Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના પ્રથમ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓએ ૨૧-૦૭-૨૦૧૪ના રોજ, બપોરે ૧૨:૦૦થી ૦૨:૦૦ના સમયગાળામાં કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીનો જન્મદિવસ (૨૧-૦૭-૧૯૧૧) માણ્યો. પ્રારંભમાં, ઉમાશંકર જોશીએ લખેલાં કેટલાંક ગીતોનું દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ કક્ષમાં ધ્વનિ-મુદ્રણ સંભળાવ્યું. ત્યાર પછી, ઉમાશંકર જોશીનાં જીવન-કવનનો પરિચય કરાવ્યો. બાદમાં અમે ગૂજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં આવેલા 'ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ'ની મુલાકાત લીધી. ઉમાશંકર જોશીના વિદ્યાપીઠ-રોકાણનાં સ્મરણોને આલેખતા પુસ્તક '૩૧માં ડોકિયું નો આસ્વાદ કરાવ્યો. કાર્યક્રમના અંતે 'શિક્ષણ મહાવિદ્યાલય'ના ગૃહપતિ રમેશભાઈ બારોટના કંઠે "ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા ..."ના ગાન સાથે અમે કવિના શબ્દોને કાયમ માટે હૃદયસ્થ કર્યા.
No comments:
Post a Comment