ગૂજરાત વિદ્યાપીઠના નવનિર્મિત પુસ્તક ભંડારનું ઉદ્ઘાટન સુશ્રી સાધનાબહેન રાઉત (પ્રકાશન વિભાગ, નવી દિલ્હી)ના હસ્તે થશે. કુલનાયક ડૉ. અનામિક શાહના પ્રમુખસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં આપ સૌને હાર્દિક નિમંત્રણ છે. આ કાર્યક્રમમાં ગૂજરાત વિદ્યાપીઠનાં ટ્રસ્ટી સુશ્રી ઇલાબહેન ભટ્ટ અને પૂર્વ કુલનાયક પ્રો. સુદર્શન આયંગાર હાજર રહેશે.
આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત અને આલાપ બ્રહ્મભટ્ટ દ્વારા નિર્મિત સચિત્ર પુસ્તક 'ગૂજરાત વિદ્યાપીઠની માનવેતર સજીવ સૃષ્ટિ'નું વિમોચન સુશ્રી ઇલાબહેન ભટ્ટ કરશે. ડૉ. સુદર્શન આયંગાર પુસ્તક-સર્જનયાત્રા અને પુસ્તક-પરિચયયાત્રા કરાવશે.
તારીખ : ૧૬ જાન્યુઆરી, ૨૦૧૫
સમય : નમતા પહોરે ૪ વાગે
સ્થળ : અહિંસા શોધ ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ
No comments:
Post a Comment