અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Saturday, March 30, 2024
Friday, March 29, 2024
ગૂજરાત વિદ્યાપીઠનો વર્ષ - ૨૦૨૪-૨૦૨૫નો પ્રવેશ કાર્યક્રમ જાહેર
અખબારી યાદી
તા. ૨૯/૩/૨૦૨૪
ગૂજરાત વિદ્યાપીઠનો વર્ષ - ૨૦૨૪નો પ્રવેશ કાર્યક્રમ જાહેર
--------------------------------------
- ૧૪ સ્નાતક, ૩ સ્નાતકોત્તર, ૧૯ અનુસ્નાતક, ૫ અનુસ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમની ૧૮૮૨ જેટલી બેઠક માટે માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.
- ૩૦ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.
- પ્રવેશ પરીક્ષા GEETA ૧૧ મેના રોજ રાજ્યનાં ૩૦ સ્થાનો પર યોજાશે.
- ૨૪ થી ૨૬ જૂન દરમિયાન પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે
- ૧ લી જુલાઈથી નવું સત્ર શરૂ થશે.
--------------------------------------
આજરોજ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪ માટેની પ્રવેશ કાર્યવાહી જાહેર કરવામાં આવી છે. ૧૪ સ્નાતક, ૩ સ્નાતકોત્તર, ૧૯ અનુસ્નાતક, ૫ અનુસ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમની ૧૮૮૨ જેટલી બેઠક માટે માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. ઉમેદવારે પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૪/૨૦૨૪ છે.
પ્રવેશ સમિતિના સંયોજક પ્રો. અજય પરીખે માહિતી આપતાં જણાવ્યુ હતું કે, ગૂજરાત વિધાપીઠના તમામ અભ્યાસક્રમોમાં પ્રવેશ પરીક્ષાના આધારે જ પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉમેદવારે યુજી/પીજી માટેની સીયુઈટી પરીક્ષા અથવા ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા નિર્ધારિત કરેલ GEETA (Gujarat Vidyapith Eligibility and Efficacy Test for Admission) બંનેમાંથી કોઈ એક પરીક્ષા આપવાની રહેશે. વિદ્યાપીઠ દ્વારા પરીક્ષા આગામી ૧૧/૫/૨૦૨૪ના રોજ રાજ્યનાં ૩૦ કેન્દ્રો પર લેવાશે.
પ્રવેશ પરીક્ષા ૬૦ પ્રશ્નોની રહેશે જે માટે ૯૦ મિનિટ નિર્ધારિત કરવામાં આવી છે. કસોટી સામાન્ય જ્ઞાન, ભાષા, તર્ક અને ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા જેવા વિષયવસ્તુ આધારિત ઓએમઆરથી લેવામાં આવશે. કસોટીનું પરિણામ ૧૬/૫/૨૦૨૪ના રોજ જાહેર કરવામાં આવશે. સીયુઈટી અને GEETAના ગુણાંકને આધારે મેરિટ યાદી મુજબ પરામર્શન અને પ્રવેશ કાર્યવાહી ૨૪ થી ૨૬ જૂન, ૨૦૨૪ દરમ્યાન યોજાશે. તથા નવું સત્ર ૧ લી જુલાઈથી શરૂ થશે એમ શ્રી પરીખે ઉમેર્યું હતું.
Thursday, March 28, 2024
Thursday, March 21, 2024
COMMISSION FOR SCIENTIFIC & TECHNICAL TERMINOLOGY : Glossaries
CSTT (COMMISSION FOR SCIENTIFIC & TECHNICAL TERMINOLOGY) glossaries have gone live with a search and feedback facility.
Wednesday, March 20, 2024
Tuesday, March 19, 2024
Monday, March 18, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1470
(સૌજન્ય : ચિનુ મોદી, સર્જક)
Sunday, March 17, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1469
એકસો ચાળીસ કરોડ ભારતીયોનાં સપનાં થશે સાકાર.
Saturday, March 16, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1468
સેમિકંડક્ટર બનાવવા માટેના ચિપ પ્લાન્ટનું ભૂમિપૂજન.
Friday, March 15, 2024
Thursday, March 14, 2024
Wednesday, March 13, 2024
Tuesday, March 12, 2024
વૈષ્ણવજન : સ્પંદન ગાંધીવિચાર કે || VaishnavJan : Internet Radio | Gujarat Vidyapith
https://gujaratvidyapith.airtime.pro/
પ્રારંભ : ૧૨-૦૩-૨૦૨૪, મંગળવાર
સોમવારથી શનિવાર
સવારે સાતથી આઠ
કાર્યક્રમ : નિર્માણ, ધ્વનિ-મુદ્રણ, સંપાદન
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ તેમજ દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ કેન્દ્ર
VaishnavJan: Spandan GandhiVichar Ke
Gujarat Vidyapith Internet Radio:
https://gujaratvidyapith.airtime.pro/
Commencement :
March 12, 2024, Tuesday
Days :
Monday to Saturday
Timing :
7:00 AM to 8:00 AM
Program: Production, Audio-Recording, Editing
Department of Journalism & Mass Communication Audio-Visual Production Centre
Monday, March 11, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1463
(અંગ્રેજી માધ્યમમાં ભણતી ગુજરાતી તરુણી પ્રવદાની અભિવ્યક્તિ)
મુદ્દો તો મહત્ત્વનો છે જ કે,
'જીવનમાં કષ્ટ ઉઠાવવું જોઈએ.' (!)
Sunday, March 10, 2024
Saturday, March 9, 2024
Friday, March 8, 2024
વૈષ્ણવજન || ભોળાભાઈ પટેલ
(સૌજન્ય : બોલે ઝીણા મોર || ભોળાભાઈ પટેલ)
Job @ ETV BHARAT Hyderabad
પત્રકારત્વની ડિગ્રી ધરાવતા અને ન્યૂઝ મીડિયામાં કામ કરવા ઇચ્છુક ફ્રેશર/અનુભવી ઉમેદવારો તમારા બાયોડેટા mayurika.maya@etvbharat.com ઉપર ઈમેલથી એક કવર લેટર સાથે મોકલી શકે છે.
ક્વોલિફિકેશન: પત્રકારત્વ વિષયમાં બેચલર/માસ્ટર ડિગ્રી
પોસ્ટ: ટ્રેઈની કોપી એડિટર/ કોપી એડિટર
પસંદગી માપદંડ: અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાઓ ઉપર પ્રભુત્વ, સ્પષ્ટ ઉચ્ચારણ અને લેખન ક્ષમતા, ટાઈપિંગ, ટ્રાન્સલેશન અને એડિટિંગની આવડત ઉપરાંત વિડીયો પ્રોડક્શનની સમઝ/શીખવાની ઉત્સુકતા હોવી જરૂરી છે.
પ્રોસેસ: કેમ્પસ લેખિત પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓના ઓનલાઈન ઇંટરવ્યૂ કરવામાં આવશે અને ત્યારબાદ હૈદરાબાદ આવવા માટે તૈયાર હોય તેવા ઉમેદવારને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
ન્યૂઝ પ્રોડક્શન: વિવિધ વિષયો ઉપર લેખિત/ટ્રાન્સલેટેડ કોપી/વિડીયો એંકરીંગ સ્ક્રિપ્ટ અને પ્રોડક્શન/સમાચારોનું ડિજિટલ માધ્યમમાં પ્રોડક્શન અને પ્રકાશન એમ વિવિધ રોલમાં લેટેસ્ટ ટ્રેન્ડમાં સમાચારોના પ્રેઝન્ટેશનને ઑન જોબ ટ્રેનિંગ સાથે શીખવાની ઉત્તમ તક.
જે વિદ્યાર્થીઓનું આ વર્ષ પૂર્ણ થવાનું હોય અને પહેલી એપ્રિલ/મે હૈદરાબાદ ખાતે ડયુટી સુધીમાં જોઇન કરી શકે એવા ઉમેદવારને પ્રથમ પસંદગી.
Job @ ETV BHARAT
દેશની જાણીતી મીડિયા સંસ્થા ETV BHARATના હૈદરાબાદ ખાતેની ઓફિસ ખાતે,
ગુજરાતી ભાષામાં કન્ટેન્ટ તૈયાર કરી શકે, કોપી સુધારી અને તેનું સંકલન કરી પોર્ટલ પર પ્રકાશિત કરી શકે,
સ્વતંત્ર રીતે ન્યૂઝ સ્ટોરીનું નિર્માણ કરી પોર્ટલ પર કન્ટેન્ટ પ્રકાશિત કરી શકે અને વીડિયો સ્ટોરીનું નિર્માણ કરી શકે એવા વ્યક્તિઓએ સંપર્ક સાધવો અથવા વોટ્સઅપ મેસેજ કરવો.
સંપર્ક : મયુરિકા બહેન માયા, સ્ટેટ હેડ - ગુજરાત
(મોબાઈલ નંબર - 9727792538)
પરેશ દવે, ગુજરાત બ્યુરો ચીફ
પરેશ દવે, ગુજરાત બ્યુરો ચીફ
(મોબાઈલ નંબર - 9687640609)
Thursday, March 7, 2024
Tuesday, March 5, 2024
Subscribe to:
Posts (Atom)