"ગુજરાતના અનેક લોકોની વિચારસૃષ્ટિમાં કાકા અજ્ઞાનપણે પણ બેઠેલા છે. કાકાએ એક જમાનામાં ગુજરાતના વાચક-વિચારક લોકોનાં ચિત્તમાં પ્રવેશ અને આવકાર મેળવ્યો છે. શરીરને બાંધનાર અન્ન પચી ગયા બાદ જેમ તે જુદું નામધારી રહેતું—રહી શકતું નથી, ન રહેવામાં જ તેની કૃતાર્થતા છે; તે જ પ્રમાણે આપણા મનના ખોરાકનુંય છે. અને સાહિત્ય એ મનનો ખોરાક છે. એ ખોરાક પૂરો પાડવામાં કાકાસાહેબ ગુજરાત પર ‘અઢળક ઢળ્યા છે’. એટલા બધા કે, એક મિત્રે સાચું કહ્યું કે, હાઈસ્કૂલના આરંભથી માંડીને એમ. એ. સુધી આજ કાકા વંચાય છે, એવી વિવિધ અને વિપુલ સામગ્રી એમણે ગુજરાતને ચરણે ધરી છે. ગુજરાતને કાકાની આ ભેટ ધન્ય કરે છે. તેના સાહિત્યના ઇતિહાસમાં એ વડે કાકા અમર સ્થાન પામ્યા છે. … રાષ્ટ્રદેવની આરાધનાનું એ સાહિત્ય આપવાને માટે ગુજરાત કાકાનું હંમેશનું ઋણી રહેશે. ..."
- મગનભાઈ દેસાઈ ('કાલેલકર અધ્યયન ગ્રંથ'માંથી)
('नवजीवनનો અક્ષરદેહ' // ઓક્ટોબર - નવેમ્બર, ૨૦૧૬)
No comments:
Post a Comment