Wednesday, May 14, 2025

 


GEETA પ્રવેશ-પરીક્ષાનો બીજો તબક્કો

GEETA પ્રવેશ-પરીક્ષાનો બીજો તબક્કો

GEETA પ્રવેશ-પરીક્ષાના પ્રથમ તબક્કામાં નહીં ભરાયેલી બેઠકો માટે બીજા તબક્કાની પ્રવેશ-પરીક્ષા સંદર્ભે નીચે મુજબનું આયોજન કરવામાં આવેલું છે. 

અરજીઓ સ્વીકારવાની છેલ્લી તારીખ : 15.05.2025થી 24.05.2025 સુધી

હૉલ ટિકિટ ડાઉનલોડ : તા. 24.05.2025 

પ્રવેશ-પરીક્ષા : તા. 25.05.2025 

પરીક્ષા-કેન્દ્ર : કોમ્પ્યુટર વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

પરીક્ષાનું સ્વરૂપ : કોમ્પ્યુટર આધારિત કસોટી


Monday, May 12, 2025

|| અખબારી યાદી || 12-05-2025 || ગૂજરાત વિદ્યાપીઠમાં ‘ગીતા’ પ્રવેશ-પરીક્ષાનો પ્રથમ તબક્કો સંપન્ન


- વિવિધ સ્નાતક, સ્નાતકોત્તર, અનુસ્નાતક, અનુસ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમની બેઠકો માટે પ્રવેશ-પરીક્ષા
- 'ગીતા' પ્રવેશ-પરીક્ષાનું ગુજરાત રાજ્યમાં ત્રીસ અને ઉત્તર-પૂર્વ રાજ્યોમાં ત્રણ સ્થળોએ આયોજન
- પ્રવેશ-પરીક્ષા બાદ એ જ દિવસે પરિણામની જાહેરાત થઈ
- પરામર્શન બાદ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવીને ફી ભરી
- ૧લી જુલાઈ, ૨૦૨૫થી ગુરુપૂર્ણિમા સત્ર શરૂ થશે.


ગૂજરાત વિદ્યાપીઠના વિવિધ સ્નાતક, સ્નાતકોત્તર, અનુસ્નાતક, અનુસ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમની બેઠકો માટે ૧૧-૦૫-૨૦૨૫ના રોજ 'ગીતા' પ્રવેશ-પરીક્ષા લેવામાં આવી હતી. કુલ ૧૧૮૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ-પરીક્ષા આપી હતી. આ માટે ગુજરાત રાજ્યમાં ત્રીસ કેન્દ્રો અને ઉત્તર-પૂર્વ રાજ્યોમાં આસામ અને અરુણાચલ પ્રદેશમાં ત્રણ કેન્દ્રોમાં આયોજન કરવામાં આવ્યું હતું.

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ માટે, ૨૩-૦૩-૨૦૨૩ના રોજ ઓનલાઇન પ્રવેશ-પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રવેશ માટે 'ગીતા'(ગૂજરાત વિદ્યાપીઠ એલિજિબિલિટી એન્ડ એફિકસી ટેસ્ટ ફોર એડમિશન)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે વિદ્યાર્થીઓને ગુજરાતી, હિંદી, અને અંગ્રેજી ભાષામાં પ્રવેશ-માર્ગદર્શિકા સુલભ કરાવવામાં આવી હતી. પ્રવેશ-પ્રક્રિયા માટે વિદ્યાપીઠ પરિસરમાં 'સહાયતા કેન્દ્ર' શરૂ કરવામાં આવ્યું હતું. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦-૦૫-૨૦૨૫ હતી. ૭૩૯ ભાઈઓ અને ૭૦૩ બહેનો એમ કુલ ૧૪૪૨ ઉમેદવારોએ અરજીપત્રો ભર્યાં હતાં.

૬૦ પ્રશ્નોની અને ૯૦ મિનિટની, ઓએમઆર આધારિત, 'ગીતા' પ્રવેશ-પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, ભાષા, તર્ક-સજ્જતા, અને ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા જેવા વિષયવસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રવેશ-પરીક્ષાનું પરિણામ એ જ દિવસે જાહેર કરવામાં આવ્યું હતું. પરામર્શન બાદ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવીને ફી ભરી હતી.

પ્રવેશ-પાત્ર વિદ્યાર્થીઓએ શિક્ષણ ફી ભરીને સત્વરે પ્રવેશ સુનિશ્ચિત કરાવી લેવો હિતાવહ છે. છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ છાત્રાલય ફી અને ભોજન ફી ભરીને 'વહેલાં તે પહેલાં'ના ધોરણે છાત્રાલય-પ્રવેશ મેળવી લેવો.

વિદ્યાર્થીઓએ વધુ જાણકારી માટે ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટ https://www.gujaratvidyapith.org/ જોતાં રહેવું.

ગૂજરાત વિદ્યાપીઠના તમામ વિદ્યાર્થીઓ માટે ૧લી જુલાઈ, ૨૦૨૫થી ગુરુપૂર્ણિમા સત્રનો પ્રારંભ થશે.

Wednesday, May 7, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1576


લખવામાં સરતચૂક થઈ તો 'સાયલા'ની જગ્યાએ 'સલાયા' પહોંચી જશો!


ભાષાની મજા, મજાની ભાષા - 1575


'સિંદૂર' એટલે પારો, સીસું, અને ગંધકની મેળવણીનો પીળાશ પડતો ખુલ્લો લાલ રંગનો ભૂકો.

'સિંદૂર ફેરવવું' અર્થાત્ ધૂળમાં મેળવવું કે નકામું કરી દેવું.

'સિંદૂરિયું' એટલે સિંદૂરના રંગનું.

'સિંદૂરી' અર્થાત્ વિધવાઓને પહેરવાનું સિંદૂરિયા રંગનું એક જાતનું લૂગડું.