Saturday, July 22, 2017

'હળવે હલેસે'

ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી / વર્ષ : ૨૦૧૭

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ સાથે રમેશભાઈ બારોટ
સંગત : સંગીત-શિક્ષક રમેશભાઈ બારોટ દ્વારા ઉમાશંકર જોશીનાં ગીતોની પ્રસ્તુતિ
વ્યાખ્યાન-વિગતો : ઉમાશંકર જોશીનું 'સંસ્કૃતિ'પૂર્ણ પત્રકારત્વ અને '૩૧માં ડોકિયું પુસ્તક
તારીખ : ૨૧-૦૭-૨૦૧૭, શુક્રવાર
સમય : ૧૨:૦૦થી ૦૧:૦૦
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

Tuesday, July 18, 2017

Sunday, July 16, 2017

અમદાવાદ : અભિનંદન, ઓચ્છવ, અને અપેક્ષાઓ

આપણું અમદાવાદ 

ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

'યુનેસ્કો' દ્વારા ભારતના સૌપ્રથમ 'વર્લ્ડ હેરિટેજ સિટી'નો દરજ્જો મેળવનાર શહેર એટલે 'આપણું અમદાવાદ'. અમદાવાદને 'વિશ્વ સંસ્કારવારસાનું શહેર' જાહેર કરવામાં આવે એટલે ઉજવણીની સાથે જવાબદારી પણ વધવાની. કારણ કે, 'હેરિટેજ'માં શિલ્પ-સ્થાપત્ય-સ્મારકની સાથે સહભાગિતા, સહજીવન, અને સંવાદિતા પણ જોડાયેલાં છે. વળી, 'વિકાસ'ની સાથે 'વારસો' કેમ સાચવવો એ સૌથી મોટો પડકાર છે. દેશ-વિદેશના પ્રવાસીઓ અમદાવાદનાં બસસ્ટેન્ડ, રેલમથક, વિમાનઘર ઉપર ઊતરે ત્યારે પહેલી નજરમાં અમદાવાદ 'વર્લ્ડ હેરિટેજ સિટી'નાં લક્ષણો અને લાક્ષણિકતાઓ ધરાવતું હોય એવું લાગવું જોઈએ. અણઘડ નગરઆયોજન, આડેધડ વાહનવ્યવહાર, અશોભનીય નાગરિકશિસ્તના કારણે પ્રવાસીઓના જ નહીં, આપણા પણ પૈસા પડી જતાં હોય છે. મુલાકાતીઓ સારી અને સાચી છાપ લઈને જાય અને બીજા જિજ્ઞાસુઓને મોકલે એ માટે, ઐતિહાસિક ઇમારતોની સાથેસાથે સમગ્ર શહેરને તમામ પ્રકારનાં દબાણ અને પ્રદૂષણથી મુક્ત રાખવું પડે. મહાનુભાવોના આગમન ટાણે રસ્તા ઉપરની ઝૂંપડપટ્ટીઓ ફરતે લીલા કાપડપટ્ટા ઢાંકવાથી ગરીબી, ગંદકી, અને ગરબડ હટવાની નથી!

શહેરના પ્રત્યેક રહેવાસી અને પ્રવાસીને અમદાવાદનાં ઐતિહાસિક સ્થળોનો પ્રત્યક્ષ પરિચય અને વિશેષ વિગતો મળે એવી તંત્રવ્યવસ્થા ગોઠવવી રહી. શાળા-કોલેજનાં અભ્યાસક્રમ અને સમયપત્રકમાં વિદ્યાર્થીઓ સારુ સ્થળમુલાકાત માટે અલાયદા તાસ ફાળવવા પડે. શહેરના 'સંસ્કારવારસા'ને કેન્દ્રમાં રાખીને ચિત્ર-તસવીર અને નિબંધ-વાર્તાની ઇનામી સ્પર્ધાઓ યોજી શકાય. પ્રવાસીઓ ઘરનિવાસ(હોમ સ્ટે) કરી શકે એવું વાતાવરણ ઊભું કરીએ તો શહેરની ધબકતી સંસ્કૃતિનો સુપેરે પરિચય થાય. શહેરની ઓટોરિક્શાઓને 'વારસા-વાહન'ની ઓળખ થકી 'ગ્રાન્ડ ઍમ્બૅસૅડર' બનાવવી જોઈએ. અમદાવાદમાં ઐતિહાસિક સ્થળોની સાચવણીની સાથે, ધર્મ-જ્ઞાતિ-સંપ્રદાય-લિંગ-ભાષા-વર્ગના સંઘર્ષો ઘટે અને સહિષ્ણુતા વધે એ શહેરનો સાચો સંસ્કારવારસો છે.

…………………………………………………………………………………………………
સૌજન્ય :

અમદાવાદ : અભિનંદન, ઓચ્છવ, અને અપેક્ષાઓ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૬-૦૭-૨૦૧૭, રવિવાર

'આપણું અમદાવાદ' // ડૉ. અશ્વિનકુમાર


સૌજન્ય :
http://epaper.divyabhaskar.co.in/detail/-691155/7160170393/0/map/tabs-1/2017-07-16/44/1/image/

અમદાવાદ અભિનંદનઓચ્છવઅને અપેક્ષાઓ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૬-૦૭-૨૦૧૭, રવિવાર

Saturday, July 1, 2017

વાચનલાયક પુસ્તકો : આજીવન અધૂરી સૂચિ

અરધી સદીની વાચનયાત્રા (ભાગ : ૦૧થી ૦૪) : સંપાદક : મહેન્દ્ર મેઘાણી
'૩૧માં ડોકિયું : ઉમાશંકર જોશી  
આત્મકથા : મોહનદાસ કરમચંદ ગાંધી
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ : મોહનદાસ કરમચંદ ગાંધી
જીવનનું પરોઢ : પ્રભુદાસ ગાંધી
પ્રકાશની પગદંડીઓ : લેખક : પ્રકાશ આમ્ટે / મંદાકિની આમ્ટે, અનુવાદક : સંજય શ્રીપાદ ભાવે
વનાંચલ : જયંત પાઠક
સેવાગ્રામથી શોધગ્રામ : લેખક : અભય બંગ / રાણી બંગ, અનુવાદક : પ્રકાશ સી. શાહ
હિંદ સ્વરાજ : મોહનદાસ કરમચંદ ગાંધી
હૃદયમાં પડેલી છબીઓ (ભાગ : ૦૧ અને ૦૨) : ઉમાશંકર જોશી

'હળવે હલેસે'



મા વિના સૂનો સંસાર, ઇંધણ વિના સૂનું વાહન
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮