સાચો શબ્દ 'આંગતુક' નહીં, પણ 'આગંતુક' છે.
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Saturday, August 31, 2013
Friday, August 30, 2013
Thursday, August 29, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 670
અમદાવાદના કોટ-વિસ્તારોમાં કેટલીક દુકાનો, કચેરીઓનાં પાટિયાં ઉપર ગુજરાતી ભાષામાં 'કાંુ' લખેલું હોય છે, જે 'કંપની' શબ્દનું ટૂંકું રૂપ છે!
Wednesday, August 28, 2013
Tuesday, August 27, 2013
Monday, August 26, 2013
Sunday, August 25, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 666
લખતી વેળાએ નાનકડી ચૂક થાય તો, 'સમર્પણ'નું 'સમપર્ણ' થઈ જાય અને અર્થ પણ બદલાઈ જાય!
Saturday, August 24, 2013
Friday, August 23, 2013
અંગ્રેજી ભાષા, દેશી મજા : 98
'મેં બહુ આંટા માર્યા.'
ઉપરના વાક્યનું આવું અંગ્રેજી ભાષાંતર કોણે કર્યું? :
'I killed many rounds.' (!)
Thursday, August 22, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 665
સાચો શબ્દ 'સન્યાસી' નહીં, પણ 'સંન્યાસી' છે.
'સંન્યાસ' એટલે 'ત્યાગ કરવો તે'
'સંન્યાસી' એટલે 'સંન્યાસ લેનાર' કે 'ત્યાગ કરનાર'.
Wednesday, August 21, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 664
'પરમહંસ' એટલે શ્રેષ્ઠ સંન્યાસી.
સંન્યાસીઓના કુલ ચાર પ્રકાર છે :
(1) કુટીચક
(2) બહૂદક
(3) હંસ
(4) પરમહંસ
Tuesday, August 20, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 663
સામાન્ય જ ફેર, છતાં બન્ને વાક્યો જુદા અર્થ કાઢે છે :
ભગવાન, ભાવના ભૂખ્યાં છે.
ભગવાન ભાવના ભૂખ્યા છે.
Monday, August 19, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 662
'રિશવત' અને 'રુશ્વત' : આ બન્ને જોડણી ખોટી છે.
'રિશ્વત' અને 'રુશવત' : આ બન્ને જોડણી સાચી છે.
Sunday, August 18, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 661
'નિયામક લાંચ રુશવત વિરોધી કચેરી'
ઉપરના વાક્યમાં પદક્રમ બદલાય તો અર્થનો અનર્થ થઈ જાય.
'નિયામક વિરોધી લાંચ રુશવત કચેરી' (!)
Saturday, August 17, 2013
અળસિયાંનાં હાઈકુ
- અશ્વિનકુમાર
-------------------------------------------------------------------------------------------------------
*
અજગર શા
કામનો? ખાતર તો
અળસિયાંનું
*
ધરતી પોચી
પડે છે, અળસિયાં
રડ્યાં છે જ્યારે
*
ભર્યો જમીનવેરો,
'વિકાસ' કાજે
'વિકાસ' કાજે
*
ઉદ્યોગપતિ
ખાય અળસિયાંને,
જમીનરૂપે
ખાય અળસિયાંને,
જમીનરૂપે
*
શેષનાગની
સામે ફૂંફાડો માર્યો,
અળસિયાએ?
*
( અશ્વિનકુમાર,
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ,
આશ્રમ માર્ગ, અમદાવાદ : 380 014 )
સામે ફૂંફાડો માર્યો,
અળસિયાએ?
*
( અશ્વિનકુમાર,
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ,
આશ્રમ માર્ગ, અમદાવાદ : 380 014 )
--------------------------------------------------------------------------------------
સૌજન્ય :
'નિરીક્ષક', 16-07-2013, પૃષ્ઠ : 15
'નિરીક્ષક', 16-07-2013, પૃષ્ઠ : 15
Friday, August 16, 2013
Thursday, August 15, 2013
Wednesday, August 14, 2013
Tuesday, August 13, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 657
'તમે પ્રવાસમાં શું લઈને ગયા હતા ? : 'સીધું' કે 'સીધુ' ?
'સીધું' એટલે 'રસોઈ કરવા માટે જોઈતું કાચું અનાજ અને અન્ય સામગ્રી'.
'સીધુ' એટલે 'ગોળ કે શેરડીના રસનો દારૂ'.
Monday, August 12, 2013
આનંદ મળ્યા, આંસુ મળ્યાં
ઉપક્રમ : 'જય ભીમ કોમરેડ'ની રજૂઆત અને ચર્ચા
ઉપસ્થિતિ : દસ્તાવેજી ચલચિત્રકાર અને દિગ્દર્શક આનંદ પટવર્ધન
આયોજક : નાગરિક નિસબત
તારીખ : અગિયારમી ઓગસ્ટ, બે હજાર તેર
વાર : રવિ
સમય : સાંજે 4:૦૦થી
સ્થળ : નાટ્યગૃહ, રંગમંડળ, પ્રીતમનગર, પાલડી, અમદાવાદ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર |
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર |
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર |
તા.ક. : જય ભીમ કોમરેડ, કબીર કલામંચ, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, વંચિતોની વાચા, નાગરિક નિસબત, દસ્તાવેજી ચલચિત્રનાં નિર્માણ-દિગ્દર્શન, આનંદ પટવર્ધન ... વિષયક લખાણો વાંચવાં છે?
આ માટે મળો નિસ્બતમિત્ર સંજય શ્રીપાદ ભાવેને, 'નિરીક્ષક' વિચારપત્રના જૂન, જુલાઈ, ઓગસ્ટ, 2013ના અંકો વાટે. આ રહી એ સુલભ, સજ્જ અને સજ્જડ વીજાણુ કડી : http://nirikshakgujaratipakshik.wordpress.com/
Sunday, August 11, 2013
Saturday, August 10, 2013
Friday, August 9, 2013
Thursday, August 8, 2013
Wednesday, August 7, 2013
Tuesday, August 6, 2013
Monday, August 5, 2013
અંગ્રેજી ભાષા, દેશી મજા : 96
અંગ્રેજીમાં 'ચાર' માટે 'Four' લખાય, પણ ચાળીસ માટે 'Fourty' ન લખાય !
તમને તો ખબર જ છે કે, 'ચાળીસ' માટે અંગ્રેજી શબ્દ 'Forty' છે.
Sunday, August 4, 2013
કોફી(મેટ્સ) વિથ કાજલ
ઉપક્રમ : લેખિકા સાથે સંવાદ
ઉપસ્થિતિ : કાજલ ઓઝા-વૈદ્ય
આયોજક : કોફીમેટ્સ, અમદાવાદ એકમ
તારીખ : ચોથી ઓગસ્ટ, બે હજાર તેર
વાર : રવિ
સમય : સાંજે ૬:૦૦થી ૮:૦૦ ( સમયસર પહોંચો અને ખુરશી-નિશ્ચિંત થાવ )
સ્થળ : ગુજરાતી સાહિત્ય પરિષદ સભાખંડ, નદી કાંઠે, આશ્રમ માર્ગ, અમદાવાદ
વિશેષ સુવિધા : કાજલ ઓઝા-વૈદ્યને પ્રશ્નોત્તરીના સમયે 'Ask a question' નામના વીજાણુ ચોકઠાની મદદથી ઘરે બેઠાં બેઠાં પણ પ્રશ્ન પૂછવાની સગવડ.
ઉપકરણ અનિવાર્યતા :
· Windows, Mac, iOS (iPhone, iPad), or Android running devices
· Uninterrupted internet bandwidth of minimum 512 KBPS
· External speaker or good quality headphones
Saturday, August 3, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 649
'તમે સંભાર લેશો?'
'શું તમે ઈડલી બનાવી છે?'
નોંધ : પહેલી વ્યક્તિ 'ળ'ને બદલે 'ર' બોલતી હતી !
Friday, August 2, 2013
Thursday, August 1, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 647
'નિરીક્ષણ' પહેલાં આગળથી કરવું અને પછી પાછળથી કરવું.
આથી, 'નિરીક્ષણ'માં પહેલાં હૃસ્વ 'ઇ' (આગળથી લખાય એ 'િ') અને પછી દીર્ઘ 'ઈ' (પાછળથી લખાય એ 'ી') આવે એવું યાદ રાખવું !
Subscribe to:
Posts (Atom)