Saturday, November 18, 2023

નવેંબર - ૨૦૨૩માં પશ્ચિમ બંગાળ - આસામ - અરુણાચલ પ્રદેશનો પ્રવાસ | Travelling of West Bengal - Assam - Arunachal Pradesh in November - 2023


તવાંગ-માર્ગ, અરુણાચલ પ્રદેશ | Tawang-Road, Arunachal Pradesh
છબી : ડૉ. અશ્વિનકુમાર | Photograph : Dr. Ashwinkumar

પ્રવાસ : પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ પ્રદેશ
૦૯-૧૧-૨૦૨૩, ગુરુવારથી ૧૮-૧૧-૨૦૨૩, શનિવાર
કુલ દિવસ : દસ
કુલ અંતર : ૧૬૧૭ + ૭૨૯ + ૭૨૯ + ૧૬૧૭ = ૪૬૯૨ કિલોમીટર, વિમાન દ્વારા 
આશરે ૧૭૦૦ કિલોમીટર, કાર દ્વારા 

(દિનાંક : ૦૧) 
૦૯-૧૧-૨૦૨૩, ગુરુવાર 
અમદાવાદ વિમાની મથકથી કોલકતા વિમાની મથક
કોલકતા વિમાની મથકથી શાંતિનિકેતન, બોલપુર
શાંતિનિકેતન સ્થિત સીમાંતપલ્લીમાં, પ્રાધ્યાપક મિત્ર બિપ્લબ લોહા ચૌધુરી, એમનાં પત્ની પલ્લવી પંડ્યા, અને પુત્ર સ્વસ્તિકને મળ્યાં. એમના ઘરે, બધાં, સાથે જમ્યાં.
શાંતિનિકેતન પરિસરની પદયાત્રા.
નંદલાલ બોઝનું કાર્ય-સ્થળ જોયું.
રાત્રિરોકાણ : બિપ્લબ લોહા ચૌધુરી-પલ્લવી પંડ્યાનું રહેઠાણ, સીમાંતપલ્લી.  
આજે સમગ્ર દિવસ દરમિયાન આશરે સાડાપાંચ કિલોમીટર ચાલવાનું થયું.

(દિનાંક : ૦૨)
૧૦-૧૧-૨૦૨૩, શુક્રવાર 
કંકાલીતલા શક્તિપીઠ મંદિર, કંકાલીતલા, બોલપુર
રવીન્દ્ર ભવન, શાંતિનિકેતન 
દક્ષિણેશ્વર, કોલકતાથી યાંત્રિક મહાકાય હોડી દ્વારા, હુગલી નદી પાર કરીને, બેલુર મઠ ગયાં.  
રામકૃષ્ણ મિશન, બેલુર મઠ, કોલકતા
બેલુર મઠ, કોલકતાથી યાંત્રિક મહાકાય હોડી દ્વારા, હુગલી નદી પાર કરીને, દક્ષિણેશ્વર ગયાં.  
કાલી મંદિર, દક્ષિણેશ્વર, કોલકતા
રાત્રિરોકાણ : હોટેલ દેવાલય, દક્ષિણેશ્વર
આજે સમગ્ર દિવસ દરમિયાન આશરે સાડાછ કિલોમીટર ચાલવાનું થયું.

(દિનાંક : ૦૩)
૧૧-૧૧-૨૦૨૩, શનિવાર 
સવારે નેતાજી સુભાષચંદ્ર બસુ વિમાની મથક, કલકત્તા, પશ્ચિમ બંગાળથી બપોરે હોલોંગી વિમાની મથક, અરુણાચલ પ્રદેશ
બપોરે ગામ : ઘોગરા બસ્તી, તાલુકો : ગોહપુર, જિલ્લો : બિશ્વનાથ, આસામમાં 'લોકભારતી'ના પૂર્વ વિદ્યાર્થી હરીશ ભટ્ટ, તેમનાં પત્ની મિલાનીબહેન, પુત્ર વરુણને મળ્યાં. ૧૯૮૩થી આસામનિવાસી બનેલા હરીશ ભટ્ટ છેલ્લા ચાર દાયકાથી શાંતિ, મહિલા-સશક્તીકરણ, અને વિકાસ વિષયક સેવા-પ્રવૃત્તિ કરે છે. ચા-નાસ્તા બાદ તરત જ, ભાડે કરેલી કારમાં જોરહટ જવા રવાના. 
રાત્રિરોકાણ : પર્યાવરણ સાનુકૂળ ગ્રામીણભૂમિ, લોહિત નદીના કાંઠે, ગામ : સિટાડાર સુક (Sitadar Chuk), જિલ્લો : જોરહટ, આસામ
આજે સમગ્ર દિવસ દરમિયાન આશરે બે કિલોમીટર ચાલવાનું થયું.

(દિનાંક : ૦૪)
૧૨-૧૧-૨૦૨૩, રવિવાર, દિવાળી 
દ્વીપ-જિલ્લો માજુલી સ્થિત કમલાબારીથી કારને યાંત્રિક મહાકાય હોડીમાં મૂકીને, આશરે પોણા બે કલાકની જળસફર થકી, બ્રહ્મપુત્રા નદી પાર કરીને સામા કાંઠે નિમાટીઘાટ પહોંચ્યાં.
નિમાટીઘાટથી કોકિલામુખનું અગિયાર કિલોમીટરનું અંતર કાર દ્વારા કાપ્યું.     
કોકિલામુખમાં ભારતના અરણ્ય માનવ (ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા) જાદવ પાયેંગ સાથે મુલાકાત.
જોરહટ શહેર
કાઝીરંગા નેશનલ પાર્ક, કોહોરા થઈને તેજપુર થઈને બાલિયાપારા થઈને ભાલુકપોંગ, અરુણાચલ પ્રદેશ
રાત્રિરોકાણ : વીએઆઈઆઈ ઇન્ટરનેશનલ હોટેલ, ભાલુકપોંગ, અરુણાચલ પ્રદેશ
આજે સમગ્ર દિવસ દરમિયાન આશરે અઢી કિલોમીટર ચાલવાનું થયું.

(દિનાંક : ૦૫)
૧૩-૧૧-૨૦૨૩, સોમવાર
ભાલુકપોંગથી પેક્કે વાઘ-વિસ્તાર થઈને 
જશવંત સ્મૃતિ-સ્થળ અને બૉલ ઓફ ફાયર મ્યુઝિયમ, ટેંગા હાટ
બોમડિલા અને દિરાંગથી પસાર થઈને તવાંગ
 
આજે સવારે ૮:૪૦થી સાંજના ૬:૪૦ સુધીની, દસ કલાકની મુસાફરીમાં, મુખ્યત્વે પર્વતીય પ્રદેશમાંથી પસાર થઈને, ભાલુકપોંગથી તવાંગ સુધીનું આશરે ૨૭૦ કિલોમીટરનું અંતર કાર દ્વારા પસાર કર્યું.
રાત્રિરોકાણ : હોટેલ તવાંગ હોલીડે ઇન, તવાંગ
આજે સમગ્ર દિવસ દરમિયાન આશરે માત્ર એક કિલોમીટર ચાલવાનું થયું.

(દિનાંક : ૦૬)
૧૪-૧૧-૨૦૨૩, મંગળવાર
તવાંગ આસપાસનાં પ્રવાસ-સ્થળોની મુલાકાત
પંકા તેંગ સો સરોવર / પીટીએસઓ સરોવર
નાગુલા પર્વત
શુંગેત્સર સરોવર / માધુરી સરોવર
બીડી બાબા દેરી 
ભારત-ચીન સરહદ, બોમલા 
જોગીન્દર સિંધ સ્મારક 
નાગુલા સરોવર
બેલ્ટ બાબા મંદિર 
બુદ્ધ પ્રતિમા 
તવાંગ બૌદ્ધ મઠ 
વૉર મેમોરિયલ 
ધ્વનિ પ્રકાશ પ્રદર્શન 
રાત્રિરોકાણ : હોટેલ તવાંગ હોલીડે ઇન, તવાંગ
આજે સમગ્ર દિવસ દરમિયાન આશરે ચાર કિલોમીટર ચાલવાનું થયું.

(દિનાંક : ૦૭)
૧૫-૧૧-૨૦૨૩, બુધવાર
તવાંગથી બોમડિલા તરફ 
જંગ અર્થાત્ નુરાનાંગ અર્થાત્ ફોંગ-ફોંગ મા ધોધ (જળપ્રપાત)
જશવંત સિંહ સ્મૃતિ સ્થળ, જશવંત ગઢ 
દિરાંગ બૌદ્ધ મઠ
બોમડિલા 
રાત્રિરોકાણ : હોટેલ નેટિવ ઇન, બોમડિલા
આજે સમગ્ર દિવસ દરમિયાન આશરે બે કિલોમીટર ચાલવાનું થયું.

(દિનાંક : ૦૮)
૧૬-૧૧-૨૦૨૩, ગુરુવાર
બોમડિલાથી ઇટાનગર
બૌદ્ધ મઠ, બોમડિલા
નેચિફુ ટનલ : બોગદાયુક્ત ઉચ્ચતમ શિખર-સ્થળ, અરુણાચલ પ્રદેશ  
ઘોગરા બસ્તી, ગોહપુર, આસામ  
'લોકભારતી'ના પૂર્વ વિદ્યાર્થી હરીશ ભટ્ટ દ્વારા ૧૯૮૩માં સ્થાપિત કોકિલા વિકાસ આશ્રમ, સોનાપુર, આસામની સાંજે મુલાકાત. અમારી સાથે ભોમિયા તરીકે વરુણ હરીશ ભટ્ટ સાથે હતા. 
ઇટાનગર શહેરના મુખ્ય રસ્તા ઉપર રાત્રે લટાર
રાત્રિરોકાણ : હોટેલ મૂમસી, ઝીરો પોઈન્ટ, ઇટાનગર
આજે સમગ્ર દિવસ દરમિયાન આશરે સાડાત્રણ કિલોમીટર ચાલવાનું થયું.

(દિનાંક : ૦૯)
૧૭-૧૧-૨૦૨૩, શુક્રવાર
ઇટાનગર શહેરના મુખ્ય રસ્તા ઉપર સવારે લટાર
દક્ષિણ ઇટા કિલ્લો અને પશ્ચિમ ઇટા કિલ્લો જોયો.
આકાશવાણી, ઇટાનગર કેન્દ્ર બહારથી જોયું.
ગોમ્પા(બૌદ્ધ મઠ)ની મુલાકાત
ઇટાનગરથી હોલોંગી વિમાની મથક 
હોલોંગી વિમાની મથકથી કોલકતા વિમાની મથક
કોલકતા વિમાની મથકથી અમદાવાદ વિમાની મથક
આજે સમગ્ર દિવસ દરમિયાન આશરે સાડાસાત કિલોમીટર ચાલવાનું થયું.      
 
(દિનાંક : ૧૦)
૧૮-૧૧-૨૦૨૩, શનિવાર, વહેલી સવારે, બાર વીસ કલાકે
અમદાવાદ વિમાની મથક
ઘરે, વહેલી સવારે, એક ત્રીસ કલાકે પહોંચ્યાં.

2 comments:

  1. Vaah vaah adbhut pravas varnan, ame pan shabdo saathe fari aavya

    ReplyDelete
  2. ઝટપટ ૧૭૦૦ કિમી ફર્યાં, ફેરવ્યાં. હવે પ્રવાસના વિસ્તૃત અહેવાલની રાહ જોઇશું.

    ReplyDelete