Tuesday, November 29, 2022

Issues Related To Paid News


https://prsindia.org/policy/report-summaries/issues-related-to-paid-news


Sharing the Best and the Worst: The Indian news media in a global context


https://www.thehindu.com/news/resources/Sharing-the-Best-and-the-Worst-The-Indian-news-media-in-a-global-context/article12548857.ece


How the news ecosystem is changing in India


https://www.orfonline.org/expert-speak/how-news-ecosystem-changing-india/


In Western Europe, Public Attitudes Toward News Media More Divided by Populist Views Than Left-Right Ideology

https://www.pewresearch.org/journalism/2018/05/14/in-western-europe-public-attitudes-toward-news-media-more-divided-by-populist-views-than-left-right-ideology/


Monday, November 28, 2022

અંગ્રેજી ભાષા, દેશી મજા : 156

'કાર્યક્રમમાં એન્ટ્રી ફ્રી નથી.'

'કાર્યક્રમમાં એન્ટ્રી ફી નથી.'


Sunday, November 27, 2022

ભાષાની મજા, મજાની ભાષા - 1338


જેમ 'મકાન' ઉપરથી 'મકાને', 'દુકાન' ઉપરથી 'દુકાને' તેમ 'ઘર' ઉપરથી 'ઘરે' જવું. આથી, 'ઘેર' નહીં, પણ 'ઘરે' પહોંચી જાવ!

ભાષાની મજા, મજાની ભાષા - 1337


'પ્રતિક' નહીં, પણ 'પ્રતીક' જ લખો.


ભાષાની મજા, મજાની ભાષા - 1336


ગાંધીજીનું પોતાની જાતને લગતું અંગત જીવન સત્યસભર હતું.

ગાંધીજીનું જીવન સત્યસભર હતું.

Saturday, November 26, 2022

Reality of Salt Pan Workers

કચ્છના નાના રણમાં નમકના ક્યારા / Salt Farm @ Little Rann of Kutch (LRK) 

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


https://youtu.be/8uzAPYCKh8Y


Thursday, November 24, 2022

Feature Writing // રૂપક લેખન


https://leverageedu.com/blog/feature-writing/


'એકત્ર'નો ગ્રન્થ-ગુલાલ || ભદ્રંભદ્ર : રમણભાઈ મ. નીલકંઠ


https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%AD%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0

8 journalists who became politicians


https://www.rediff.com/news/report/pix-journalists-who-became-politicians/20180313.htm

Bhagat Singh: An Unsung Hero of Political Journalism // Naren Singh Rao


https://thewire.in/history/bhagat-singh-an-unsung-hero-of-political-journalism


Political Reporting // રાજકીય વૃત્તાંત નિવેદન


https://www.thenewsmanual.net/Manuals%20Volume%202/volume2_27.htm


મજૂર વર્ગ : ગાંધીયુગમાં અને વર્તમાનમાં // કિરણ કાપૂરે


https://opinionmagazine.co.uk/majoor-varga-gandhiyugmaam-ane-vartamaanmaam/


અમદાવાદનાં મજૂર આંદોલનો : એક ઐતિહાસિક અભ્યાસ // ફાલ્ગુની રમેશભાઈ વણકર


https://zenodo.org/record/6451945


...અને ગાંધીજીએ શંકરને લખ્યું, તમારી ઠઠ્ઠા મશ્કરી કોઈને ડંખવી ના જોઈએ // વિશાલ શાહ


http://vishnubharatiya.blogspot.com/2017/03/blog-post.html


(સૌજન્ય : વિશાલ શાહ, પત્રકાર અને કતારલેખક)

સરદારશ્રી અને મજૂરો


https://www.gandhiheritageportal.org/gu/ghp_booksection_detail/MjExMi01ODc2LTM=#page/1/mode/1up

Tuesday, November 22, 2022

Press Conference


https://healthy-workplaces.eu/en/tools-and-publications/campaign-toolkit/campaign-examples-and-tools/media-communication-tools/press-conference


ભાષાની મજા, મજાની ભાષા - 1335

રામ વનમાં ગયા.
લક્ષ્મણ વનમાં ગયા.
રામ-લક્ષ્મણ વનમાં ગયા.
રામ-લક્ષ્મણ-સીતા વનમાં ગયાં.

સ્વર-સજ્જતા સારુ સૂચનો || ડૉ. અશ્વિનકુમાર


ગુજરાતી, હિંદી, અંગ્રેજી, અને સંસ્કૃત ભાષા સહજપણે વાંચી શકાય એટલી સજ્જતા કેળવવી.

સામાન્ય જાણકારી અને સાંપ્રત પ્રવાહોથી માહિતગાર રહેવું. 

રેડિયો નિયમિતપણે સાંભળવો.

માધ્યમોના ક્ષેત્રે જાણીતી વ્યક્તિઓના અવાજને સાંભળો.    

વિચારીને વાંચો. વાંચીને ન વિચારો.

વાંચતી વખતે અન્ય વિચારોને દૂર રાખો. 

દરેક શબ્દને ભાવપૂર્વક વાંચવો.

એકેએક શબ્દની ભીતર ઊતરીને વાંચો.

બોલતી વખતે આત્મવિશ્વાસ છલકવો જોઈએ. 

જાહેરમાં કશું પણ બોલતાં પહેલાં મહાવરારૂપે એકાદ વખત આગોતરુ વાંચી લેવું.

અરીસા આગળ વાચનની ટેવ વિકસાવવા જેવી ખરી.

આપણા અવાજનું ધ્વનિમુદ્રણ (વૉઇસ રેકર્ડિંગ) કરીને એને ફરીવાર સાંભળવો.

અવાજનું આધુનિક ઉપકરણો થકી અક્ષરાંકન કરવું. જેથી કરીને ખ્યાલ આવે કે, સંચારયંત્ર આપણા અવાજને અને એ રીતે આપણા ઉચ્ચારને બરાબર ઓળખી-પારખી શકે છે કે કેમ?

ગળું ચોખ્ખું રહે એ પ્રકારની સાવધાની અને ખાણીપીણી રાખવી.

ઉજાગરા ટાળવા. પૂરતી ઊંઘ લેવી.

હળવી કસરત કરવી. ઝડપભેર ચાલવું.

સવારે યોગાસન અને પ્રાણાયામ કરવા. શ્વાસ અને ઉચ્છ્વાસ ઉપર વિશેષ ધ્યાન આપવું.

વાચનની પ્રક્રિયા દરમિયાન વચ્ચે-વચ્ચે બિનજરૂરી ન અટકવું. આ જ રીતે, કૂતરાં પાછળ પડ્યાં હોય એમ ઝડપથી ન ભાગવું.

શબ્દ અનુસાર ભાવ પ્રગટ થવો અનિવાર્ય છે. દાખલા તરીકે, 'સભામાં ખૂબ માણસો હતા.' આ વાક્ય બોલતી વખતે 'ખૂબ' શબ્દો પર ભાર મૂકવો જરૂરી છે.

જોડણીના નિયમો જાણી લેવા. 

વ્યક્તિ-નામ, સ્થળ-નામના સાચા ઉચ્ચારો જાણી લેવા. 

બે શબ્દો વચ્ચે, બે વાક્યો વચ્ચે, અને બે ફકરા વચ્ચે યોગ્ય સમય જાળવો.

વિરામચિહ્નો પણ વાંચતાં હોય એવી વાક્અભિવ્યક્તિ હોવી જોઈએ.

અનુસ્વાર પણ બોલતાં આવડવું જોઈએ. દાખલા તરીકે, 'આજનાં છાપાં ક્યાં ગયાં?'

'પ્રકાશસંશ્લેષણ' એક એવો શબ્દ છે કે જેમાં 'શ', 'સ' અને 'ષ' સાથે આવે છે. 'શ', 'સ' અને 'ષ'નાં અક્ષરભેદ અને ઉચ્ચારશુદ્ધિ માટે 'પ્રકાશસંશ્લેષણ' શબ્દ સતત બોલવો અને સાંભળવો!


વિશ્વ વિરાસત સપ્તાહ / World Heritage Week



વિગત-સૌજન્ય : ડૉ. માણેક પટેલ 'સેતુ'

Saturday, November 19, 2022

Job @ Buletin India

 


અમૃતવર્ષિણી વાવ // શશીકાંત વાઘેલા

https://youtu.be/BVN1s-Um4Jo

(સૌજન્ય : શશીકાંત વાઘેલા, 'ખબર અમદાવાદ')

અરજીનો નમૂનો

તારીખ : ૦૦-૦૦-૦૦૦૦


પ્રતિ

અધ્યક્ષ,

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,

વ્યાવસાયિક અભ્યાસક્રમ વિદ્યાશાખા,

મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ,

ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, 

અમદાવાદ : 380 009

વિષય :  ................................................. બાબત  

માનનીય મહોદયશ્રી,

નમસ્કાર. 

હું.................................................................. પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠના વર્ષ ......., સત્ર ....... માં અભ્યાસ કરું છું. 

મારે ............................. વિષયક કામગીરી માટે તારીખ ૦૦-૦૦-૦૦૦૦, ............. વારના રોજ, સવારે/બપોરે/સાંજે ૦૦:૦૦ કલાકે, ........................... મુકામે જવાનું હોવાથી મને પરવાનગી આપવા વિનંતી. 

આ અરજી સાથે ..............................................નો આધારભૂત પત્ર જોડ્યો છે.

વર્ગ-શિક્ષણ/ઉપાસના/છાત્રાલયની હાજરી બાબતે, મારી આ અરજીની નોંધ લેવા વિનંતી.

આભારપૂર્વક,


આપનો / આપની 

વિશ્વાસુ


............................

સહી ( ગુજરાતીમાં)


............................

(નામ) ( ગુજરાતીમાં)

વર્ષ ........, સત્ર ..........

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : 380 009


Wednesday, November 16, 2022

નાગરિક-તત્ત્વ : સમાજથી સમજ સુધી


ગણરાજ્ય :
https://gujarativishwakosh.org/%e0%aa%97%e0%aa%a3%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af/


લોકશાહી :


લોકઅભિપ્રાય :










National Press Day


https://www.presscouncil.nic.in/NationalPressDay.aspx


https://m.economictimes.com/news/new-updates/national-press-day-importance-significance-and-history-of-the-day/amp_articleshow/95547851.cms


Job @ ABP Network


ABP Network is looking for young and aspiring individuals and would be interested in hiring from Esteemed Establishment.

About ABP Network: India’s number 1 news network with an outreach of 500+ Mn viewers spread across the length and breadth of India

https://www.abpnetwork.com/index.htm

Position: Management Trainee

Positions - 3

Department - Ad Sales (Preferably Female) ,Video Editor (M/W), Graphics (M/W)

Location: Ahmedabad

Package: 3.5L- 4.5L Lakhs p.a. with 7 Lakhs medical cover (Covers family), Term life cover 3 times of CTC & Accidental Insurance Cover 3 times of CTC.

Reimbursement: Upto INR 1000 Mobile & Conveyance allowance

If you have any queries, pls connect on siddharthc@abpnetwork.com

Pls share relevant profiles (CV with Photo) on siddharthc@abpnetwork.com and after screening we can call you for Final Interview at Office.

Regards,
Siddharth Chatterjee
HR_Business Partner
siddharthc@abpnetwork.com

Diaspora Journalism


https://www.intellectbooks.com/journal-of-global-diaspora-media

(The journal of Global Diaspora and Media)

Friday, November 11, 2022

એકત્ર ગ્રંથાલય : આંગળીના ટેરવે ઉપલબ્ધ બસોથી વધારે ગુજરાતી પુસ્તકો


https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AF

Press Release Format


https://fitsmallbusiness.com/press-release-format-and-template/


How To Write a Great Press Release


https://coschedule.com/blog/how-to-write-press-releases-examples-templates


Types of Leads Writing in Journalism With Examples


https://newsmoor.com/lead-writing-types-of-leads-writing-in-journalism-news-lead-examples-alternative-traditional-lead/


ભાષાની મજા, મજાની ભાષા - 1333


ગુજરાતી અખબારોની ભાષામાં ચઢાણ 'કપરાં' હોય છે!


Wednesday, November 9, 2022

ગુજરાતી પ્રજાનો વાચન-શોખ // વક્તા : મહેન્દ્ર મેઘાણી


મહેન્દ્ર મેઘાણી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

મહેન્દ્ર મેઘાણીનું વ્યાખ્યાન 
વિષય : 'ગુજરાતી પ્રજાનો વાચન-શોખ'

હીરાલાલ ભગવતી સભાગૃહ,
ગુજરાત વિશ્વકોશ ભવન, ઉસ્માનપુરા, અમદાવાદ

૨૩-૦૧-૨૦૧૩, બુધવાર
સાંજે પાંચ કલાકે

https://youtu.be/0yk3yoFbGrU

આંગણે આવી અશ્વિનવાણી


ખાટું આંબળું ખાધું.

એની ઉપર પાણી પીધું.

એ પાણી બહુ મીઠું લાગ્યું.

આ વાતને કેટલાં વર્ષો થયાં?

- અશ્વિનકુમાર

Monday, November 7, 2022

શીલા ભટ્ટ : પત્રકારત્વની પાઠશાળા

 


Gandhi about Culture


https://www.mkgandhi.org/momgandhi/chap90.htm

What Is Cultural Journalism?


https://www.culturepartnership.eu/en/publishing/cultural-journalism-course/lecture-13-1


લેખક ઇલાબહેન ભટ્ટ : એક અંજલિ / સંજય સ્વાતિ ભાવે


ઇલાબહેન ભટ્ટની લોકોત્તર કર્મશીલતાનું એક ઓછું જાણીતું પાસું તેમનું લેખન છે. તેમના નામે બાર જેટલાં પુસ્તકો છે.

‘સેવા’ સંસ્થાએ આજે 'શ્રમજીવીઓનાં વ્હાલાં ઇલાબહેન ભટ્ટની સ્મરણયાત્રા’ નું આયોજન કર્યું છે ત્યારે ઇલાબહેનને અંજલિ તરીકે એમનાં પુસ્તકો વિશે એક નોંધ મૂકી છે.

સહુથી મહત્વનું પુસ્તક એટલે ‘ગરીબ,પણ છૈયે કેટલાં બધાં!’ (ગૂર્જર પ્રકાશન, 2007). અહીં ઇલાબહેને હાલમાં 17 લાખ 34 હજાર જેટલીગરીબ સ્વાશ્રયી મહિલાઓનાં સંગઠન ‘સેવા’ના ચણતર-ઘડતર, સંઘર્ષ અને સિદ્ધીઓનો વાચનીય આલેખ આપ્યો છે. તેમાં તેમણે આપણા દેશના વિવિધ પ્રકારના કરોડો શ્રમજીવીઓ, અને તેમાંય મહિલાઓની દુર્દશા, ક્ષમતા, સંઘર્ષ, શક્તિઓ અને દેશના અર્થતંત્રમાં તેમના સહયોગ વિશે વિપુલ માહિતી આપી છે. સખત સતત મહેનત કરીને કુટુંબની આવક અને દેશના ઉત્પાદનનો મોટો હિસ્સો બનનાર મહિલાઓ વિશે ભારોભાર સંવેદન જગવતું આ પુસ્તક વાચકનો દેશના કરોડો વંચિતો તરફ જોવાનો નજરિયો ધરમૂળથી બદલવાની ક્ષમતા ધરાવે છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે પ્રસિદ્ધ કરેલાં ઇલાબહેનનાં જ મૂળ અંગ્રેજી પુસ્તક We Are Poor but So Many (2006) નો હિમાંશી શેલતે કરેલો આ પ્રાણવાન અનુવાદ ‘ગરીબ પણ…’ ગુજરાતી ભાષાનું આપણા સમયનું એક વિરલ લોકધર્મી પુસ્તક છે.

આ ઉપરાંત ઇલાબહેનનાં આઠ મધ્યમ કદનાં કે નાનાં મૌલિક પુસ્તકો લખ્યાં છે. તે બધાં સ્વાશ્રયી શ્રમજીવી મહિલાઓની મહેનત અને મહત્તાને કેન્દ્રમાં રાખીને લખાયાં છે. કામદાર બહેનોની સાથે કામ કરતાં કરતાં લખાયેલી સંવેદન કથાઓ આ પુસ્તકોને હૃદયસ્પર્શી બનાવે છે.

આ પુસ્તકો વિશેની ટૂંકી નોંધો અહીં પ્રકાશન વર્ષના ક્રમ મુજબ મૂકી છે (એક અંગ્રેજી પુસ્તક Profiles of Self-employed Women (1974) મળ્યું નથી). ઇલાબહેનના વ્યાખ્યાનોના સંગ્રહનો અને તેમણે કરેલાં એક સંપાદનનો પણ અહીં સમાવેશ કર્યો છે.

 'કેળવણીની અસર' (પ્રકાશક : ગાંધી મજૂર સેવાલય, અમદાવાદ,પ્ર.વર્ષ : 1971)

પુસ્તકનું પેટાશીર્ષક છે 'પછાત કોમની બહેનો પર કેળવણીની અસર - એક તપાસ’. કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં ઇલાબહેન અમદાવાદના મજૂર મહાજન સંઘ સાથે ગાઢ રીતે સંકળાયેલાં હતાં. સંઘના ઉપક્રમે શ્રી જમનદાસ ભગવાનદાસ ટ્રસ્ટ સંચાલિત કન્યાગૃહ 1927થી ચાલતું હતું. ‘ગરીબ બાળાઓના વિકાસ’નો તેનો ઉદ્દેશ કેટલે અંશે પાર પડ્યો છે તેની તપાસ કરવાનું ઇલાબહેને નક્કી કર્યું. તેમણે ઓછામાં ઓછા ત્રણ વર્ષ કન્યાગૃહમાં રહી હોય તેવી 60 બહેનોનો અભ્યાસ કર્યો. સમાજાવિજ્ઞાની નીરાબહેન દેસાઈની મદદથી તૈયાર થયેલા અહેવાલના સાઠ પાનાંના આ પુસ્તકના ઉપસંહારમાં અભ્યાસી નોંધે છે : ‘ એકંદરે જોતાં તપાસમાં ઉપસેલું ચિત્ર સંતોષજનક જ નહીં,પણ આશાસ્પદ જણાય છે.’

 'ગુજરાતની નારી' (માહિતી ખાતું,ગુજરાત રાજ્ય,1974)

ઇલાબહેના આ પુસ્તકનો હેતુ ‘સર્વ સામાન્ય વર્ગને ગુજરાતની નારીનું,ખાસ તો આજની આગળ વધતી ગુર્જર નારીનું સુભગ દર્શન કરાવવાનો છે’. પુરાણો અને ઇતિહાસમાં દેખાતી ગુજરાતી નારી વિશે લખ્યા બાદ તેઓ સ્ત્રીઓમાં સાક્ષરતા અને લોકશાહી કેટલે સુધી પહોંચી છે તેની વાત કરે છે. સ્ત્રી કામદારો અને ખેતીમાં બહેનો વિશેનાં પ્રકરણો બાદ શિક્ષણ, સેવા તથા નર્સિંગ ક્ષેત્રે ગુજરાતની મહિલાઓના ફાળાની માહિતી છે. ‘લઘુતામાંથી ગુરુતામાં’, ‘અન્ય ગુજરાતણો’ અને ‘સામાજિક સંસ્થાઓ અને સમાજ કલ્યાણ’ પ્રકરણો બાદ ‘ગુજરાતણના તહેવારો’ વિશે લખીને ઇલાબહેન પુસ્તક પૂરું કરે છે.

'The Grind of Work'( SEWA, 1989)

ભારત સરકારના National Commission on Self-Employed Women and Women in the Informal Sector એ ફેબ્રુઆરી 1988માં ‘શ્રમશક્તિ’ નામનો એક અહેવાલ બહાર પાડ્યો. ઇલાબહેનના અધ્યક્ષપદ હેઠળ પાંચ સભ્યોની બનેલી ટુકડીએ તૈયાર કરેલો આ અહેવાલ શકવર્તી ગણાય છે. અઢાર રાજ્યોના દૂરસુદૂરના વિસ્તારોમાં રહેતી અનેક પ્રકારની શ્રમજીવી મહિલાઓની મુલાકાતોના કષ્ટસાધ્ય ક્ષેત્રકાર્ય દ્વારા આ અહેવાલ તૈયાર થયો છે. તેમાં કરોડો શ્રમજીવી ભારતીય મહિલાઓની નિરંતર સખત મહેનત, તેમના જીવતરની દુર્દશા,તેમનું શોષણ,તેમની પરનો અન્યાય, દેશના અર્થકારણમાં તેમના મોટા નક્કર સહયોગનો ઇન્કાર જેવી અનેક બાબતો પર અભ્યાસપૂર્ણ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. The Grind of Work પુસ્તિકા આ અહેવાલનું ‘curtain raiser’. હવે પછી નોંધેલી પરિચય-પુસ્તિકાનો આધાર અને ‘ગરીબ પણ...’ પુસ્તકનાં બીજ આ પુસ્તકમાં મળે છે.

'આપણી શ્રમજીવી બહેનો' (પરિચય ટ્રસ્ટ,1992)

વિખ્યાત પરિચય-પુસ્તિકા શ્રેણીની આ 799મા ક્રમની આ ‘ગાગરમાં સાગર’ સમી પુસ્તિકામાં પાયાની હકીકતો અને આધારભૂત વિગતો ઉપરાંત અનેક શ્રમજીવી સ્ત્રીઓની સંવેદનકથાઓ મળે છે : ખેતમજૂર ધનીબહેન, લુહારીકામ કરનાર કેસરબહેન, ચીંદરીમાંથી ખોળો સિવનાર કરીમબીબી, કાપડ પર હાથછપાઈ કરનાર રહેમતબીબી, વાંસમાંથી ટોપલાં બનાવનાર રૂપાંબહેન, પથ્થરમાંથી કોલસો ખોતરનાર ગિરજાબહેન. તદુપરાંત અહીં પુરુષોએ પકડેલાં માછલાં છોલવાં, સૂકવવા,ભરવા,વેચવા,જાળ બનાવવી જેવાં કામ કરનાર મહિલા વર્ગની પણ જિકર છે. ડેરી અને રેશમ ઉદ્યોગ સાથે સંકળાયેલાં બહેનો અહીં છે. લારી ચલાવનાર અને ગોદીમાં કામ કરનાર મજૂરબહેનોની પણ વાત છે. પુસ્તકને અંતે અનિલાબહેન ધોળકિયાએ લખેલો, બહેનોનાં વીતક વ્યક્ત કરી સંગઠનની હાકલ કરતો ગરબો લેખકે મૂક્યો છે.

'દૂસરી આઝાદી ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- ‘સેવા’(નૅશનલ બુક ટ્રસ્ટ,1998)

આ સચિત્ર પુસ્તક કિશોરવયના વાચકોને ‘સેવા’ ના કામનો રોચક શૈલીમાં પરિચય આપે છે. ભૂમિકા પછી સેવા યુનિયન, ઘરખાતા, ફેરી-ટોપલાં, સેવાબૅન્ક, ગ્રામનારીની સાહસિકતા, પૂર્ણ રોજગાર, આરોગ્ય, બાળસંભાળ,ઘર, સામાજિક સલામતી,સેવા અકાદમી,સંચાર માધ્યમો અને અનસૂયા પખવાડિક, વિડિયો સેવા એમ 1955 થી 1995 ના તમામ ઉપક્રમોને આ પુસ્તક આવરી લે છે. પુસ્તકને અંતે ઇલાબહેન લખે છે : ‘હરઘડી ખાડા પૂરતા હોઈએ છીએ,ઘણાંને સપાટી પર પહોંચતા જોઈ,કદીક ફરી પાછા ખાડામાં ગબડતાંય જોઈએ છીએ,પણ સાચું કહું તો રોજરોજ ‘હૈ...શો’ કરીને માટી નાખવાનો અનુભવ જ મને તો પરમ હિતકારી લાગ્યો છે.’

'લારીયુદ્ધ' (શ્રી મહિલા સેવા અનસૂયા ટ્રસ્ટ,2001)

ઇલાબહેનની સંભવત: એકમાત્ર સાહિત્યિક સર્જનાત્મક એવી આ કૃતિ એક ‘ઐતિહાસિક નવલકથા’ છે. તેના આરંભે કહ્યું છે : ‘લારી-ટોપલાયુદ્ધનાં બીજ અમદાવાદ શહેરમાં 1976ના ઑક્ટોબર મહિનામાં બપોરના ત્રણ વાગ્યે નખાયા હતાં એમ ઇતિહાસકાર કહે છે. જ્યારે ભરબજારમાં એક ગલગોટાની લારીને મ્યુનિસિપાલિટીની લાલ બસે જોરથી ટક્કર મારી ત્યારે હસતાં ચમકતાં ગલગોટાના ફૂલ લારીમાંથી પડીને રસ્તા પર વેરાઈ ગયાં હતાં અને પગ નીચે ચગદાઈ મર્યાં હતાં.’ મૉક-હિરોઇક શૈલીમાં લખાયેલી આ નવલકથા ઇલાબહેનનું બહુ જ ઓછું જાણીતું પુસ્તક છે.

'મારી બહેનો સ્વરાજ લેવું સહેલ છે' (સેવા અકાદમી, 2011)

ગાંધીજીના ‘હિંદ સ્વરાજ’ની શતાબ્દીના અવસરે સૂરતની ‘સેન્ટર ફૉર સોશ્યલ સ્ટ્ડીઝ’ સંસ્થાના ‘અર્થાત’ સામયિકે એક વિશેષાંક કર્યો હતો. તેમાં ઇલાબહેને લખેલો લેખ આ 38 પાનાંની નમણી પુસ્તિકા તરીકે વાંચવા મળે છે. ઇલાબહેન નોંધે છે : ‘મને તો ‘હિંદ સ્વરાજ’ વાંચીને સ્વરાજકાંક્ષી હિંદુસ્તાની, રાષ્ટ્રનો સ્વરાજ પથ અને સ્વરાજનો અનુભવ પામવું એમાં જ વ્યક્તિ,સમાજ કે રાષ્ટ્રનું જીવનસાર્થક્ય છે તેવું સમજાય છે. અને તેનો તાલ મારી ‘સેવા’ની બહેનો સાથેના મારા અનુભવ સાથે મેળવ્યા વગર રહેવું અશક્ય છે.’ એટલે તેમણે ‘હિંદ સ્વરાજ’નું ગાંધીચીંધ્યું સ્વરાજ ‘સેવા’ની બહેનો સુધી કેવી રીતે પહોંચ્યું તેની વાત કેટલીક બહેનોના અને વિવિધ ઉપક્રમોના રસાળ ઉદાહરણોથી બતાવ્યું છે.

'મહાત્માની છાયામાં:એક સત્યાગ્રહીની નોંધપોથી (નવજીવન,2015)

ઇલાબહેને સંપાદિત કરેલું આ પુસ્તક તેમના દાદાજી વિશે છે. સંપાદક લખે છે : ‘મારા સ્વર્ગસ્થ પૂજ્ય દાદાજી ડૉ. શ્રી મણિધરપ્રસાદ વ્યાસનું જીવન એ ગાંધીયુગના એક સત્યનિષ્ઠ સેવકની કથા છે.’ પુસ્તક પુસ્તકની શરૂઆતમાં મિહિર ભટ્ટ એ મતલબનું લખે છે કે આ ‘ગાંધીજીના વિચારોને અનુસરનાર સામાન્ય નાગરિકો’ માંથી એકની આ નોંધપોથી છે.

'અનુબંધ:સો માઇલનો સંબંધ' (નવજીવન,2017)

‘હું માનું છું કે રોજિંદા જીવનની છ પ્રાથમિક જરૂરિયાતો – ખોરાક, કપડાં,મકાન,તથા સ્વાસ્થ્ય,શિક્ષણ અને બૅન્કિન્ગ સેવાઓને સ્થાનિક રીતે ઘણે અંશે,સો માઇલના ફરતા વિસ્તારમાંથી જ મેળવી શકાય,તો લોકોની વિવિધ નવી નવી શોધો દ્વારા ગરીબી,શોષણ અને પર્યાવરણીય અવનતીનો આપણે ઉકેલ લાવી શકીએ’ – આ ઇલાબહેનની એક વિશિષ્ટ વિભાવના હતી. તેની ઉપર ‘સેવા’ની એક ટુકડીએ ગુજરાતના ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ-પાંચ ગામોમાં વાસ્તવિક જમીની કામ કર્યું. તેને લગતું આ પુસ્તક છે. તે ઇલાબહેને 2011 માં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ્ના રિજનલ ડાયરેક્ટર્સની કૉન્ફરન્સમાં આપેલાં વ્યાખ્યાન પર આધારિત Building Hundred Mile Communities નામના પુસ્તકનો રાજ્યશાસ્ત્રના અભ્યાસી રક્ષાબહેન મ. વ્યાસે કરેલો સુંદર અનુવાદ છે. તેની અર્પણ-નોંધ છે : ‘આ પુસ્તક આપણા માટે અને આપણી ધરતી માટે/ આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ખાસ ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને અર્પણ’. પુસ્તકનું પહેલું જ વાક્ય છે :’ધરતીમાંથી પેદા થાય ધરતીમાં સમાય !’

'Women, Work and Peace' (નવજીવન,2020)

દેશ અને દુનિયાની માતબર સંસ્થાઓ કે ઉપક્રમોમાં ઇલાબહેને આપેલાં 28 વક્તવ્યોના આ સંગ્રહનું સંપાદન માર્ગી શાસ્ત્રીએ કર્યું છે. સંપાદકે પાંચસો જેટલા વ્યાખ્યાનોમાંથી પસંદગી કરવા ઉપરાંત પણ ઘણી મહેનત કરી છે. કાળક્રમે ગોઠવેલાં દરેક વ્યાખ્યાન પહેલાં તેમણે ઘણાં પાનાંમાં ફેલાયેલાં વ્યાખ્યાનનો પોણા પાનામાં સાર આપ્યો છે,અને વ્યાખ્યાન પછી ઇલાબહેનના સંવાદના કે તેમના એક પુસ્તકનાં અંશ પણ મૂક્યા છે.ઇલાબહેનના જીવનકાર્યના ત્રણ મહત્વના શબ્દોનો વિસ્તાર કરતાં ભાષણોનું આ પુસ્તક એક ખૂબ મહત્વનો વૈચારિક દસ્તાવેજ છે.

[પુસ્તક સૌજન્ય: તોરલબહેન પટેલ,શ્રી એચ.કે.આર્ટસ કૉલેજ ગ્રંથાલય; અમીબહેન પંડ્યા,સેવા; કિરણ કાપૂરે,નવજીવન
કોલાજ સૌજન્ય : પાર્થ ત્રિવેદી ]
07 નવેમ્બર 2022

Saturday, November 5, 2022

ઇલા ભટ્ટ : અમૂલ સેવા

 


Mongabay-India Masterclass : Environmental Journalism for filmmakers : 2022 November 21-22


https://www.alteff.in/mongabay-india-masterclass?mc_cid=92f755d85b&mc_eid=21e12f145e

ટહુકે સાજણ સાંભરે



 વિગત-સૌજન્ય : ભિખેશ ભટ્ટ 

Job @ VSSM

 


TATA LITERATURE LIVE! 2022 PHOTOGRAPHY FELLOWSHIP


https://tatalitlive.in/photography-fellowship/?utm_source=IG&utm_medium=cpe&utm_campaign=tata_litfest_2022&fbclid=PAAaYvRXRbUBBTLvBUaHy-VV6zeu5YWqHEhHAIYhQcQhi4uWaTfom8tslaUaI


Friday, November 4, 2022

બાનું અંગ્રેજી / મિલી ગ્રેહામ પોલાક

 




કસ્તૂરકથા - ૦૩


કસ્તૂરબાનાં જીવન અને કાર્યનો વિગતે પરિચય કરાવતી, અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દસ્તાવેજી ચલચિત્ર સાથેની, વ્યાખ્યાનશ્રેણી

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

..........................................................................................

તારીખ : ૦૪-૧૧-૨૦૨૨
વાર : શુક્ર
સમય : બપોરે બે કલાકે 
સ્થળ : ગ્રંથાલય, ગાંધી-આશ્રમ, સાબરમતી,
અમદાવાદ : ૩૮૦ ૦૨૭

Thursday, November 3, 2022

ઇલા ભટ્ટ : સાદગી એ જ જિંદગી

છબી-સૌજન્ય : 

સુરેશ મિસ્ત્રી, તસવીર-પત્રકાર, 'ગુજરાત સમાચાર'

Wednesday, November 2, 2022

પૂર્વ કુલપતિ ઇલાબહેન ભટ્ટને શ્રદ્ધાંજલિ


ઇલા ભટ્ટ : સ્મરણો 'સેવા'મય


ઇલા ભટ્ટ : વંચિત વનિતાઓનાં વકીલ


ઇલા ભટ્ટ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઇલા ભટ્ટ : 
અવતરણ : ૦૭-૦૯-૧૯૩૩
અવસાન : ૦૨-૧૧-૨૦૨૨

'સેવા' સંસ્થાનાં સ્થાપક,
ગૂજરાત વિદ્યાપીઠનાં પૂર્વ કુલપતિ

YUVA 2.0 યોજના : 30 વર્ષ સુધીના લેખકો માટે


'YUVA 2.0 યોજના' જેમાં 30 વર્ષ સુધીના યુવા લેખકો ભાગ લઈ શકે. આ અંગે WebEx ઓનલાઇન મિટિંગમાં NBT Director સંબોધન કરશે.

ઇચ્છુક લાભાર્થીઓને આ મિટિંગમાં નીચે મુજબ તારીખ અને સમયે આપેલ લિંક દ્વારા જોડાવા નિમંત્રણ છે :

શુક્રવાર, 4 નવેમ્બર 2022, સવારે 11.15 વાગે

WebEx link :


_____________________

[ WebEx mobile app download link :



વિગત-સૌજન્ય :
ભાગ્યેન્દ્ર પટેલ, નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા, નવી દિલ્હી

News - Different Definitions


https://www.collinsdictionary.com/dictionary/english/news


Tuesday, November 1, 2022

છાપાના પ્રતિનિધિને મુલાકાત // નવેમ્બર ૧૩, ૧૯૨૭


સવાલ : આપના ફોટા આપનો સાચો ખ્યાલ નથી આપતા. આપનો ફોટો લેવામાં આવે છે ત્યારે આપ હસતું મોઢું રાખતા નથી?

જવાબ : મેં મારી જાતે કદી ફોટો પડાવ્યો નથી.

સવાલ : એ લોકો હાથે દોરેલાં ચિત્રો પરથી તો આપના ફોટા નથી બનાવતાને?

જવાબ : એ તો ફોટોગ્રાફરો જાણે.


[મૂળ અંગ્રેજી]

'સિલોન ડેલી ન્યૂસ', ૧૪-૧૧-૧૯૨૭

ગાંધીજીનો અક્ષરદેહ : ૩૫ : ૨૦૯

Interesting Engineering | Technology, Science, Innovation News and Videos


https://interestingengineering.com/


બા બાપુને પૂછવા લાગ્યાં ...

૩૦ એપ્રિલ, ૧૯૪૩

ડૉ. ગિલ્ડરને ઘેરથી કેરીનું પારસલ આવ્યું. આજે તેમના લગ્નની ૨૯મી વરસગાંઠ છે. એ સાંભળી બા બાપુને પૂછવા લાગ્યાં, "આપણા લગ્નને કેટલાં વરસ થયાં હશે...?" બાપુ મજાક કરવા લાગ્યા, “બાને પણ પોતાના લગ્નનો દિવસ ઊજવવો હોય એમ લાગે છે?" અમે લોકો ખૂબ હસ્યાં.

બાપુના કારાવાસની કહાણી
(આગાખાન મહેલમાં એકવીસ માસ)
લેખક : સુશીલા નય્યર
અનુવાદક : મણીભાઈ ભ. દેસાઈ
નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
પહેલી આવૃત્તિ, ૧૯૫૦
પૃષ્ઠ : ૩૨૪

Mongabay-India x ALT EFF // Environmental Video Reporting Opportunity