|
‘એકત્ર ફાઉન્ડેશન’ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહેલ ડિજિટલ વાર્તા સંચય, નામે: ‘ગુજરાતી ટૂંકીવાર્ત-સંપદા’માં, ગુજરાતી ભાષામાં, ૧૯૧૮થી ૨૦૧૮ સુધીનાં એકસો વર્ષોમાં લખાયેલી, કેટલીક મહત્ત્વની અને પ્રતિનિધિરૂપ વાર્તાઓ સમાવવામાં આવી છે. પંચોતેરથી વધુ લેખકોની બસો પચાસથી વધુ વાર્તાઓ અહીં ભાવકો-વાચકો માટે રજૂ કરી છે. વિવિધ રસરુચિ ધરાવતા વાચકોને ધ્યાનમાં રાખીને વિવિધ વિષયો પર લખાયેલી, જુદીજુદી લેખનરીતિની વાર્તાઓ અહીં ઉપલબ્ધ કરાવી છે. ગુજરાતી વાર્તાકળાનો તથા એના વિકાસના બધા તબક્કાઓનો પરિચય વાચકને મળી રહેશે. સાથે મહત્ત્વના બધા જ વાર્તાકારોની ધ્યાનપાત્ર એવી વાર્તાઓ સમાવી લેવાનો ઉપક્રમ પણ રાખ્યો છે. આશા છે, આ મહત્ત્વાકાંક્ષી પ્રયાસ વાચકોને સંતોષ આપશે. અભ્યાસીઓને પણ એનો લાભ મળશે. હવે વાર્તાઓ આપની સામે છે: શુભ હો! — મણિલાલ હ. પટેલ સંપાદક ગુજરાતી ટૂંકીવાર્ત-સંપદા |
વાંચો : ગુજરાતી ટૂંકીવાર્તા-સંપદા (૧૯૧૮થી ૨૦૧૮)
No comments:
Post a Comment