Tuesday, December 31, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 747


સાચું કારણ નહીં, શીર્ષક શોધી કાઢો : 

અન્ય પ્રેમિકાના પુરુષો સાથેના સંબંધોથી પ્રેમીની આત્મહત્યા
પ્રેમિકાના અન્ય પુરુષો સાથેના સંબંધોથી પ્રેમીની આત્મહત્યા
પ્રેમિકાના પુરુષો સાથેના અન્ય સંબંધોથી પ્રેમીની આત્મહત્યા 
પ્રેમિકાના પુરુષો સાથેના સંબંધોથી અન્ય પ્રેમીની આત્મહત્યા


Sunday, December 29, 2013

Saturday, December 28, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 110


'Story' અને 'Storey' અલગ-અલગ અર્થ ધરાવે છે.

મંડેલાનો સૌથી મોટો ગુણ ક્ષમાભાવના : નારાયણ દેસાઈ


‘માનવતાની મુક્તિના માણસ’ નેલ્સન મંડેલાને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ ૨૭ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ ગૂજરાત વિદ્યાપીઠમાં યોજવામાં આવ્યો હતો. ગાંધીકથાકાર અને કુલપતિ નારાયણ દેસાઈએ નેલ્સન મંડેલાને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, મંડેલાનું ચારિત્ર્યઘડતર કારાવાસમાં થયું હતું. તેમણે ઘણાં કષ્ટો વેઠ્યાં હતાં. આથી, મજબૂત શરીર છતાં તેમની તબિયત બગડી હતી. ટાપુની એ જેલમાં રહીને અભ્યાસની સાથે તેમણે ચિંતન-મનન તેમજ દેશની પ્રજાના પ્રશ્નો અને દુનિયાના પ્રવાહોનો વિચાર કર્યો હતો. સત્યાવીસ વર્ષ જેલમાં રહ્યા છતાં, તેમણે જેલ-સત્તાવાળા સામે કોઈ કડવાશ રાખી નહોતી.

નારાયણ દેસાઈએ મંડેલા વિશે ખાસ એ કહ્યું કે, તેમણે પોતાના દેશની નીતિ ઘડવામાં દૂરની દૃષ્ટિ દેખાડી અને તેમના મતે કેવળ આફ્રિકામાંથી જ નહીં, પરંતુ આખી દુનિયામાંથી પણ રંગભેદ દૂર કરવા માટેની નીતિ ઘડાવી જોઈએ. રંગભેદ દૂર કરવા અને સ્વરાજ મેળવવા માટે હિંસાનું સાધન નહીં, પણ શાંતિનું સાધન વધારે સારું છે એ વિચાર પાછળ મંડેલાનાં જેલસાધના અને વિચારમંથન કારણભૂત હતાં. માનવ અધિકારો ઉપર વધુ જોર આપનાર મંડેલા એવું દૃઢપણે માનતા હતા કે, સૌથી છેવાડાના અને સૌથી ગરીબ માણસોનો વિચાર દુનિયાના અન્ય દેશોમાં પણ થવો જોઈએ. મંડેલાએ પોતાના દેશમાં શસ્ત્રો ઘટાડવાની નીતિ પોતાના હાથમાં રાખી હતી.
                  
ગાંધીજી વિશે એ મતલબની ટીકા થાય છે કે, એમણે આફ્રિકાના અશ્વેતો માટે કામ કર્યું નથી. આ મુદ્દે, નારાયણભાઈએ સ્પષ્ટતા કરી કે, ગાંધીપ્રેરણાને લીધે જ મુક્તિનાં અને માનવતાનાં આંદોલનો થયાં છે. મંડેલાએ અને ઓબામાએ ગાંધીજીમાંથી પ્રેરણા લીધી છે એવું સામાન્ય અશ્વેત માણસો પણ સમજે છે. માનવમાત્રને સમાન ગણવા તેમજ સ્વાતંત્ર્ય મેળવવા માટેનું સાધન હિંસા સિવાયનું હોઈ શકે, એવી પ્રેરણા નેલ્સન મંડેલાના જીવનમાંથી લેવા નારાયણ દેસાઈએ અનુરોધ કર્યો હતો. અહીં, તેમણે એ બાબત ઉપર ખાસ ભાર મૂક્યો હતો કે, દેશની સત્તા પ્રતિનિધિઓ પાસે નહીં, પણ નાગરિકો પાસે હોવી જોઈએ.
             
નેલ્સન મંડેલાએ જયારે રાષ્ટ્રપતિપદ સ્વીકાર્યું ત્યારે તેમણે ન્યાન્સા નામના સ્થળે ગોળીબારમાં શહીદ થયેલી એક છોકરી વિશે કોઈ કવિએ રચેલી કવિતાનું પઠન કર્યું હતું. વક્તવ્યનું સમાપન કરતાં, નારાયણ દેસાઈએ આફ્રિકાની આઝાદીનાં પ્રતીક સમાન એ શહીદ છોકરી વિશેની કવિતાનું ગુજરાતી ભાષાંતર પણ રજૂ કર્યું હતું. તેમણે એ છોકરીને ‘મુક્તિ’ નામ આપ્યું હતું.


ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગારે પ્રાસ્તાવિક પ્રવચન અને કુલસચિવ રાજેન્દ્ર ખીમાણીએ આભારદર્શન કર્યું હતું. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાધ્યાપકો, સેવકો, વહીવટી કર્મચારીઓની ઉપસ્થિતિમાં, મુખ્ય સભાખંડમાં યોજાયેલા આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપાસનાખંડમાં પણ કરવામાં આવ્યું હતું.


Friday, December 27, 2013

Monday, December 23, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 109


'Family-tree' માટે 'પરિવાર-વૃક્ષ' કે 'કુટુંબ-ઝાડ' કરતાં 'વંશાવળી' એ વધારે યોગ્ય શબ્દ છે!


Saturday, December 21, 2013

Friday, December 20, 2013

Tuesday, December 17, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 737


પદક્રમ બદલાય તો અર્થ પણ બદલાય જાય :

'અમદાવાદમાં જથ્થાબંધ ખાંડના વેપારી છે?'
'અમદાવાદમાં ખાંડના જથ્થાબંધ વેપારી છે?'


Monday, December 16, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 736


'કચરો વાળવાનું કામ નિયમિત કરવું જોઈએ.'
'કરચો વાળવાનું કામ નિયમિત કરવું જોઈએ.'

સાર : સરતચૂક થાય તો 'કચરો' છેવટે 'કરચો' બની જાય!


અંગ્રેજી ભાષા, દેશી મજા : 108


તમારા સિવાયના મોટા ભાગના લોકો અંગ્રેજીમાં બરાબર 'રીધમ' જાળવી શકતા નથી!

'રીધમ' આ રીતે લખાય : 'Rhythm'.

બોધ : અંગ્રેજીમાં 'રીધમ' શબ્દ લખતી આપણો 'તાલ' તૂટી ન જાય એ ખાસ જોવું.


Saturday, December 14, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 735


'બાંયવર' એટલે 'જાનમાં ગયેલો એવો જાનૈયો જેનું લગ્ન પણ સાથે સાથે થઈ જાય તે!'


Tuesday, December 10, 2013

આવો, ઓળખીએ આપણા અભૂતપૂર્વ આચાર્યને ...


પાયાના ગાંધી-ભાષ્યકાર આચાર્ય કૃપાલાની વિશે પાયાની જાણકારી મેળવવા અહીં પહોંચી જાવ :

http://www.youtube.com/watch?v=A8yYJe-HloI


Sunday, December 8, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 732


કોઈ નામમાં અક્ષરો વચ્ચે બિનજરૂરી જગ્યા છૂટી ન જાય એનું ધ્યાન રાખવું.

દાખલા તરીકે :
   
'અનુ પજ લોટા'
'અનુપ જલોટા' (!)


Saturday, December 7, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 731


'આજે મુંબઈમાં અમને શો ભાડે મળશે.'
'આજે મુંબઈમાં અમને શોભા ડે મળશે.' (!)


Friday, December 6, 2013

પારુબહેન અને રઘુવીરભાઈ : દાખલારૂપ દાંપત્ય


અભિન્ન અને પ્રસન્ન : પારુબહેન અને રઘુવીરભાઈ

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


Wednesday, December 4, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 730


ઘરના પ્રવેશદ્વારની જમણી-ડાબી બાજુએ 'શુભ' અને 'લાભ' શબ્દો લખાય છે. પરંતુ, આપણી ભાષામાં જેમ 'શુભેચ્છા' શબ્દ સહજ છે, એમ 'લાભેચ્છા' શબ્દ કેમ પ્રચલિત નથી?!


ભાષાની મજા, મજાની ભાષા - 729


'તેઓ ઘરે પાછા પરત થયા.'
'તેઓ ઘરે પરત થયા.'


Tuesday, December 3, 2013

જાતને પૂછવા જેવો પ્રશ્ન


સમય હોય તો,
યાદદાસ્તને ઢંઢોળીને, 
જાતને પ્રશ્ન પૂછી જુઓ કે,
કચરો વીણનારાં
શ્રમજીવી બહેનને, 
તમે છેલ્લે ક્યારે 
માનથી અને મનથી 
બોલાવ્યાં હતાં ?

                                      - અશ્વિનકુમાર

સૌજન્ય :
'નિરીક્ષક', ૦૧-૧૨-૨૦૧૩, પૃષ્ઠ : ૨૨
પુનર્મુદ્રણ : 'દલિત અધિકાર', ૧૬-૦૨-૨૦૧૫, પૃષ્ઠ : ૦૫

Monday, December 2, 2013

પ્રવર્તમાન ગુજરાતી છબી-પત્રકારત્વનું રતન : ઝવેરીલાલ મહેતા


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

તસવીર-પત્રકાર ઝવેરીલાલ મહેતાની પ્રખ્યાત પત્રકાર દેવાંગ ભટ્ટે લીધેલી મુલાકાત નિહાળવા અહીં પહોંચી જાવ :

Sunday, December 1, 2013

'કોફીમેટ્સ'માં રઘુવીર ચૌધરી


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ઉપક્રમ : સર્જક સાથે સંવાદ 
ઉપસ્થિતિ : રઘુવીર ચૌધરી
આયોજક : કોફીમેટ્સ,  અમદાવાદ એકમ
તારીખ : પહેલી ડિસેંબર, બે હજાર તેર
વાર : રવિ 
સમય : સાંજે ૬:૦૦થી ૮:૦૦
સ્થળ : ગુજરાતી સાહિત્ય પરિષદ સભાખંડ, નદી કાંઠે, આશ્રમ માર્ગ, અમદાવાદ

Friday, November 29, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 106


'just' અને 'ice' એ બંને શબ્દો જુદા પ્રયોજો તો જુદા અર્થ મળે.

'just' અને 'ice' એ બંને શબ્દો સાથે પ્રયોજો તો 'ન્યાય' મળે!


Thursday, November 28, 2013

Wednesday, November 27, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 726


આ પૈકી કયો શબ્દ સાચી રીતે લખ્યો કહેવાય? :

(1) 'ઘરણીઘર'
(2) 'ઘરણીધર'
(3) 'ધરણીઘર'
(4) 'ધરણીધર'


Monday, November 25, 2013

ગમતાંનો કરીએ ગૂગલ !


મજા પડે એવી (વિ)સર્જનાત્મક દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી જોવી હોય તો પહોંચી જાવ આ ગૂગલ ગલીના નાકે :

http://www.youtube.com/watch?v=gHGDN9-oFJE&feature=em-hot


Sunday, November 24, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 105


ભારતમાં 'મલયાલમ' એક જ એવી ભાષા છે જે અંગ્રેજીમાં બંને બાજુથી સરખી વંચાય છે!
વિશ્વાસ ન આવતો હોય તો વાંચી જુઓ :

'MALAYALAM'   (!)


Thursday, November 21, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 723


'આ રીતે તમે સીધાં જતા રણ ઉપર ન પહોંચી શકો.'
'આ રીતે તમે સીધાં જ તારણ ઉપર ન પહોંચી શકો.' (!)


Wednesday, November 20, 2013

Monday, November 18, 2013

Sunday, November 17, 2013

નીલમ : ખોબા ગામના, ખુલ્લા મનના ગ્રામશિલ્પી


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર




ગ્રામશિલ્પી :
નીલમ પટેલ 

કાર્યક્ષેત્ર : 
ગામ : ખોબા (મહારાષ્ટ્રની હદે આવેલું ગુજરાતનું છેલ્લું ગામ)
તાલુકો : ધરમપુર  
જિલ્લો : વલસાડ

સ્થળ-મુલાકાત : 29-10-2013


Monday, November 11, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 721


'દશનામી' એટલે દશ વર્ગના સંન્યાસી.

(1) તીર્થ 
(2) આશ્રમ 
(3) વન
(4) અરણ્ય
(5) ગિરિ
(6) પર્વત
(7) સાગર
(8) સરસ્વતી
(9) ભારતી
(10) પુરી


Sunday, November 10, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 720


જે માણસ કાશી જાય એ માણસ વારાણસી અને બનારસ પણ ગયો જ કહેવાય!


Saturday, November 9, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 719


ચાર ધામ યાત્રા એટલે બદરીનાથકેદારનાથગંગોત્રીજમનોત્રી એ ચાર ધામની યાત્રા.


Friday, November 8, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 718


ત્રિસ્થળી યાત્રા એટલે કાશી, પ્રયાગગયા એ ત્રણ તીર્થોની યાત્રા.


Wednesday, November 6, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 716


'મહેકમ' અને 'મોહકમ' જુદા અર્થ ધરાવે છે.

'મહેકમ' એટલે કચેરી, દફતર, ખાતું, વિભાગ
'મોહકમ' એટલે દૃઢ , સખત


Tuesday, November 5, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 715


તેઓ ભલે ઉતાવળમાં 'સહારાની ભવ્યતા' વાંચે, પણ આપણે તો 'સહરાની ભવ્યતા' જ વાંચવું!

Monday, November 4, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 714


'ષડરિપુ'નો અર્થ સમજવો છે?

'ષડરિપુ' શબ્દ મૂળે સંસ્કૃત ભાષાનો છે. 
'ષડ' એટલે 'છ' અને 'રિપુ' એટલે 'શત્રુ'.

મનુષ્યના છ આંતર શત્રુઓ આ મુજબ છે : 
(1) કામ (ઇચ્છા, વાસના)
(2) ક્રોધ (ગુસ્સો, તામસ) 
(3) લોભ (લાલચ, તૃષ્ણા)
(4) મોહ (ભ્રમ, આસક્તિ)
(5) મદ (કેફ, ગર્વ) 
(6) મત્સર (ઈર્ષા, અદેખાઈ)

Saturday, November 2, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 713


'વિઘ્નસંતોષી માણસ' માટે ગુજરાતી ભાષામાં 'ચૌદશિયો' શબ્દ પ્રચલિત છે!


Friday, November 1, 2013

Thursday, October 31, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 711


'ધનતેરસ'
'ધન તે રસ' (!)


વનની વચ્ચે વર્ગ


૨૦૧૩માં વલસાડ જિલ્લામાં ગ્રામજીવન-પદયાત્રા

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


તારીખ : 26-10-2013થી 30-102013

યાત્રાનું કેન્દ્ર ગામ : બીલપુડી
પદયાત્રાનાં ગામ :  ચિન્ચોઝર, કેળવણી, ટીટુખડક, ઉકતા
તાલુકો : ધરમપુર, જિલ્લો : વલસાડ


Tuesday, October 29, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 710


માત્ર એક જ માત્રા, કેવળ એક જ સ્થાન બદલશે તો વ્યક્તિનો ફક્ત પ્રદેશ જ બદલાશે!
જો આવું ખરેખર થાય તો હરિયાણવી કપિલ દેવ ગુજરાતી કપિલ દવે બની જશે! 


Monday, October 28, 2013

નિમ્નલિખિત સૂચનાની પહેલી લીટી કઈ ભાષામાં છે?


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર




સાહિત્યકાર યશવંત મહેતાને જન્મદિને અભિવંદન ...


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

યશવંત મહેતા
જન્મ : ૧૯-૦૬-૧૯૩૮

એમણે ૧૯-૦૬-૨૦૨૧ સુધીમાં લખેલાં પુસ્તકોની સંખ્યા : ૫૧૪ 

એમણે ૧૭-૦૭-૨૦૨૩ સુધીમાં લખેલાં પુસ્તકોની સંખ્યા : ૫૩૪ 



Friday, October 25, 2013

'પુરુષ'નું અતિ બહુવચન !


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

અંગ્રેજી 'Mens'નું ગુજરાતી ભાષાંતર 'પુરુષોઓ' કરવું જોઈએ !

Saturday, October 19, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 703


‘મુમુક્ષા’ એટલે ‘મોક્ષની ઇચ્છા’, ‘મુમૂર્ષા’ એટલે ‘મરવાની ઇચ્છા’


Friday, October 18, 2013

દાક્તર બિનાયક : માનવ-અધિકારના નાયક


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ડૉ. બિનાયક સેન : ગૂજરાત વિદ્યાપીઠના સાઠમા પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન  

૧૮-૧0-૨૦૧૩ 
શુક્રવાર 

Thursday, October 17, 2013

Tuesday, October 15, 2013

ક્ષણિક નહીં, શૈક્ષણિક પ્રવાસ !


છબીયંત્ર-કળદાબકર્મ : મયૂર માકડિયા

ઉપસ્થિતિ : પત્રકારત્વ વર્ષ એકના અનેક વિદ્યાર્થીઓ 
ઉપક્રમ : રાષ્ટ્રીય સેવા યોજના શિબિર  
સ્થળ : સૂર્ય મંદિર, મોઢેરા 
સાલ : ૨૦૦૯ 


Monday, October 14, 2013

વારલી ચિત્ર : હરણીય અને રમણીય


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


સ્થળ : થાણે જિલ્લો, મહારાષ્ટ્ર
તારીખ : ૧૭-૧૧-૨૦૧૨


Thursday, October 10, 2013

શૈશવના શ્વાસમાં


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


બાળપણને યાદ કરીએ ને એમ પણ બને,
ગલૂડિયાંનું ઘર બનાવ્યું હોય એમ પણ બને !


વિસરાતી વાનગી : વેલણ-લાપસી


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Wednesday, October 9, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 700


'નક્કારા મન અને નક્કોરડા તન છતાં, તમે કરેલું નક્કોર કામ નક્કર છે એવું નક્કી કોણ કરશે?!'


Tuesday, October 8, 2013

આપણે નરવા નર, પણ સામે નર વાનર !


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Monday, October 7, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 699




શબ્દોમાં થોડો ફેરફાર, અર્થમાં ઘણો ફેરફાર : 

'કેસરથી શરીરમાં જોમ આવે છે.'
'કેન્સરથી શરીરમાં જોખમ આવે છે.' (!)


Sunday, October 6, 2013

મોહનદાસ : એક ડેલામાંથી નીકળ્યા, અનેક દિલમાં પ્રવેશ્યા


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


મોહનદાસ કરમચંદ ગાંધીનો રાજકોટ  મુકામ


ભાષાની મજા, મજાની ભાષા - 698


કોઈ શબ્દમાં જગ્યા છોડતી વખતે ચૂક થશે તો એ શબ્દ વાક્યમાં ફેરવાઈ જશે : 

શબ્દ : 'આડકતરી' 
વાક્ય : 'આ ડક તરી' (!)



Friday, October 4, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 697


'લૂગડાં ઉતારીને વાંચજો.'

એક કાળે, કોઈના મરણના સમાચાર આપતા પત્રની શરૂઆતમાં આ મુજબનું લખાણ કરવામાં આવતું.   કોઈ અશુભ બનાવને સૂચવવા માટે આ એક જ વાક્ય પૂરતું અસરકારક બની રહેતું !


Thursday, October 3, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 696


'પુષ્કળ' અને 'પુષ્કર' ભિન્ન-ભિન્ન અર્થ ધરાવે છે.

દા.ત. : 'આપણાં શહેરોમાં પુષ્કળ પુષ્કરનો બગાડ થાય છે.'

'પુષ્કળ' એટલે 'ખૂબ' અને 'પુષ્કર' એટલે 'પાણી'.


રાજમોહનની હાજરીમાં મોહનદાસના 'હરિજન'ને નવજીવન !


હેમંતકુમાર શાહ, ધીરુભાઈ મહેતા, રાજમોહન ગાંધી, વિવેક દેસાઈ


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ઉપક્રમ : 'હરિજન'(ઈ.સ. ૧૯૩૩થી ઈ.સ. ૧૯૫૬)ના અંકોનું લોકાર્પણ
સ્થળ : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
તારીખ : ૦૨-૧૦-૨૦૧૩


Tuesday, October 1, 2013

ગાંધીજીને અક્ષરાંજલિ | Gandhi Font


ગાંધીજી વિષયક અનોખી દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી સારુ નીચેની કડી થકી પહોંચો :

https://www.youtube.com/watch?v=o0T25keK26U

એક બાઉન્સરનો ખુલ્લો પત્ર // હળવે હૈયે, ભારે ભુજાએ //


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

.............................................................................................................................

એક બાઉન્સરનો ખુલ્લો પત્ર

અશ્વિનકુમાર
.............................................................................................................................

આદરણીય આ.પા.,

તમે મજામાં નથી. હું પણ મજામાં નથી. તમે ગુજરાતના સૌથી મોટા વિશ્વવિદ્યાલયના એકમોટામાણસ થઈને (ના)રાજીનામું આપ્યું એ મને નથી ગમ્યું. તમને યાદ હશે કે હું તમારી આગળ-આગળ ફર્યા કરતો હતો. કારણ કે, તમે મારી પાછળ-પાછળ ફર્યા કરતા હતા. લોકો માટે તમેસરહતા, તમારા માટે અમેબાઉન્સરહતા. મને એવું સતત લાગતું હતું કે તમે ઈશ્વરથી ડરતા નહોતા. જોકે તમે ઈશ્વરભાઈ, ઈશ્વરદાન કે ઈશ્વરસિંહ જેવા કોઈ વિદ્યાર્થી-નેતાઓથી ડરતા હતા.

અમારી નિમણૂક કરીને તમે ગુજરાતના શિક્ષણજગતમાં પહેલી વખતબળનું મહિમાગાન કર્યું હતું. બાકી ( જો કાંઈ રહ્યું હોય તો ), આપણી સમગ્ર શિક્ષણ પદ્ધતિમાંબુદ્ધિની જ ગૌરવગાથા ગવાતી રહી છે. હું તો આપના જ વિશ્વવિદ્યાલયના નામ સાથે નામનું જ જોડાણ ધરાવતી એક શિક્ષણસંસ્થામાં વિનયન વિદ્યાશાખામાં અભ્યાસ કરવાનો પ્રયત્ન કરતો હતો. મને પ્રથમ વર્ષના બીજા સત્રમાં ત્રીજા પ્રયાસના અંતે પણ આ ચાર જ અક્ષરો મળ્યા હતા :એ.ટી.કે.ટી.’. અંગ્રેજી ભાષા સાથે સલામત અંતર રાખવાના કારણે મને એ પણ માલૂમ નથી કેએટુકેટુએટલે શું? પરંતુ, અનુત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થીના મનમાંએ.ટી.કે.ટી.એટલેઆવું તે કેમ થયુંએવો એક જ ભાવ અને એ જ ભૂવો ધૂણતો હોય છે.

જોકે, અભ્યાસમાં વધુ અને વધુ ઠેબાં ખાવાં એના કરતાં તો સમગ્ર શિક્ષણને જ ઠોકર મારવી એ ઉભય પક્ષે હિતાવહ છે એમ માનીને મેં વિનયન-મહાશાળામાંથી પ્રવેશ રદ કરાવીને વ્યાયામશાળામાં કસરતવીરનો વેશ સ્વીકારી લીધો. બુદ્ધિના બદલે મેં બાવડાં કસ્યાં. કેટલાક અખાડા-આગંતુકોની જેમ મેં પણ વીર હનુમાનની તસવીર હૃદયમાં રાખી, નટ સલમાનની તસવીર મોબાઈલ ફોનના પડદા ઉપર રાખી. ઘણાં વર્ષોના શિક્ષણમાંથી મને જે ન મળ્યું, તે થોડા મહિનાઓના પ્રશિક્ષણમાંથી મળ્યું. કેવળ બાવડાંના જોરે મને બાઉન્સરની નોકરી મળી ગઈ. સરકારે તમને વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂક આપી, તમે અમને વાઈલ્ડ બાઉન્સર તરીકે છૂટછાટ આપી. સ્નાયુસજ્જ હોવાથી મને મહિને અમુક-તમુક હજાર રૂપિયા પગારપેટે મળતા હતા. હું સ્નાતક થયો હોત તોપણ મને આટલો પગાર ન મળત.

બાઉન્સરજેવો મજબૂત શબ્દ ક્રિકેટની રમતમાં જ સીમિત થઈ ગયો હતો. તમે ગુજરાતના જાહેર જીવનમાંબાઉન્સરશબ્દને ઉછાળીને એને નવી ઓળખ આપી છે. યુવાનોની બેરોજગારી દૂર કરવાની તમારી દીર્ઘ-દૃષ્ટિને વિરોધીઓએ શંકાની નજરે જોઈ એ આ રાષ્ટ્રનું દુર્ભાગ્ય છે. અત્યાર સુધી કેટલાક જ રાજકારણી-ધનકારણી-ધર્મકારણી કે અભિનેતા-અભિનેત્રી-ખેલાડીને જ બાઉન્સર રાખવાનું પોષાતું હતું. ભારતનાં અમુક રાજ્યો કે મહાનગરોમાં જ બાઉન્સર જોવા મળતા હતા. તમે એક જ ઝાટકે અડધો ડઝન બાઉન્સર ખડકી દઈને આ વ્યવસાયનો ગુજરાત જેવા ‘શાકાહારી’ રાજ્ય અને શિક્ષણ જેવા ‘પવિત્ર’ ક્ષેત્રમાં પણ સફળ પ્રવેશ કરાવ્યો હતો. તમે જો વધારે ટક્યા હોત તો પ્રત્યેક ગુજરાતીનું એક જ સ્વપ્ન હોત કે, મારે પણ એક બાઉન્સર હોય. જે લોકોનેબાઉન્સરન પરવડી શકે તેવા લોકો છેવટેગૂગલીપણ રાખવાનું વિચારત.ગૂગલીએટલે એવા બાઉન્સર’, કે જે તૂટલકડી શરીર અને એકવીસ વર્ષની વયે જ બેતાળાં ચશ્માં ધરાવતાં હોય.

ગુજરાતના શિક્ષણ-જગત માટેબાઉન્સરએ કેવળ શબ્દ નહીં, પણ પારાવાર શક્યતા છે. આપની પૂર્વેના કુલપતિને તો આ ઘટનાક્રમમાંથી એક આખા અભ્યાસક્રમની માદક પરિમલ આવી હોત. તેમણેબેચલર ઇન બાઉન્સરોલોજીકેમાસ્ટર ઓફ બાઉન્સર્સ એડમિનિસ્ટ્રેશનજેવા નવા પાઠ્યક્રમ ઘડી કાઢ્યા હોત. જો પૂરતી સંખ્યામાં વિદ્યાર્થીઓ ન મળ્યા હોત તો તેમણે શારીરિક શિક્ષણના ત્રણ વર્ષના સ્નાતક અભ્યાસ સાથેપરઅંગરક્ષણવિદ્યાના નિઃશુલ્ક પ્રમાણપત્રની યોજના ઘડી કાઢી હોત.

તમને સત્તાધીશોએ આદેશના પાલન માટે મોકલ્યા હતા. એ વાત જુદી છે કે તમે તો ખુદ જ નામની જગ્યાએ વિશેષણ તરીકે વર્તવા માંડ્યા. કમનસીબ અને યોગાનુયોગ બાબત એ છે કે તમારી શૈક્ષણિક સેવાનો લાભ નવા રિવાજ મુજબ ફક્ત અગિયાર મહિના માટે જ લેવામાં આવ્યો. વિરોધીઓને ઊંચકીને ફેંકી દેવાય એટલા માટે તમને અમારા જેવાબાઉન્સરની જરૂર પડી. જોકે તમને આટલી ઝડપથી ઊંચકીને ફેંકી દેનાર સ્વયંસ્થાપિત-મહામાનવને તો છ કરોડ ગુજરાતીઓએમેગા બાઉન્સરનહીં, પરંતુગીગા બાઉન્સરના નામથી જ નવાજવા જોઈએ. ઓગસ્ટ, બે હજાર તેરના પહેલા જ અઠવાડિયામાં તમારું રાજીનામું પડી ગયું. બાકી, પંદરમી ઓગસ્ટે ધ્વજવંદન વેળા, અમ છ નંગબાઉન્સરની મધ્યે રહીને તમે વિદ્યાર્થીઓને ગાંધી-સરદાર-નર્મદ-મેઘાણી-વિવેકાનંદ-ભગતસિંહ જેવા નામ-હવાલા આપીનેઅભયનો ગુણ વિકસાવવાનું કહ્યું હોત. પરિણામે, અગાઉથી લાવી રાખેલી જથ્થાબંધ તાળીઓએ પડવા સિવાય છૂટકો જ નહોતો. ભવિષ્યના ઇતિહાસે આ ક્ષણ ગુમાવી એ વર્તમાન શિક્ષણનું જ દુર્ભાગ્ય ગણાવું જોઈએ.

અંતે એટલું જ કહેવાનું કે, તમારી તબિયત ખાસ જાળવજો. આરોગ્યનાખાસકારણોસર કેટલાકખાસપરવાના ફરી કઢાવવા પડે તો દાક્તરોનેખાસવિનંતી કરજો.


બાઉન્સરહોવાના કારણે, જેને હિસાબ વિભાગ દ્વારા,
નો-બોલજાહેર કરાયો છે તે આપનો વિશ્વાસુ...
તનલઠ્ઠ બુદ્ધિદુર્લભ બાવડાંવાળા
(૩૧મી ઓગસ્ટ, ૨૦૧૩)


..........................................................................................................................

સૌજન્ય : 
'નિરીક્ષક', 01-10-2013, પૃષ્ઠ : 14

Sunday, September 29, 2013