Saturday, June 15, 2013

'કળા' અને 'નવજીવન', કળાને નવજીવન


ચિત્રકાર, છબીકાર રમેશ ઠાકરે સર્જેલાં એક સો ગાંધી ચિત્રોના નોખી ભાતના પુસ્તક(100 Tributes to Gandhiji on his 100 portraits by his 100 contemporaries in their own handwriting)નો લોકાર્પણ-કાર્યક્રમ

પ્રસંગ-સ્થળ અને પુસ્તક-પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ : 380 014

તારીખ : 15-06-2013, શનિવાર, સાંજે સાડા છ કલાકે


વિવેક દેસાઈ
Photograph : Ashwinkumar          છબી : અશ્વિનકુમાર



ઉર્વીશ કોઠારી
Photograph : Ashwinkumar           છબી : અશ્વિનકુમાર

રજનીકુમાર પંડ્યા
Photograph : Ashwinkumar           છબી : અશ્વિનકુમાર


રમેશ ઠાકર
Photograph : Ashwinkumar     છબી : અશ્વિનકુમાર

કાંતિભાઈ પટેલ
Photograph : Ashwinkumar  છબી : અશ્વિનકુમાર

ચંદ્રકાંત ઉપાધ્યાય 
Photograph : Ashwinkumar           છબી : અશ્વિનકુમાર


કપિલ રાવલ 
Photograph : Ashwinkumar             છબી : અશ્વિનકુમાર


પુસ્તક-લોકાર્પણ : વિવેક દેસાઈ, ચંદ્રકાંત ઉપાધ્યાય, કાંતિભાઈ પટેલ, ધીરુભાઈ મહેતા, રમેશ ઠાકર, રજનીકુમાર પંડ્યા
Photograph : Ashwinkumar                               છબી : અશ્વિનકુમાર



અંગ્રેજી ભાષા, દેશી મજા : 65



'Flash' અને 'Flesh' : આ બન્નેમાં સાવધાની રાખવી ! 

કુલપતિ ગાંધીજીનું ભાષણ : પવિત્ર સંભારણ અને પ્રેરણાનું ઝરણ

- અશ્વિનકુમાર
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ,
અમદાવાદ : ૩૮૦ ૦૧૪
.........................................................................................................................................

ગાંધીજી ઈ.સ.૧૯૨૦થી ઈ.સ.૧૯૪૮ સુધી ગૂજરાત વિદ્યાપીઠના પ્રથમ અને એ અર્થમાં ખરેખર અદ્વિતીય કુલપતિ રહ્યા હતા. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ મુકામે ૦૫-૧૨-૧૯૨૫ના રોજ યોજાયેલા પદવીદાન સમારંભમાં ગાંધીજી કુલપતિ(ચાન્સેલર)ના નાતે હાજર રહ્યા હતા. અનિવાર્ય કારણોસર તેમનું ભાષણ મહામાત્ર(રજિસ્ટ્રાર) દ્વારા વાંચી સંભળાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મહાદેવ દેસાઈએ લખેલો હેવાલ મૂળ અંગ્રેજીમાં 'યંગ ઇન્ડિયા'(૧૦-૧૨-૧૯૨૫)માં અને અનુવાદ 'નવજીવન'(૧૩-૧૨-૧૯૨૫)માં પ્રગટ થયો હતો.

આ ભાષણની શરૂઆતમાં વિદ્યાર્થીઓ સમક્ષ અભિનંદન અને અપેક્ષાભાવ વ્યક્ત કરતાં ગાંધીજી કહે છે : "જે જે વિદ્યાર્થીઓએ પદવી અને પારિતોષિકો મેળવ્યાં તેને સારુ તેમને હું ધન્યવાદ આપું છું, તેમને દીર્ઘાયુ ઇચ્છું છું ને તેઓ મળેલા દાનથી પોતાને અને દેશને શોભાવે એમ ઇચ્છું છું." આ ભાષણના સમાપનમાં વિદ્યાર્થીઓને આશ્વાસન અને આશીર્વચન આપતાં ગાંધીજી કહે છે : "વિદ્યાર્થીગણ ! તમે ધીરજ રાખજો. તમે તમને પોતાને સ્વરાજના સાચા સેવક ગણજો. એવા સેવકને ન ઘટે એવું એક પણ કાર્ય ન કરજો, એવો એક પણ શબ્દ ન ઉચ્ચારજો, એક પણ વિચાર ન કરજો. ઈશ્વર તમારું કલ્યાણ કરો."

આ તો બાબત થઈ ભાષણના આદિભાગ અને અંતભાગની. પણ ગાંધીજીએ આ ભાષણ અહીંથી શરૂ કર્યું અને તહીંથી પૂરું કર્યું એટલે વાત અને વિગતની વાવ પુરાઈ જતી નથી. અસલી મુદ્દો તો ભાષણના મધ્ય ભાગમાં આવે છે. આ મધ્ય ભાગની મધ્યમાં વિદ્યાર્થીઓ છે અને એની મધ્યમાં છે વિદ્યાર્થીઓ સારુ જીવન જીવવાની જડીબુટ્ટી! ગાંધીજીના ભાષણના આ મધ્ય ભાગને સરવા કાને સાંભળીએ : 

"ચોમેર છાઈ રહેલી નિરાશાની રાત્રિમાં આપણે ભૂલા ન પડીએ. આશાનાં કિરણને સારુ આપણે બાહ્યાકાશ ભણી નજર ન નાખીએ, પણ અંતરાકાશ તપાસીએ. જે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ છે, જેણે ભયનો ત્યાગ કર્યો છે, જે પોતાના કર્તવ્યમાં પરાયણ રહે છે, જે કર્તવ્યપરાયણતામાં જ પોતાના હકોને છુપાયેલા જુએ છે તે વિદ્યાર્થી બહાર વ્યાપી રહેલા અંધકારથી ભયભીત નહીં થાય, પણ જાણશે કે એ અંધકાર ક્ષણિક છે, પ્રકાશ નજીક છે."

શાળાઓ અને મહાશાળાઓ, છાત્રાલયો અને ગ્રંથાલયો, શિક્ષણ-સંસ્થાનો અને પ્રશિક્ષણ-દુકાનો, કુલપતિ-કાર્યાલયો અને વિશ્વવિદ્યાલયોનાં પ્રવેશદ્વાર પાસે, જ્યાંથી વિદ્યાર્થીઓ પસાર થતાં હોય તે સર્વે સ્થળે ઉપરોક્ત ત્રેસઠ શબ્દો મોટા અક્ષરે મઢવા જેવા છે. ગાંધીનિર્વાણ(૧૯૪૮-૨૦૧૧)ને આ સાલ ત્રેસઠ વર્ષ થયાં છે. ગાંધીના આચાર-વિચારનો જાદુ એવો છે કે એમના ભાષણના આ ત્રેસઠ શબ્દો વિદ્યાર્થીઓ માટે આશાનું એક કિરણ નહીં પણ આખો સૂરજ બની શકે એમ છે. આજના અને એ જ આગળ-પાછળ ક્રમમાં ગઈ કાલના અને આવતી કાલના વિદ્યાર્થીઓ નિરાશાથી મુક્ત હોય એવું ભાગ્યે જ બને. આવા વિપદા-વખતમાં બળ મેળવવા વિદ્યાર્થીઓ જગ ભણી વધુ જુએ છે, જાત ભણી ઓછું ! બહારથી આવતા ધક્કાથી ટેવાઈ અને હવાઈ ગયેલા વિદ્યાર્થીઓ આંતરિક ધક્કા માટેના પોતીકા પ્રયાસો કરવાનું માંડી વાળે છે. વળી, વિદ્યાર્થીજીવનમાં આસ્થા અને વ્યવસ્થા એવી હોવી જોઈએ કે તેને આત્મશ્રદ્ધા અને અભયદાન પ્રાપ્ત થાય. જોકે, ગાંધીજીના મતે, સૌથી મોટો અધિકાર તો ફરજ બજાવવાનો છે ! માટે જ, અધિકારનું શસ્ત્ર ઉગામતાં વિદ્યાર્થીઓએ ફરજના શાસ્ત્રને ગમાડવું જ રહ્યું. જો આમ થાય તો, ગાંધીની આત્મશ્રદ્ધાના સહવાસે, વિદ્યાર્થીઓ બહિર અંધકાર સામે અંતર અજવાશથી ટકી શકે. અહીં સવાલ ગાંધી-નિયતનો નહીં પણ સ્વ-દાનતનો છે.

આપણા મુલકમાં રાજકીય પક્ષો વિદ્યાર્થીઓને માથા નહીં પણ હાથા બનાવે છે. કહેવાતા ધર્મગુરુઓ (ખરેખર તો અધર્મલઘુઓ !) આધુનિક શિષ્યોની વિવેકબુદ્ધિને ભ્રષ્ટ અને નષ્ટ કરી નાખે છે. મોટા ભાગે સ્વ-નીંભર જાહેર સંસ્થાઓ અને સ્વ-નિર્ભર ખાનગી સંસ્થાનો કેળવણી નહીં, કેવળ કાગળો આપે છે. વળી, બજારવાદી પરિબળો કુમળી-કાચી અને કુમાર-કિશોર પેઢીનું જતન ઓછું કરે છે અને પતન વધારે કરે છે. આધુનિક પ્રત્યાયન-સાધનો તરુણ-યુવાન માનસને આભાસી જગતમાં મસ્ત, વ્યસ્ત અને છેવટે અસ્ત કરે છે. પ્રેરણાનાં તૈયાર પડીકાં વેચતાં અને વ્યક્તિત્વ-વિકાસના નામે માપ વગરનાં કપડાં પહેરાવતાં ગઠિયાઓનાં પાંચે આંગળાં ઘીમાં અને ગરજવાનોની એકમાત્ર આશા ધૂળમાં મળતી હોય છે. આ ઉપરાંત ક્યારેક તો આપણા શિક્ષણ-સમાજમાં વિદ્યાર્થી શારીરિક કે માનસિક સતામણી, આર્થિક કે હાર્દિક છેતરામણીથી ત્રસ્ત અને પરાસ્ત થઈ જાય છે. છેવટે મોતને બાથ ભરનાર એ વિદ્યાર્થી સમાચારના શીર્ષક સિવાય ભાગ્યે જ કશું બની શકતો હોય છે. આવા સંજોગોમાં આ ગાંધી-શબ્દગુચ્છનાં સહવાસ અને સુવાસને એકવાર પણ જાણનાર-માણનાર વિદ્યાર્થીની જિંદગી ખુદ બાગબાગ થઈ જશે !
.........................................................................................................................................
(' અભિદૃષ્ટિ ' (ISSN 0971-6629), સપ્ટેમ્બર, ૨૦૧૧, પૃષ્ઠ: ૨૧-૨૨)


ભાષાની મજા, મજાની ભાષા - 608


'માર્ગ', 'રસ્તો' માટે સંસ્કૃતમાં 'વીથિ', 'વીથી', 'વીથિકા' જેવા શબ્દો છે.


Thursday, June 13, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 606


ઠકાર, ઠક્કર, ઠાકર, ઠાકરે, ઠાકુર, ઠાકોર : થોડોક જ ફેર છે શબ્દના બંધારણમાં, જ્ઞાતિઓ એ જુદી છે સમાજના બંધારણમાં     


અંગ્રેજી ભાષા, દેશી મજા : 62


'Colleague' અને 'Collegian' લખતી વખતે ચીવટ રાખવી!  

Wednesday, June 12, 2013

અને અંતે કે અંતે અને ?!

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


'એન્ડ' એટલે 'અંત' કે 'એન્ડ' એટલે 'અને',
આમાં તો તમને કે મને કંઈ ખબર ન પડે!


ભોમિયા સાથે અમે ભમ્યાં ડુંગરા !


Photograph : Dr. Ashwinkumar             છબી : ડૉ. અશ્વિનકુમાર 


Photograph : Dr. Ashwinkumar             છબી : ડૉ. અશ્વિનકુમાર 


કેવળ કારચાલક જ નહીં, પણ ગંગટોક શહેરના ભોમિયા અને બૌદ્ધ ધર્મના અભ્યાસી  ફુર પાસાંગ 

Phur Passang (Sikkim) is a great guide of Gangtok. 


Tuesday, June 11, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 61



સાચો શબ્દ કયો? 
Cervical Spondylosis કે Cervical Spondylitis કે બન્ને શબ્દો સાચા છે?!


ચર્ચાપત્રો : અખબારોમાં અભિવ્યક્તિનો ઓટલો

- ડૉ. અશ્વિનકુમાર 

પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, મહાત્મા ગાંધી આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૯
..............................................................................

લોકશાહી તંત્ર-વ્યવસ્થામાં સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર એ ત્રણ જાગીર છે. પત્રકારત્વ ચોથી જાગીર છે. અખબારોમાં જાગ્રત વ્યક્તિની અભિવ્યક્તિ વાચકોના પત્રો સ્વરૂપે પ્રતિબિંબિત થાય છે. સમાચારપત્રોમાં વાચકોના પત્રોને 'ચર્ચાપત્રો', 'લોકવિચાર', 'મંતવ્ય' ... જેવાં વિધવિધ કતારનામ કે વિભાગ હેઠળ પ્રકાશિત કરવામાં આવે છે. અખબારોની નીતિનું પ્રતિબિંબ તેનાં તંત્રીપાનાં કે સંપાદકીયપૃષ્ઠ ઉપર દેખાય છે. યાદ રાખીએ કે, સમાચારપત્રોનાં હૃદયસમાન તંત્રીપૃષ્ઠ ઉપર વાચકોના પત્રોને સ્થાન અને મહત્ત્વ આપવામાં આવે છે. વાચકો આતંકવાદથી માંડીને બજારવાદ, ભ્રષ્ટાચારથી માંડીને પ્રદૂષણ, કુદરતી આપત્તિથી માંડીને મોંઘવારી, બળાત્કારથી માંડીને સ્ત્રી-ભ્રૂણ હત્યા, વાહન-વ્યવહારથી માંડીને બંધનાં એલાન... એમ જાત-ભાતના વિષયો ઉપર પોતાના વિચાર-અંશને શબ્દદેહ આપે છે.

સરસ લેખ લખવા માટેના જે નિયમો હોય એ નિયમો સુંદર ચર્ચાપત્ર લખવા માટે પણ લાગુ પાડી શકાય. સારા ચર્ચાપત્રના લેખન સારુ બજારમાં તૈયાર ખીરું-મિશ્રણ કે મરી-મસાલા મળતાં હોય તો આ લેખકની જાણમાં નથી! છતાં ચર્ચાપત્રનું અસરકારક લેખન કરવા માટે આ મુજબના વીસ મુદ્દાના કાર્યક્રમને નજર સમક્ષ રાખવાથી લાભ જણાય એવી શક્યતા છે :

(૧) રિવાજ એવો છે કે મોટા ભાગનાં સમાચારપત્રો પોતાનાં તંત્રીપૃષ્ઠ ઉપર કોઈ ચોક્કસ નામ કે વિભાગ હેઠળ વાચકોના પત્રોને નિયમિત, અનિયમિત કે નિયમિતપણે અનિયમિત પ્રસિદ્ધ કરે છે. ચર્ચાપત્ર-વ્યસની વાચક છાપું ઉઘાડીને સૌપ્રથમ આ જ જગ્યાના દર્શન કરે છે. ચર્ચાપત્રના લેખનમાં રસ ધરાવતી કોઈ પણ વ્યક્તિએ વિવિધ સમાચારપત્રોમાં પ્રકાશિત વાચકોના પત્રોનું ગંભીર વાચન કરવાની ટેવ ઊભી કરવી પડે. (૨) સામાન્યપણે સમાચારપત્રો ચર્ચાપત્રોના લેખન અને પ્રકાશન સારુ સૂચનાઓ સમયાંતરે પ્રગટ કરે છે. જેનાથી વાચકો માહિતગાર હોવા જરૂરી છે. આ જ રીતે સ્પર્ધાત્મક કસોટી માટે તૈયારી કરનાર ઉમેદવારે જવાબ રૂપે 'ચર્ચાપત્ર' લખતાં પહેલા, સમગ્ર પ્રશ્નપત્રનું સ્વરૂપ અને નિયત પ્રશ્નનું મૂલ્ય સારી પેઠે જાણી લેવું. (૩) પ્રત્યેક સમાચારપત્રમાં અને પ્રશ્નપત્રમાં ચર્ચાપત્રની શબ્દસંખ્યા સીમિત-નિર્ધારિત (સો, દોઢસો, બસો) હોય છે. વાચક કે વિદ્યાર્થી સાવધ ન હોય તો ચર્ચાપત્ર છેવટે નિવેદન અને કોઈ કિસ્સામાં નિબંધમાં પણ ફેરવાઈ શકે છે! (૪) પત્રલેખકે ચર્ચાપત્રનું માળખું ગોઠવવું આવશ્યક છે. જેમાં તારીખ, પત્રલેખકનું નામ-સરનામું, સમાચારપત્રના તંત્રીનું નામ-સરનામું, વિષય, સન્માન-સૂચક સંબોધન, ચર્ચાપત્રનું પ્રકાશન-યોગ્ય લખાણ અને અંતે તંત્રીને 'આપનો હિતેચ્છુ' કે 'આપની વિશ્વાસુ' કહ્યા પછી ચર્ચાપત્રીએ સહી કરેલી હોવી જોઈએ! તંત્રીની જાણ અને જરૂરિયાત માટે ચર્ચાપત્રી પોતાનો ટેલિફોન નંબર અને ઈ-મેઈલ એડ્રેસ હોય તો જણાવે. (૫) પત્રલેખક કોઈ કારણસર કે મારણસર અખબારમાં પોતાનું નામ-ઠામ પ્રસિદ્ધ ન થાય એવું ઇચ્છે તો તેમણે ચર્ચાપત્રમાં તંત્રીને એવી વિનંતી કરવી, પણ પોતાનું સાચું નામ-ઠામ તો જણાવવું જોઈએ. સમાચારપત્રોની કચેરીમાં નનામાં ચર્ચાપત્રોને સાચવવાની જવાબદારી કચરાટોપલીના માથે નાખવામાં આવે છે! જોકે સ્પર્ધાત્મક સહિતની કોઈ પણ જાહેર પરીક્ષામાં જવાબ લખતી વખતે ઉમેવારે પોતાનાં સાચાં નામ-ઠામનાં સંજ્ઞા-સંકેતો છોડવાનાં હોતાં નથી. તેઓ કાલ્પનિક નામ-ઠામ ભલે લખે, પણ તેમણે ચર્ચાપત્રમાં પોતાનાં ખરાં ઓળખ-ઠેકાણાંનો ઉલ્લેખ ન કરવો હિતાવહ છે.

(૬) ચર્ચાપત્રના વિષય અને રજૂઆતને શોભતું હોય તેવું પરંતુ ટચૂકડું અને ચોટડૂક શીર્ષક આપવું. (૭) ચર્ચાપત્રની માંડણી સાંપ્રત સમય સાથે લય અને તાલ મેળવતી હોવી જોઈએ. (૮) સંક્ષિપ્ત અને કેન્દ્રિત રજૂઆત કરવી. 'અખિલ બ્રહ્માંડના ભ્રષ્ટાચાર' વિશે તૂટી પડવા કરતાં કોઈ ચોક્કસ દેશ કે પ્રદેશ, પક્ષ કે વિપક્ષ, તંત્ર કે યોજનાના ભ્રષ્ટાચાર સામે મજબૂત વિરોધ નોંધાવવો. (૯) ચર્ચાપત્રના પ્રારંભમાં વિષયનો મુખ્ય મુદ્દો ઊભો કરવો. પછી એ મુદ્દાના સમર્થનમાં સાબિતીરૂપ સામગ્રી પ્રસ્તુત કરવી. ઠાંસી-ઠાંસીને નહીં પણ ઠોસ વિગતો રજૂ કરવી. ચર્ચાપત્રના અંતે સારાંશ આપવો. (૧૦) ચર્ચાપત્રોનો ચાકડો ફેરવતાં હોઈએ ત્યારે કોઈ વિચારપિંડ મૌલિક આકાર ધારણ કરે એ આવકાર્ય છે. આથી કોઈ જાહેર સમસ્યા વિશે ચર્ચાપત્ર લખીએ ત્યારે આપણે કેટલાંક સૂચનો પણ જાહેર કરવાં જોઈએ.

(૧૧) ચર્ચાપત્રના લેખન વખતે વિગતોમાં ચોકસાઈ અને ખરાઈ અનિવાર્ય છે. સાલવારી અને આંકડાકીય માહિતી ચાળી-ચકાસી લેવી. (૧૨) ચર્ચાપત્રોમાં કેવળ બળાપો ઠાલવવાનું ટાળીએ. દા.ત. "આમ ને આમ તો આ રાજકારણીઓ આખો દેશ વેચી કાઢશે!" આ જ રીતે કેવળ લાગણીદાવ લડાવવાનું ટાળીએ. દા.ત."હે દીનાનાથ! અમારા રાષ્ટ્રને વિપદામાંથી ઉગારી લો!" (૧૩) ચર્ચાપત્રમાં પુનરાવર્તનદોષ થાય નહીં એ માટે સાવધ રહેવું. વળી, સામાન્યીકરણ અને અતિશયોક્તિકરણ ન થઈ જાય એની કાળજી લેવી. (૧૪) ચર્ચાપત્રી પોતાના શબ્દભંડોળનો સહજ પરિચય કરાવે તો સારું. આ જ પ્રમાણે કહેવત-રૂઢિપ્રયોગ અને વ્યંગ-ચાબુક અસરકારક રીતે વાપરે તો ઉત્તમ. જોકે ચર્ચાપત્રમાં બીબાંઢાળ શબ્દોનો વધારે પડતો ઉપયોગ ન કરવો. આ જ રીતે પારિભાષિક શબ્દોનો ઓછામાં ઓછો પ્રયોગ કરવો. (૧૫) ગુજરાતી ભાષા ખેડનાર ચર્ચાપત્રીએ અંગ્રેજી શબ્દોનો છંટકાવ કરવાનો લોભ જતો કરવો. ગમે ત્યારે અને ગમે તેમ અંગ્રેજી શબ્દોના ગોળીબાર કરનારે, એ ચર્ચાપત્ર કોઈ અંગ્રેજી દૈનિકને મોકલી દેવું અને એમાં ક્યાંક ક્યાંક ગુજરાતી શબ્દો છાંટ્યા હોય તો તે વેળાસર લૂછી નાખવા!

(૧૬) પત્રલેખકે સાદી, સરળ, સચોટ ભાષા-શૈલી પ્રયોજવી અને બિનજરૂરી વિશેષણોથી સલામત અંતર રાખવું. (૧૭) ચર્ચાપત્રનું લખાણ જોડણીદોષથી મુક્ત હોવું જોઈએ. 'માતૃભાષાની હાલત' વિશેના ચર્ચાપત્રમાં એક જગ્યાએ 'પરિસ્થિતી', બીજી જગ્યાએ 'પરિસ્થીતિ', ત્રીજી જગ્યાએ 'પરીસ્થિતી', ચોથી જગ્યાએ 'પરીસ્થીતિ' લખીએ તો આપણી ભાષાની 'પરિસ્થિતિ' ખરેખર કાબૂ બહાર ગઈ કહેવાય! (૧૮) ચર્ચાપત્ર લખનારે ગુજરાતી ભાષામાં અસ્તિત્વમાં હોય તે વ્યાકરણ-નિયમોને અનુસરવા. (૧૯) ચર્ચાપત્રોમાં વિરામચિહ્નો યોગ્ય રીતે વાપરવાં. પ્રશ્નાર્થચિહ્નો અને ઉદ્દગારચિહ્નોનો વધુ પડતો ઉપયોગ ભાષા-સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. (૨૦) ચર્ચાપત્રમાં યોગ્ય વાક્યરચના કરવી અને જરૂરી ફકરા પાડવા.

ચર્ચાપત્રો એ પત્રલેખકોની પત્રકારત્વ સાથેની સામેલગીરી છે. જાગ્રત વાચકોની સવાલદારી અને જવાબદારીને કારણે 'ચોથી જાગીર' એવા પત્રકારત્વે ચર્ચાપત્રોને 'પાંચમી જાગીર'નું બહુમાન આપ્યું છે.
..............................................................................

સૌજન્ય :

લેખ-શીર્ષક : ચર્ચાપત્રો
પુસ્તક : માતૃભાષા લેખનકૌશલ અને શિક્ષણ
સંપાદક : યોગેન્દ્ર વ્યાસ, પારુલ કંદર્પ દેસાઈ, પિંકી યજ્ઞેશ પંડ્યા
પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
પહેલી આવૃત્તિ
ડિસેમ્બર, ૨૦૧૧
પૃ. ૧૨૪-૧૨૬

બંદગી કે ગંદકી ? : પસંદગી તમારી !


Photograph : Ashwinkumar               છબી : અશ્વિનકુમાર 


એક તરફ જવાય ઈશ્વર તરફ,
બીજી તરફ જવાય ધૂમ્રસેર તરફ !


Sunday, June 9, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 59


'Occasion'માં બે 'c' બેસાડવા!  

ગાંધીજી કહે છે : નઠારા અક્ષર વિશે


"ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી. પણ છેક વિલાયત જતાં લગી રહ્યો. પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં, જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે, હું લજવાયો ને પસ્તાયો. મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો.... જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે."

ગાંધીજી

'નવજીવન', ૦૩-૦૧-૧૯૨૬


અનુસ્વારની આઘીપાછી !

Photograph : Ashwinkumar          છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar          છબી : અશ્વિનકુમાર 

Saturday, June 8, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 58


'accept', 'except', 'expect' લખતી-વાંચતી-બોલતી-સાંભળતી વેળાએ ધ્યાન રાખવું!


કેદારનાથ, રામદાસી સંશોધન, અને આપણે બધાં

ડૉ. અશ્વિનકુમાર
પત્રકારત્વ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

-------------------------------------------------------------------------------------------------------------------

કેદારનાથ(૨૫-૧૨-૧૮૮૩) એટલે વિચારોના વિશ્વગ્રામમાં અધ્યાત્મનું ઓળખ-નામ. નાથજી એટલે કહેવાતી નહીં પણ મહેકતી ભારતીય સંસ્કૃતિના પાવન-પુરુષ. તેઓ જન્મ્યા મહારાષ્ટ્રમાં અને રાષ્ટ્રમાં મહાન થયા. તપ, ચિંતન અને પુરુષાર્થથી તત્ત્વજ્ઞાનની ખોજ કરતા નાથજી બાધક નહીં પણ સાધક રહ્યા. ગાંધીસાથી કિશોરલાલ મશરૂવાળા માટે પણ કેદારનાથ સાચે જ મદારનાથ સાબિત થયા હતા. નાથજી માટે સિદ્ધિ સહજ છે, પણ તેઓ પ્રસિદ્ધિથી દૂર રહ્યા છે. આપણે ત્યાં કેદારનાથ 'વિવેક અને સાધના', 'વિચારદર્શન', 'સુસંવાદ' જેવાં પુસ્તકોથી વિશેષ ખ્યાત થયા છે.

શ્રી કેદારનાથજી જન્મશતાબ્દી ગ્રંથાવલિ અંતર્ગત 'કેદારનાથ : જીવનનાં કેટલાંક સંસ્મરણો ' નામનું પુસ્તક નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વારા ડિસેમ્બર, ૧૯૮૪માં પ્રગટ થયું હતું. આ પુસ્તકના મૂળ મરાઠીના સંપાદક ભાઉ ધર્માધિકારી અને ગુજરાતીમાં અનુવાદક ગોકુળભાઈ દૌ. ભટ્ટ છે. પુસ્તકના સત્તરમા પ્રકરણનું નામ છે : 'રામદાસી સંશોધન નિમિત્તે'. કેદારનાથના ધુળિયાના મિત્ર અપ્પા રણદિવે શંકરકૃષ્ણ દેવના રામદાસી કાર્યમાં સહભાગી થયા હતા. લોકમાન્ય ટિળકના અનુયાયી અને મૂળે વકીલાતનો ધંધો કરતા શંકરકૃષ્ણ દેવની સમર્થ રામદાસ સ્વામી માટે ભારે શ્રદ્ધા હતી. શુદ્ધ 'દાસબોધ' શોધીને પ્રસિદ્ધ કરવાની ઇચ્છા હોવાથી, શંકરકૃષ્ણ દેવે કલ્યાણ સ્વામીના હાથની, 'દાસબોધ'ની મૂળ પ્રત મેળવીને, તેને ઈ.સ.૧૯૦૫માં નિર્ણયસાગર પ્રેસમાં છપાવી હતી. શંકરકૃષ્ણ દેવની ઇચ્છા રામદાસી સંપ્રદાયનાં મઠ-મંદિર-અન્ય જગ્યાની સ્થળતપાસ થકી રામદાસી સંપ્રદાયના વાંગ્મયનાં સંશોધન અને પ્રકાશનની હતી. અપ્પાએ મિત્રનિષ્ઠાના કારણે શંકરકૃષ્ણ દેવના કામમાં ગૂંથાવાનું કબૂલ કર્યું. અપ્પાનો સ્વભાવ સંકોચશીલ અને પારકાને ત્રાસ ન પડે તેવો સહનશીલ હતો. આથી, અડચણમાં અપ્પાને સહાયભૂત થવા માટે કેદારનાથ પણ આ સંશોધન-કાર્યમાં ઈ.સ.૧૯૧૪-૧૫ સુધી તેમની સાથે ઠીકઠીક ફર્યા હતા.

નાથજી અને અપ્પા અનેક વખત પુણે, સતારા, કોલાબા, રત્નાગિરી વગેરે જિલ્લાઓમાં અને માવળ ભાગમાં તેની ભય ઉપજાવનારી જગ્યાઓમાં, ગુફા અને કોતરોમાં પ્રસન્નતાપૂર્વક રખડ્યા હતા. આ બંનેને શિવાજી મહારાજ વિશે પુષ્કળ ભક્તિભાવ હતો. કેદારનાથ લખે છે : "... તે મહાપુરુષે ઘોડા પર અને પગે જે ધરતી કેટલીયે વાર ખૂંદી તે પ્રદેશમાં પ્રવાસ કરતાં અમને શું શું થતું હશે, હૃદયમાં કેવા અહોભાવ, વિચાર, ભાવનાઓ ઊભરતાં હશે! સજ્જનગઢ, ચાફળની રામ કોતર, શિવથરની કોતર, રાયગઢ, પ્રચંડગઢ(તોરણા), પ્રતાપગઢ, જાવળી, ચંદ્રરાવ મોરેની ડુંગર પર ગુફાની ગુપ્ત જગ્યા, ભોંયરાં વગેરે કેવા કેવા અનુભવો કર્યા તેનું વર્ણન શી રીતે થઈ શકે? શિવથરની કોતરમાં જ્યાં સમર્થ અવારનવાર કેટલોક વખત આવતા અને જ્યાં આનંદથી, શાંતિપૂર્વક કેટલાય દિવસ રહેતા તે જગ્યા કેટલાંય વર્ષોથી શોધવા છતાં મળતી નહોતી તે એક ફેરે અમે બંને સાથે હતા ત્યારે બરોબર મળી. તે કોતર મહાડથી ભોર બાજુ જનારા રસ્તે વરંધ ઘાટ પરથી ચડીને ઉપર ગયા પછી ત્યાંથી ડાબે હાથે ખીણપ્રદેશમાં - નીચેની બાજુ - પગરસ્તે ઊતરતાં અમને મળી, ..."(પૃ.૯૦) આ પ્રસંગથી અપ્પાને ખૂબ આનંદ થયો. અપ્પાના આનંદથી કેદારનાથને સંતોષ થતો. જોકે તેમણે આ સંશોધન સારુ અનેક અડચણો, અગવડો સહન કરવી પડેલી. આ અંગે નાથજી કહે છે કે, "માથે લીધેલા એક કામની સિદ્ધિ માટે તેને લાગતાંવળગતાં અનેક કામોનો કેટલો મોટો પથારો ઉપાડવો પડે છે, ને તેને લીધે સહન કરવું પડે છે, તેનું યથાર્થ દિગ્દર્શન કરાવવા માટે આટલું લખવું પડ્યું."(પૃ.૯૦)

કેદારનાથ અને અપ્પા રણદિવેને રામદાસી સંશોધન માટે મોગલાઈ, નિઝામશાહી(આજનું મરાઠાવાડ), કર્ણાટકના કેટલાક ભાગ એટલે કે છેક તંજાવર સુધી ફેરા કરવા પડ્યા હતા. તેમણે એ વખતમાં પ્રવાસનાં અત્યંત મર્યાદિત સાધનો વડે નાનાં નાનાં ગામડાંમાં રખડવું પડતું હતું. આ અગવડભરી અનુભવયાત્રા વિશે કેદારનાથ નોંધે છે : "...ખૂબ જ ઓછી વસ્તીવાળાં પણ પહેલાનાં જમાનાનાં મહત્ત્વનાં એવાં ગામો, ગઢ, કિલ્લા વગેરે સ્થળોએ ઉજ્જડ જંગલો વીંધીને, ડુંગર અને ખીણો ભેદીને, ગુફાઓ અને કોતરો વચ્ચેથી પગપાળા - પીઠ પર સામાન લાદીને અને અનેક વખતે તો ભૂખ્યા પેટે ફરવું પડે. લોકોને સમજાવીને, તેમના મનનું સમાધાન કરીને, તેમને રાજી કરીને તેમની પાસે પડેલા કાગળ-પત્રો વગેરે દેખાડવા તૈયાર કરવા પડે. કોઈની ઓળખાણ સુધ્ધાં ન હોય તેવે ઠેકાણે જઈને ઊભા રહીએ ત્યાં કેવળ વિશ્વાસ મૂકીને કાગળ-પત્રો કોણ દેખાડવાનું હતું? પુરાણા મઠોમાંથી, જૂનાં અંધારાં ઘરોમાં, ભંગાર ઝૂપડાંઓની અંદર ભારોભાર ધૂળ અને જાળાઝાંખરાં બાઝેલી ગાંઠડીઓ ખંખેરી ખંખેરી સંભાળપૂર્વક ખોલીને કાગળપત્રો શોધવા પડે. તેમાંથી કામનું મળે તો લોકો તે આપવા તૈયાર થાય નહીં; 'જોઈએ તો નકલ ઉતારી લો' એમ કહે. નકલો ઉતારવી એટલે દરેક દૃષ્ટિએ અગવડવાળી જગ્યામાં રહેવું પડે. ત્યાં મળે તે ખાવાનું, જેવી તેવી જગ્યામાં સૂવાનું!..."(પૃ.૯૧)

આ સંશોધન માટે અપ્પાને મહિનાઓના મહિના એકલપંડે પણ  કામ કરતાં કાઢવા પડ્યા હતા. અપ્પા માટેની પ્રજાની પ્રતિક્રિયા અંગે નાથજી લખે છે : " લોકો તેને શંકાભરી નજરે જોતા. આ કોણ છે? કયા હેતુથી આપણા કાગળ-પત્રો માગતો ફરે છે, લઈ જાય છે, નકલો ઉતારે છે? તે સરકારી માણસ હોવો જોઈએ. અમારી જરજાગીર સંબંધી પુરાવા એકઠા કર્યા પછી અમારાં ઇનામી જમીનજાગીર જપ્ત કરવાનો સરકારનો ઇરાદો હોવો જોઈએ. વળી કોઈ એમ પણ માનતું કે આવા કાગળો ભેળા કરી તેને છાપીને તે પૈસા કમાણી કરવાનો ધંધો કરતો હોવો જોઈએ. ... "(પૃ.૯૧) આમ, અનેક જણ, અનેક જગ્યાએ આવી શંકાઓ કરતા અને અપ્પા એમની શંકાઓનું સમાધાન પણ કરતા.

નાથજી અને અપ્પા જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાં એમણે અનેક પ્રેક્ષણીય દેખાવો, ત્યાંના લોકોની હાલત, અજ્ઞાન, દારિદ્રય, ત્યાંની પ્રજાને નિચોવી લેતા પીડનનો પણ હૃદયસ્પર્શી અનુભવ કર્યો. સમર્થ સંશોધનની ફલશ્રુતિ વિશે કેદારનાથ કહે છે : "રામદાસી સંશોધન નિમિત્તે હું અને અપ્પા આખા મહારાષ્ટ્રમાં અનેક વખત ફર્યા, તેમાં સંશોધનની દૃષ્ટિએ અમને લાભ દેખાયો નહીં તોયે મહારાષ્ટ્રની જુદી જુદી જગ્યાઓ, ગઢ, કોટ, કિલ્લા, ખીણો, ડુંગરા, ત્યાંની જનતાની પરિસ્થિતિ, નૈસર્ગિક અને ભૌગોલિક માહિતી, આવવા-જવાના ગુપ્ત માર્ગો, સગવડો - એ બધાંનો અમારા સંકલ્પિત કામમાં કેટલો ને કેવો ઉપયોગ થઈ શકશે તેનો અંદાજ કાઢવામાં આ રખડપટ્ટીનો ઉપયોગ થયો. સંશોધનનું બાહ્ય નિમિત્ત અમને અમારા સંકલ્પિત કામ માટે ઉપયોગી નીવડ્યું એમાં જરાય શંકા નથી."(પૃ.૯૨)

સાંપ્રત સમયમાં પ્રસ્તુતિ સંદર્ભે, સમગ્ર સંશોધન-ચર્ચામાંથી આ મુજબનો સાર કાઢી શકાય :
(૧) સંશોધન એટલે શૈક્ષણિક, સામાજિક જ નહીં પણ ધાર્મિક, અધ્યાત્મિક જેવા ક્ષેત્રે પણ થઈ શકે. (૨) સંશોધનમાં ધન કરતાં ધૂન મહત્ત્વની છે. એમાં ઇચ્છા છેવટે ઘેલછામાં પરિણમવી જોઈએ. (૩) સંશોધન કેવળ પોતાના માટે જ નથી કરવાનું. સંશોધનમાં મિત્રને જ નહીં, મિત્રના મિત્રને પણ મદદરૂપ થવાનો મોકો મળે તો ઝડપી લેવા જેવો ખરો. (૪) સંશોધન માટે સ્થળ-તપાસ, ક્ષેત્રકાર્ય અને મોઢામોઢ મુલાકાતની મજા જ કંઈક અનોખી હોય છે. (૫) સંશોધન એટલે રાજપાટ નહીં પણ રઝળપાટ! (૬) સંશોધનમાં પ્રતિકૂળ સંજોગો ઊભા ન થાય તો પહેલી શંકા 'સંશોધન' વિશે અને બીજી શંકા 'સ્વયં' વિશે વેળાસર કરી લેવી. (૭) સંશોધક પોતાને સાનુકૂળ પ્રતિભાવ મળે એવી અપેક્ષા રાખે છે, પણ માહિતીદાતા માટે સંશોધકને મદદરૂપ થવું એ એના જીવનનો અગ્રતાક્રમ ન પણ હોય! (૮) પ્રતિભાવદાતાને સંશોધકના કામ વિશે શંકા કરવાનો પૂરતો અધિકાર છે. તેને સંતોષકારક વિગતો આપવાની સંશોધકની ફરજ છે. સામા પક્ષનો વિશ્વાસ જીતવો એ સંશોધકનું મહત્ત્વનું કાર્ય છે. (૯) સંશોધનની સાથે સામાન્ય પ્રજાના પ્રશ્નોની જાણકારી મેળવવી આવશ્યક છે. (૧૦) સંશોધનથી હંમેશા દેખીતો લાભ જ ન થાય. રખડપટ્ટીથી સંશોધકની અંતરયાત્રા સમૃદ્ધ બનતી હોય છે.

આપણે ત્યાં એવા અધ્યાપકો છે જેમણે  પ્રકલ્પ કે પદવી માટે કાં તો સંશોધનકાર્ય  શરૂ જ ન કર્યું હોય, કાં તો પૂરું જ ન કર્યું હોય, કાં તો એક પ્રકલ્પ કે પદવી પછી સંશોધન-વૈરાગ આવી ગયો હોય! કારણો ગમે ત્યારે અને ગમે તે હોય, પણ આપણાં બધાં માટે, રામદાસી સંશોધનના નિમિત્ત બનેલા કેદારનાથ, ભારેલા અગ્નિ ઉપરની રાખને ફૂંક મારવા માટેનું ઉત્તમ નિમિત્ત બની શકે એમ છે!

-------------------------------------------------------------------------------------------------------------------
લેખ-સૌજન્ય :
'અભિદૃષ્ટિ' (ISSN 0971-6629), જાન્યુઆરી, ૨૦૧૧, પૃષ્ઠ  : ૦૬-૦૭

Friday, June 7, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 57


ધારો કે, તમે સૌરાષ્ટ્રના વતની છો અને 'ફાઈવ'ની જગ્યાએ 'ફાય' બોલો છો.
આટલી ભૂમિકા પછી પણ તમે નીચેનો ટેલિફોન નંબર આ રીતે વાંચશો ને?!

5252552

' ફાયટુ ફાયટુ ડબલફાયટુ ! '


ન સોમવાર-રવિવાર, મોટો વાર પરિવાર!



સોનલ, પ્રવદા અને હું : વરસમાં ઓછામાં ઓછો એક વાર તો 'પરિવાર' આવવો જ જોઈએ!

નોંધણ : મુંબઈસ્થિત એક ગુજરાતી પ્રવાસી શ્રીમાન કોટકે આ તસવીર લઈ આપી છે.
કારણ : આપણે જેમની તસવીર લઈ આપી, તેમણે પછી આપણી તસવીર લઈ આપી!


સ્થળ : દાર્જીલિંગના ધોરી-માર્ગ નહીં પણ દોરી-માર્ગ(રોપ-વે)નો છેડો
મે, 2013


ઉદ્યાન કે જીવન, રહીએ પ્રસન્ન !


Photograph : Ashwinkumar              છબી : અશ્વિનકુમાર

સ્થળ : પુષ્પ-ઉદ્યાન, ગંગટોક, સિક્કિમ
મે, 2013


બરફ ફ્રીજ સિવાય પણ થીજે છે!


Photograph : Ashwinkumar             છબી : અશ્વિનકુમાર 

સ્થળ : અતિ ઉત્તર સિક્કિમ
મે, 2013 

બે હાથ છૂટા, ચાર પગ બંધાયેલા!


Photograph : Ashwinkumar             છબી : અશ્વિનકુમાર 

સ્થળ : દાર્જીલિંગનો (ચાનો નહીં !) બગીચો
મે, 2013  


ચાની પત્તી ચૂંટીએ એટલે લાગે કડક-મીઠો થાક !


Photograph : Ashwinkumar               છબી : અશ્વિનકુમાર

સ્થળ :  પશ્ચિમ બંગાળની ઉત્તરે, બાગડોગરાથી દાર્જીલિંગ તરફ  જતાં, રસ્તાની ધારે આવેલો ચાનો બગીચો
મે, 2013     

આભમાંથી અમદાવાદનું અવલોકન


Photograph : Ashwinkumar    છબી : અશ્વિનકુમાર 


ભાષાની મજા, મજાની ભાષા - 605


'આ સાથે તારા માટે ચિઠ્ઠી બીડી છે.'  
'આ સાથે તારા માટે ચિઠ્ઠી, બીડી છે.' (!)

Thursday, June 6, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 56


NDA : National Defence Academy ( 'અમે ભણતા હતા ત્યારે' )
NDA : National Democratic Alliances ( 'અમે ભણાવીએ છીએ (અ)ત્યારે!' )

ભાષાની મજા, મજાની ભાષા - 604


સાચો શબ્દ કયો?
'ચિટ્ઠી' કે 'ચિઠ્ઠી'?


ત્રણ વૃક્ષ-વિચાર


દોષારોપણ ટાળીએ,
વૃક્ષારોપણ કરીએ. 

                       - ડૉ. અશ્વિનકુમાર
    

હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ;
સૌ પ્રથમ સાચવો વૃક્ષ-વનરાઈ

                        - ડૉ. અશ્વિનકુમાર


પુરુષ પણ માતૃત્વ પામી શકે,
જો એકાદ વૃક્ષ ઉછેરી શકે. 

                        - ડૉ. અશ્વિનકુમાર



પર્યાવરણ દિવસની ઉજવણી


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ મુકામે પર્યાવરણ દિવસની ઉજવણી


Tuesday, June 4, 2013

જોડણી કે તોડણી?!



પાનના ગલ્લા સામે ભારે વાંધો છે,
મારા નામનો કેવો નબળો બાંધો છે!




તસવીર-સૌજન્ય : મયૂર માકડિયા

                                                      તસવીર-સ્થળ : તરણેતરનો મેળો 
                                                      જિલ્લો : સુરેન્દ્રનગર

                                                                                                                                            




અંગ્રેજી ભાષા, દેશી મજા : 54



'Future'ની અંગ્રેજી જોડણી યાદ રાખવી હોય તો 'ફુટુરે' એમ ગુજરાતી ઉચ્ચાર યાદ રાખો !  

ભાષાની મજા, મજાની ભાષા - 602


'ઓસ્ટ્રેલિયા' અને 'ઓસ્ટ્રિયા' અલગ-અલગ દેશ છે!

Monday, June 3, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 53


'Colonel'ની અંગ્રેજી જોડણી યાદ રાખવી હોય તો 'કોલોનેલ' એમ ગુજરાતી ઉચ્ચાર યાદ રાખો !  

ભાષાની મજા, મજાની ભાષા - 601


આપણે 'બપોરનું લંચ' ન લેવું અને 'રાતનું ડિનર' ન લેવું !


Sunday, June 2, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 52


'Everest' means 'Ever rest'?! 


ડૉ. રતન રુસ્તમજી માર્શલ


- અશ્વિનકુમાર  
---------------------------------------------------------------

Courtesy: google image 


"ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ" જેવો શબ્દપ્રયોગ આંખે-કાને-જીભે આવતાંની સાથે જે વિદ્યાપુરુષનું ઝટ દઈને સ્મરણ થાય તેમનું નામ ડૉ. રતન રુસ્તમજી માર્શલ જ હોવાનું! જિંદગીના એકસોમા જન્મદિનની  ઉજવણીમાં સહભાગી-સદ્દભાગી  થયા બાદ, તેમનું નિધન ૧૬-૦૧-૨૦૧૧ના રોજ અમદાવાદમાં થયું. ૧૪-૧૦-૧૯૧૧ના રોજ  ભરૂચમાં જન્મેલા, 'પારસીઓના વિશ્વકોશ' સમાન માર્શલસાહેબ 'સુરતનું ઘરેણું' હતા.તેઓ 'સુરત પારસી પંચાયત' તેમજ 'નર્મદ સાહિત્ય સભા' સાથે દાયકાઓ સુધી સંકળાયેલા રહ્યા. તેઓ સામાજિક કાર્યકર, નાટ્યકર્મી, સંશોધક, ઇતિહાસવિદ્દ અને લેખક હતા. ર.રુ.મા. અદભૂત અવાજ અને રમૂજ ધરાવનાર ઉત્તમ વક્તા અને નેકદિલ બંદા હતા.

રતન માર્શલ મુંબાઈ વિદ્યાપીઠના ગુજરાતી સાહિત્ય વિભાગમાં વિદ્યાવાચસ્પતિ(પી.એચડી.)ની પદવી મેળવનાર સૌપ્રથમ વિદ્યાર્થી હતા. તેમણે ઈ.સ.૧૯૪૯માં 'ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ' શીર્ષક હેઠળ  સંશોધનકાર્ય સંપન્ન કર્યું હતું. આ મહા નિબંધના માર્ગદર્શક વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી અને નિર્ણાયક કિશોરલાલ ઘનશ્યામદાસ મશરૂવાળા હતા. આ સંશોધન-નિબંધ ઈ.સ. ૧૯૫૦માં પુસ્તક રૂપે પ્રગટ થયો. જેને મુંબઈ સરકાર દ્વારા ઈ.સ. ૧૯૫૬માં એક હજાર રૂપિયાનું પારિતોષિક મળ્યું હતું.


રતનજી આજીવન વિદ્યાવ્યાસંગી રહ્યા. મૂળે તો તેઓ ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે સ્નાતક થયેલા. પાંસઠની વય વટાવ્યા બાદતેમણે કાયદાનો અભ્યાસ શરૂ કર્યોએ પણ પોતાના પુત્ર રુસ્તમ સાથે! પોતાનાથી ઘણી નાની વયના અધ્યાપકોના વર્ગોમાં અતિ નિયમિત હાજરી આપીને, માર્શલસાહેબ કાયદાના સ્નાતક થયા. આયુષ્યના નેવુમા વર્ષના પ્રવેશ વખતે તેમણે 'કથારતન' નામે આત્મકથા લખી. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા ઈ.સ.૨૦૦૦માં તેમનું વિદ્યાવારિધિ(ડી.લિટ.)ની માનદ પદવીથી સન્માન થયું.


રતન માર્શલે પંદરેક પુસ્તકો લખ્યાં છે. 'મોંઘું ઘરેણું' તેમનો પ્રથમ નિબંધ સંગ્રહ છે. તેમણે ચાળીસ વર્ષની વયે, ઈ.સ. ૧૯૫૧માં મુંબઈનાં સેવા-સમર્પિત સ્ત્રીરોગ-તબીબ ડૉ.ફ્રેની હોરમસજી બીલીમોરીઆ સાથે લગ્ન કર્યાં. એમનાં પત્ની ફ્રેનીએ મુંબઈના દાકતરી વ્યવસાયમાં મળતાં નામ-દામ જતાં કરીને, સુરતમાં ગરીબ દર્દીઓની આજીવન સેવા-સારવાર કરી. રતન માર્શલની એક કૃતિનું નામ 'ફ્રેનીમારી અર્ધાંગિની' છે.

રતન રુસ્તમજી ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા. ભરૂચમાં ૨૩-૦૩-૧૯૭૦ના રોજ ભૂકંપ આવ્યો ત્યારે તેઓ દિવસો સુધી રાહત અને પુનર્વસન કાર્યમાં જોડાયેલા રહ્યા. એ સમયે તેમણે 'જામે જમશેદ'ના પ્રવાસી પ્રતિનિધિ તરીકે કામગીરી કરી હતી. આ ઉપરાંત તેઓ 'નરીમાન હોમ એન્ડ ઇન્ફરમરી', 'નરીમાન પારસી ઝોરોષ્ટ્રીઅન ગર્લ્સ ઓર્ફનેજ', 'પાર્વતીબાઈ રક્તપિત્ત આશ્રમ' અને 'લેડી વિલ્સન લેપ્રસી ક્લિનિક' જેવી સમાજ-સંસ્થાઓ સારુ સેવારત રહ્યા.

ર.રુ.મા. મજાકમાં કહે છે : "મારું રતન નામ ગુજરાતીનુંમારા પિતાનું રુસ્તમ નામ ઈરાનીનું  અને મારી અટક માર્શલ અંગ્રેજની. છે ને મારા નામમાં વિશ્વબંધુત્વની ભાવના!" ('કથારતન', ૨૦૦૩, પૃ.૧૮) આપણે ગુજરાતી હોવાના સીમિત ગૌરવ-વર્તુળની બહાર જઈને જગત-નાગરિક તરીકેની વ્યાપક ઓળખ-ક્ષિતિજ તરફ ડગ માંડતાં રહીએ. ગુજરાતના બૌદ્ધિક-જગતમાં સ્વાધ્યાય, સંશોધન, સાહિત્યસર્જનની સાથેસાથે સંવેદના, સમજણ અને સેવાભાવના વિસ્તરતી રહે, એ જ માર્શલસાહેબ જેવા શતાબ્દી-પુરુષને આપેલી સો સો સલામ છે.

----------------------------------------------------------------------
સૌજન્ય : 
'બુદ્ધિપ્રકાશ', ફેબ્રુઆરી ૨૦૧૧, પૃષ્ઠ : ૧૯-૨૦

---------------------------------------------------------------

Saturday, June 1, 2013

હનુમાનજીના હૃદયમાં રામની છબી, આપણી પાસે હનુમાનજીની છબી!


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

હનુમાનજી તમારાં હજાર નામ અને હજારો દેરીઓ,
કયા નામને હું ભજી લઉં, કયા નામની લઉં છબીઓ !

અંગ્રેજી ભાષા, દેશી મજા : 51


તમે ભલે બંગલો બાંધો, પરંતુ તકતીમાં 'Bunglow'ની જગ્યાએ 'Bungalow' જ લખજો!  

  

ભાષાની મજા, મજાની ભાષા - 600


આપણાં દૈનિકોની સમાચાર-સામગ્રીમાં રહસ્ય 'ગૂઢ' કે 'ઘેરું' જ હોય છે!

જૂન : મહિનો અને મહિમા


01 :
02 :
03 :
04 :
05 : વિશ્વ પર્યાવરણ દિન 
06 :
07 :
08 :
09 :  
10 :
11 :
12 :
13 :
14 : રક્તદાન દિન 
15 :
16 :
17 :
18 :
19 :
20 :
21 : વિશ્વ સંગીત દિવસ 
22 :
23 :
24 :
25 :
26 :
27 :
28 :
29 :
30 : દાદાભાઈ નવરોજીની પુણ્યતિથિ 

Friday, May 31, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 599


'ઘેરુ' અને 'ઘેરું' ભિન્ન છે?! 


અંગ્રેજી ભાષા, દેશી મજા : 50


ઘણી બધી જગ્યાએ 'Tution Class' લખેલું પાટિયું જોવા મળે છે. પરંતુ, બહુ ઓછી જગ્યાએ 'Tuition Class' ચાલતા હોય છે!  

અંગ્રેજી ભાષા, દેશી મજા : 49


સારું એટલે 'good', પણ બધું બહુ સારું એટલે 'good'નું બહુવચન અર્થાત 'goods' ન કરાય!

ભાષાની મજા, મજાની ભાષા - 598


'ગિરજા' અને 'ગીરજા' અલગ-અલગ અર્થ ધરાવે છે ! 


Wednesday, May 29, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 597


'આપણે ત્યાં સ્ત્રીને ણી તકલીફ આપે તેવી કુટુંબ-વ્યવસ્થા છે?'
'આપણે ત્યાં સ્ત્રીને ણી તકલીફ આપે તેવી કુટુંબ-વ્યવસ્થા છે?' (!)


અંગ્રેજી ભાષા, દેશી મજા : 48


યાદ રાખો : 
' Committee 'માં બે ' m ', બે ' t ', બે ' e ', આવશે!

Sunday, May 26, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 595


'અમારે ત્યાં સોમાભાઈ નીચા મળશે.' 
'અમારે ત્યાં સોમાભાઈની ચા મળશે.' (!)


ભાષાની મજા, મજાની ભાષા - 594


'ઓગળવું' અને 'પીગળવું' ભિન્ન છે?


ભાષાની મજા, મજાની ભાષા - 593



'ખખડધજ' અને 'ખખડી ગયેલું' ભિન્ન છે?


ભાષાની મજા, મજાની ભાષા - 592



'પ્રખ્યાત' અને 'વિખ્યાત' ભિન્ન છે?


ભાષાની મજા, મજાની ભાષા - 591



'આમંત્રણ' અને 'નિમંત્રણ' ભિન્ન છે?


ભાષાની મજા, મજાની ભાષા - 590



હિસાબ 'બાકી' ન રાખો!'  
હિસાબ 'બાકિ' તો ન જ રાખો!' 


ભાષાની મજા, મજાની ભાષા - 589



'મનન કહે તે કરવું.'
'મન ન કહે તે કરવું.' (!)


ભાષાની મજા, મજાની ભાષા - 588



સાચો વાક્ય-પ્રયોગ કયો ?

'કોઈ પણ વ્યક્તિ આ કાર્યક્રમમાં જોડાય શકે છે.'
'કોઈ પણ વ્યક્તિ આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે.'



ભાષાની મજા, મજાની ભાષા - 587



'કોફી ન હોય તો ચાલે.'
'કોફી ન હોય તો ચા લે.' (!)



Friday, May 24, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 585



'આપણા યુવાનો ગેરમાર્ગે ન જાય તો સારું.'
'આપણા યુવાનો ઘેરમાર્ગે ન જાય તો સારું.' (!)

ભાષાની મજા, મજાની ભાષા - 584



અંગ્રેજી ભાષામાં 'કોડ' અને ગુજરાતી ભાષામાં 'કોડ' અલગ છે!


Wednesday, May 22, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 47


બે SSC : એક ભણવા માટે, બીજું અરજી કરવા માટે !  

SSC : Secondary School Certificate
SSC : Staff Selection Commission 


ભાષાની મજા, મજાની ભાષા - 583



અંગ્રેજી ભાષામાં 'કેર' અને ગુજરાતી ભાષામાં 'કેર' અલગ છે!



Tuesday, May 21, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 582



અંગ્રેજી ભાષામાં 'સર્જન' અને ગુજરાતી ભાષામાં 'સર્જન' અલગ છે!


ભાષાની મજા, મજાની ભાષા - 581


અંગ્રેજી ભાષામાં 'બૂન' અને ગુજરાતી ભાષામાં (અને એમાં પણ ઉત્તર ગુજરાતી ભાષામાં !) 'બૂન' અલગ છે!


Friday, May 17, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 579


'આ કચેરીમાં બિનજરૂરી ચર્ચા કરીને અમારા કર્મચારીઓનો વ્યર્થ સમય બગાડવો નહીં.' (!)


Thursday, May 16, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 578



'અહીં કોઈએ ગેરકાયદેસર રીતે બિનઅધિકૃત બાંધકામ કે દબાણ ન કરવું.'  (!)



Tuesday, May 14, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 576



'તમે સંબંધોનો દુરુપયોગ ન કરો.'

'તમે સંબંધોનો ખોટો દુરુપયોગ તો ક્યારેય ન કરો.' (!)


Monday, May 13, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 575



'આજે રોકડા, કાલે ઉધાર'
'આજે રોકડા, આજે ઉદ્ધાર'  (!)

ભાષાની મજા, મજાની ભાષા - 574



'અમારે ત્યાંથી ચોખ્ખી ગાયનું દૂધ મળશે.'  (!)


ભાષાની મજા, મજાની ભાષા - 573



'અમારી દુકાનેથી લેડીઝ ચામડાંનાં ચંપલ મળશે.'  (!)


ભાષાની મજા, મજાની ભાષા - 572



'દુકાનના ઓટલા ઉપર ફાલતુ માણસોએ બેસવું નહીં.' (!)


ભાષાની મજા, મજાની ભાષા - 571



'છેતરાવા માટે સામેની દુકાને શા માટે જાવ છો? અમારી દુકાને આવો ને.' (!)

Sunday, May 12, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 570


સરદાર વલ્લભભાઈ પટેલને 'આર્યનમેન ઓફ ઇન્ડિયા' કે 'આયર્નમેન ઓફ ઇન્ડિયા' કહેવાય?


ભાષાની મજા, મજાની ભાષા - 569



એક સમાચારમાં પદક્રમની કમાલ અને ધમાલ જુઓ : 

'પચાસ ટકા ભારતના પરિવારોમાં સ્ત્રીઓ પતિનો ત્રાસ સહન કરવા છતાં મોઢું ખોલતી નથી.'
'ભારતના પચાસ ટકા પરિવારોમાં સ્ત્રીઓ પતિનો ત્રાસ સહન કરવા છતાં મોઢું ખોલતી નથી.'
'ભારતના પરિવારોમાં પચાસ ટકા સ્ત્રીઓ પતિનો ત્રાસ સહન કરવા છતાં મોઢું ખોલતી નથી.'
'ભારતના પરિવારોમાં સ્ત્રીઓ પચાસ ટકા પતિનો ત્રાસ સહન કરવા છતાં મોઢું ખોલતી નથી.'
'ભારતના પરિવારોમાં સ્ત્રીઓ પતિનો પચાસ ટકા ત્રાસ સહન કરવા છતાં મોઢું ખોલતી નથી.'
'ભારતના પરિવારોમાં સ્ત્રીઓ પતિનો ત્રાસ પચાસ ટકા સહન કરવા છતાં મોઢું ખોલતી નથી.'
'ભારતના પરિવારોમાં સ્ત્રીઓ પતિનો ત્રાસ સહન કરવા છતાં પચાસ ટકા મોઢું ખોલતી નથી.'
'ભારતના પરિવારોમાં સ્ત્રીઓ પતિનો ત્રાસ સહન કરવા છતાં મોઢું પચાસ ટકા ખોલતી નથી.'

આમાંથી સાચું સમાચાર-શીર્ષક શોધી કાઢો અને પોતે જાતે જ પોતાનો ખભો થાબડીને ખુશ થાવ !


ભાષાની મજા, મજાની ભાષા - 568



કિલ્લો મોટા ભાગે જૂનો જ હોય તેવા કિસ્સામાં 'પ્રાચીન કિલ્લો' લખવાની જરૂર ખરી?!


ભાષાની મજા, મજાની ભાષા - 567



'ન્યૂ કેસલ'નો ગુજરાતી અનુવાદ 'નૂતન કિલ્લો' કરશો તો કોઈ પૂછશે કે 'પ્રાચીન કિલ્લો' ક્યાં ગયો?!


ભાષાની મજા, મજાની ભાષા - 566



'ઓરેન્જ ફ્રી સ્ટેટ'નું ગુજરાતી ભાષાંતર 'નારંગીમુક્ત રાજ્ય' ન કરવું  !


ભાષાની મજા, મજાની ભાષા - 565



કોઈને વીજકરંટના શોકનો આંચકો લાગે તો એ વ્યક્તિ બચવાની શક્યતા કેટલી?!


ભાષાની મજા, મજાની ભાષા - 564



'આમ, જનતા સમજે એ જરૂરી છે.'
'આમ જનતા સમજે એ જરૂરી છે.'  (!)


ભાષાની મજા, મજાની ભાષા - 563



'અમારી હોટેલમાં ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન ને ચાઈનીઝ વાનગીઓ મળશે.'
'અમારી હોટેલમાં ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયનને ચાઈનીઝ વાનગીઓ મળશે.'  (!)


ભાષાની મજા, મજાની ભાષા - 562



'બે બાળકો બસ છે.'
'બે બસ બાળકો છે.' (!)




ભાષાની મજા, મજાની ભાષા - 561



'કેરી ખાવામાં રસ ખરો કે નહીં?'
'કેરીનો રસ ખાવામાં ખરો કે નહીં?'



Saturday, May 11, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 560



'સજાવટ' અને 'સમજાવટ' ભિન્ન છે!
'તન માટે ભલે સજાવટ હોય પણ મન માટે સમજાવટ જોઈશે!'

ભાષાની મજા, મજાની ભાષા - 559



સમાચાર-શીર્ષક : હું માત્ર હિંદુઓનો નેતા નથી : મુખ્યમંત્રી 

આ શીર્ષકમાં પદક્રમના ફેર કરીએ અને બદલાતા અર્થને જોઈએ : 

હું માત્ર હિંદુઓનો નેતા નથી : મુખ્યમંત્રી 
માત્ર હું હિંદુઓનો નેતા નથી : મુખ્યમંત્રી 
હું હિંદુઓનો માત્ર નેતા નથી : મુખ્યમંત્રી 
હું હિંદુઓનો નેતા માત્ર નથી : મુખ્યમંત્રી 
હું હિંદુઓનો નેતા નથી માત્ર : મુખ્યમંત્રી 


ભાષાની મજા, મજાની ભાષા - 558



ગુનાખોરીની સમાચાર-સામગ્રીમાં, અપહર્તાઓ દ્વારા જે તે વ્યક્તિને 'ગેરકાયદે' ગોંધી રાખવામાં આવે છે.
સવાલ : અપહર્તાઓ કોઈ વ્યક્તિને 'કાયદેસર' કેવી રીતે ગોંધી શકે?!