અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Friday, January 31, 2020
Wednesday, January 29, 2020
Saturday, January 25, 2020
Monday, January 20, 2020
Wednesday, January 15, 2020
Saturday, January 11, 2020
Friday, January 10, 2020
સપ્તકની આઠમી સ્વરરાત્રિ
સપ્તકમાં જુગલબંધી કરનારા કળાકારો વચ્ચે સંગીતના સામંજસ્ય સાથે સ્મિતનો સેતુ રચાય છે.
ડૉ. અશ્વિનકુમાર
.........................................................................................................................................
આપણે એકબીજાને દર વર્ષે 'Happy New Year' બોલીને શુભેચ્છા પાઠવીએ છીએ. જોકે, અમદાવાદમાં સપ્તકના રસિયાઓ પહેલી જાન્યુઆરીથી તેર દિવસ સુધી પરસ્પરને 'Happy New Ear'ની શુભેચ્છા પાઠવીને કાનસમૃદ્ધ થતાં હોય છે! બૂમ-બરાડા અને ગોકીરા-દેકારાના ચાલુ વર્તમાનકાળમાં, સપ્તક સંગીત સમારોહના શિસ્તસજ્જ શ્રોતાજનોએ શ્રવણની સાધનાને કર્ણગત કરી છે. તેઓ બે સત્રો વચ્ચે નાનકડો વિરામ લઈને કેસર દૂધ કે કડક ચાની ચૂસકી લેતાં અને મઘઈ પાનની જોડીને મમળાવતાં, સૂર-તાલ કે લય-ગાનની હળવી ચર્ચા કરે છે.
અમદાવાદની અનોખી ઓળખ એવા સપ્તક સંગીત સમારોહની, આઠમી રાત્રિના પ્રથમ ચરણમાં, અમાન અલી બંગશનું સરોદવાદન પ્રસ્તુત થયું. તેમણે રાગ લલિતાગૌરી, રાગ ચંદ્રનંદન અને માલકૌંસની બંદિશોની રજૂઆત કરી. વિજય ઘાટેએ ધ્યાનાકર્ષક તબલાં-સંગત કરી. દ્વિતીય ચરણમાં, પંડિત સ્વપન ચૌધરીનું એકલ તબલાં-વાદન પ્રસ્તુત થયું. તેમણે તીનતાલમાં જમાવટ કરી. દિલશાદ ખાને સારંગી-સંગત કરી.
તૃતીય ચરણમાં, પંડિત અજય ચક્રવર્તીનું શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત થયું. ચાલીસમો સપ્તક સંગીત સમારોહ જેમને સમર્પિત થયો છે એવા પંડિત રવિશંકર સાથેનાં સંસ્મરણો, અજયજીએ હૃદયપૂર્વક તાજાં કર્યા. તેમણે રાગ કલાવતીથી સૂરની સજાવટ કરી. સંગીતસભામાં નમ્રતામૂર્તિ અજય ચક્રવર્તીએ કહ્યું કે, 'ઇસમેં હમારા કુછ નહીં હૈ. પર સબ ગુરુઓં કી કૃપા હૈ.' સમર સહાએ તબલાં-સંગત કરી. પારોમિતા મુખર્જીએ હાર્મોનિયમ-સંગત કરી.
સપ્તકમાં જુગલબંધી કરનારા કળાકારો વચ્ચે સંગીતના સામંજસ્ય સાથે સ્મિતનો સેતુ રચાય છે. એટલે રસિકજનો મોજમાં આવીને હાથ આકાશ તરફ લાંબો કરે છે. આ જ વખતે ઈશ્વર પણ ધરતી તરફ હાથ લંબાવતો હોય એવું બને!

ડૉ. અશ્વિનકુમાર 'પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન'ના પ્રાધ્યાપક છે.

સૌજન્ય : 'દિવ્ય ભાસ્કર', 'સિટી ભાસ્કર', અમદાવાદ, ૧૦-૦૧-૨૦૨૦, પૃષ્ઠ : ૦૩
Thursday, January 9, 2020
Wednesday, January 8, 2020
ભાષાની મજા, મજાની ભાષા - 1077
સાચો શબ્દ 'અમોઘ' છે, 'અમોધ' નહીં.
મોઘ એટલે નકામું, નિષ્ફળ.
અમોઘ એટલે નિષ્ફળ નહીં તેવું અર્થાત સફળ, સચોટ.
Monday, January 6, 2020
ભાષાની મજા, મજાની ભાષા - 1076
'નિકષા' શબ્દનો અર્થ થાય છે : 'રાક્ષસોની માતા'. પુરાણકથા મુજબ નિકષા સુમાલિની કન્યા અને વિશ્રવાની પત્ની હતી. આ રાક્ષસીના ગર્ભથી રાવણ, કુંભકર્ણ, શૂર્પણખા અને વિભીષણ ઉત્પન્ન થયાં હતાં. આજકાલ બાળકનું નામ સાવ નોખું પાડવાના લોભમાં ભૂલથી પણ આવું નામ પસંદ ન થઈ જાય એનું ધ્યાન રાજ્ય સરકારે નહીં, આપણે જ રાખવું પડે!
Sunday, January 5, 2020
Saturday, January 4, 2020
Friday, January 3, 2020
Thursday, January 2, 2020
Wednesday, January 1, 2020
બાપુ અમર રહો ! // જુગતરામ દવે
એનું જીવનકાર્ય અખંડ તપો
અમ વચ્ચે બાપુ અમર રહો !
એના જીવનમંત્ર સમો ચરખો
પ્રભુ, ભારતમાં ફરતો જ રહો !
અમ જીવનમાં અમ અંતરમાં
એની ઉજ્જવલ જ્યોત જ્વલંત રહો !
અમ દેશનાં દૈન્ય ને દુર્બળતા
એની પાવક આતમજ્વાળ દહો !
એનો સત્યનો સૂર્ય સદાય તપો
અમ પાપ-નિરાશાના મેલ દહો !
એનાં પ્રેમ-અહિંસાનાં પૂર પ્રભો
અમ ભારતનાં સહુ ક્લેશ વહો !
એણે જીવતાં રામ સદાય રટ્યા,
એ તો ‘રામ’ વદીને વિદાય થયા;
લઘુ માનવમાં મહિમા ભરવા
નિજ લોહી અશેષ વહાવી ગયા.
Subscribe to:
Posts (Atom)