અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Wednesday, December 30, 2015
Saturday, December 26, 2015
'અગ્નિપુષ્પ'(ચુનીભાઈ વૈદ્ય સ્મૃતિગ્રંથ)નું લોકાર્પણ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
ઉપક્રમ : ગાંધી-વિનોબા-જયપ્રકાશનાં કામોને આગળ ધપાવવામાં જીવન સમર્પિત કરી દેનાર ચુનીભાઈ વૈદ્યના સ્મૃતિગ્રંથ(સંપાદન : કેતન રૂપેરા)નો લોકાર્પણ કાર્યક્રમ
ઉપસ્થિતિ : પૂર્વ ન્યાયમૂર્તિ ચંદ્રશેખર ધર્માધિકારી, એકતા પરિષદના અધ્યક્ષ પી.વી. રાજગોપાલ, માનવહકોના લડવૈયા ધારાશાસ્ત્રી ગિરીશ પટેલ, 'નિરીક્ષક'ના તંત્રી પ્રકાશ ન. શાહ, ગુજરાત લોકસમિતિના અધ્યક્ષ ગોવિંદ રાવલ
આયોજક : ગુજરાત લોકસમિતિ
તારીખ : ૧૯-૧૨-૨૦૧૫ • શનિવાર • સાંજે ૪ઃ૦૦ વાગ્યે
સ્થળ : કોચરબ આશ્રમ, પાલડી ચાર રસ્તા પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૬
Wednesday, December 23, 2015
ના.દે. સ્મરણાંજલિ કાર્યક્રમ
શ્રી નારાયણભાઈ દેસાઈના પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ
૯૨મા
જન્મદિવસ નિમિત્તે સ્મરણાંજલિ
કાર્યક્રમ
ગીત શ્રી
ભદ્રા સવાઈ
સ્વાગત શ્રી
અનામિક શાહ
ભૂમિકા
તથા અનુવાદ પ્રતિષ્ઠાન
વિશે શ્રી
નીતિન શુક્લ
પુસ્તક
લોકાર્પણ
પુસ્તકો
વિશે શ્રી
સુદર્શન આયંગાર
પ્રાસંગિક શ્રી
ઉમાબહેન
મુખ્ય
મહેમાન
શ્રી
કુમારપાળ દેસાઈ
અધ્યક્ષ શ્રી
રઘુવીર ચૌધરી
આભારદર્શન શ્રી
રાજેન્દ્ર ખીમાણી
તારીખ
:
૨૪.૧૨.૨૦૧૫
સમય
:
સાંજે
૪.૦૦
થી ૫.૩૦
સ્થળ
:
હીરક
મહોત્સવ ખંડ,
ગૂજરાત
વિદ્યાપીઠ,
આશ્રમ
માર્ગ,
અમદાવાદ
નિમંત્રક
:
અનુવાદ
ઍકેડમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન
તથા ગૂજરાત વિદ્યાપીઠ
Tuesday, December 15, 2015
Saturday, December 5, 2015
Friday, December 4, 2015
Thursday, December 3, 2015
Wednesday, December 2, 2015
Tuesday, December 1, 2015
રાષ્ટ્રપિતાની વિદ્યાપીઠમાં રાષ્ટ્રપતિનું દીક્ષાંત પ્રવચન
ભારતને સ્વચ્છ અને સમર્થ બનાવવાની જરૂર : પ્રણબ મુખર્જી
ગૂજરાત વિદ્યાપીઠનો 62મો પદવીદાન સમારંભ સાદગીભર્યા વાતાવરણમાં આનંદ અને ઉલ્લાસ વચ્ચે ઉજવાઈ ગયો. ભારતના રાષ્ટ્રપતિ મહામહિમશ્રી પ્રણબ મુખર્જીના મુખ્ય મહેમાનપદે યોજાયેલા પદવીદાન સમારંભમાં 43 વિદ્યાર્થીઓને 58 પારિતોષિકો એનાયત થયાં હતાં.
વૈદિક અને સર્વધર્મ પ્રાર્થનાથી શરૂ થયેલા દીક્ષાંત સમારોહમાં કુલનાયક શ્રી અનામિકભાઈ શાહે નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ દરવાજાની બહારની દુનિયા તમને વિવિધ રીતે સત્કારવા બેઠેલી જ છે. તમારે વિદ્યાપીઠનો ધ્યાનમંત્ર વિચારીને આગળ વધવાનું છે. તમને અનેક વિકલ્પો મળશે, પણ વતનમાં જઈ હમવતનીઓ વચ્ચે કામ કરવું છે કે બહારની દુનિયાની વિશાળ સંભાવનાઓમાં - એ પણ નક્કી કરવું પડશે.’
કુલનાયકશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘આપણે સહુએ સાથે મળીને નવા નોલેજ ફ્રન્ટીયર્સ તરફ આગળ વધવાનું છે. વિદ્યાપીઠે પાછલાં વર્ષોમાં અનેક ઉત્તમ કામગીરી કરી છે. જૂના સ્નાતકો શૈક્ષણિક સંસ્થાઓ ચલાવી રહ્યા છે. જેને પરિણામે ગૂજરાતમાં નક્સલવાદ પ્રવેશી શક્યો નથી. વિદ્યાપીઠનું સમાજધર્મનું કામ ગાંધીચીંધ્યા માર્ગે થયેલું છે. હજારો ઘરમાં શૌચાલય નિર્માણ, બાયોગેસ પ્લાન્ટ, ગ્રામજીવન પદયાત્રાઓ, નેપાળના ધરતીકંપમાં ગરીબોનાં ઝૂંપડાંને ઊભાં કરવા મથતો વિદ્યાપીઠનો છાત્ર એ આવનારા દિવસોમાં રાષ્ટ્ર માટેની એક અદભુત આશા છે.’
કુલપતિશ્રી ઇલાબહેન ભટ્ટે ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ‘ગાંધીજીના આદર્શો આપણા સમૂહજીવનનો વારસો છે, આપણે સૌ એક પ્રજા છીએ. ગાંધીવિચાર-ધારાથી થતું શિક્ષણ આદર્શ તો છે, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. જે કંઈ કરીએ તે વિચારીને કરીએ. પરિણામનો વિચાર કરીને અનુબંધથી કામ કરીએ. ઉત્ક્ટતાથી સમજશો, તો જીવનમાં શું કાર્ય કરવું છે તે સમજાઈ જશે. માટે જ વિચારો, અનુબંધથી વિચારો અને વિચારપૂર્વક જીવનકાર્ય કરતા જાઓ. ’
આદરણીય રાષ્ટ્રપતિજીએ તેમના પ્રવચનમાં ગૂજરાત વિદ્યાપીઠની પરંપરા અને પૂર્વ કુલપતિઓને યાદ કર્યા. વિદ્યાર્થીઓને ‘ સ્નાતક ’ તરીકે સંબોધન કરીને તેમણે જણાવ્યું કે, ‘ મારા અનેક પૂર્વસૂરિઓ દીક્ષાંત પ્રવચનની આ જવાબદારી સંભાળી ચૂક્યા છે. આજે મારી જવાબદારી બને છે કે, ગાંધીજી જેવા દુર્લભ દ્ષ્ટાએ સ્થાપેલી આ સંસ્થામાં હું તમને સંબોધન કરી રહ્યો છું. ’
વધુમાં તેમણે જણાવ્યું કે, ‘સમકાલીન વિષયોને શીખવતી આ સંસ્થા સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ શકે તે માટેની પસંદગી બની છે. કુલ સંખ્યામાં 40 ટકાથી વધુ વિદ્યાર્થિનીઓ છે, એ એક ઉત્સાહવર્ધક વાત છે. નઈ તાલીમ સંપૂર્ણપણે જીવંત હોય, તેવી એક માત્ર સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠ છે. અહીંના વિદ્યાર્થીઓ ગ્રામ-વિકાસને સહાયક કામગીરી કરે છે. તેમાં સ્વાવલંબી ગામ, સમાનતા, આર્થિક અને પર્યાવરણીય વિકાસ અંગેની બાબતોને પ્રાધાન્ય અપાય છે. આ વાત દેશને સમર્થ ભારત બનાવવા તરફ લઈ જશે. મહાત્મા ગાંધી સ્વચ્છ મન, સ્વચ્છ શરીર અને સ્વચ્છ પર્યાવરણ પર ભાર મૂકતા હતા. દરેક નાગરિકની જવાબદારી બને છે કે, સ્વચ્છ ભારતને સમર્થ ભારત તરફ લઈ જાય. ગાંધીજી કોમી સંવાદિતા માટે આજીવન ઝઝૂમ્યા. વર્તમાન સમયમાં સમાજમાં જે વિખંડનકારી પરિબળો છે, તેની સામે શાંતિ અને સંવાદિતાનું શિક્ષણ મહત્વનું સાબિત થશે.
‘આપણા દેશમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ખૂબ ખર્ચ કરીને પરદેશ જઈ રહ્યા છે. આપણે આ પ્રક્રિયા ઉલટાવવી જોઈએ તેમજ ભારતને ગુણવત્તાવાળા અને પરવડે તેવા શિક્ષણનું કેન્દ્ર બનાવવું જોઈએ. સંશોધન માટે પારિસ્થિકી તંત્ર વિકસાવવા માટે આપણે આંતરવિદ્યાશાખાકીય અભિગમ વિકસાવવાની જરૂર છે. ચરખા અને કમ્પ્યુટરને સમાન ઉત્સાહથી શીખવતી આ સંસ્થામાં વિદ્યાર્થીઓને શ્રમનું ગૌરવ સમજાવવામાં આવે છે. ‘હૈયું, હાથ, અને મસ્તક’ના સંયોજનથી બનેલી નઈ તાલીમની આ શિક્ષણવ્યવસ્થાનું તમારા ઉપર ઋણ છે કે, તમે સમર્થ ભારતનું નિર્માણ કરો.’
પદવીદાન સમારંભમાં કુલ 24 વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.), 49 અનુપારંગત(એમ.ફિલ.), 405 પારંગત, 369 વિશારદ અને 59 અનુસ્નાતક ડિપ્લોમાને દીક્ષિત કરવામાં આવ્યા તથા 43 વિદ્યાર્થીઓને 58 પારિતોષિક આપવામાં આવ્યા હતા.
પદવીદાન સમારંભમાં રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીજી, કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા, વિદ્યાપીઠ ટ્રસ્ટી મંડળના સભ્યો, અધ્યાપકો, સેવકો, મહેમાનો, સેવકોના કુટુંબીજનો અને પત્રકારમિત્રો હાજર રહ્યા હતા.
ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડો. રાજેન્દ્ર ખીમાણીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારદર્શન કર્યું હતું.
અખબારી યાદી
વિગત-સૌજન્ય : ડો. રાજેન્દ્ર ખીમાણી, કુલસચિવ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
તા. 01.12.2015
Monday, November 30, 2015
Sunday, November 29, 2015
Saturday, November 28, 2015
Friday, November 27, 2015
અખબારી પરિષદ અને અખબારી યાદી
ગૂજરાત વિદ્યાપીઠનો બાસઠમો પદવીદાન સમારંભ
શિક્ષણ દ્વારા સમાજસેવાની અવિરત યાત્રાનો ૯૬મા વર્ષમાં પ્રવેશ કરનાર ગૂજરાત વિદ્યાપીઠનો બાસઠમો પદવીદાન સમારંભ તા. ૦૧ ડિસેમ્બર, ૨૦૧૫ ને મંગળવારના રોજ યોજાઈ રહ્યો છે. આ પ્રસંગે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી પ્રણબ મુખર્જી દીક્ષાન્ત પ્રવચન આપશે.
પત્રકાર પરિષદને સંબોધન કરતાં કુલસચિવશ્રી રાજેન્દ્ર ખીમાણીએ જણાવ્યું હતું કે ‘ગૂજરાત વિદ્યાપીઠની પદવીદાનની એક આગવી પરંપરા છે, તે મુજબ દરેક સ્નાતકે પ્રતિજ્ઞાપત્ર પર સહી કરવાની હોય છે અને કુલપતિશ્રી પદવી લેનારને પદવી આપે છે. આટલાં વર્ષો પછી પણ આ પરંપરા યથાવત છે અને આ વર્ષે પણ તે પરંપરા જળવાશે.’
કુલનાયકશ્રી અનામિક શાહે જણાવ્યું કે ‘રાષ્ટ્રપિતા ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં આ અગાઉ પણ તત્કાલીન રાષ્ટ્રપતિશ્રી પદવીદાન સમારંભમાં આવી ચૂક્યા છે. અમારા પરિસરમાં આ વર્ષે રાષ્ટ્રપતિશ્રી પ્રણબ મુખર્જી આવી રહ્યા છે, તેનો અધ્યાપકો, સેવકો અને વિદ્યાર્થીઓમાં ઉમંગ છે. પરિસરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલે છે. અમારી પરંપરા મુજબ શ્રમ, સફાઈ અને સુશોભનને લગતાં તમામ કામ અમે જાતે કરીએ છીએ. બીજી મહત્વની વાત એ છે કે, જે વ્યક્તિએ જીવનભર સત્યના પ્રયોગો કર્યા એ પ્રયોગવીર ગાંધીજીએ પ્રાણજીવન વિદ્યાર્થીભવનનું ખાતમુહૂર્ત પ્રખર વૈજ્ઞાનિક શ્રી પ્રફુલ્લચંદ્ર રૉયના હસ્તે કરાવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ અમારો પદવીદાન આ જ સ્થળે યોજાશે. પદવી લેનાર વિદ્યાર્થીઓ પરંપરા અનુસાર બે હજાર તારની સૂતરની આંટી આપતા હોય છે. તેમાંથી ખાદીનું કાપડ વણાવીને પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન અને કુલપતિશ્રીને અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે માનનીય રાષ્ટ્રપતિશ્રી પ્રણબ મુખર્જીને અને કુલપતિશ્રી ઇલાબહેન ભટ્ટને ખાદી અર્પણ કરવામાં આવશે’.
આ વર્ષે ઔપચારિક શિક્ષણના ભાગરૂપે ઉત્તીર્ણ થયેલ ૨૪ વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.), ૪૯ અનુપારંગત(એમ.ફિલ.), ૪૦૫ પારંગત(એમ.એ.), ૩૬૯ વિશારદ અને ૫૯ અનુસ્નાતક ડિપ્લોમાને પદવી તથા ૪૩ વિદ્યાર્થીઓને ૫૮ પારિતોષિક આપવામાં આવશે.
વિગત-સૌજન્ય :
રાજેન્દ્ર ખીમાણી, કુલસચિવ, ગૂજરાત વિદ્યાપીઠ
તા. ૨૭-૧૧-૨૦૧૫
Thursday, November 26, 2015
Wednesday, November 18, 2015
શિક્ષણજીવી યુગલ
બિંદુબહેન અને મુકેશભાઈ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
|
તાપી જિલ્લામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા(વર્ષ : ૨૦૧૫)નાં સ્થાનિક માર્ગદર્શકો :
બિંદુબહેન દેસાઈ (આચાર્ય)
મુકેશભાઈ શાહ (મદદનીશ શિક્ષક)
ઉત્તર બુનિયાદી આશ્રમશાળા
મુકામ પોસ્ટ : હિંદલા
વાયા : રાણીઆંબા
પિનકોડ : ૩૯૪૩૬૫
તાલુકો : સોનગઢ
જિલ્લો : તાપી
Monday, November 2, 2015
Saturday, October 31, 2015
Monday, October 26, 2015
ત્રિ'લોક' મિલન
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
ઉપક્રમ : લોકસંગીતની સાક્ષીએ લોકભારતી અને લોકવિદ્યાલયનું સ્નેહમિલન
આયોજક : લોકભારતી, સણોસરા; લોકવિદ્યાલય, વાળુકડના પૂર્વ વિદ્યાર્થીઓનો બૃહદ્દ પરિવાર
વિશેષ આકર્ષણ : યુવા કલાકાર ઋષભ આહીરનું લોકસંગીત
તારીખ : ૨૫-૧૦-૨૦૧૫, રવિવાર
સ્થળ : સમર્પણ વાડી, કલ્પ શીતાગાર પાસે, દહેગામ-બાયડ માર્ગ
Saturday, October 24, 2015
Saturday, October 17, 2015
Friday, October 16, 2015
'દર્શક' : હૃદયની ભીતરમાં સચવાયેલી છબી
મનુભાઈ પંચોળી - 'દર્શક'(૧૫-૧૦-૧૯૧૪થી ૨૯-૦૮-૨૦૦૧)ને જાહેર કાર્યક્રમોમાં જોયા અને સાંભળ્યા છે. અમદાવાદના એક ખાદીઘરમાં 'દર્શક'ને અડધા કલાક માટે મોઢામોઢ મળવાની તક મળી હતી. 'દર્શક'ની અંતિમયાત્રાના દિવસે સણોસરા ગામે પાળેલો 'સ્વયંભૂ બંધ' નજરે જોયો હતો. અનુપારંગતના સંશોધનનિબંધ સારુ 'દર્શક'ની રૂબરૂ મુલાકાત લીધી ત્યારે મારી પાસે કેમેરા કે મોબાઇલ ફોન નહોતો. જોકે, ફગફગતા વાળ ઊડતા હોય અને જોસ્સાભેર બોલતા હોય એવા 'દર્શક'ની છબી મારા હૃદયની ભીતરમાં સચવાયેલી છે!
Thursday, October 15, 2015
Tuesday, October 13, 2015
તાપી જિલ્લામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૫
તારીખ : ૩૦-૧૦-૨૦૧૫થી ૦૩-૧૧-૨૦૧૫, શુક્રથી મંગળ
વિભાગનું નામ : પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪
સહભાગી પદયાત્રીઓ : વિભાગના પહેલા, બીજા વર્ષના તેમજ વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો
કુલ સંખ્યા : ૧૯+૧૨+૦૨ = ૩૩ વિદ્યાર્થીઓ અને ૦૩ અધ્યાપકો મળીને કુલ ૩૬ પદયાત્રીઓ, જેમાં ૨૧ ભાઈઓ અને ૧૫ બહેનો
પદયાત્રા-કેન્દ્ર : હિંદલા (તાલુકો : સોનગઢ, જિલ્લો : તાપી)

પદયાત્રા-પરિઘ : બાર ગામ (તાલુકો : સોનગઢ, જિલ્લો : તાપી)
ગામ-નામ : હિંદલા, મેઢા, સાદડવેલ, ખડી, ધનમૌલી, શ્રાવણિયા, ઓઝર, લવચાલી, નાના-તારપાડા, કણજી, કાંટી, જામખડી
સ્થાનિક માર્ગદર્શક :
બિંદુબહેન દેસાઈ, આચાર્ય
મુકેશભાઈ શાહ, મદદનીશ શિક્ષક
સ્થાનિક માર્ગદર્શક :
બિંદુબહેન દેસાઈ, આચાર્ય
મુકેશભાઈ શાહ, મદદનીશ શિક્ષક
સ્થાનિક સહયોગ :
ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, મુકામ પોસ્ટ : હિંદલા, વાયા : રાણીઆંબા, પિનકોડ : ૩૯૪૩૬૫, તાલુકો : સોનગઢ, જિલ્લો : તાપી
Wednesday, October 7, 2015
Thursday, October 1, 2015
સંશોધન, વ્યાખ્યાન, કાર્યક્રમ : ૦૧-૦૪-૨૦૧૫થી ૩૧-૦૩-૨૦૧૬
* નિબંધ-સ્પર્ધાના નિર્ણાયક તરીકે
ઉપક્રમ : યુવક વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત નિબંધ-સ્પર્ધા 'સામાજિક માધ્યમોની સમાજ ઉપર અસર'
તારીખ : ૨૨-૦૫-૨૦૧૫
સ્થળ : યુવક વિકાસ ટ્રસ્ટ, નવજીવન પ્રેસ પાસે, અમદાવાદ
વિશેષ નોંધ : સત્તાવન નિબંધોની ચકાસણી
ઉપક્રમ : યુવક વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત નિબંધ-સ્પર્ધા 'સામાજિક માધ્યમોની સમાજ ઉપર અસર'
તારીખ : ૨૨-૦૫-૨૦૧૫
સ્થળ : યુવક વિકાસ ટ્રસ્ટ, નવજીવન પ્રેસ પાસે, અમદાવાદ
વિશેષ નોંધ : સત્તાવન નિબંધોની ચકાસણી
* જાહેર જીવનના કવિના સ્મરણવંદના-કાર્યક્રમના આયોજક તરીકે
કાર્યક્રમ : (૦૧)
ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગના, પત્રકારત્વ વિભાગના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ
કાર્યક્રમ-સામગ્રી : ઉમાશંકર જોશીનાં ગીતોનું શ્રવણ અને ઉમાશંકર જોશીનું શબ્દ-વિશ્વ
તારીખ : ૨૧-૦૭-૨૦૧૫
સમય : ૧૨:૦૦થી ૦૧:૦૦
સ્થળ : કાર્યક્રમ-સર્જન ખંડ, દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
કાર્યક્રમ : (૦૨)
ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના બીજા વર્ષના વિદ્યાર્થીઓ
કાર્યક્રમ-સામગ્રી : ઉમાશંકર જોશી વિષયક વેબસાઇટની સામગ્રીનું દર્શન અને શ્રવણ, ઉમાશંકર જોશીનું '૩૧માં ડોકિયું પુસ્તક અને 'સંસ્કૃતિ' સામયિક
તારીખ : ૨૧-૦૭-૨૦૧૫
સમય : ૦૩:૪૫થી ૦૫:૧૫
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
* કાર્યક્રમના વક્તા તરીકે
ઉપક્રમ : મ. જો. પટેલ દ્વારા લિખિત પુસ્તક 'ગાંધીજીનું શિક્ષણદર્શન'નો પુસ્તક-પરિચય
તારીખ : ૦૮-૦૮-૨૦૧૫, રવિવાર, સાંજના પાંચથી સાત
સ્થળ : પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, સાદરા
વિશેષ નોંધ : તાલીમાર્થીઓએ કરેલા પુસ્તક-વાચનનું મૂલ્યાંકન
* પુસ્તકવિમોચન-કાર્યક્રમના સંચાલક તરીકે
ઉપક્રમ : સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની દ્વારા લિખિત પુસ્તક 'વિદ્યા વધે એવી આશે'નું વિમોચન
તારીખ : ૧૩-૦૯-૨૦૧૫, રવિવાર, સાંજના પાંચથી સાત
સ્થળ : આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
વિશેષ નોંધ : ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ ઇલા ભટ્ટ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અનામિક શાહની ઉપસ્થિતિ અને વક્તવ્ય
* પ્રાધ્યાપક રોબર્ટ પિકાર્ડ સાથે માધ્યમો વિષયક કાર્યશાળા
કાર્યશાળા-વિષય : Media, Profit, and Policy in a Global Context
તારીખ : ૧૫-૧૦-૨૦૧૫ ને ગુરુવાર
સ્થળ : માઇકા, શેલા, અમદાવાદ
* વિદ્યાર્થીઓ સાથે ગ્રામજીવન પદયાત્રા
તારીખ : ૩૦-૧૦-૨૦૧૫ ને શુક્રવારથી ૦૨-૧૧-૨૦૧૫ ને મંગળવાર
સ્થળ : કેન્દ્રગ્રામ : હિંદલા, તાલુકો : સોનગઢ, જિલ્લો : તાપી
* સમાચાર-માધ્યમોમાં પદવીદાન સમારંભની બહોળી પ્રસિદ્ધિ માટેની તમામ કામગીરી
ગૂજરાત વિદ્યાપીઠનો બાસઠમો પદવીદાન
તારીખ : ૦૧-૧૨-૨૦૧૫ ને મંગળવાર
* નિમંત્રિત વક્તા તરીકે
વિષય : સાહિત્ય, હાસ્ય, અને પ્રત્યાયન
તારીખ : ૨૯-૧૨-૨૦૧૫ ને મંગળવાર
સમય : સાંજના ૭:૦૦થી ૯:૦૦
સ્થળ : અર્થ ડીઝાઇન એન્ડ ડેવલપમેન્ટસ, વલ્લભવાડી, મણિનગર, અમદાવાદ
* કાવ્ય-સ્પર્ધાના નિર્ણાયક તરીકે
ઉપક્રમ : લા.દ. ઇજનેરી મહાવિદ્યાલય દ્વારા આયોજિત 'આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ'ની ઉજવણીના ભાગરૂપે કાવ્ય-સ્પર્ધા
તારીખ : ૨૦-૦૨-૨૦૧૬, શનિવાર
સમય : બપોરના બારથી ૨:૦૦
સ્થળ : લા.દ. ઇજનેરી મહાવિદ્યાલય, નવરંગપુરા, અમદાવાદ
* રાષ્ટ્રીય પરિસંવાદ
વિષય : 'Holistic Way of Living & Yoga'
તારીખ : ૦૫/૦૬-૦૩-૨૦૧૬ ને શનિવાર/રવિવાર
સ્થળ : દર્શનશાસ્ત્ર વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
વિશેષ નોંધ : 'સત્યાગ્રહાશ્રમમાં પરોઢિયે પથારીત્યાગ : સમગ્ર જીવનશૈલીના સંદર્ભમાં' શીર્ષક હેઠળ સંશોધનપત્ર પ્રસ્તુતિ
* રાષ્ટ્રીય પરિસંવાદ
વિષય : આચાર્ય જે. બી. કૃપાલાની : વ્યક્તિત્વ અને રાજકારણ
તારીખ : ૧૮/૧૯-૦૩-૨૦૧૬ ને શુક્રવાર/શનિવાર
સ્થળ : ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
વિશેષ નોંધ : 'આચાર્ય કૃપાલાની : પ્રત્યાયક તરીકે (Acharya Kripalani : As a Communicator)' શીર્ષક હેઠળ સંશોધનપત્ર પ્રસ્તુતિ
Wednesday, September 30, 2015
ભાષાની મજા, મજાની ભાષા - 881
'લગ્નપ્રસંગે યોજાયેલા ભોજન-સમારંભમાં પધારવા નિમંત્રણ છે.'
'લગ્નપ્રસંગે યોજાનારા ભોજન-સમારંભમાં પધારવા નિમંત્રણ છે.'
Tuesday, September 29, 2015
Monday, September 28, 2015
Sunday, September 27, 2015
Wednesday, September 23, 2015
Monday, September 14, 2015
'વિદ્યા વધે એવી આશે' પુસ્તકનું વિમોચન
તસવીર : પ્રશાંત કુહીકર |
ડાબેથી જમણે વ્યક્તિ-ક્રમ :
વિવેક દેસાઈ (નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી; પુસ્તકના મુદ્રક અને મુખ્ય વિક્રેતા)
અનામિક શાહ (ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક; કાર્યક્રમના વિશેષ વક્તા)
ગૌરાંગ જાની (સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક; પુસ્તકના લેખક)
કેતન રૂપેરા (ગાંધીવિષયક પત્રકાર; પુસ્તકના પ્રત-સંપાદક)
ઇલા ભટ્ટ (ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ; પુસ્તકનાં વિમોચક)
હર્ષદ પટેલ (શિક્ષણશાસ્ત્રના સહપ્રાધ્યાપક; પુસ્તકના પ્રકાશક (ક્ષિતિ પબ્લિકેશન))
મિત્તલ પટેલ (વિચરતા સમુદાય સમર્થન મંચનાં કર્મશીલ; પુસ્તકનાં આવકારક)
અશ્વિનકુમાર (પત્રકારત્વના સહપ્રાધ્યાપક, કાર્યક્રમના સંચાલક)
Friday, September 11, 2015
Wednesday, September 2, 2015
મોંઘી ડૂંગળી સામે સસ્તા પ્રયોગો
હળવે હૈયે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................
'સાર્થ જોડણીકોશ' પ્રમાણે ગુજરાતી ભાષામાં 'ડુંગળી' અને 'ડૂંગળી' એમ બન્ને જોડણી માન્ય છે. જોકે, અમે પ્રમાણમાં ઓછા ભાવ હોય ત્યારે હ્રસ્વ સ્વર 'ઉ'ને આવકારીને 'ડુંગળી'નો, અને આસમાને ભાવ પહોંચે ત્યારે દીર્ઘ સ્વર 'ઊ'ને સ્વીકારીને 'ડૂંગળી'નો પ્રયોગ કરીએ છીએ! 'ગરીબોની કસ્તૂરી' ગણાતી ડુંગળી જ્યારે વિકરાળ ભાવ ધારણ કરે છે ત્યારે મધ્યમવર્ગના માનવીના મોતિયા મરી જાય છે. આપણે સરલા દલાલ કે સંજીવ કપૂર ન હોઈએ તોપણ જાણીએ છીએ કે, દાળ-કઢી-શાકનો વઘાર કરવા માટેની પૂર્વશરતનું નામ 'ડુંગળી' છે!
લાલ રંગનાં સૂકાં અને પાતળાં ફોતરાં ધારણ કરેલી ડુંગળી દેખાવે રૂપાળી લાગે છે. ડુંગળીની રતુંબડી બાહ્યત્વચા ખૂલી ગયા પછી સફેદ રંગનાં અને પ્રમાણમાં જાડાં છોતરાં ખોલવાં પડે છે. એક પછી એક પડ ખોલતાં જ જઈએ અને જોઈએ તો છેવટે કશું બહાર નીકળતું નથી. આ સંદર્ભે 'ડુંગળી' અને 'વિકાસ' એ બન્ને શબ્દો સમાનાર્થી જણાય છે! સામાન્ય સંજોગોમાં ડુંગળી સમારતી વખતે તેના નિકટ અને પ્રત્યક્ષ પરિચયમાં આવો ત્યારે આંખમાં પાણી આવે. જોકે, મોંઘા ભાવની ડૂંગળીના ભાવ સાંભળીને તે તીખી ન હોય તોપણ રડવું આવી જાય છે. આપણે કાંદા-ભાવવધારા-યુગમાં સરકારી સહાય કે રાહતની રાહ જોયા વિના સાવચેતીનાં પગલાં લેવાં જ રહ્યાં.
ભયાનક ભાવને ધ્યાનમાં રાખીને ઘરઆંગણે ડૂંગળીને શક્ય એટલી ઝીણી સુધારવી. એટલે ડૂંગળીના ટુકડાનું સંખ્યાબળ અને એ નિમિત્તે ડૂંગળી સમારનાર નર-નારીનું આત્મબળ વધશે. ટેલીવિઝન ઉપર પ્રસારિત થતાં રસોઈકળા વિષયક કાર્યક્રમોમાં ડૂંગળીબાઈનું વરવું અને વધુપડતું અંગપ્રદર્શન ન થાય તે માટે સંબંધિત વ્યક્તિઓને માહિતી અને પ્રસારણ મંત્રીશ્રીએ આદેશ આપવા જોઈએ. આનો અમલ ન કરનાર કાર્યક્રમ-નિર્માતાઓ અને ચેનલ્સને સરકારી જાહેરખબરો ન આપવી જોઈએ. આ મામલે ડૂંગળી-દુર્લભ ઉપભોક્તાઓ 'પ્રસારણ પરિષદ'માં ફરિયાદ પણ દાખલ કરી શકે છે.
લારી-ખૂમચાના ભરાતા દરબારમાં ગ્રાહકો માટે ડૂંગળીના ગોળ નહીં, પણ અર્ધગોળ ટુકડા કરવા. જેનાથી ડૂંગળી વધારે માત્રામાં છે એવો સંદેશો વ્હોટ્સએપ્પ વગર પણ વહેતો થશે. વળી, પીરસતી વખતે ડૂંગળીના ટુકડાઓને થોડા દૂર-દૂર ગોઠવવાથી થાળીનું વાતાવરણ ભર્યું-ભાદર્યું લાગશે. ભોજનાલયમાં દાખલ થઈએ કે તરત, 'ઉધાર માંગીને શરમાવશો નહીં' એવી સૂચનાની જગ્યાએ 'ડૂંગળી માંગીને શરમાવશો નહીં' એવું વાંચવું પડે એવો વખત આવે પણ ખરો. ગ્રાહકો જમી લે પછી, વેઇટર બિલ આપવા આવે ત્યારે મુખવાસમાં ધાણાદાળ-વરિયાળીની જગ્યાએ ડૂંગળીના બે-ચાર ટુકડા લઈને આવે તો ભલે આવે! આપણે પણ ડૂંગળીના આ ભવ્ય ટુકડાઓને ગૌરવભેર ગ્રહણ કરવા. પડોશીઓથી માંડીને પરિચિતો પણ ડૂંગળીની સુવાસ ઉપરથી તમને પૂછશે કે, 'બહાર જમવા ગયા હતા?!' જેના કારણે આપણો વિકાસ થઈ ચૂક્યો છે એવી વિગતો આપમેળે જાહેર થઈ જશે.
રક્ષાબંધનના તહેવારમાં પણ ઉત્તરપ્રદેશી, મધ્યપ્રદેશી, રાજસ્થાની, કે બિહારી ભૈયાઓ ગુજરાતી બહેનોને ધોળા દહાડે છેતરે છે. તેઓ પાણીપુરીમાં ડૂંગળીના બે નંગ મોટા ટુકડાની સાથે કોબીજના અડધો ડઝન ઝીણા ટુકડા પધરાવી દે છે. કારણ કે, જો તેઓ એક પાળીમાં મોંઘી ડૂંગળી વાપરે તો તેમણે બીજી બે પાળી રડવા માટે જુદી કાઢવી પડે. આ જ કારણે દાળવડાંની લારીએ એવું લખાણ જોવા મળે કે, ‘દસ ગ્રામ ડૂંગળી સાથે સો ગ્રામ દાળવડાં મફત મળશે.’ આ લખાણના અંતે નાનકડી ફૂદડી કરીને લખ્યું હશે કે, ‘સો ગ્રામ દાળવડાં મફત મળશે પણ દસ ગ્રામ ડૂંગળીનો ભાવ બાવીસ રૂપિયા રહેશે.’
કેટલાક સરકારી વિભાગોએ ડૂંગળીની મોંઘવારીને ગંભીરતાથી લેવાની જરૂર છે. ઘરે-ઘરે જઈને કચરો એકત્ર કરવાની યોજનામાં સંકળાયેલા શહેર સુધરાઈના કર્મચારીઓને સૂચના આપવી જોઈએ કે, જે ઘરેથી ડૂંગળીનાં ફોતરાં વધારે મળે તેની જાણ ઉપલા અધિકારીને તાત્કાલિક કરવી. આવી જ રીતે, ટ્રાફિક પોલીસ ‘બ્રેથ એનલાઇઝર’ (શ્વાસ વિશ્લેષક) દ્વારા જાણીને, જે વાહનચાલકના મોઢામાંથી ડૂંગળીની સુગંધ આવે તેને વિશેષ દંડ કરી શકે છે. તાત્કાલિક અસરથી અમલમાં આવે તેવો જાહેર પરિપત્ર બહાર પાડીને ભાષા નિયામકની કચેરી, ગાંધીનગરના પદાધિકારી કહી શકે કે, 'ગુજરાતી ભાષામાં ‘ડૂંગળીની વાસ કે ગંધ’ને બદલે ‘ડૂંગળીની સુવાસ કે સુગંધ’ એવો શબ્દ-પ્રયોગ માન્ય ગણાશે.'
મિત્રો-પરિચિતો-સગાં-સંબંધીઓને શુભ-લાભ પ્રસંગે ગુલદસ્તાની જગ્યાએ અડધો કિલો ડૂંગળી આપવાથી વટ પડશે. ખાનગીમાં ભાવ સરખાવશો તો પુષ્પગુચ્છનો અને કાંદાઢગલીનો ભાવ લગભગ સરખો માલૂમ પડશે. જોકે, નાગરિકોએ કોઈ પણ જાહેર કે ખાનગી કાર્યક્રમમાં (સા)માન્ય મંત્રીઓને ફૂલહાર ન કરવા. મંત્રીઓએ હૈયામાં હામ રાખીને કેવળ ડૂંગળીઓના હાર જ સ્વીકારવા. એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે, કેન્દ્રીય કક્ષાના નેતાઓ માટે ડૂંગળીહારનું વજન ઓછામાં ઓછું પાંચ કિલોગ્રામ, રાજ્ય કક્ષાના નેતાઓ માટે ડૂંગળીહારનું વજન ઓછામાં ઓછું ત્રણ કિલોગ્રામ, સ્વતંત્ર હવાલો ધરાવતા નેતાઓ માટે ડૂંગળીહારનું વજન ઓછામાં ઓછું એક કિલોગ્રામ તો હોવું જ જોઈએ. આ તમામ ડૂંગળીહાર મુખ્યમંત્રીના તોશાખાનામાં જમા કરાવવા ફરજિયાત છે. આ સમગ્ર યોજના ‘મુખ્યમંત્રી ગરીબ કસ્તૂરી કલ્યાણનિધિ’ તરીકે ઓળખાશે. જે અંતર્ગત રાજ્યના અંતરિયાળ દરિયાકાંઠે સરકારી ખરાબાની જમીન ઉપર વસતાં, વિમુક્તિ અને વિચરતી જાતિના ગરીબી રેખાની અતિ નીચે જીવતાં કુટુંબની એક માત્ર સંતાન એવી અપરિણીત કન્યાને પ્રતિ સપ્તાહ એક કિલોગ્રામ ડૂંગળી આપવામાં આવશે! આ માટે જે તે વ્યક્તિએ જિલ્લાની કલેક્ટર કચેરીએ દર પહેલા અને ત્રીજા શનિવારે સાંજે પાંચ કલાકે ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડ લઈને રૂબરૂ હાજર રહેવું અનિવાર્ય છે.
દુનિયામાં ડુંગળીનું ઉત્પાદન કરતાં દેશોમાં ભારત બીજા ક્રમે આવે છે. મોંઘા ભાવની ડૂંગળીના કારણે ભૂતકાળમાં કેન્દ્રની સરકારો મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. દેશમાં કેટલાંક રાજ્યના મુખ્યમંત્રીઓની કુંડળીમાં ડૂંગળીદોષ લખાયેલો હોવાના કારણે તેમણે સાવધ રહેવું જરૂરી છે. આવતીકાલે કે પરમદિવસે ડૂંગળીનો પ્રતિ કિલોનો ભાવ એકસો રૂપિયા સુધી પહોંચી જાય તો નવાઈ નહીં. આંધ્રપ્રદેશ અને તેલંગણા રાજ્યમાં વીસ રૂપિયે કિલોના રાહતદરે ડૂંગળી ખરીદવી હોય તો, ભાઈ કે બહેને થેલીની સાથે સરકારમાન્ય ઓળખપત્ર લઈ જવું ફરજિયાત છે. તમે બે કિલોગ્રામની મહત્તમ વજનમર્યાદામાં ડૂંગળી ખરીદવા માટે નાણાં ચૂકવો કે તરત જ તમારી આંગળી ઉપર શાહીનું ટપકું લગાવવામાં આવે છે. લોકશાહી તંત્ર-વ્યવસ્થામાં ચૂંટણી પૂર્વે, દરમ્યાન, પશ્ચાત પણ મતદાન-જાગ્રતિના સતત પ્રયાસો કરવા માટે ડૂંગળીબાઈ ઘણો અસરકારક ભાગ ભજવી શકે છે!
.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com

સૌજન્ય :
સૌજન્ય :
મોંઘી ડૂંગળી સામે સસ્તા પ્રયોગો
'હળવે હૈયે' // ડૉ. અશ્વિનકુમાર
'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૯-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૩ અને પૃષ્ઠ : ૦૬
Subscribe to:
Posts (Atom)