસકોલાં એક ડાળ ઉપરથી બીજી ડાળ ઉપર કૂદી રહ્યાં છે. પતંગિયાં એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર ઊડી રહ્યાં છે. સાવ નજીક, હૂપાહૂપ કરતી વાનરટોળી એક પાળી ઉપરથી બીજી પાળી ઉપર કૂદકા મારતી ક્યારેક જોવા મળે છે. થોડે દૂર, કૂતરાં એક શેરીમાંથી બીજી શેરીમાં આંટાફેરા કરતાં રોજેરોજ માલૂમ પડે છે. નરી આંખે ન જોઈ શકાતા એક વિષાણુના કારણે, કેટલાંક પક્ષીઓને અત્યારે નિરાંતે જોવાનું શક્ય બન્યું છે. કાગડાના કાકારવથી માંડીને કોયલનો ટહુકાર સાંભળી શકાય છે. ઘરની બારીમાંથી થોડાક જ અંતરે લીલીછમ વૃક્ષ-વસાહત દેખાય છે. લીમડા અને પીપળા, વડ અને કાસદ જેવાં વૃક્ષોની કુલ સંખ્યા દોઢેક ડઝન જેટલી છે. વૃક્ષોએ 'સોશિયલ ડિસ્ટન્સિંગ' (સામાજિક દૂરીકરણ) લાગુ કર્યું નથી, એટલે પંખીઓ ડાળીઓ ઉપર નિરાંતે અને નજીક બેસે છે.

પક્ષીઓ માણસને ઓળખી શકશે કે કેમ એ ખબર નથી, પણ આ બોલબોલ જીવ આટલાં પક્ષીઓની ઓળખ કરી શક્યો છે.
કબૂતર
કાગડો
કાબર
કૂકડિયો કુંભાર / કુંભારિયો કાગડો
કોયલ
ખેરખટ્ટો
ચકલી
ગિરનારી કાગડો
ચીબરી
કંસારો(ટુકટુકિયો)
દરજીડો
પતરંગો
પીળક
પોપટ
બુલબુલ
મુનિયા
રાખોડી ફડક ફૂત્કી
લલ્લેડાં
વૈયાં
શકરોબાજ
શક્કરખોર
સમળી
હોલાં
ગ્રે હોર્ન બિલ
ગ્રીન પીજિયન
મોર
બગલો
No comments:
Post a Comment