Tuesday, June 7, 2022

સંજય સ્વાતિ-શ્રીપાદ ભાવે : જન્મદિન નિમિત્તે અભિનંદન

 

સંજય શ્રીપાદ ભાવે, પ્રાજક્તા ભાવે, મેઘશ્રી ભાવે
તસવીર-વર્ષ : 2001 
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

સંજય સ્વાતિ ભાવે (જન્મ : 07-06-1965)

મળવા જેવા અને માણવા જેવા માણસ.
જાતભાતનાં, જૂનાં-નવાં પુસ્તકોના અઠંગ વાચક.
વિદ્યાર્થીઓ માટે સતત અને નિરંતર સમર્પિત પ્રાધ્યાપક. 
વંચિતોના વકીલ તરીકેની નિસબત ધરાવનાર કર્મશીલ-લેખક.
અં.ગુ.મ. (અંગ્રેજી, ગુજરાતી, મરાઠી) ભાષાઓના ત્રિકોણમાં ખેડાણ કરનાર સર્જક.
જેમના સંગમાં વિદ્યાર્થીઓ-અધ્યાપકો, મિત્રો-પરિચિતો વાચનમય-પુસ્તકમય થતાં રહે તેવું વ્યક્તિત્વ.

2 comments:

  1. તમારા સોનેરી શબ્દો અને યાદગાર તસવીર માટે ખૂબ આભાર અશ્વિનભાઈ. મને એમ થાય છે તમે મારામાં જે કંઈ જોયું છે તેને માટે હું પૂરેપૂરો યોગ્ય હોઉં, થાઉં. તમે મારામાં આટલું બધું સારું જોયું તે તમારો સદ્ભાવ અને તમારી ગુણાનુરાગિતા છે. બીજાના કણ જેવડા ગુણને મણ જેવડા જોવાનો હૃદયભાવ તમને મળ્યો છે. આપણો સ્નેહ સદાય જળવાય એ જ અભ્યર્થના. સોનબહેન અને પ્યારી પ્રવદાને મારી યાદ.

    ReplyDelete
  2. પ્રિય સંજયભાઈ,

    તમારા શબ્દો, શુભેચ્છા, સદ્ભાવ સારુ હું વધુ શું કહી શકું?

    લિ.
    હું જાણું છું!

    ReplyDelete