Wednesday, December 31, 2025

માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) : સજજતા અને સાવધાની


૦ તમામ વિદ્યાર્થીઓ માટે માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) ફરજિયાત છે. 

૦ વિદ્યાર્થીઓએ પોતાના ખર્ચે અને જોખમે, માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) માટે જવાનું રહેશે. 

૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) અંતર્ગત, સત્ર બે માટે ફેબ્રુઆરી મહિનો અને સત્ર ચાર માટે માર્ચ મહિનો ફાળવવામાં આવે છે.  

૦ વિદ્યાર્થીએ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) માટે, જરૂર જણાય તો, માધ્યમ-ગૃહના સંબંધિત વિભાગ કે વ્યક્તિને, પોતાનો પરિચય- આલેખ અગાઉથી જ મોકલવો.

૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) માટે વિભાગીય અધ્યક્ષનો પત્ર આગોતરો લઈ જવો.

૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) દરમિયાન વિદ્યાર્થીઓએ ઓળખપત્ર સાથે રાખવું.

૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) માટે નિર્ધારિત સમયગાળો અને સ્થળ બદલી શકાશે નહીં. 

૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) સત્ર બે અને ચારમાં, એક મહિના દરમિયાન, રોજના સરેરાશ આઠ કલાક લેખે, પચીસ દિવસમાં, લઘુત્તમ ૨૦૦ કલાકનું રહેશે. 

૦ વિદ્યાર્થીઓએ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)ની કામગીરી, સમયપાલન અને શિસ્તપાલન જાળવીને, સંપૂર્ણપણે વ્યસનમુક્ત રહીને, સ્વચ્છ-સુઘડ પરિધાન સાથે, ગંભીરતાપૂર્વક કરવી. 

૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) દરમિયાન પણ, વિદ્યાર્થીઓએ બિનજરૂરી સલાહ-સૂચન, ટીકા-નિંદા, ગપસપ-ચોવટથી દૂર રહેવું.

૦ વિદ્યાર્થીઓ પાસેથી નમ્રતા અને સહિષ્ણુતા, પ્રામાણિકતા અને પરિશ્રમ અપેક્ષિત છે. માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) દરમિયાન, ગેરવર્તણૂક કરનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવામાં આવશે.

૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) માટે જનાર વિદ્યાર્થીઓએ સીસીટીવી સર્વેલન્સ, બાયોમેટ્રિક્સ, મોબાઇલ ફોન એટિકેટ્સથી પરિચિત રહેવું જરૂરી છે.

૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) માટે જનાર વિદ્યાર્થીઓ માટે સાંપ્રત પ્રવાહોની જાણકારી, અનુવાદનું કૌશલ્ય, લેખન-વાચનની નિયમિત ટેવ અનિવાર્ય છે.  

૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) માટે જનાર વિદ્યાર્થીઓએ ટાઇપ રાઇટિંગ, કમ્પ્યૂટર ટૅક્નૉલૉજી, એઆઈ વગેરેની જાણકારી રાખવી આવશ્યક છે.  

૦ વિદ્યાર્થીએ નિત્યવિકસિત બનવું. તેમણે માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)નો અહેવાલ તારીખ-વાર પ્રમાણે રોજેરોજ લખવો. વિદ્યાર્થીઓએ દૈનિક કામગીરી ઉપરાંત જે બાબત નવી શીખ્યા હોય એનો વિશેષ ઉલ્લેખ કરવો.

૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) પૂર્ણ થાય એ જ દિવસે, વિદ્યાર્થીઓએ સંબંધિત અધિકારીની સહી સાથેનું માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) પ્રમાણપત્ર મેળવી લેવું.

૦ વિદ્યાર્થીએ ઓછામાં ઓછો પચાસ પાનાંનો લેખિત અહેવાલ, માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) પૂર્ણ થાય એના પછીના દિવસે જ, જમા કરાવવાનો રહેશે. જેમાં કરેલી કામગીરીની તસવીરો અને વીડિયોની લિંક મૂકવી હિતાવહ છે. 

૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)ની મૌખિક પરીક્ષા બાહ્ય પરીક્ષક દ્વારા લેવાશે.

વિદ્યાર્થીઓને માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)ની શુભેચ્છાઓ.

ગાંધીજીનો હિટલરને પત્ર ...





આ પત્ર બર્લિન સુધી પહોંચે એ માટે વર્ધાથી લખાયો : આ અર્થમાં આ પત્ર ભૌગોલિક કહેવાય. 
જે પત્ર હિટલર સુધી પહોંચે એ માટે ગાંધીથી લખાયો : એ અર્થમાં એ પત્ર ઐતિહાસિક કહેવાય.


Tuesday, December 30, 2025

Sunday, December 21, 2025

રાજ્યસ્તરીય પરિસંવાદમાં વિષય-નિષ્ણાત તરીકે વ્યાખ્યાન


સરદાર વલ્લભભાઈ પટેલની ભાષા 
ડૉ. અશ્વિનકુમાર

વિષય-નિષ્ણાત તરીકે વ્યાખ્યાન
રાજ્યસ્તરીય પરિસંવાદ
સી. બી. પટેલ આર્ટસ કૉલેજ, નડિયાદ 
તા. ૨૧ ડિસેમ્બર, ૨૦૨૫, રવિવાર 
સવારે ૧૧:૪૦થી ૦૧:૦૦


Speaker: Dr. Ashwinkumar
Photo-Courtesy: Dharmendra Kapasi

Speaker: Dr. Ashwinkumar
Photo-Courtesy: Dharmendra Kapasi

Saturday, December 20, 2025

Monday, December 15, 2025

MOUNTAIN MOVERS MAKES HISTORY

 



By climbing Mt. Vinson in Antarctica, Surbhi and Hemant becomes First Indian Couple to complete 7 SUMMITS - climbing highest mountains of all 7 continents.
Surbhi becomes oldest Indian female to complete 7 SUMMITS.


Job @ TV9 Gujarati

 


ભાષાની મજા, મજાની ભાષા - 1625


સોનું આપીને કેશ મેળવો.

સોનું આપીને કૅશ મેળવો.

256010446001 : સમૂહ પ્રત્યાયનના સિદ્ધાંતો


Paper Code
256010446001

Subject Name

સમૂહ પ્રત્યાયનના સિદ્ધાંતો

(Principles of Mass Communication)

Unit 1 એકમ : ૧
૧.૧ : પ્રત્યાયનનો અર્થ અને વ્યાખ્યાઓ
૧.૨ : પ્રત્યાયનની પ્રક્રિયા અને તત્ત્વો
૧.૩ : પ્રત્યાયનના પ્રકારો
૧.૪ : પ્રત્યાયનનાં કાર્યો
૧.૫ : પ્રત્યાયનનું જીવનમાં સ્થાન અને મહત્ત્વ

Unit 2 એકમ : ૨
૨.૧ : પ્રત્યાયનમાં સંજ્ઞા અને સંકેતોનું મહત્વ
૨.૨ : પ્રત્યાયનમાં અંતરાયો અને ગેરસમજો
૨.૩ : પ્રત્યાયનના વાહન તરીકે ભાષાનો ઉદ્દભવ અને વિકાસ
૨.૪ : અસરકારક પ્રત્યાયન માટેના સાત 'સી'
૨.૫ : અસરકારક પ્રત્યાયક તરીકે મહાત્મા ગાંધીજી

Unit 3 એકમ : ૩
૩.૧ : હેરોલ્ડ લાસ્સવેલનું પ્રત્યાયન મોડેલ
૩.૨ : ન્યૂકોમ્બનું પ્રત્યાયન મોડેલ
૩.૩ : મુદ્રણનો ઉદ્દભવ અને વિકાસ
૩.૪ : પ્રકાશનનો ઉદ્દભવ અને વિકાસ
૩.૫ : સમાચાર સંસ્થાઓનો ઉદ્દભવ અને વિકાસ

Unit 4 એકમ : ૪ : પ્રાયોગિક
૪.૧ : માધ્યમોમાં અભિવ્યક્તિની આઝાદી વિષયક સમાચાર-સામગ્રી
૪.૨ : માધ્યમોમાં રાષ્ટ્રીય એકતા વિષયક સમાચાર-સામગ્રી
૪.૩ : માધ્યમોમાં સામાજિક જવાબદારી વિષયક સમાચાર-સામગ્રી
૪.૪ : માધ્યમોમાં પર્યાવરણ વિષયક સમાચાર-સામગ્રી
૪.૫ : માધ્યમોમાં માહિતીનો અધિકાર વિષયક સમાચાર-સામગ્રી

Hindi Navajivan : 17-08-1924

 



https://www.gandhiheritageportal.org/cwmg_volume_thumbview/MjU=#page/46/mode/1up


Sunday, December 7, 2025