Tuesday, March 28, 2017

ખોરાક વિષયક બ્લોગલેખન

બાંગ્લાદેશ અને બ્લોગર્સ

બ્લોગ્સ થકી આવેલી આરબવસંત

મલાલાની બ્લોગયાત્રા

વાંચવાલાયક ગુજરાતી બ્લોગ્સની સૂચિ

રૂપિયા નહીં, ડોલર રળી આપતા બ્લોગ્સ

પ્રેરણાદાયી બ્લોગ્સની સૂચિ

દુનિયાના શક્તિશાળી બ્લોગ્સની સૂચિ

જાણવાલાયક ભારતીય બ્લોગર્સ

'બ્લોગિંગ' વિષયક પુસ્તકોની યાદી

Sunday, March 26, 2017

ગાંધીજીના તંબુનાં રખેવાળ : શાંતાબહેન રાજપ્રિય

આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

શાંતાબહેન રામકુમાર રાજપ્રિય
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

શાંતાબહેન રાજપ્રિય (જન્મ : ૨૬-૦૩-૧૯૨૭, મુન્દ્રા-કચ્છ) એટલે સ્વાતંત્ર્યસેનાની અને બાળકેળવણીકાર. શાંતાબહેનના પિતા મથુરાદાસ આશર સમર્પિત સ્વાતંત્ર્યસેનાની અને રચનાત્મક કાર્યકર હતા. મથુરાદાસે મહાત્મા ગાંધીની પ્રેરણાથી બિહાર રાજ્યના ચંપારણ જિલ્લાના ઢાકા-મધુબની મુકામે ગ્રામસેવા-આશ્રમની સ્થાપના કરી હતી. શાંતાબહેનનાં ઘડતર અને ચણતર ગાંધીજીના સાબરમતી આશ્રમમાં અને ચંપારણના ઢાકા-મધુબની આશ્રમમાં થયાં છે. તેમની કેળવણી દક્ષિણામૂર્તિ, ગૂજરાત વિદ્યાપીઠ, ગાંધી વિદ્યાપીઠ, જ્યોતિસંઘ જેવી સંસ્થાઓ થકી થઈ છે. પિતાજી સાથે શાંતાબહેને ઈ.સ. ૧૯૪૦માં 'રામગઢ કોંગ્રેસ'માં ભાગ લીધો હતો. સ્વયંસેવિકા તરીકે શાંતાબહેને ગાંધીજીના તંબુનાં રખેવાળ તરીકે ફરજ બજાવી હતી. ગાંધીજીને મળવા માટે અનેક નેતાઓ આવતા હતા. એક દિવસ ગાંધીજી બહાર જતા હતા ત્યારે તેમણે શાંતાબહેનને જોઈને પૂછ્યું કે, 'શાન્તુ, આમ કેવળ ઊભાં રહીને વખત નકામો નહીં કરવાનો. તારે તો અહીં પણ કાંતવાનું કામ કરવું જોઈએ.' શાન્તુ માટે ત્યાં જ તકલી અને રૂ મંગાવવામાં આવ્યાં. તેર વર્ષીય શાંતાબહેને ગાંધીજીના નિવાસસ્થાનનું રખોપું કરતાંકરતાં કાંતવાનું કામ પણ શરૂ કરી દીધું! શાંતાબહેને ઈ.સ. ૧૯૪૨માં 'હિંદ છોડો'ની લડતમાં ભાગ લીધો અને જેલવાસ પણ વેઠ્યો. સંસ્કૃત ભાષામાં ઉચ્ચારો શુદ્ધ હોવાથી, શાંતાબહેનને જેલમાં રોજ પ્રાર્થના કરાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જેલવાસીઓમાં સૌથી નાનાં શાંતાબહેનને ઓગણીસ દિવસ પછી છોડી મૂકવામાં આવ્યાં હતાં.

'ઢીંગલીઘર'ના બાળક નવધ સાથે શાંતાબહેનની સંવાદમુદ્રા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મોન્ટેસરી શિક્ષણપદ્ધતિનાં હિમાયતી શાંતાબહેને બહુકળાસંપન્ન પતિ રામકુમાર રાજપ્રિય સાથે ઈ.સ. ૧૯૬૧માં 'ઢીંગલીઘર' (૩૭, નાથાલાલ કૉલોની, સ્ટેડિયમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪) નામના બાળવિકાસ કેન્દ્રની સ્થાપના કરી હતી. આ લેખકે ૧૮-૦૩-૨૦૧૭ના રોજ 'ઢીંગલીઘર' મુકામે શાંતાબહેનની દીર્ઘ મુલાકાત લીધી હતી. તેમણે સાબરમતી આશ્રમથી માંડીને ઢાકા-મધુબની આશ્રમ અને રાજેન્દ્ર પ્રસાદથી માંડીને જયપ્રકાશ નારાયણ જેવા મહાનુભાવો સાથેનાં સંભારણાં કહ્યાં હતાં. શાંતાબહેન રાજપ્રિય બરાબર આજે એકાણું વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. 'આપણું અમદાવાદ' તેમને જન્મદિવસનાં અભિવંદન પાઠવે છે.

'ઢીંગલીઘર'નાં સ્થાપક અને સંચાલક : શાંતાબહેન રામકુમાર રાજપ્રિય
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
……………………………………………………………………………………………
સૌજન્ય :


ગાંધીજીના તંબુનાં રખેવાળ : શાંતાબહેન રાજપ્રિય
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૬, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૩-૨૦૧૭, રવિવાર

'આપણું અમદાવાદ' // ડૉ. અશ્વિનકુમાર




સૌજન્ય :

ગાંધીજીના તંબુનાં રખેવાળ શાંતાબહેન રાજપ્રિય
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૬, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૩-૨૦૧૭, રવિવાર

'ઢીંગલીઘર'નાં સ્થાપક-સંચાલક શાંતાબહેન રામકુમાર રાજપ્રિયને જન્મદિને અભિવંદન


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

શાંતાબહેન રામકુમાર રાજપ્રિય : 'ઢીંગલીઘર'નાં સ્થાપક-સંચાલક
જન્મ : ૨૬-૦૩-૧૯૨૭

Saturday, March 18, 2017

ભાષાની મજા, મજાની ભાષા - 1021

'ઠઠાડવું' અને 'ઠઠારવું' અલગ-અલગ અર્થ ધરાવે છે!

ભાષાની મજા, મજાની ભાષા - 1020

'સાલસાઈ' સાચો શબ્દ છે, 'સાલસતા' નહીં.

'હળવે હલેસે'

'ચલચિત્રીય' નિમંત્રણ


Sunday, March 5, 2017

વાર્તાલેખક સાથે વ્યંગલેખક


રજનીકુમાર પંડ્યા અને નિરંજન ત્રિવેદી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર 


તસવીર-નિમિત્ત : તારક મહેતાની શ્રદ્ધાંજલિ-સભા 
તસવીર-તારીખ : ૦૫-૦૩-૨૦૧૭, બપોરના ૧૨:૪૪    

 

Thursday, March 2, 2017

સીધી આંખો સાથે ઊંધાં ચશ્માં પણ રડે છે!

ડૉ. અશ્વિનકુમાર
…………………………………………………………………………………………………

કલમની સાથેસાથે ચશ્માંથી વધુ લોકપ્રિય થયેલા તારક મહેતાએ કરોડો ચાહકોને હસતાં કરીને વિદાય લીધી. 'એક્શન રીપ્લે' નામની આત્મકથામાં તારક જનુભાઈ મહેતા કહે છે કે, 'મારા લેખ એટલે નાટક, વાર્તા, અને નિબંધનું મિશ્રણ છે.' તા.જ.મ.ની ગુજરાતી કતાર 'દુનિયાને ઊંધાં ચશ્માં' ઉપર આધારિત હિંદી ટેલીવિઝન શ્રેણી 'તારક મહેતા કા ઊલટાં ચશ્માં'થી દર્શકો ગમે ત્યારે હાસ્યાસન કરતા થઈ ગયા છે. 'ચશ્માં' નામની ચીજને સાચી રીતે અને ગંભીરપણે જોઈએ તો મહાત્મા ગાંધી યાદ આવે. ચશ્માંને ઊંધાં રાખીને હળવાશથી લઈએ તો તારક મહેતા યાદ આવે! જીવનને નાટકની જેમ અને નાટકને જીવનની જેમ ભજવનાર તારકભાઈએ દેહદાન થકી, અઠ્ઠયાશીમા વર્ષે મેડિકલ કૉલેજમાં પણ અનોખો 'પ્રવેશ' મેળવી લીધો. યમરાજ પૂછે કે, 'તારકભાઈ, હવે ક્યાં રહેવું ફાવશે?' ઊંધાં ચશ્માંને ફરી એક વખત ઊંધાં કરતાં, તારક મહેતા એવું પણ કહે કે, 'યમભાઈ, મને પણ તમારી જેમ સ્વર્ગમાં રહેવું ન પોસાય. વળી, હું તો પૃથ્વી ઉપર પણ 'પેરેડાઈસ પાર્ક'માં રહેતો હતો. તમારાં ચશ્માંની નહીં, પણ આંખોની શરમ રાખીને હું નર્કમાં રહેવાનું પસંદ કરું. કારણ કે, એક નાટ્યકાર અને હાસ્યલેખકને સર્જન માટે જોઈતો જથ્થાબંધ મસાલો નરકમાં મળી રહેવાનો!'

………………………………………………………………………………………………

સૌજન્ય :
સીધી આંખો સાથે ઊંધાં ચશ્માં પણ રડે છે!,
'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૩-૨૦૧૭, ગુરુવાર, 'હાસ્યાંજલિ' (તારક મહેતા વિશેષ), પૃષ્ઠ : ૦૮

તારક મહેતાને 'હાસ્યાંજલિ'

સ્મરણો હસતાં-હસતાં

ઉપક્રમ : ઉર્વીશ કોઠારીના હાસ્યપુસ્તક ‘૩૨ કોઠે હાસ્ય’નો લોકાર્પણ-કાર્યક્રમ
તારીખ : ૨૮-૧૨-૨૦૦૮, રવિવાર
સ્થળ : ભાઈકાકા હૉલ, અમદાવાદ

તસવીર-સૌજન્ય :
http://urvishkothari-gujarati.blogspot.in/

તસવીર-સૌજન્ય :
http://urvishkothari-gujarati.blogspot.in/

(બેઠેલા, ડાબેથી) : પ્રકાશ ન. શાહ, ઉર્વીશ કોઠારી, રતિલાલ બોરીસાગર, તારક મહેતા, વિનોદ ભટ્ટ, રજનીકુમાર પંડ્યા, અશ્વિની ભટ્ટ, બીરેન કોઠારી
(ઉભેલા, ડાબેથી) : કેતન રૂપેરા, પ્રણવ અધ્યારુ, સોનલ કોઠારી, સલિલ દલાલ, બિનીત મોદી, અશ્વિનકુમાર, ચંદુ મહેરિયા, આયેશા ખાન, પૂર્વી ગજ્જર, કાર્તિકેય ભટ્ટ, બકુલ ટેલર, દીપક સોલિયા, હસિત મહેતા
(છેક આગળ)  : આસ્થા-શચિ-ઇશાન કોઠારી


તસવીર-સૌજન્ય :
http://urvishkothari-gujarati.blogspot.in/

પહેલી હરોળમાં બેેઠેલા (જમણી બાજુથી ડાબી તરફ) : વિનોદ ભટ્ટ, તારક મહેતા, રતિલાલ બોરીસાગર, ચંદુ મહેરિયા, પ્રકાશ શાહ, રજનીકુમાર પંડ્યા,
આયેશા ખાન, સોનલ કોઠારી, પૂર્વી ગજ્જર, સલિલ દલાલ, દીપક સોલિયા (છેક પાછળ બેઠેલા), બીરેન કોઠારી (ટેબલ ઉપર બેઠેલા), અશ્વિનકુમાર, અશ્વિની ભટ્ટ, બકુલ ટેલર

Tuesday, February 28, 2017

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પૂર્વ કુલપતિ મોરારજી દેસાઈને પુષ્પાંજલિ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

વ્યક્તિ-વિશેષ : મોરારજી રણછોડજી દેસાઈ (૨૯-૦૨-૧૮૯૬થી ૧૦-૦૪-૧૯૯૫),  ભારતના પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન (૧૯૭૭-૧૯૭૯), ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અર્થાત વાઇસ ચાન્સેલર (૧૯૪૮-૧૯૬૩) અને કુલપતિ અર્થાત ચાન્સેલર (૧૯૬૩-૧૯૯૫)

ઉપક્રમ : પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ કુલપતિ મોરારજી દેસાઈના ૧૨૨મા જન્મદિને પુષ્પાંજલિ 
ઉપસ્થિતિ : ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. અનામિક શાહ, કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણી, અધ્યાપકો, સેવકો, વિદ્યાર્થી ભાઈઓ-બહેનો, મોરારજીભાઈના પરિવારજનો, સેવાદળના કાર્યકરો, ચાહકો

તારીખ : ૨૮-૦૨-૨૦૧૭, મંગળવાર
સમય : સવારના આઠથી નવ
સ્થળ : અભયઘાટ, ગાંધી-આશ્રમની બાજુમાં, સાબરમતીના તીરે, અમદાવાદ

Monday, February 27, 2017

'જીવંત' કળાગૌરવ અને ગાંધીગૌરવ : રણછોડભાઈ પુરાણી

આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

પ્રસન્ન મુદ્રામાં રણછોડભાઈ પુરાણી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

રણછોડભાઈ હરિલાલ પુરાણી (જન્મ : ૨૧-૦૭-૧૯૨૪, અમદાવાદ) ગાંધીજીવી કળાકાર છે. સાદગીપૂર્ણ જીવન અને કલાપૂર્ણ કવન ધરાવતાં રણછોડ પુરાણી આખા અમદાવાદમાં પગપાળા ફર્યા છે. તેઓ સાબરમતી નદીનાં પાણી-રેતીમાંથી સોંસરવા પસાર થયા છે. તેમણે 'મજૂર મહાજન સંઘ'ની પ્રવૃત્તિઓને નાનપણથી અને નજીકથી જોઈ છે. રણછોડભાઈના તંદુરસ્ત અને સક્રિય જીવનમાં 'સેવાદળ'નાં સંસ્કાર, શિસ્ત, અને તાલીમનો ફાળો મહત્વનો છે. 'સૂતરના તાંતણે સ્વરાજ'ના એ જમાનાની અસર અને સ્વીકૃતિના કારણે તેમણે ખાદીનાં કપડાં આજીવન પહેર્યાં છે. રણછોડભાઈએ નાનપણમાં, ગાંધીજીના પ્રથમ વખત દર્શન કર્યા હતા. તેમણે ચૌદ વર્ષની વયે, ઈ.સ. ૧૯૩૮માં 'હરિપુરા કૉંગ્રેસ'માં સ્વયંસેવક તરીકે ભાગ લીધો હતો. આ લેખકે ૧૭-૦૨-૨૦૧૭ના દિવસે, દીર્ઘાયુ રણછોડભાઈની સુદીર્ઘ મુલાકાત અને તસવીરો લીધી તે દિવસે તેમને શુક્રવારનો ઉપવાસ હતો. આ શુક્રવારીય ઉપવાસની શરૂઆત ૩૦-૦૧-૧૯૪૮ના એ શુક્રવારથી થઈ હતી! તેમણે એ સાંજે ગાંધીજીની હત્યાના સમાચાર રેડિયો ઉપર સાંભળ્યા. રાષ્ટ્રપિતાની અણધારી વિદાયના આઘાતમાં સરી ગયેલા રણછોડભાઈએ, એ રાત્રે ભોજનનો ત્યાગ કર્યો. એ પછી તો પ્રત્યેક શુક્રવારે તેમણે ઉપવાસ કરવાનો ચુસ્ત અમલ કર્યો. પ્રસંગ, પ્રવાસ, માંદગી હોય તોપણ તેઓ છેલ્લાં સિત્તેર વર્ષથી નિયમિતપણે દર શુક્રવારે ઉપવાસ કરે છે!

'દુબલે કાજી'ના સર્જક રણછોડભાઈ પુરાણી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


રણછોડભાઈને ઇંદુમતી શેઠ તરફથી પ્રોત્સાહન, રવિશંકર રાવળ તરફથી તાલીમ, રસિકલાલ પરીખ તરફથી માર્ગદર્શન, છગનલાલ જાદવ તરફથી પ્રેરણા મળ્યાં છે. તેમણે અંદાજે દસેક હજાર જેટલાં સર્જનાત્મક ચિત્રો રચ્યાં છે. જેમાં મુખ્યત્વે કટાક્ષચિત્રો ઉપરાંત ઠઠ્ઠાચિત્રો, વાર્તાચિત્રો, અને મુખપૃષ્ઠચિત્રોનો સમાવેશ થાય છે. પુરાણીનાં ચિત્રો વિવિધ દૈનિકો, સામયિકો, પુસ્તકોમાં પ્રસિદ્ધ થયાં છે. કટાક્ષચિત્રોની દુનિયામાં રણછોડભાઈનું નોંધપાત્ર પ્રદાન એટલે તેમણે સર્જેલું 'દુબલે કાજી'નું પાત્ર. એ વખતમાં 'દુબલે કાજી'ના નામથી અને 'પુરાણી'ના હસ્તાક્ષરથી પ્રગટ થતાં એ પૉકેટ કાર્ટૂન્સ ખૂબ જ લોકપ્રિય થયાં હતાં. રણછોડ પુરાણીએ દોરેલાં કટાક્ષચિત્રો આંતરરાષ્ટ્રીય પ્રકાશનમાં સ્થાન પામ્યાં છે, પરંતુ ઘરઆંગણે તેમને ધોરણસરની પ્રસિદ્ધિ કે પુરસ્કારો મળ્યાં નથી! દીકરાઓ-દીકરી સાથે, '૧૬૯૪, સિદ્ધાર્થ ચોક, રાયખડ, અમદાવાદ' મુકામે રહેતાં, ત્રાણું વર્ષીય રણછોડદાદા સ્વસ્થ, પ્રસન્ન અને અનાસક્ત છે.

…………………………………………………………………………………………………
સૌજન્ય :

'જીવંત' કળાગૌરવ અને ગાંધીગૌરવ : રણછોડભાઈ પુરાણી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૨-૨૦૧૭, રવિવાર

'આપણું અમદાવાદ' // ડૉ. અશ્વિનકુમાર

ગાંધીજીના પત્રકારત્વ વિશે ...

'પ્રસાર ભારતી' વિશે જાણવું હોય તો ...

'પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા' વિશે ...

Friday, February 17, 2017

'સાર્થ ગૂજરાતી જોડણીકોશ'નો વિમોચન કાર્યક્રમ


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Wednesday, February 8, 2017

યુવા પત્રકાર અને સંપાદક કેતન રૂપેરાને 'કાકાસાહેબ કાલેલકર પત્રકારત્વ સન્માન'

 

  

દિલ્હીસ્થિત ‘ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા’ અને ‘વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન’ દ્વારા યુવા પત્રકારોને કાકાસાહેબ કાલેલકર સન્માન આપવામાં આવે છે. આ અંતર્ગત ૩૧-૧૨-૨૦૧૬ના રોજ યુવા પત્રકાર અને પાકટ સંપાદક કેતન રૂપેરાને 'કાકાસાહેબ કાલેલકર પત્રકારત્વ સન્માન' મેળવવા બદલ અભિનંદન. તેઓ ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના પારંગત (૨૦૦૩-૨૦૦૫) અને અનુપારંગત (૨૦૦૫-૨૦૦૭) વિદ્યાર્થી છે. 'नवजीवनનો અક્ષરદેહ'ના સંપાદક અને 'નિરીક્ષક'ના સંપાદન-સહાયક કેતન ગાંધીસિંચ્યા માર્ગે પત્રકારત્વના માધ્યમનો નમૂનેદાર પ્રયોગ કરી રહ્યા છે.





તસવીર-સ્થળ : પ્રાણજીવન છાત્રાલય, ગૂજરાત વિદ્યાપીઠ
તસવીરો : ડૉ.અશ્વિનકુમાર // Photographs : Dr. Ashwinkumar

કેતન રૂપેરાના કાર્ય-પરિચય માટે નીચેની કડી ઉપર પહોંચવું જ રહ્યું : 



રિક્ષા પાછળ, મા-બાપ આગળ!

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર