Tuesday, January 1, 2019

ડૉ. રતનબહેન રામભાઈ રાતડિયાને વર્ષ ૨૦૧૮નો શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર

ડૉ. રતનબહેન રામભાઈ રાતડિયા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર



ગૂજરાત વિદ્યાપીઠ : અમદાવાદ

શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર : ૨૦૧૮ : અર્પણ સમારોહ

ગૂજરાત વિદ્યાપીઠ, તેના વિદ્યાર્થીઓએ સમાજમાં કરેલી કામગીરીને મૂલવીને ૧૯૯૮થી ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ આપે છે. વર્ષ ૨૦૧૮નો આ પુરસ્કાર ડૉ. રતનબહેન રામભાઈ રાતડિયાને એનાયત થયો.

રતનબહેને ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં અધ્યયન કરીને વર્ષ ૧૯૬૩માં સમાજવિદ્યા વિશારદની પદવી પ્રાપ્ત કરી. ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક શ્રી રામભાઈ રાતડિયાએ મુ. મોટી પાવઠી (તા. દહેગામ, જિ. ગાંધીનગર)માં શરૂ કરેલા ગ્રામસેવાના યજ્ઞમાં તેમનાં જીવનસંગિની તરીકે તેઓ જોડાયાં અને મુખ્યત્વે અમરભારતી ટ્રસ્ટ દ્વારા તેઓએ દહેગામ તાલુકાનાં અંતરિયાળ અને પછાત વિસ્તારમાં બહુજન સમાજના ઉત્થાનનું અનન્ય કાર્ય કર્યું છે.

મહાત્મા ગાંધીજી સૂચિત રચનાત્મક કાર્યક્રમો દ્વારા રતનબહેન રાતડિયાએ બુનિયાદી શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ, ખાદી-ગ્રામોદ્યોગ, નશાબંધી, કૃષિવિકાસ, જમીનસુધારણા, સિંચાઈ, પર્યાવરણ- સુરક્ષા, આરોગ્ય, ગૌસેવા, અસ્પૃશ્યતાનિવારણ, આદિવાસી-કલ્યાણ, મહિલા-કલ્યાણ જેવાં અનેક ક્ષેત્રે પ્રશંસનીય કાર્યો કર્યાં છે.

રતનબહેન રાતડિયાનાં સમાજસેવાનાં આ કાર્યોને બિરદાવવા, ગૂજરાત વિદ્યાપીઠે વર્ષ ૨૦૧૮ના ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ સારુ તેમની પસંદગી કરી. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના સભાગૃહમાં શ્રી મહાદેવ દેસાઈના જન્મદિવસે એટલે કે ૦૧-૦૧-૨૦૧૯ના રોજ, ખાદીજીવી દેવેન્દ્રભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં આ પુરસ્કાર રતનબહેન રાતડિયાને અર્પણ કરવામાં આવ્યો. ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયકશ્રી ડૉ. અનામિકભાઈ શાહે પ્રાસંગિક ઉદબોધન કર્યું. કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ સ્વાગત પ્રવચન કર્યું. શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના સંયોજક ડૉ. કમલેશભાઈ પટેલે આભારવિધિ કરી.

4 comments:

  1. વાહ...ખૂબજ સરસ ફોટોગ્રાફી...સરસ અહેવાલલેખન...

    ReplyDelete
  2. તમે દાખલ થતાં પગરખાં ઉતારવાની વાત કરી તે ખોટી છે.મન અને મગજના વાઇરસ શુદ્ધિ માટેના પગરખાં ઉતારવા જરૂરી છે, તમારા બ્લોગાલય કે કોઈપણ વાંચનલય માટે...😁😁😁

    ReplyDelete
  3. રતન વિદ્યાપીઠ સંસ્થાનું સાચું રતન છે.યોગ્ય વ્યક્તિનું સન્માન અને સંસ્થા ગૌરવ.
    આપ સૌ અભિનંદન ના હક્કદાર છો.

    ReplyDelete
  4. આપનો ખુબ ખુબ આભાર

    ReplyDelete