અમદાવાદના પ્રેમાભાઈ હૉલમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ગાંધીજીના પ્રમુખપદે મળી રહી હતી. હૉલ ખીચોખીચ ભરાયેલો હતો. ગાંધીજીનું ભાષણ શરૂ થયું. સભામાંથી ‘માઈક!' ‘માઈક!' એવા અવાજો આવ્યા.
ગાંધીજીએ કહ્યું : “શાંતિ રાખો ને સાંભળો. સંભળાશે. સંભળાય છે ને હવે?”
છેક સામેની દીવાલને અઢેલીને ઊભેલા એક કાર્યકરે કહ્યું : “ના જી, નથી સંભળાતું!”
ગાંધીજી : “તો આ કેવી રીતે સંભળાયું?” અને આખી સભા ખડખડાટ હસી પડી.
હાસ્યનાં મોજાં શમ્યાં અને પાછળ પ્રસન્ન શાંતિ મૂકતાં ગયાં.
(જોશી, ૧૯૬૯, પૃ : ૧૨૦)
ગાંધીકથા
ઉમાશંકર જોશી
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય,
અમદાવાદ : ૩૮૦ ૦૦૧
પહેલી આવૃત્તિ : ૧૯૬૯
પુનર્મુદ્રણ : ૨૦૧૭
No comments:
Post a Comment