Sunday, October 24, 2021

Bittersweet photo of father and son who lost their limbs due to Syria's civil war wins top prize


https://www.businessinsider.in/international/news/bittersweet-photo-of-father-and-son-who-lost-their-limbs-due-to-syrias-civil-war-wins-top-prize/amp_articleshow/87237463.cms?utm_campaign=fullarticle&utm_medium=referral&utm_source=inshorts

મોહનદાસ અને ગાંધીજી!


'એમ. કે. ગાંધી' અને 'મહાત્મા ગાંધીજી'
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


મેહુલ કવિ અને દીપક અંતાણી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

"એમ. કે. ગાંધી હાજીર હો"

 

Photograph : Dr. Ashwinkumar
છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


Photograph : Dr. Ashwinkumar
છબી : ડૉ. અશ્વિનકુમાર


ગાંધીજી વિશેની ગેરસમજો દૂર કરવાનો જહેમતભર્યો પ્રયાસ એટલે "એમ. કે. ગાંધી હાજીર હો" નાટક.
'ગાંધીજી' તરીકે દીપક અંતાણીએ અસરકારક અભિનય કર્યો છે.

"એમ. કે. ગાંધી હાજીર હો."


 


Friday, October 22, 2021

ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રતાપકુમાર-સુમિત્રાબહેન દ્વારા ગાંધીગીતોની પ્રસ્તુતિ


પ્રતાપકુમાર ટોલિયા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

સુમિત્રાબહેન ટોલિયા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસનાખંડમાં ૨૨-૧૦-૨૦૨૧ના રોજ પ્રતાપકુમાર ટોલિયા (જન્મ : ૨૧-૧૦-૧૯૩૦) અને એમનાં પત્ની સુમિત્રાબહેન ટોલિયાએ ગાંધીગીતો રજૂ કર્યાં. સંયોજક ડૉ. કમલેશ પટેલે ટોલિયા યુગલનો પરિચય આપ્યો હતા. આ પ્રસંગે કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણી અને કાર્યકારી કુલસચિવ ડૉ. નિખિલ ભટ્ટ ખાસ હાજર રહ્યા હતા.

પ્રતાપકુમાર ટોલિયા જૈન ધર્મના વિદ્વાન, મહાત્મા ગાંધી અને શ્રીમદ રાજચંદ્રના અભ્યાસી, અને ગીતસંગીતકાર છે. પ્રતાપકુમારને આશરે બે હજાર જેટલાં ગીતો કંઠસ્થ છે. તેમણે ઈ. સ. ૧૯૫૬થી ૧૯૫૮ના સમયગાળામાં વિનોબાજીની વિવિધ પદયાત્રાઓમાં સંગીતપ્રસ્તુતિ કરી હતી. તેમણે વીસ હજાર વિદ્યાર્થીઓને 'ઓમ તત્સત્ શ્રી નારાયણ તું'નું પ્રાર્થનાગીત શીખવ્યું હતું. તેનું સમૂહ ગાન 20-12-1958ના રોજ સાબરમતીના તીરે વિનોબાજીની હાજરીમાં કરાવ્યું હતું. મૂળે અમરેલીના વતની પ્રતાપકુમાર ઈ. સ. ૧૯૬૮થી ૧૯૭૦ દરમિયાન મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં હિંદી અને અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કાર્યરત હતા.

પ્રતાપકુમાર ટોલિયાએ ઈ. સ. ૧૯૬૯માં ગાંધી-શતાબ્દી ટાણે સાબરમતીથી દાંડી સુધીની યાત્રા કરી હતી. તેઓ પદયાત્રામાં સિતાર સાથે મોખરે ચાલતા હતા. પ્રતાપકુમાર ટોલિયાએ 'જનસત્તા' દૈનિકમાં 'દાંડીપથને પગલે પગલે' નામની કતાર દ્વારા પદયાત્રાના અનુભવોનું આલેખન કર્યું હતું. સંગીતસમર્પિત પ્રતાપકુમાર અને સુમિત્રાબહેન બેંગલુરુમાં રહે છે. વયોવૃદ્ધ અને અનુભવસમૃદ્ધ ટોલિયા દંપતી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રસંગોપાત્ત આવીને જૂનાં ગાંધીગીતોને નવી પેઢી સુધી પહોંચાડે છે.

સુમિત્રાબહેન- પ્રતાપકુમાર ટોલિયા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

સુમિત્રાબહેન - પ્રતાપકુમાર ટોલિયા : મહાવિદ્યાલયની મુલાકાતે


સુમિત્રાબહેન - પ્રતાપકુમાર ટોલિયા સાથે સંયોજક ડૉ. કમલેશ પટેલ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ પ્રાધ્યાપક પ્રતાપકુમાર ટોલિયાએ એમનાં પત્ની સુમિત્રાબહેન સાથે ૨૨-૧૦-૨૦૨૧ના રોજ, મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના સંયોજક ડૉ. કમલેશ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઈ. સ. ૧૯૬૮થી ૧૯૭૦ દરમિયાન મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં હિંદી અને અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહેલા પ્રતાપકુમારે, ગૂજરાત વિદ્યાપીઠ સાથેનાં સ્મરણો તાજાં કર્યાં હતાં. તેમણે ૧૯૬૯માં ગાંધી શતાબ્દી નિમિત્તે સાબરમતીથી દાંડી સુધીની પદયાત્રા કરી હતી. એકાણુ વર્ષીય ગીતસંગીતકાર પ્રતાપકુમારે સંસ્થા-સંચાલક રામલાલ પરીખથી માંડીને સંગીત-શિક્ષક નરેન્દ્ર મહર્ષિને ભાવપૂર્વક યાદ કર્યા હતા.

Tuesday, October 12, 2021

'વૈભવે ઉભરાતી ગુજરાતી'



GIET ગાંધીનગર દ્વારા પ્રસ્તુત 'ગુજરાતી વ્યાકરણની શ્રેણી'


નામ અને તેના પ્રકારો https://bit.ly/3Bvlbkf
સર્વનામ https://bit.ly/3Bvlbkf
ક્રિયાપદ https://bit.ly/3Bvlbkf
વિશેષણ https://bit.ly/3Bvlbkf
ક્રિયાવિશેષણ https://bit.ly/3Bvlbkf
વાક્યરચના https://bit.ly/3Bvlbkf
વાક્યરચના પ્રકારો https://bit.ly/3Bvlbkf
વિરામચિહ્નો: ભાગ-૧ https://bit.ly/3Bvlbkf
વિરામચિહ્નો: ભાગ-૨ https://bit.ly/3Bvlbkf
પ્રત્યય https://bit.ly/3Bvlbkf
કહેવત https://bit.ly/3Bvlbkf
વિભકિત https://bit.ly/3Bvlbkf
નિબંધ લેખન https://bit.ly/3Bvlbkf
અહેવાલ https://bit.ly/3Bvlbkf
સમાસ: ભાગ-1 https://bit.ly/3Bvlbkf
સમાસ: ભાગ-2 https://bit.ly/3Bvlbkf
સ્વર સંધિ https://bit.ly/3Bvlbkf
વ્યંજન સંધિ https://bit.ly/3Bvlbkf
છંદ: ભાગ-૧ https://bit.ly/3Bvlbkf
છંદ: ભાગ-૨ https://bit.ly/3Bvlbkf
છંદ ભાગ-3 https://bit.ly/3Bvlbkf
છંદ ભાગ-4 https://bit.ly/3Bvlbkf
અલંકાર:ભાગ-1 https://bit.ly/3Bvlbkf
અલંકાર:ભાગ-2 https://bit.ly/3Bvlbkf
અલંકાર:ભાગ-3 https://bit.ly/3Bvlbkf

Friday, October 8, 2021

Nobel Peace Prize 2021 /////////// Pen for Peace, Peace for Pen


Philippines journalist Ressa and Russian journalist Muratov win 2021 Nobel Peace Prize


https://indianexpress.com/article/world/philippines-journalist-ressa-russian-journalist-muratov-2021-nobel-peace-prize-7560126/ 



ગુજરાત જાહેર સેવા આયોગ : વર્ગ - ૧, ૨ અને ૩ ની કુલ ૨૧૫ જગ્યાઓ માટે જાહેરાત


ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૦૮, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૧, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ ૪૮, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૧; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૭૩ જગ્યાઓ તથા મામલતદારની કુલ ૧૨, તાલુકા વિકાસ અધિકારીની ૧૦, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની ૧૦, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની ૦૧, સરકારી શ્રમ અધિકારીની ૦૨, રાજ્યવેરા અધિકારીની ૭૫ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૧૧૦ જગ્યાઓ એમ કલાસ ૧ & ૨ ની સંકલિત કુલ ૧૮૩ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. 


રસ ધરાવતા ઉમેદવારો ૨૮/૯/૨૦૨૧ થી ૧૩/૧૦/૨૦૨૧ ( બપોર ૧.૦૦ વાગ્યા સુધી ) અરજી કરી શકશે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે, તેઓ પણ અરજી કરી શકે છે.

 

સદર જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (૨૦૦ માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો,  સમય ૩ કલાક) ૧૨/૧૨/૨૦૨૧ ના રોજ લેવાશે, જેનું પરિણામ જાન્યુઆરી ૨૦૨૨ માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષામાં ૧૫૦ માર્ક્સના ૬ પ્રશ્નપત્રો જે ૩ કલાકમાં લખવાના રહેશે. મુખ્ય પરીક્ષાની તારીખ હવે પછીથી જાહેર થશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે. 


તદઉપરાંત, મદદનીશ વ્યવસ્થાપક/મદદનીશ નિયામક, વર્ગ-૨ ની ૦૬; નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા, વર્ગ-૧ ની ૧૩; વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-૨ ની ૦૬; આચાર્ય, આદર્શ નિવાસી શાળા (વિ.જા.), વર્ગ-૨ ની ૦૧;  પ્રવર ઔષધ નિરીક્ષક, વર્ગ -૨ (ખાસ ભરતી)ની ૦૩; ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) માં જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ -૨ ની ૦૧ તથા પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ની ૦૨ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. 


આમ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ ૨૧૫ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.  


ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની જીપીએસસી ક્લાસ ૧ અને ૨ની જાહેરાત સતત પાંચમા વર્ષે પ્રસિદ્ધ થઈ છે. 


ગુજરાત જાહેર સેવા આયોગ સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે....


https://gpsc.gujarat.gov.in/Documents/pressrelease/PressRelease_2021-9-21_631.pdf


Thursday, October 7, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1265


આપણી ભાષામાં, સંસ્કૃત ભાષાના હોય એમને જ પ્રકાંડ પંડિત કહેવાય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 1264


સાચો શબ્દ કયો?
'મહાનુભાવ' કે 'મહાનુભવ'?

ભાષાની મજા, મજાની ભાષા - 1263


આ પરિપત્ર સરકારી નોકરી કરતાં નોકરિયાતોને જ લાગુ પડે છે.
આ પરિપત્ર સરકારી નોકરિયાતોને જ લાગુ પડે છે.


ભાષાની મજા, મજાની ભાષા - 1262


'આ નિશાની નિશાની છે?'

Wednesday, October 6, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1261


અવતરણચિહ્નમાં બંધાયેલા કોઈ અંગ્રેજી નામનું ભાષાંતર કરવાનો લોભ જતો કરવો.

દા. ત. ગાંધીજીના દક્ષિણ આફ્રિકી ગુજરાતી વિચારપત્રના નામ 'ઇન્ડિયન ઓપિનિયન'નો ગુજરાતી અનુવાદ 'ભારતીય અભિપ્રાય' ન કરવો!

Sunday, October 3, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1260


રેલગાડીના સમયપત્રક વિશેની વધુ વિસ્તૃત માહિતી ક્યાં મળશે?

રેલગાડીના સમયપત્રક વિશેની વધુ માહિતી ક્યાં મળશે?
રેલગાડીના સમયપત્રક વિશેની વિસ્તૃત માહિતી ક્યાં મળશે?

ભાષાની મજા, મજાની ભાષા - 1259


ગુણપત્રક માટે તમારા વિભાગના વિભાગીય અધ્યક્ષનો સંપર્ક કરવો.


ગુણપત્રક માટે તમારા વિભાગીય અધ્યક્ષનો સંપર્ક કરવો.

ગુણપત્રક માટે તમારા વિભાગના અધ્યક્ષનો સંપર્ક કરવો.

ગૂજરાત વિદ્યાપીઠમાં અખંડ કાંતણ દ્વારા રેંટિયાબારશની ઉજવણી


સભાખંડ, ગૂજરાત વિદ્યાપીઠ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

 

Saturday, October 2, 2021

ગાંધીજી સંબંધિત ત્રણ વિશેષ લેખો // ઉર્વીશ કોઠારી









(સૌજન્ય : 'ધી ઉર્વીશ કોઠારી' અને 'ધી પ્રિન્ટ')


ત્રણ ગાંધીસંસ્થાઓનું સમૂહ મિલન

 

અમૃત મોદી 
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


વિવેક દેસાઈ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ડૉ. રાજેન્દ્ર ખીમાણી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ડૉ. ઇલા ભટ્ટ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર
 

ડૉ. નિખિલ ભટ્ટ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર



Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર