Monday, March 31, 2025

Sunday, March 30, 2025

નિવેદન || મૃદુલા પ્ર. મહેતા


ઈ. ૧૯૪૮ના ૩૦મી જાન્યુઆરીની એ સાંજ જીવનમાં કદી ભૂલાઈ નથી. રાત આખી મેં રડીને વિતાવી. મારા મનોરથો ભાંગી પડયા. મારું જાણે સર્વસ્વ લૂંટાઈ ગયું. મઝધારે હોડી ડૂબે ને માણસની જે સ્થિતિ થાય તેવી કંઈક મન:સ્થિતિ મારી થઈ હતી. હું માત્ર તેર વર્ષની. પણ જે કંઈ થોડું સાંભળ્યું વાંચ્યું હતું તે પરથી ગાંધીજી માટે હૃદયમાં અસીમ ભક્તિ ઘૂંટાતી રહી હતી. અને એવી એક પ્રબળ ઇચ્છા ઊભી થઈ હતી કે મારે ગાંધીજીને ચરણે જીવન વીતાવવું. જીવન વિષે લાંબી સમજ તો કિશોરવયે શું હોય? સ્વપ્નીલતા અને મુગ્ધતા, સાહસ અને સમર્પણ ઘૂઘવતા સાગરની એ મધુર અવસ્થા. ગાંધીજીને ચરણે સમર્પિત થવું તે એક આનંદોજ્જવલ સ્વપ્ન! ગાંધીજીના અવસાનના સમાચારે એકાએક અંધકારના સાગરમાં અટવાઈ ગઈ.

બે પુણ્યશ્લોક પુરુષો : રવિશંકરદાદા અને પંડિત સુખલાલજી
મૃદુલા પ્ર. મહેતા
પ્રથમ આવૃત્તિ, ૧૯૮૬
બાલગોવિંદ પ્રકાશન, અમદાવાદ : ૩૮૦ ૦૦૧

Prasar Bharati Archives



Tuesday, March 25, 2025

ભાષાની મજા, મજાની ભાષા - 1563


દરેકે પોતાની રિક્ષા જાતે કરી લેવી જોઈએ.

દરેકે પોતાની રક્ષા જાતે કરી લેવી જોઈએ.

Friday, March 21, 2025

ગૂજરાત વિદ્યાપીઠ મુકામે હેકાથોનનું આયોજન


ગૂજરાત વિદ્યાપીઠ | GUJARAT VIDYAPITH 

અખબારી નોંધ | PRESS NOTE

21-03-2025

ગૂજરાત વિદ્યાપીઠ મુકામે હેકાથોનનું આયોજન

૦ કમ્પ્યૂટર વિજ્ઞાન વિભાગ અને Odoo દ્વારા રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા

૦ સમગ્ર દેશમાંથી થયેલી નોંધણીમાં ટોચની 50 ટીમમાં 187 વ્યક્તિઓની પસંદગી

કમ્પ્યૂટર વિજ્ઞાન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ અને Odoo India Pvt. Ltd. દ્વારા ૨૨-૦૧-૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય સ્તરે Odoo X Gujarat Vidyapith - Hackathon’25ના આયોજન માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યું હતું. Hackathon’25 માટે વર્તમાન વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અને પ્રાધ્યાપકો પાસેથી સમસ્યા-કથન (પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ) મંગાવવામાં આવ્યા હતા. કુલ વીસ સમસ્યા-કથનમાંથી ત્રણ સમસ્યા-કથનની પસંદગી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને Hackathon’25ના પડકાર(ચેલેન્જ) તરીકે આપવામાં ત્રણ સમસ્યા-કથન આ મુજબ છે : Bridging Natural farming and Conscious, Empowering Women Technology for Inclusion and safety, Carbon footprint tracker.

Hackathon’25ની જાગ્રતિ ફેલાવવા માટે ગૂજરાત વિદ્યાપીઠના એમસીએ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગુજરાતની 80 કરતાં વધારે એન્જિનિયરિંગ અને એમસીએ કૉલેજમાં રૂબરૂ ગયા હતા. તેમણે જે તે કૉલેજના વિદ્યાર્થીઓને Hackathon’25 વિશે માહિતી આપીને તેમને Hackathon’25માં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

Hackathon’25 અંતર્ગત, ગુજરાત ઉપરાંત દેશનાં અન્ય રાજ્યોનાં 370 સંસ્થાનોનાં 1402 ભાઈઓ અને 615 બહેનો એમ કુલ 2017 વ્યક્તિઓએ નોંધણી(રજિસ્ટ્રેશન) કરાવી હતી. જેમાં પ્રથમ તબક્કા(રાઉન્ડ)ના અંતે ટોચની પચાસ ટીમની પસંદગી કરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડના અંતે ટોચની 50 ટીમની પસંદગી કરવામાં આવી હતી, જેમાં 142 ભાઈઓ અને 45 બહેનો એમ કુલ 187 વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી.

22-23 માર્ચ, 2025 દરમ્યાન ટોચની પચાસ ટીમ ગૂજરાત વિદ્યાપીઠમાં ચોવીસ કલાક દરમ્યાન કોડિંગ કરી પોતાની જીતનો દાવો રજૂ કરશે.


.....................................................................

Hackathon’25 ની વધુ વિગતો માટે, પ્રા. અજય પરીખ, ડીન (ICT) અને અધ્યક્ષ (કમ્પ્યૂટર વિજ્ઞાન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ)નો 94265 87026 ઉપર સંપર્ક કરી શકાશે.

વિશ્વ કઠપૂતળી-કળા દિવસ | World Puppetry Day | ૨૧ માર્ચ


મંડપમ 

૨૧-૦૩-૨૦૨૫

શુક્રવાર



પરંપરાગત માધ્યમ તરીકે કઠપૂતળી | World Puppetry Day


https://www.youtube.com/watch?v=8zqUprOVCC0

Thursday, March 20, 2025

વિશ્વ ચકલી દિવસ


મંડપમ 

૨૦-૦૩-૨૦૨૫

ગુરુવાર


વિશ્વ ચકલી દિવસ


તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,
તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઉઠે બેસે,
મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે.

મારે ફળીયે ઝૂલે ઝાડની ઘટાદાર ખુશીયારી,
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી,
જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું,

મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.

તારે ફળીયે તારો વૈભવ ખોંખારાઓ ખાય,
મારે પંખીના ટહૂકાથી અજવાળા ફેલાય,
સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો,
હું તો અકડેલઠટ્ઠ ડાયરા વચ્ચે મગન થાતો.

આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું,

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,

રમેશ પારેખ

DD Morning Show | Into The Wild | World Sparrow Day | Passer Domesticus | 20th March


https://youtu.be/vcbLblRFr58?feature=shared


ભાષાની મજા, મજાની ભાષા - 1562


પોલીસે ગેરકાયદે બાંધકામ કરનાર સ્ત્રીને ફટકારી.

પોલીસે ગેરકાયદે બાંધકામ કરનાર સ્ત્રીને નોટિસ ફટકારી.


World Sparrow Day: Saving the ‘Goraiya’ to restore ecological balance


https://ddnews.gov.in/en/world-sparrow-day-saving-the-goraiya-to-restore-ecological-balance/#:~:text=World%20Sparrow%20Day%2C%20celebrated%20annually,%2C%20pollution%2C%20and%20habitat%20loss


Wednesday, March 19, 2025

Full list of winners at the Ramnath Goenka Excellence in Journalism Awards 2023 | India News - The Indian Express


https://indianexpress.com/article/india/ramnath-goenka-excellence-in-journalism-awards-2023-winners-9895155/




ધૈવત ત્રિવેદીનું વીજાણુ જ્ઞાનગૃહ || Dhaivat Trivedi Knowledge Cafe


https://youtu.be/K7Axr6LTA10

તેજસ વૈદ્ય : (પુનઃ) અભિનંદન


💐 💐

(પુનઃ) પ્રિય તેજસ,

(પુનઃ) રામનાથ ગોયન્કા પત્રકારત્વ પારિતોષિક માટે,  

(પુનઃ) અભિનંદન.

(પુનઃ) આનંદ.

(પુનઃ) અશ્વિન

💐 💐


સુનિતા વિલિયમ્સ : સફળ સફર


મંડપમ 

૧૯-૦૩-૨૦૨૫

બુધવાર


Sunita Williams: Welcome to Earth


https://www.youtube.com/live/ytlh2vtQSjc?feature=shared


Saturday, March 15, 2025

વાર્તાકાર રજનીકુમાર પંડ્યાની વિદાય

 

રજનીકુમાર પંડ્યા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

રજનીકુમાર પંડ્યા, વાર્તાકાર

જન્મ : ૦૬-૦૭-૧૯૩૮

અવસાન : ૧૫-૦૩-૨૦૨૫


નારાયણ દેસાઈ : વેડછીની વાટે

 

તસવીર-સૌજન્ય : ડૉ. ઝેનામા કાદરી


ભાષાની મજા, મજાની ભાષા - 1561


'ઉજવણી' અને 'ઉત્સવ' બરાબર છે, પણ 'ઊજવવું' તો આ રીતે જ જોઈએ!

Thursday, March 13, 2025

હોળી અને ધુળેટી : પર્વ અને મહત્ત્વ


મંડપમ 

૧૩-૦૩-૨૦૨૫

ગુરુવાર


ભાષાની મજા, મજાની ભાષા - 1559


'હોળી દિવાળી વચ્ચે' એટલે 'ક્યારેય નહીં' અથવા 'જ્યારે ગણો ત્યારે'.

અભિનંદન : પત્રકાર નિકુલ વાઘેલાને કાકાસાહેબ રાષ્ટ્રીય પુરસ્કાર

 





પત્રકાર નિકુલ વાઘેલાને અભિનંદન.

નિકુલ વાઘેલા ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના પૂર્વ વિદ્યાર્થી (એમ.એ. - પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન, વર્ષ : ૨૦૧૩-૨૦૧૫) છે.


Sunday, March 9, 2025

વડલો || કૃષ્ણલાલ શ્રીધરાણી


અમે તો સૂરજના છડીદાર 
અમે તો પ્રભાતના પોકાર !....ધ્રુવ૦

સૂરજ આવશે સાત ઘોડલે 
અરુણ રથ વ્હાનાર !

આગે ચાલું બંદી બાંકો, 
પ્રકાશ-ગીત ગાનાર !....અમે૦

નીંદરને પારણીએ ઝૂલે, 
ધરા પડી શુનકાર !
ચાર દિશાના કાન ગજાવી, 
જગને જગાડનાર !....અમે૦

પ્રભાતનાયે પ્રથમ પ્હોરમાં, 
ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલા સર્વ પોપચે, 
જાગૃતિ-રસ પાનાર !....અમે.

ભાષાની મજા, મજાની ભાષા - 1555


આ એમનો મનાતો કૂતરો છે.

આ એમનો માનીતો કૂતરો છે.

કપિલરાય મહેતા


https://gujarativishwakosh.org/%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%95%E0%AA%AA%E0%AA%BF%E0%AA%B2%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF/

Saturday, March 8, 2025

Saturday, March 1, 2025

અંગ્રેજી ભાષા, દેશી મજા : 163


https://wetalkeverything.quora.com/Is-a-25-year-old-person-in-their-early-twenties-or-late-twenties#:~:text=20s%20is%20the%20age%20between,the%20category%20you%20fall%20under.

PIB Accreditation List - Press Information Bureau


https://accreditation.pib.gov.in/acrindexall.aspx


પીએચ.ડી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંશોધન-પ્રગતિની રજૂઆત


વિદ્યાર્થીએ માર્ગદર્શક અને અધ્યક્ષને આગોતરી જાણ કરવી.

તારીખ અને સમય નિર્ધારિત કરવાં.

માન્ય ખાદી-ગણવેશ પહેરીને જ આવવું.

સંશોધન-પ્રગતિની રજૂઆત માટે, પોતાની પેનડ્રાઇવમાં પીપીટી તૈયાર કરીને જ આવવું.

રજૂઆત નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવી.

પ્રશ્નોત્તરી માટે સમય રાખવો.

સૂચવવામાં આવેલાં સુધારા-વધારા નોંધી લેવાં.

નિબંધ સુપરત કરતાં પહેલાં આ પ્રકારની બે રજૂઆત કરવી.

બે રજૂઆત વચ્ચે ઓછામાં ઓછો એક મહિનાનો સમય રાખવો. જેથી સુધારા-વધારા સમયસર આમેજ થઈ શકે.


આપની સાથે,
શુભેચ્છા સાથે.
   

માધ્યમ-પ્રશિક્ષણ સત્ર બે

૦૧-૦૩-૨૦૨૫થી ૩૧-૦૩-૨૦૨૫


અંકિત કુમાર પ્રતાપ ભાઈ રાઠવા, મંતવ્ય ન્યૂઝ ચેનલ,અમદાવાદ

 ગંગાસાગર મિશ્રા 'ઇન્ડિયા વોઈસ ન્યૂઝ' અમદાવાદ

નામદેવ બારોટ, "ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ", અમદાવા

યુવરાજ સોનારા, "ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ", અમદાવાદ

 શર્મિલા સોલંકી "બૂલેટીન ઇન્ડિયા, " અમદાવાદ

 મેઘા ઝાલા, "ABP અસ્મિતા" , અમદાવાદ

વિક્રમભાઈ શિવાભાઈ ગોહિલ “સંદેશ ન્યુઝ “અમદાવાદ

મેહુલ વસાવા, બાયસેક, ગાંધીનગર

સોનલ પટેલ, બાયસેક, ગાંધીનગર 

ભાવેશ ચૌધરી, બાયસેક, ગાંધીનગર

પ્રિયાંશું પટેલ, બાયસેક, ગાંધીનગર

ધર્મરાજ રહેવર, બયસેક, ગાંધીનગર

હર્ષ બાયસેક, ગાંધીનગર 

ત્રિપ્તીકા બેનર્જી - દૂરદર્શન,અમદાવાદ

મિત્તલ દેસાઈ - દૂરદર્શન,અમદાવાદ

મેઘા ઝાલા - એબીપી અસ્મિતા,અમદાવાદ.

ડોલી પરમાર, મંતવ્ય ન્યુઝ, અમદાવાદ

વિઠ્ઠલભાઈ શંકરભાઇ ચૌધરી, મંતવ્ય ન્યૂઝ

ગાર્ગી પરમાર દ્રષ્ટિ કોમ્યૂનિકેશન અમદાવાદ

રંજના કવર "બુલેટીન ઇન્ડિયા", અમદાવાદ

ભાષાની મજા, મજાની ભાષા - 1553


સમય ઓછો હોય તોય 'આર્ટિસ' ન બોલવું, પણ 'આર્ટિસ્ટ' બોલવું!


Telephone: Advertisement

 

Image-Courtesy: google