Friday, December 17, 2021

અરવિંદ ઘોસાળકર : વારલી ચિત્રના અચ્છા કળાકાર

Photograph : Dr. Ashwinkumar /
છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar /
છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar /
છબી : ડૉ. અશ્વિનકુમાર

અરવિંદ ઘોસાળકર ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં આવેલા આદિવાસી સંગ્રહાલયના પૂર્વ વસ્તુપાલ છે. તેઓ વારલી ચિત્રના અચ્છા કળાકાર છે. અરવિંદભાઈની કોટી ઉપર એક વિશેષ પ્રકારની કલમની હાજરી જોવા મળે જ. તેઓ ઈ.સ. ૧૯૬૮થી શાહીવાળી કલમનો જ ઉપયોગ કરે છે.

Dr. B. R. Ambedkar's Constituent Assembly Speech on Dec 17, 1946


https://www.youtube.com/watch?v=lPsZLK540Cg&ab_channel=PrasarBharatiArchives

Thursday, December 9, 2021

રાજ્યના માધ્યમ જગતનો ભવ્ય ઉત્સવ : ગુજરાત મીડિયા એવોર્ડ્સ - ૨૦૨૨


ગુજરાતના માધ્યમ જગત સાથે જોડાયેલા પત્રકાર મિત્રોના કાર્યને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી ગુજરાત મીડિયા એવોર્ડ્સની શરુઆત કરવામાં આવી છે.



આ એવોર્ડ્સ માટે પત્રકારત્વની અલગ અલગ શ્રેણીમાં નામાંકન પત્ર ભરવાનું શરૂ થયું છે.

પ્રિન્ટ મીડિયા, ઈલેકટ્રોનિક મીડિયા (ટેલીવિઝન / રેડિયો) અને ડિજિટલ મીડિયા સાથે જોડાયેલા માધ્યમકર્મીઓ ભાગ લઈ શકશે.

આપ પણ ગુજરાત મીડિયા એવોર્ડ્સમાં ભાગ લઈ આપે કરેલા શ્રેષ્ઠ કામને આ લિંક પર મોકલી આપો.


વધુ માહિતી માટે સંપર્ક કરો :
+91-98241 88085

નામાંકન પત્ર ભરવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ છે.

Wednesday, November 24, 2021

ગ્રામશિલ્પી રમણભાઈ સંગાડા (દાહોદ) : ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાતે / Ramanbhai Sangada


ગ્રામશિલ્પી : રમણભાઈ સંગાડા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ગ્રામશિલ્પી : રમણભાઈ સંગાડા (પૂર્વ વિદ્યાર્થી, ગૂજરાત વિદ્યાપીઠ)  
ગામ : પરમારના ડુંગરપુર
તાલુકો : સંજેલી 
જિલ્લો : દાહોદ

Tuesday, November 23, 2021

આંગણે આવી આકાશવાણી

 

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Thursday, November 18, 2021

'એકત્ર'નો ગ્રન્થ-ગુલાલ : પ્રેમાનંદ આખ્યાન શ્રેણી - ૧ || શ્રેણી-સંપાદક : રમણ સોની




કવિ પ્રેમાનંદ મધ્યકાલીન ગુજરાતી ભાષાના સમર્થ આખ્યાનકાર કવિ હતા – આજે પણ એમની કથનકલા અને કવિશક્તિ આનંદ અને તૃપ્તિનો અનુભવ કરાવે છે.

આ સંપાદન-શ્રેણી પ્રેમાનંદનાં, પહેલે તબક્કે પાંચ આખ્યાનોને ઈ-શ્રેણી રૂપે પ્રગટ કરે છે. જુદાજુદા અભ્યાસી સંપાદકોએ એનું સંપાદન સંભાળ્યું છે અને એમની વિશેષતાઓ એમાં પરોવાઈ છે. પરંતુ, એ સાથે જ, એની રજૂઆતને એક ઘાટ આપવા માટે એનું પરિરૂપ એકસરખું રાખ્યું છે. શ્રેણી-સંપાદકે, દરેક આખ્યાનને સર્વસામાન્યરૂપે લાગુ પડે એવા, ગુજરાતી આખ્યાનના સ્વરૂપ ને વિકાસગતિ અંગે કેટલાક લેખન-અંશો તૈયાર કરીને સામેલ કર્યા છે.


આ આખ્યાનોના દરેક સંપાદકે–
(૧) વિવિધ મુદ્રિત વાચનાઓને સંકલિત કરીને એક સુગમ વાચના તૈયાર કરી છે, (૨) દરેક કડવાને આરંભે ટૂંકી પરિચય-નોંધ મૂકી છે અને શબ્દાર્થ-નોંધો કરી છે, (૩) પ્રવેશક તરીકે સંક્ષિપ્ત કૃતિ-પરિચય આપવા ઉપરાંત (૪) આખ્યાન-કૃતિનો આસ્વાદલક્ષી અભ્યાસ પણ રજૂ કર્યો છે.

એ રીતે આ સંપાદનો શાસ્ત્રીય ઉપરાંત સર્વગ્રાહી અને રસપ્રદ વાચન બન્યાં છે.

વાંચો –

૧. કુંવરબાઈનું મામેરું : સંપાદક — રમણ સોની
૨. સુદામાચરિત્ર : સંપાદક — દર્શના ધોળકિયા
૩. ઓખાહરણ : સંપાદક — હૃષીકેશ રાવલ
૪. અભિમન્યુ-આખ્યાન : સંપાદક — ભરત ખેની
૫. ચંદ્રહાસ-આખ્યાન : સંપાદક — પ્રવીણ કુકડિયા



ગાંધીજીનો બાઇબલ ખંડ


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ગાંધીજીનો બાઇબલ ખંડ
પ્રાણજીવન વિદ્યાર્થીભવન,
ગૂજરાત વિદ્યાપીઠ,
આશ્રમ-માર્ગ, અમદાવાદ

Thursday, November 11, 2021

The Global Communication Education Conclave : a unique 75-day event from October, 2021 to April, 2022


The Global Communication Education Conclave, a unique 75-day event involving Indian and global academics and professionals, intends to celebrate this diversity with scholarly contributions from varied perspectives in this unique online conclave.

This Conclave is stretched from October 21, 2021, and ending on April 10, 2022.

Time: 7.30 PM to 9.00 PM.

75 Years, 75 days, 90 minutes, 75 Indian Stalwarts, 75 Foreign Stalwarts, 75 Govt. Officials, 75 Books/Reports, 150 Young Researchers: All on ONE Platform in 2021-22.


Kindly watch First 9:00 minutes for the introduction of the global conclave.
Watch Prof. (Dr.) Ashwinkumar's role and responsibility @ 07:57 to 08:56.

Sunday, October 24, 2021

Bittersweet photo of father and son who lost their limbs due to Syria's civil war wins top prize


https://www.businessinsider.in/international/news/bittersweet-photo-of-father-and-son-who-lost-their-limbs-due-to-syrias-civil-war-wins-top-prize/amp_articleshow/87237463.cms?utm_campaign=fullarticle&utm_medium=referral&utm_source=inshorts

મોહનદાસ અને ગાંધીજી!


'એમ. કે. ગાંધી' અને 'મહાત્મા ગાંધીજી'
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


મેહુલ કવિ અને દીપક અંતાણી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

"એમ. કે. ગાંધી હાજીર હો"

 

Photograph : Dr. Ashwinkumar
છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


Photograph : Dr. Ashwinkumar
છબી : ડૉ. અશ્વિનકુમાર


ગાંધીજી વિશેની ગેરસમજો દૂર કરવાનો જહેમતભર્યો પ્રયાસ એટલે "એમ. કે. ગાંધી હાજીર હો" નાટક.
'ગાંધીજી' તરીકે દીપક અંતાણીએ અસરકારક અભિનય કર્યો છે.

"એમ. કે. ગાંધી હાજીર હો."


 


Friday, October 22, 2021

ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રતાપકુમાર-સુમિત્રાબહેન દ્વારા ગાંધીગીતોની પ્રસ્તુતિ


પ્રતાપકુમાર ટોલિયા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

સુમિત્રાબહેન ટોલિયા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસનાખંડમાં ૨૨-૧૦-૨૦૨૧ના રોજ પ્રતાપકુમાર ટોલિયા (જન્મ : ૨૧-૧૦-૧૯૩૦) અને એમનાં પત્ની સુમિત્રાબહેન ટોલિયાએ ગાંધીગીતો રજૂ કર્યાં. સંયોજક ડૉ. કમલેશ પટેલે ટોલિયા યુગલનો પરિચય આપ્યો હતા. આ પ્રસંગે કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણી અને કાર્યકારી કુલસચિવ ડૉ. નિખિલ ભટ્ટ ખાસ હાજર રહ્યા હતા.

પ્રતાપકુમાર ટોલિયા જૈન ધર્મના વિદ્વાન, મહાત્મા ગાંધી અને શ્રીમદ રાજચંદ્રના અભ્યાસી, અને ગીતસંગીતકાર છે. પ્રતાપકુમારને આશરે બે હજાર જેટલાં ગીતો કંઠસ્થ છે. તેમણે ઈ. સ. ૧૯૫૬થી ૧૯૫૮ના સમયગાળામાં વિનોબાજીની વિવિધ પદયાત્રાઓમાં સંગીતપ્રસ્તુતિ કરી હતી. તેમણે વીસ હજાર વિદ્યાર્થીઓને 'ઓમ તત્સત્ શ્રી નારાયણ તું'નું પ્રાર્થનાગીત શીખવ્યું હતું. તેનું સમૂહ ગાન 20-12-1958ના રોજ સાબરમતીના તીરે વિનોબાજીની હાજરીમાં કરાવ્યું હતું. મૂળે અમરેલીના વતની પ્રતાપકુમાર ઈ. સ. ૧૯૬૮થી ૧૯૭૦ દરમિયાન મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં હિંદી અને અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કાર્યરત હતા.

પ્રતાપકુમાર ટોલિયાએ ઈ. સ. ૧૯૬૯માં ગાંધી-શતાબ્દી ટાણે સાબરમતીથી દાંડી સુધીની યાત્રા કરી હતી. તેઓ પદયાત્રામાં સિતાર સાથે મોખરે ચાલતા હતા. પ્રતાપકુમાર ટોલિયાએ 'જનસત્તા' દૈનિકમાં 'દાંડીપથને પગલે પગલે' નામની કતાર દ્વારા પદયાત્રાના અનુભવોનું આલેખન કર્યું હતું. સંગીતસમર્પિત પ્રતાપકુમાર અને સુમિત્રાબહેન બેંગલુરુમાં રહે છે. વયોવૃદ્ધ અને અનુભવસમૃદ્ધ ટોલિયા દંપતી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રસંગોપાત્ત આવીને જૂનાં ગાંધીગીતોને નવી પેઢી સુધી પહોંચાડે છે.

સુમિત્રાબહેન- પ્રતાપકુમાર ટોલિયા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

સુમિત્રાબહેન - પ્રતાપકુમાર ટોલિયા : મહાવિદ્યાલયની મુલાકાતે


સુમિત્રાબહેન - પ્રતાપકુમાર ટોલિયા સાથે સંયોજક ડૉ. કમલેશ પટેલ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ પ્રાધ્યાપક પ્રતાપકુમાર ટોલિયાએ એમનાં પત્ની સુમિત્રાબહેન સાથે ૨૨-૧૦-૨૦૨૧ના રોજ, મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના સંયોજક ડૉ. કમલેશ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઈ. સ. ૧૯૬૮થી ૧૯૭૦ દરમિયાન મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં હિંદી અને અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહેલા પ્રતાપકુમારે, ગૂજરાત વિદ્યાપીઠ સાથેનાં સ્મરણો તાજાં કર્યાં હતાં. તેમણે ૧૯૬૯માં ગાંધી શતાબ્દી નિમિત્તે સાબરમતીથી દાંડી સુધીની પદયાત્રા કરી હતી. એકાણુ વર્ષીય ગીતસંગીતકાર પ્રતાપકુમારે સંસ્થા-સંચાલક રામલાલ પરીખથી માંડીને સંગીત-શિક્ષક નરેન્દ્ર મહર્ષિને ભાવપૂર્વક યાદ કર્યા હતા.

Tuesday, October 12, 2021

'વૈભવે ઉભરાતી ગુજરાતી'



GIET ગાંધીનગર દ્વારા પ્રસ્તુત 'ગુજરાતી વ્યાકરણની શ્રેણી'


નામ અને તેના પ્રકારો https://bit.ly/3Bvlbkf
સર્વનામ https://bit.ly/3Bvlbkf
ક્રિયાપદ https://bit.ly/3Bvlbkf
વિશેષણ https://bit.ly/3Bvlbkf
ક્રિયાવિશેષણ https://bit.ly/3Bvlbkf
વાક્યરચના https://bit.ly/3Bvlbkf
વાક્યરચના પ્રકારો https://bit.ly/3Bvlbkf
વિરામચિહ્નો: ભાગ-૧ https://bit.ly/3Bvlbkf
વિરામચિહ્નો: ભાગ-૨ https://bit.ly/3Bvlbkf
પ્રત્યય https://bit.ly/3Bvlbkf
કહેવત https://bit.ly/3Bvlbkf
વિભકિત https://bit.ly/3Bvlbkf
નિબંધ લેખન https://bit.ly/3Bvlbkf
અહેવાલ https://bit.ly/3Bvlbkf
સમાસ: ભાગ-1 https://bit.ly/3Bvlbkf
સમાસ: ભાગ-2 https://bit.ly/3Bvlbkf
સ્વર સંધિ https://bit.ly/3Bvlbkf
વ્યંજન સંધિ https://bit.ly/3Bvlbkf
છંદ: ભાગ-૧ https://bit.ly/3Bvlbkf
છંદ: ભાગ-૨ https://bit.ly/3Bvlbkf
છંદ ભાગ-3 https://bit.ly/3Bvlbkf
છંદ ભાગ-4 https://bit.ly/3Bvlbkf
અલંકાર:ભાગ-1 https://bit.ly/3Bvlbkf
અલંકાર:ભાગ-2 https://bit.ly/3Bvlbkf
અલંકાર:ભાગ-3 https://bit.ly/3Bvlbkf

Friday, October 8, 2021

Nobel Peace Prize 2021 /////////// Pen for Peace, Peace for Pen


Philippines journalist Ressa and Russian journalist Muratov win 2021 Nobel Peace Prize


https://indianexpress.com/article/world/philippines-journalist-ressa-russian-journalist-muratov-2021-nobel-peace-prize-7560126/ 



ગુજરાત જાહેર સેવા આયોગ : વર્ગ - ૧, ૨ અને ૩ ની કુલ ૨૧૫ જગ્યાઓ માટે જાહેરાત


ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૦૮, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૧, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ ૪૮, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૧; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૭૩ જગ્યાઓ તથા મામલતદારની કુલ ૧૨, તાલુકા વિકાસ અધિકારીની ૧૦, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની ૧૦, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની ૦૧, સરકારી શ્રમ અધિકારીની ૦૨, રાજ્યવેરા અધિકારીની ૭૫ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૧૧૦ જગ્યાઓ એમ કલાસ ૧ & ૨ ની સંકલિત કુલ ૧૮૩ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. 


રસ ધરાવતા ઉમેદવારો ૨૮/૯/૨૦૨૧ થી ૧૩/૧૦/૨૦૨૧ ( બપોર ૧.૦૦ વાગ્યા સુધી ) અરજી કરી શકશે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે, તેઓ પણ અરજી કરી શકે છે.

 

સદર જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (૨૦૦ માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો,  સમય ૩ કલાક) ૧૨/૧૨/૨૦૨૧ ના રોજ લેવાશે, જેનું પરિણામ જાન્યુઆરી ૨૦૨૨ માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષામાં ૧૫૦ માર્ક્સના ૬ પ્રશ્નપત્રો જે ૩ કલાકમાં લખવાના રહેશે. મુખ્ય પરીક્ષાની તારીખ હવે પછીથી જાહેર થશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે. 


તદઉપરાંત, મદદનીશ વ્યવસ્થાપક/મદદનીશ નિયામક, વર્ગ-૨ ની ૦૬; નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા, વર્ગ-૧ ની ૧૩; વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-૨ ની ૦૬; આચાર્ય, આદર્શ નિવાસી શાળા (વિ.જા.), વર્ગ-૨ ની ૦૧;  પ્રવર ઔષધ નિરીક્ષક, વર્ગ -૨ (ખાસ ભરતી)ની ૦૩; ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) માં જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ -૨ ની ૦૧ તથા પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ની ૦૨ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. 


આમ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ ૨૧૫ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.  


ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની જીપીએસસી ક્લાસ ૧ અને ૨ની જાહેરાત સતત પાંચમા વર્ષે પ્રસિદ્ધ થઈ છે. 


ગુજરાત જાહેર સેવા આયોગ સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે....


https://gpsc.gujarat.gov.in/Documents/pressrelease/PressRelease_2021-9-21_631.pdf


Thursday, October 7, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1265


આપણી ભાષામાં, સંસ્કૃત ભાષાના હોય એમને જ પ્રકાંડ પંડિત કહેવાય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 1264


સાચો શબ્દ કયો?
'મહાનુભાવ' કે 'મહાનુભવ'?

ભાષાની મજા, મજાની ભાષા - 1263


આ પરિપત્ર સરકારી નોકરી કરતાં નોકરિયાતોને જ લાગુ પડે છે.
આ પરિપત્ર સરકારી નોકરિયાતોને જ લાગુ પડે છે.


ભાષાની મજા, મજાની ભાષા - 1262


'આ નિશાની નિશાની છે?'

Wednesday, October 6, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1261


અવતરણચિહ્નમાં બંધાયેલા કોઈ અંગ્રેજી નામનું ભાષાંતર કરવાનો લોભ જતો કરવો.

દા. ત. ગાંધીજીના દક્ષિણ આફ્રિકી ગુજરાતી વિચારપત્રના નામ 'ઇન્ડિયન ઓપિનિયન'નો ગુજરાતી અનુવાદ 'ભારતીય અભિપ્રાય' ન કરવો!

Sunday, October 3, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1260


રેલગાડીના સમયપત્રક વિશેની વધુ વિસ્તૃત માહિતી ક્યાં મળશે?

રેલગાડીના સમયપત્રક વિશેની વધુ માહિતી ક્યાં મળશે?
રેલગાડીના સમયપત્રક વિશેની વિસ્તૃત માહિતી ક્યાં મળશે?

ભાષાની મજા, મજાની ભાષા - 1259


ગુણપત્રક માટે તમારા વિભાગના વિભાગીય અધ્યક્ષનો સંપર્ક કરવો.


ગુણપત્રક માટે તમારા વિભાગીય અધ્યક્ષનો સંપર્ક કરવો.

ગુણપત્રક માટે તમારા વિભાગના અધ્યક્ષનો સંપર્ક કરવો.

ગૂજરાત વિદ્યાપીઠમાં અખંડ કાંતણ દ્વારા રેંટિયાબારશની ઉજવણી


સભાખંડ, ગૂજરાત વિદ્યાપીઠ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

 

Saturday, October 2, 2021

ગાંધીજી સંબંધિત ત્રણ વિશેષ લેખો // ઉર્વીશ કોઠારી









(સૌજન્ય : 'ધી ઉર્વીશ કોઠારી' અને 'ધી પ્રિન્ટ')


ત્રણ ગાંધીસંસ્થાઓનું સમૂહ મિલન

 

અમૃત મોદી 
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


વિવેક દેસાઈ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ડૉ. રાજેન્દ્ર ખીમાણી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ડૉ. ઇલા ભટ્ટ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર
 

ડૉ. નિખિલ ભટ્ટ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર



Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Wednesday, September 29, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1258


કયો શબ્દ સાચો છે?


હ્રદય


હ્રદ્દય


હૃદય


હૃદ્દય


હદય


હદ્દય


હ્યદય 


હ્યદ્દય


હ્દય


હ્રુદય


હ્રુદ્દય


હ્રૃદય


હ્રૃદ્દય


તમે સાચી જોડણી શોધવા માટે ખાંખાંખોળા કર્યા હોય તો એનો અર્થ એ કે માતૃભાષા માટે તમારું 'હૃદય' ધબકે છે!


Thursday, September 23, 2021

વિદ્યાપીઠના વિનયમંદિરમાં વિજ્ઞાનજીવી વિષ્ણુભાઈ

 


વિષ્ણુભાઈ પટેલ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

વિષ્ણુભાઈ પટેલ
ખગોળવિજ્ઞાનના અચ્છા જાણકાર.
સમર્પિત વિજ્ઞાન-શિક્ષક, કુમાર વિનય મંદિર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ


તસવીર-તારીખ : ૦૬-૦૫-૨૦૧૯, સોમવાર, સમય : સવારના સાડા છ 
તસવીર-સ્થળ : ગૂજરાત કુમાર વિનય મંદિરનું મેદાન, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

કાર્યક્રમ-કારણ : વિષ્ણુભાઈ પટેલ દ્વારા અનોખું આકાશદર્શન (પરોઢિયે ચારથી છ)
વિષ્ણુભાઈએ ત્રણ અતિશક્તિશાળી દૂરબીન ગોઠવ્યા હતા.
પરિણામે, અમે મેદાનમાંથી આકાશમાં પહોંચી શક્યા.
સોમવારની વહેલી સવારે અમે ગુરુ, શુક્ર, શનિ જોયા!

Monday, September 20, 2021

કાશ્યપી મહાને મંદોદરીની આત્મકથાનક નવલકથા ‘પરિતપ્ત લંકેશ્વરી’ના ગુજરાતીમાં અનુવાદ બદલ સાહિત્ય અકાદેમી અનુવાદ પુરસ્કાર - ૨૦૨૦

 

કાશ્યપી મહા તસવીર સૌજન્ય : પરીક્ષિત જોશી

સાહિત્ય અકાદેમી અનુવાદ પુરસ્કાર ગુજરાતી ભાષા માટે સુશ્રી કાશ્યપી મહાને પ્રાપ્ત થયો છે. હિન્દીમાં ૨૦૧૫માં મૃદુલા સિન્હા દ્વારા લખાયેલી લંકાપતિ રાવણની પત્ની સતી મંદોદરીની આત્મકથાનક નવલકથા ‘પરિતપ્ત લંકેશ્વરી’ના ૨૦૧૬માં પ્રકાશિત થયેલા ગુજરાતી અનુવાદ માટે એમને જાહેર થયો છે. વર્ષ ૨૦૨૦ માટેના આ પુરસ્કારમાં રુ. ૫૦૦૦૦ અને તામ્રપત્રનો સમાવેશ થાય છે. ગુજરાતી અનુવાદ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત થયો હતો. ‘પરિતપ્ત લંકેશ્વરી’ પુસ્તક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.એ.ના અભ્યાસક્રમમાં પણ સામેલ થયેલું છે.

કાશ્યપી મહાને આ પહેલાં, અનુવાદ સહિતના લેખિકાના તમામ પ્રકારના પુસ્તકોની શ્રેણીમાં વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં ગુજરાતી સાહિત્ય પરિષદનો અનુવાદ પુરસ્કાર પણ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. અંગ્રેજીમાં પોલ બ્રન્ટન દ્વારા લખાયેલા પુસ્તકનો કાશ્યપી મહા દ્વારા ગુજરાતીમાં થયેલા અનુવાદ ‘હિમાલય અને એક તપસ્વી’ને આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. કાશ્યપીએ મરાઠી, હિન્દી, અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અત્યાર સુધીમાં ૬૫ ઉપરાંત પુસ્તકોના અનુવાદ આપ્યાં છે.

કાશ્યપી મહાએ ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગમાં ઈ.સ. ૧૯૯૭માં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ પત્રકારત્વમાં એમ.એ. અને એમ.ફિલ.ની પદવી ધરાવે છે. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પત્રકારત્વના મુલાકાતી અધ્યાપક ઉપરાંત તેઓ વિવિધ ગુજરાતી અખબારો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યાં છે.

તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ રવીન્દ્ર ભવન, નવી દિલ્હી ખાતે સાહિત્ય અકાદેમીના અધ્યક્ષ ડૉ. ચંદ્રશેખર કંબારની અધ્યક્ષતામાં યોજાયેલી કાર્યકારી મંડળની બેઠકમાં ૨૪ ભારતીય ભાષાઓના પુસ્તકો માટે વર્ષ ૨૦૨૦ના સાહિત્ય અકાદેમી અનુવાદ પુરસ્કારનો અંતિમ નિર્ણય કરવામાં આવ્યો હતો. પુરસ્કાર માટેના પુસ્તકોનું ચયન માટે દરેક ભાષાની એક ત્રિસદસ્યીય નિર્ણાયક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષા માટેની ચયન સમિતિમાં પ્રા. સંજય શ્રીપાદ ભાવે, ડૉ. વર્ષા દાસ અને શ્રી નિરંજન રાજ્યગુરુએ પોતાની સેવાઓ આપી હતી.

આ પહેલાં, વર્ષ ૨૦૨૦ માટે સાહિત્ય અકાદેમી દ્વારા ગુજરાતી ભાષાના સાહિત્યકારો સર્વશ્રી હરિશ મિનાશ્રુ (મુખ્ય પુરસ્કાર), નટવર પટેલ (બાલ પુરસ્કાર) અને અભિમન્યુ આચાર્ય (યુવા ગૌરવ પુરસ્કાર)ને પણ પુરસ્કાર જાહેર થઈ ચૂક્યા છે.

 
(વિગત સૌજન્ય : પરીક્ષિત જોશી)

Saturday, September 18, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1257


'ગાડરડી તરોઈ જાય એટલે કાંઈ ગામ છાશ વગરનું ન રહે.'

ભાષાની મજા, મજાની ભાષા - 1256



'વાયક' એટલે વેણ કે વાક્ય.

સંતો જે વચન આપે એ માટે પણ 'વાયક' શબ્દ વપરાય છે.

લોકબોલીમાં કોઈ સંદેશા માટે 'વાયક' શબ્દ વપરાતો હતો. ભજન કે પાટમાં પધારવા માટે જે મૌખિક નિમંત્રણ આપવામાં આવે એના માટે પણ 'વાયક' વપરાતો હતો.

Friday, September 17, 2021

કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ


'એકત્ર'નો ગ્રન્થ-ગુલાલ
કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ 
ઈ-બુક સંપાદન : રમણ સોની

કૃષ્ણલાલ શ્રીધરાણીનાં સર્વ – ૭ પુસ્તકોની આ ઈ-શ્રેણી એક સાથે પ્રગટ થાય છે.


શ્રીધરાણીની લેખક-પ્રતિભાનું ફલક વિશાળ હતું – નાની વયે કૉળેલી કવિશિક્તથી લઈને વ્યાપક જ્ઞાન-સંપર્કથી પોષાયેલી, અંગ્રેજી ગ્રંથોમાં પણ પ્રગટેલી વિચાર-ચિંતન-શિક્ત સુધી. ગુજરાતીમાં એમની સર્જકપ્રતિભા કવિતા, નાટક, વાર્તા દ્વારા આવિષ્કાર પામી. દરેક પુસ્તકમાં એમણે પોતાની કાવ્યસમજ ને વૌચારિક ભૂમિકા દર્શાવતાં ગદ્ય-લખાણો પણ સામેલ કર્યાં છે.

આ ઈ-સંપાદનમાં તે તે કૃતિઓનાં પ્રાસ્તાવિકો રૂપે તેમજ પરિશિષ્ટો રૂપે મુકાયેલી લેખક-કેફિયતો અને ભૂમિકાઓ, તથા અભ્યાસીઓએ લખેલી સમીક્ષિત પ્રસ્તાવનાઓ –એ બધું યોગ્ય ક્રમે ગોઠવ્યું છે; એ વિગતોના (અનુ)ક્રમમાં નિર્દેશ કર્યા છે; દરેક પુસ્તકને અંતે શ્રીધરાણીની જીવનક્રમિકા તથા એમના ગુજરાતી-અંગ્રેજી સર્વ ગ્રંથોની સૂચિ મૂકી છે; દરેક કૃતિ(ટેક્સ્ટ)ની આવૃત્તિઓને ક્રમ-પૃષ્ઠ પર નોંધી આપી છે ને સુવાચ્ય મુદ્રણ-સજ્જા કરી છે.


ભાષાની મજા, મજાની ભાષા - 1255


 ગુજરાતી અખબારોની ભાષામાં પ્રત્યાઘાતો 'ઘેરા' પડે છે!


ભાષાની મજા, મજાની ભાષા - 1254

 

ગુજરાતી અખબારોની ભાષામાં કૃત્ય 'અધમ' હોય છે.


ભાષાની મજા, મજાની ભાષા - 1253


ગુજરાતી અખબારોની ભાષામાં હુમલો 'હિચકારો' હોય છે.


ભાષાની મજા, મજાની ભાષા - 1252


કામમાં મન ન હોય એ સ્વાભાવિક છે.

કામમાં મનન હોય એ સ્વાભાવિક છે.


ભાષાની મજા, મજાની ભાષા - 1251


'હિમ' અને 'હેમ' ભિન્ન અર્થ ધરાવે છે.


ભાષાની મજા, મજાની ભાષા - 1250

 

ગુજરાતી અખબારોની ભાષામાં જવાબ 'જડબાતોડ' હોય છે!



ભાષાની મજા, મજાની ભાષા - 1249


આ પૈકી કઈ જોડણી સાચી છે?


પિડિત

પિડીત

પીડિત

પીડીત

ભાષાની મજા, મજાની ભાષા - 1248


આપણાં અખબારોની ભાષા પ્રમાણે વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાં હોય છે!



ભાષાની મજા, મજાની ભાષા - 1247


આપણાં અખબારોની ભાષામાં તંત્ર મોટા ભાગે 'નીંભર' જ જોવા મળે છે!


ભાષાની મજા, મજાની ભાષા - 1246


આપણાં અખબારોની ભાષાના નસીબમાં 'વિધિની વક્રતા' જોવા મળે છે.