અમે તો સૂરજના છડીદાર
અમે તો પ્રભાતના પોકાર !....ધ્રુવ૦
સૂરજ આવશે સાત ઘોડલે
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલું બંદી બાંકો,
પ્રકાશ-ગીત ગાનાર !....અમે૦
નીંદરને પારણીએ ઝૂલે,
ધરા પડી શુનકાર !
ચાર દિશાના કાન ગજાવી,
જગને જગાડનાર !....અમે૦
પ્રભાતનાયે પ્રથમ પ્હોરમાં,
ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલા સર્વ પોપચે,
જાગૃતિ-રસ પાનાર !....અમે.
No comments:
Post a Comment