'ઘેરુ' અને 'ઘેરું' ભિન્ન છે?!
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Friday, May 31, 2013
અંગ્રેજી ભાષા, દેશી મજા : 50
ઘણી બધી જગ્યાએ 'Tution Class' લખેલું પાટિયું જોવા મળે છે. પરંતુ, બહુ ઓછી જગ્યાએ 'Tuition Class' ચાલતા હોય છે!
અંગ્રેજી ભાષા, દેશી મજા : 49
સારું એટલે 'good', પણ બધું બહુ સારું એટલે 'good'નું બહુવચન અર્થાત 'goods' ન કરાય!
Wednesday, May 29, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 597
'આપણે ત્યાં સ્ત્રીને ઘણી તકલીફ આપે તેવી કુટુંબ-વ્યવસ્થા છે?'
'આપણે ત્યાં સ્ત્રીને ધણી તકલીફ આપે તેવી કુટુંબ-વ્યવસ્થા છે?' (!)
Tuesday, May 28, 2013
Sunday, May 26, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 588
સાચો વાક્ય-પ્રયોગ કયો ?
'કોઈ પણ વ્યક્તિ આ કાર્યક્રમમાં જોડાય શકે છે.'
Saturday, May 25, 2013
Friday, May 24, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 585
'આપણા યુવાનો ગેરમાર્ગે ન જાય તો સારું.'
'આપણા યુવાનો ઘેરમાર્ગે ન જાય તો સારું.' (!)
Wednesday, May 22, 2013
અંગ્રેજી ભાષા, દેશી મજા : 47
બે SSC : એક ભણવા માટે, બીજું અરજી કરવા માટે !
SSC : Secondary School Certificate
SSC : Staff Selection Commission
Tuesday, May 21, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 581
અંગ્રેજી ભાષામાં 'બૂન' અને ગુજરાતી ભાષામાં (અને એમાં પણ ઉત્તર ગુજરાતી ભાષામાં !) 'બૂન' અલગ છે!
Saturday, May 18, 2013
Friday, May 17, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 579
'આ કચેરીમાં બિનજરૂરી ચર્ચા કરીને અમારા કર્મચારીઓનો વ્યર્થ સમય બગાડવો નહીં.' (!)
Thursday, May 16, 2013
Wednesday, May 15, 2013
અંગ્રેજી ભાષા, દેશી મજા : 46
ખોટો પ્રયોગ : 'One of the biggest festival.'
Tuesday, May 14, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 576
'તમે સંબંધોનો દુરુપયોગ ન કરો.'
'તમે સંબંધોનો ખોટો દુરુપયોગ તો ક્યારેય ન કરો.' (!)
Monday, May 13, 2013
Sunday, May 12, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 570
સરદાર વલ્લભભાઈ પટેલને 'આર્યનમેન ઓફ ઇન્ડિયા' કે 'આયર્નમેન ઓફ ઇન્ડિયા' કહેવાય?
ભાષાની મજા, મજાની ભાષા - 569
એક સમાચારમાં પદક્રમની કમાલ અને ધમાલ જુઓ :
'પચાસ ટકા ભારતના પરિવારોમાં સ્ત્રીઓ પતિનો ત્રાસ સહન કરવા છતાં મોઢું ખોલતી નથી.'
'ભારતના પચાસ ટકા પરિવારોમાં સ્ત્રીઓ પતિનો ત્રાસ સહન કરવા છતાં મોઢું ખોલતી નથી.'
'ભારતના પરિવારોમાં પચાસ ટકા સ્ત્રીઓ પતિનો ત્રાસ સહન કરવા છતાં મોઢું ખોલતી નથી.'
'ભારતના પરિવારોમાં સ્ત્રીઓ પચાસ ટકા પતિનો ત્રાસ સહન કરવા છતાં મોઢું ખોલતી નથી.'
'ભારતના પરિવારોમાં સ્ત્રીઓ પચાસ ટકા પતિનો ત્રાસ સહન કરવા છતાં મોઢું ખોલતી નથી.'
'ભારતના પરિવારોમાં સ્ત્રીઓ પતિનો પચાસ ટકા ત્રાસ સહન કરવા છતાં મોઢું ખોલતી નથી.'
'ભારતના પરિવારોમાં સ્ત્રીઓ પતિનો ત્રાસ પચાસ ટકા સહન કરવા છતાં મોઢું ખોલતી નથી.'
'ભારતના પરિવારોમાં સ્ત્રીઓ પતિનો ત્રાસ સહન કરવા છતાં પચાસ ટકા મોઢું ખોલતી નથી.'
'ભારતના પરિવારોમાં સ્ત્રીઓ પતિનો ત્રાસ સહન કરવા છતાં મોઢું પચાસ ટકા ખોલતી નથી.'
'ભારતના પરિવારોમાં સ્ત્રીઓ પતિનો ત્રાસ સહન કરવા છતાં પચાસ ટકા મોઢું ખોલતી નથી.'
'ભારતના પરિવારોમાં સ્ત્રીઓ પતિનો ત્રાસ સહન કરવા છતાં મોઢું પચાસ ટકા ખોલતી નથી.'
આમાંથી સાચું સમાચાર-શીર્ષક શોધી કાઢો અને પોતે જાતે જ પોતાનો ખભો થાબડીને ખુશ થાવ !
ભાષાની મજા, મજાની ભાષા - 568
કિલ્લો મોટા ભાગે જૂનો જ હોય તેવા કિસ્સામાં 'પ્રાચીન કિલ્લો' લખવાની જરૂર ખરી?!
ભાષાની મજા, મજાની ભાષા - 567
'ન્યૂ કેસલ'નો ગુજરાતી અનુવાદ 'નૂતન કિલ્લો' કરશો તો કોઈ પૂછશે કે 'પ્રાચીન કિલ્લો' ક્યાં ગયો?!
ભાષાની મજા, મજાની ભાષા - 563
'અમારી હોટેલમાં ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન ને ચાઈનીઝ વાનગીઓ મળશે.'
'અમારી હોટેલમાં ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયનને ચાઈનીઝ વાનગીઓ મળશે.' (!)
Saturday, May 11, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 560
'સજાવટ' અને 'સમજાવટ' ભિન્ન છે!
'તન માટે ભલે સજાવટ હોય પણ મન માટે સમજાવટ જોઈશે!'
ભાષાની મજા, મજાની ભાષા - 559
સમાચાર-શીર્ષક : હું માત્ર હિંદુઓનો નેતા નથી : મુખ્યમંત્રી
આ શીર્ષકમાં પદક્રમના ફેર કરીએ અને બદલાતા અર્થને જોઈએ :
હું માત્ર હિંદુઓનો નેતા નથી : મુખ્યમંત્રી
માત્ર હું હિંદુઓનો નેતા નથી : મુખ્યમંત્રી
હું હિંદુઓનો માત્ર નેતા નથી : મુખ્યમંત્રી
હું હિંદુઓનો નેતા માત્ર નથી : મુખ્યમંત્રી
હું હિંદુઓનો નેતા નથી માત્ર : મુખ્યમંત્રી
ભાષાની મજા, મજાની ભાષા - 558
ગુનાખોરીની સમાચાર-સામગ્રીમાં, અપહર્તાઓ દ્વારા જે તે વ્યક્તિને 'ગેરકાયદે' ગોંધી રાખવામાં આવે છે.
સવાલ : અપહર્તાઓ કોઈ વ્યક્તિને 'કાયદેસર' કેવી રીતે ગોંધી શકે?!
ભાષાની મજા, મજાની ભાષા - 557
ગેરકાયદે ગોંધી રાખવામાં આવેલી અગિયાર-બાર બાળાઓને મુક્ત કરાઈ
ગેરકાયદે ગોંધી રાખવામાં આવેલી અગિયાર બાર બાળાઓને મુક્ત કરાઈ (!)
ભાષાની મજા, મજાની ભાષા - 556
'આપણી છોકરીને આ રસી વગર નહીં ચાલે.'
'આપણી છોકરીને આરસી વગર નહીં ચાલે.' (!)
Friday, May 10, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 555
'ડૉક્ટરે તમારા હૃદયમાં 'સ્ટેન્ટ'ની જગ્યાએ 'સ્ટેન્ડ' બેસાડ્યું હોય તો તમે હવે ક્યાંય અને ક્યારેય ઊભા નહીં રહો?!'
ભાષાની મજા, મજાની ભાષા - 554
'અવકાશયાત્રી હોય તો પણ, હૃદયની તકલીફમાં 'સ્પેસમેકર' નહીં, પણ 'પેસમેકર' જ મુકાવું પડે!'
ભાષાની મજા, મજાની ભાષા - 553
જાહેરમાં જનેતાએ પુત્રની હત્યા કરતાં ચકચાર મચી ગઈ
જાહેરમાં જ નેતાએ પુત્રની હત્યા કરતાં ચકચાર મચી ગઈ (!)
ભાષાની મજા, મજાની ભાષા - 552
'શાક-ભાજી વઘારવાં શું જોઈએ?'
'મસાલો'
'શાક-ભાજી વધારવાં શું જોઈએ?'
'ખાતર' (!)
ભાષાની મજા, મજાની ભાષા - 550
આપણાં માટે મોજું એટલે હાથનું કે પગનું, પરંતુ આપણાં સમાચારપત્રોમાં 'ગરમીનું મોજું' કે 'શોકનું મોજું' ફરી વળતું હોય છે!
ભાષાની મજા, મજાની ભાષા - 549
અકસ્માત વિષયક સમાચાર-સામગ્રીમાં ટ્રક 'માતેલા સાંઢ'ની જેમ જ 'ધસમસતી' આવતી હોય છે!
Thursday, May 9, 2013
Wednesday, May 8, 2013
અંગ્રેજી ભાષા, દેશી મજા : 45
તમે અમદાવાદના 'સેટેલાઈટ' વિસ્તારમાં રહો છો? આટલું અવશ્ય કરો : 'સેટેલાઈટ'ની અંગ્રેજી જોડણી સુધારો અને સુધરાવો.કારણ કે, કેટલાક લોકો 'Satellite'ની જગ્યાએ 'Sattelite' લખે છે!
Tuesday, May 7, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 544
સૂચના : 'દુકાન નીચે ભોંયરામાં છે.'
સવાલ : ભોંયરું ઉપર હોય તો શું લખશો?!
ભાષાની મજા, મજાની ભાષા - 542
એ છોકરીનું નામ 'નિર્ઝરા શાહ' કરતાં 'નિર્જરા શાહ' હોવાની શક્યતા વધારે છે!
Monday, May 6, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 540
કોઈને ખજૂર ભાવતી હોય છે તો કોઈને ખજૂર ભાવતો હોય છે. પરંતુ, તમને ખજૂર ભાવતું હોવું જોઈએ!
ભાષાની મજા, મજાની ભાષા - 538
અમદાવાદનાં સમાચારપત્રોમાં ટ્રક બેફામ ગતિએ હંકારવામાં આવતી હોય છે.
રાજકોટનાં સમાચારપત્રોમાં ટ્રક બેફામ ગતિએ હંકારવામાં આવતો હોય છે. (!)ભાષાની મજા, મજાની ભાષા - 537
કિરણ જો છોકરો હોય તો કેવો હશે?
કિરણ જો છોકરી હોય તો કેવી હશે?
કિરણ જો સૂર્યનું હોય તો કેવું હશે?
ભાષાની મજા, મજાની ભાષા - 536
'તમારે ખર્ચ કરવો પડશે કે તમારે ખર્ચ કરવું પડશે કે પછી તમારે ખર્ચ કરવો પણ પડશે અને ખર્ચ કરવું પણ પડશે?!'
Saturday, May 4, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 529
શીર્ષક : સ્વ. મગનભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા
સવાલ : આપણી વચ્ચે હતા ત્યારે પણ મગનભાઈ સ્વર્ગસ્થ જ હતા?!
ભાષાની મજા, મજાની ભાષા - 530
શીર્ષક : અતિવૃષ્ટિ અંગે હવામાનખાતાએ પહેલેથી જ આગાહી કરી હતી
સવાલ : આગાહી પહેલેથી જ થાય કે પછીથી પણ થઈ શકે?!
ભાષાની મજા, મજાની ભાષા - 528
શીર્ષક : નવોઢાએ ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કર્યું
સવાલ : નવોઢા પાસે મોતને વહાલું કરવા માટે, ગળા સિવાય શરીરનાં બીજાં કયાં અંગો ફાંસો ખાવા માટે ઉપલબ્ધ અને અસરકારક હતાં ?!
ભાષાની મજા, મજાની ભાષા - 527
શીર્ષક : ફટાકડાના કારખાનામાં આગ લાગતા બાર કારીગરો જીવતા હોમાયા
સવાલ : કારીગરો મરેલા હોમાયા હોત ખરા?!
ભાષાની મજા, મજાની ભાષા - 526
શીર્ષક : ઘરફોડ ચોર ધાબા ઉપરથી નીચે પટકાયો
સવાલ : ચોર ઉપર પટકાયો હોત ખરો?!
Friday, May 3, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 521
'શિશુ'માં હૃસ્વ 'ઇ' આવે કે 'દીર્ઘ 'ઈ', હૃસ્વ 'ઉ' આવે કે 'દીર્ઘ 'ઊ' આવે એવી શંકા રહેતી હોય તો આ યુક્તિ અજમાવી જુઓ :
'શિશુ' એટલે બાળક. કોઈ પણ 'શિશુ' નાનું જ હોય એ ન્યાયે અને વ્યવસ્થાએ જે 'ઇ' અને 'ઉ' લઘુ એટલે કે હૃસ્વ હોય એ આવે.અર્થાત 'શિશુ'માં હૃસ્વ 'ઇ' અને હૃસ્વ 'ઉ' કરવામાં કોઈ જ જોખમ નથી !
ભાષાની મજા, મજાની ભાષા - 517
ધસમસતા પૂર છતાં નદીનો ચમત્કારિક બચાવ થયો.
ધસમસતા પૂર છતાં નંદીનો ચમત્કારિક બચાવ થયો. (!)
Thursday, May 2, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 514
' વાળ કરતાં પાતળા રેસાની શોધ થઈ '
' વાળ પાતળા કરતાં રેસાની શોધ થઈ ' (!)
ભાષાની મજા, મજાની ભાષા - 513
એક ભાઈએ એક સમાજસેવિકાને પૂછ્યું : " બહેન, તમે કેટલાં વર્ષથી બાર પ્રવૃત્તિ કરો છો? "
તા.ક. : " ઓ મારાં મોટાં બહેન, ખોટું ન લગાડતાં. તમારી જાણ માટે સ્પષ્ટતા કરી દઉં કે, એ ભાઈ 'ળ'નો 'ર' બોલે છે ! "
Wednesday, May 1, 2013
ભાષાની મજા, મજાની ભાષા - 509
ભારતના એક રાજકારણીનું નામ ગુલામનબી આઝાદ છે. એમના નામ અને એમની અટકમાં 'વિરોધાભાસ' જોવા મળે છે !
ભાષાની મજા, મજાની ભાષા - 508
ગુજરાતના એક પત્રકારનું નામ અશોક હર્ષ છે. એમનું નામ અને એમની અટક સમાનાર્થી જણાય છે !
ભાષાની મજા, મજાની ભાષા - 507
વેદ દવે : એક છોકરાનું એવું નામ જે આગળથી અને પાછળથી વાંચો તો પણ સરખું લાગે !
ભાષાની મજા, મજાની ભાષા - 506
મીરા રામી : એક છોકરીનું એવું નામ જે આગળથી અને પાછળથી વાંચો તો પણ સરખું લાગે !
ભાષાની મજા, મજાની ભાષા - 504
આગળ સૂંઢ લટકતી હોય તે 'દ્વિપ'માં દેખી શકાય છે, પણ 'દ્વીપ'માં એ શક્ય નથી!
ભાષાની મજા, મજાની ભાષા - 502
'તમારે ત્યાં ભેંસ-ગાય છે?'
'હા'
'તમારે ત્યાં ભેંસ ગાય છે?'
'ક્યારેય નહીં' (!)
Subscribe to:
Posts (Atom)