Monday, October 6, 2014

દીપાવલિમાં નોખા તેજથી પ્રગટશે 'સાર્થક જલસો'


નક્કર વાચનસામગ્રી ધરાવતા બે અંકો પછી 'સાર્થક જલસો'નો ત્રીજો અંક ઓક્ટોબર, ૨૦૧૪માં પ્રગટ થઈ રહ્યો છે. દીપક સોલિયા, ઉર્વીશ કોઠારી, ધૈવત ત્રિવેદી અને બીરેન કોઠારી દ્વારા સંપાદિત ’સાર્થક જલસો’ એટલે યાદગાર વાચનની ખાતરી.

દિવાળી સુધારી દે એવી વાચનસામગ્રી ધરાવતા 'સાર્થક જલસો'ના અંક સ્નેહી-મિત્રોને, સંસ્થાના કે ક્લબના સભ્યોને ભેટમાં આપી શકાય છે. સ્નેહીજનની સ્મૃતિમાં કે માત્ર સારા વાચનના પ્રસારની ભાવનાથી ગુજરાતનાં જાહેર પુસ્તકાલયોમાં આ અંકની નકલો (ઇચ્છિત નામના સ્ટીકર સાથે) મોકલી શકાય છે. આ રીતે નકલો મોકલવાની વહીવટી જવાબદારી 'સાર્થક પ્રકાશન' ઉપાડશે.

અત્યારે નકલોનો ઓર્ડર વોટ્સએપ, ફેસબુક, ઈ-મેઈલ કે ફોન દ્વારા નોંધાવી શકાય છે. એ માટે આટલી વિગત મોકલવા વિનંતી : પૂરું નામ-સરનામું, ફોન નંબર અને નકલોની સંખ્યા.

આશરે ૧૪૪ પાનાંના ’સાર્થક જલસો’ની છૂટક કિંમત પચાસ રૂપિયા છે. (પોસ્ટેજ અલગ). ૧૦ કે વધુ નકલો ઉપર ખાસ વળતર. ૧૦ કે વધુ નકલો એક જ સરનામે મોકલવાની થાય તો તેનું પોસ્ટેજ ખર્ચ પણ સાર્થક પ્રકાશન ભોગવશે.

સમૃદ્ધ વાચનની આ સફરમાં તમારા સક્રિય સહકારની અપેક્ષા અને શુભેચ્છા સાથે ...

સાર્થક પ્રકાશન
ફોન, વોટ્સએપ: 98252 90796
ઈ-મેઈલ : spguj2013@gmail.com

.........................................................................................................................................

(માહિતી-સૌજન્ય : ઉર્વીશ કોઠારી) 

No comments:

Post a Comment