Saturday, May 21, 2022

સવારમાં હસીને લોટ થઈ જવું એટલે ।।।।। ડૉ. અશ્વિનકુમાર


સ્વયં-છબી : ડૉ. અશ્વિનકુમાર / Selfie : Dr. Ashwinkumar

સ્વયં-છબી : ડૉ. અશ્વિનકુમાર / Selfie : Dr. Ashwinkumar


હું સવારે દીકરી પ્રવદાને પ્રશિક્ષણ-વર્ગ(કોચિંગ-ક્લાસ)માં મૂકવા માટે તૈયાર થયો. રસ્તામાં લોટ-ઘંટી આવતી હોવાથી દળણાનો ડબ્બો સાથે લીધો. જતી વખતે જ ઘંટીએ ડબ્બો મૂકીને, પ્રવદાને લઈને પ્રશિક્ષણ-વર્ગ તરફ આગળ વધ્યો. મેં ગંભીર થઈને પૂછ્યું કે, 'આપણે ડબ્બો લઈને પ્રશિક્ષણ-વર્ગમાં કેમ ન ગયાં એની તને ખબર પડી?' તેણે કહ્યું : 'ના'. પ્રવદાના એક અક્ષરના જવાબ સામે, બે સવાલ કરતાં મેં કહ્યું : 'તને આટલી સાદી વાત સમજાતી નથી? વર્ગમાં બે બે ડબ્બા લઈને જઈએ તો કેવું લાગે?!' પ્રશ્નાર્થ વાક્ય પૂરું કરતાંની સાથે મેં ઘટ્ટહાસ્ય કર્યું. એટલામાં જ પ્રવદાએ વળતો ઘા કરતાં કહ્યું, 'અચ્છા, તો તમે તમારી વાત કરતા હતાને?!'

(ઘટના-તારીખ : 21-05-2022, શનિવાર)

No comments:

Post a Comment