Thursday, January 3, 2019

नवजीवनનો અક્ષરદેહ


અત્યાર સુધી પ્રકાશિત બધા અંકો તાબડતોબ વાંચવા માટે આ કડી ઉપર પહોંચી જાવ :


Tuesday, January 1, 2019

ડૉ. રતનબહેન રામભાઈ રાતડિયાને વર્ષ ૨૦૧૮નો શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર | Dr. Ratanbahen Ratadiya

ડૉ. રતનબહેન રામભાઈ રાતડિયા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર



ગૂજરાત વિદ્યાપીઠ : અમદાવાદ

શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર : ૨૦૧૮ : અર્પણ સમારોહ

ગૂજરાત વિદ્યાપીઠ, તેના વિદ્યાર્થીઓએ સમાજમાં કરેલી કામગીરીને મૂલવીને ૧૯૯૮થી ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ આપે છે. વર્ષ ૨૦૧૮નો આ પુરસ્કાર ડૉ. રતનબહેન રામભાઈ રાતડિયાને એનાયત થયો.

રતનબહેને ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં અધ્યયન કરીને વર્ષ ૧૯૬૩માં સમાજવિદ્યા વિશારદની પદવી પ્રાપ્ત કરી. ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક શ્રી રામભાઈ રાતડિયાએ મુ. મોટી પાવઠી (તા. દહેગામ, જિ. ગાંધીનગર)માં શરૂ કરેલા ગ્રામસેવાના યજ્ઞમાં તેમનાં જીવનસંગિની તરીકે તેઓ જોડાયાં અને મુખ્યત્વે અમરભારતી ટ્રસ્ટ દ્વારા તેઓએ દહેગામ તાલુકાનાં અંતરિયાળ અને પછાત વિસ્તારમાં બહુજન સમાજના ઉત્થાનનું અનન્ય કાર્ય કર્યું છે.

મહાત્મા ગાંધીજી સૂચિત રચનાત્મક કાર્યક્રમો દ્વારા રતનબહેન રાતડિયાએ બુનિયાદી શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ, ખાદી-ગ્રામોદ્યોગ, નશાબંધી, કૃષિવિકાસ, જમીનસુધારણા, સિંચાઈ, પર્યાવરણ- સુરક્ષા, આરોગ્ય, ગૌસેવા, અસ્પૃશ્યતાનિવારણ, આદિવાસી-કલ્યાણ, મહિલા-કલ્યાણ જેવાં અનેક ક્ષેત્રે પ્રશંસનીય કાર્યો કર્યાં છે.

રતનબહેન રાતડિયાનાં સમાજસેવાનાં આ કાર્યોને બિરદાવવા, ગૂજરાત વિદ્યાપીઠે વર્ષ ૨૦૧૮ના ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ સારુ તેમની પસંદગી કરી. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના સભાગૃહમાં શ્રી મહાદેવ દેસાઈના જન્મદિવસે એટલે કે ૦૧-૦૧-૨૦૧૯ના રોજ, ખાદીજીવી દેવેન્દ્રભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં આ પુરસ્કાર રતનબહેન રાતડિયાને અર્પણ કરવામાં આવ્યો. ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયકશ્રી ડૉ. અનામિકભાઈ શાહે પ્રાસંગિક ઉદબોધન કર્યું. કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ સ્વાગત પ્રવચન કર્યું. શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના સંયોજક ડૉ. કમલેશભાઈ પટેલે આભારવિધિ કરી.

પત્રકારત્વના પારંગત (M.A.) વિદ્યાર્થીઓના સંશોધન-નિબંધોની યાદી / વર્ષ : ૨૦૧૦-૨૦૧૧

માર્ગદર્શક :
ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ
આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

.................................................................................................................................

ક્રમ / સંશોધન-નિબંધનું શીર્ષક / સંશોધક(વિદ્યાર્થી/વિદ્યાર્થિની)નું નામ / વર્ષ

(૧) વીજાણુ માધ્યમમાં કાર્યરત અમદાવાદનાં યુવા મહિલા પત્રકારો : એક અધ્યયન
/ ઊર્વિ પટેલ / ૨૦૧૦-૨૦૧૧

(૨) નગીનદાસ સંઘવી ('દિવ્ય ભાસ્કર') અને સુદર્શન ઉપાધ્યાય ('ગુજરાત સમાચાર')ની બુધવારની કતાર : એક અધ્યયન
/ કિરીટ ચૌધરી / ૨૦૧૦-૨૦૧૧

(૩) 'સંદેશ' દૈનિકના તંત્રીપૃષ્ઠ ઉપર પ્રકાશિત 'સમાજદર્પણ' કતાર : એક અધ્યયન
/ કિશોર ડેરવાળિયા / ૨૦૧૦-૨૦૧૧

(૪) 'અભિયાન' અને 'ચિત્રલેખા' સાપ્તાહિકોમાં પ્રસિદ્ધ થતી પૂર્ણપૃષ્ઠ જાહેરખબરો : એક અધ્યયન
/ તપન ઠાકર / ૨૦૧૦-૨૦૧૧

(૫) 'ઇન્ડિયન ઓપિનિયન'માં પ્રકાશિત ગાંધીજીનાં પ્રારંભિક લખાણો : એક અભ્યાસ
/ તરૂલતા વાઘેલા / ૨૦૧૦-૨૦૧૧

(૬) અંગ્રેજી દૈનિક 'ધી ઇન્ડિયન એક્સપ્રેસ'ની 'પેજ વન એંકર' કતાર : એક અધ્યયન
/ દિગરાજસિંહ ગોહિલ / ૨૦૧૦-૨૦૧૧