સુમિત્રાબહેન - પ્રતાપકુમાર ટોલિયા સાથે સંયોજક ડૉ. કમલેશ પટેલ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ પ્રાધ્યાપક પ્રતાપકુમાર ટોલિયાએ એમનાં પત્ની સુમિત્રાબહેન સાથે ૨૨-૧૦-૨૦૨૧ના રોજ, મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના સંયોજક ડૉ. કમલેશ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઈ. સ. ૧૯૬૮થી ૧૯૭૦ દરમિયાન મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં હિંદી અને અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહેલા પ્રતાપકુમારે, ગૂજરાત વિદ્યાપીઠ સાથેનાં સ્મરણો તાજાં કર્યાં હતાં. તેમણે ૧૯૬૯માં ગાંધી શતાબ્દી નિમિત્તે સાબરમતીથી દાંડી સુધીની પદયાત્રા કરી હતી. એકાણુ વર્ષીય ગીતસંગીતકાર પ્રતાપકુમારે સંસ્થા-સંચાલક રામલાલ પરીખથી માંડીને સંગીત-શિક્ષક નરેન્દ્ર મહર્ષિને ભાવપૂર્વક યાદ કર્યા હતા.
No comments:
Post a Comment