Tuesday, April 7, 2020

૨૭

'ખેડાની લડતમાં લોકો પોતાની ગાડી મફત આપતા, એક સ્વયંસેવકની હાજરીની જરૂર હોય ત્યાં ત્રણચાર મળી રહે. હવે ગાડી પૈસા આપતાં પણ દોહ્યલી થઈ પડી. પણ એમ અમે કોઈ નિરાશ થઈએ તેવા નહોતા. ગાડીને બદલે પગપાળા મુસાફરી કરવાનું ઠરાવ્યું. રોજ વીસ માઈલની મજલ કરવાની હતી. ગાડી ન મળે તો ખાવાનું ક્યાંથી જ મળે? માગવું એ પણ બરોબર નહીં. તેથી પ્રત્યેક સ્વયંસેવક પોતાના ખાવા પૂરતું પોતાના દફતરમાં લઈને નીકળે એમ નક્કી કર્યું. મોસમ ઉનાળાની હતી એટલે ઓઢવાનું કંઈ સાથે રાખવાની આવશ્યકતા નહોતી.
જે જે ગામ જતા ત્યાં સભા ભરતા. લોકો આવતા. પણ ભરતીમાં નામ તો માંડ એકબે મળે. 'તમે અહિંસાવાદી કેમ અમને હથિયાર લેવાનું કહો છો?' 'સરકારે હિંદનું શું ભલું કર્યું છે કે તમે તેને મદદ દેવાનું કહો છો?' આવા અનેક જાતના પ્રશ્નો મારી આગળ મુકાતા.'

No comments:

Post a Comment