Tuesday, November 26, 2019

વનેચરનું વિસ્મરણ // રજનીકુમાર પંડ્યા


ગિરધર આચાર્ય નામના ઔદિચ્ય સહસ્ત્ર જ્ઞાતિના બ્રાહ્મણનો આ છોકરો સિદ્ધપુર અને પાટણમાં અંગ્રેજી ભણીને અમદાવાદ ગુજરાત કૉલેજમાં ભણવા ગયો ત્યારે પણ એણે મનનું ધાર્યું જ કરેલું. એ વખતે અંગ્રેજી પોષાકનું આકર્ષણ હતું. પણ હરિનારાયણે તો કૉલેજમાં પણ જાડા કપડાનો ફેંટો, ખાદીનો લાંબો કોટ, ટૂંકી ધોતી અને મણ મણના પગરખાં પહેરવાનું રાખેલું. તેલ-ફૂલેલ નાખેલા કોટ-પાટલૂનિયા બીજા કૉલેજિયનો વચ્ચે આવા વેશમાં છાતી કાઢીને ફરતા, શરીર તો મૂળથી જ પડછંદ અને એમાં આવા લેબાશમાં ફરે એટલે બધા ઠઠ્ઠા કરે, પણ હરિનારાયણે ક્યાં પરવા કરી હતી? એ પછી કાયદાના અભ્યાસ માટે હરિનારાયણ મુંબઈ ગયા હતા અને ત્યાં બરાબર પરીક્ષાના ટાંકણે જ ગાંધીજીની બૂમ સાંભળીને કૉલેજ છોડી દીધી હતી, ત્યારે પણ સૌએ વાર્યા, પણ એમણે કાનસરો કોઈને ય ન આપ્યો. એક-બે ઠેકાણે માસ્તરની નોકરી કરી અને પછી ગાંધીજીના બોલાવ્યા અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી, સંસ્કૃત અને તત્વજ્ઞાનના અધ્યાપક થઈને રહ્યા.

No comments:

Post a Comment