Friday, February 28, 2014

પ્રાણજીવન મહેતા વિશેના પુસ્તકની ગોષ્ઠિ


પ્રાણજીવન મહેતા
Photograph of a picture : Ashwinkumar / ચિત્રની છબી : અશ્વિનકુમાર

હમીદ કુરેશી, ટી.યુ. મહેતા, એસ. આર. મેહરોત્રા, અમૃત મોદી
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

તલ્લીન શ્રોતાગણ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

લેખક : શ્રીરામ મેહરોત્રા
 
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર



સ્થળ : ગાંધી આશ્રમ, સાબરમતીના તીરે-નીરે, અમદાવાદ
તારીખ : 27-02-2014
   

Thursday, February 27, 2014

શિવ(દિન)રાત્રિની શક્કરિયાંસભર શુભેચ્છાઓ !!


"હર હર મહાદેવ, હેર હેર મહાદેવ !"
P
hotograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


સ્થળ : ગિરનારની તળેટી
વર્ષ : ઈ.સ. 2009


'શિવ' એટલે 'શંકર' અને શિવ એટલે 'શુભ' અને 'કલ્યાણકારી' પણ.

   

Pranjivan saw Bapu as India's liberator | Ahmedabad News - The Times of India


https://search.app/98LxUpPnEkdnw1iF8 


Wednesday, February 26, 2014

Saturday, February 22, 2014

સત્યાગ્રહી સ્ત્રીની શહીદીની શતાબ્દી


આજે વાલિયામાની શહાદત(22-02-1914)નાં સો વર્ષ પૂરાં થાય છે.

જ્યાં સુધી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ જીવશે ત્યાં સુધી વાલિયામા જીવશે!

વાલિયામા, ઘણું જીવો !!


Friday, February 21, 2014

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ


માતૃભાષાના પ્રચારક અને પ્રકાશક : ચિંતન શેઠ

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ
એકવીસમી ફેબ્રુઆરી

માતૃભાષાનો જય હોય જ !


Tuesday, February 18, 2014

વિરોધપ્રદર્શનની પ્રયુક્તિઓ // સૂચિકર્તા : ડૉ. અશ્વિનકુમાર //


અચોક્કસ મુદતના ઉપવાસ કરવા
અનાજનો એક એક દાણો ખાવો
અંધારપટ કરવો 
આત્મવિલોપનની કોશિશ કરવી
આવેદનપત્ર આપવું
ઈંડાં ફેંકવાં
કપડાં ઉપર સૂત્રો લખવાં
કપડાં કાઢી નાખવાં
કપડાં ફાડી નાખવાં
કલમબંધી(પેન ડાઉન) કરવી
કાદવ ચોપડવો
કાર્યક્રમનો બહિષ્કાર કરવો
કાળા વાવટા ફરકાવવા    
કાળી પટ્ટી ધારણ કરવી
કાળી શાહી ચહેરા ઉપર છાંટવી 
કૂચ કાઢવી
ખાસડાંનો હાર પહેરાવવો
ગધેડાના પેટ ઉપર નામ ચીતરીને તેને છૂટો મૂકવો  
ગધેડો આગળ રાખીને સરઘસ કાઢવું
ગંગાજળ છાંટીને સ્થળ પવિત્ર કરવું 
ઘંટનાદ કરવો
ઘેરાવ કરવો
ચિચિયારીઓ પાડવી
છાજિયાં લેવાં
જનતા સંચારબંધી(પબ્લિક કર્ફ્યુ)નું પાલન કરવું
જૂતાં ચમકાવવાં (બૂટ પોલિશ કરવી)  
જેલભરો આંદોલન કરવું
ઝાડુ લઈને સ્થળ-સફાઈ કરવી 
ટપલીદાવ કરવો
ટામેટાંની રાખડી બાંધવી 
ટામેટાં ફેંકવાં
ટાંકી ઉપર ચઢી જવું
ઠઠ્ઠાચિત્રો દોરવાં
ડુંગળીઓનો હાર પહેરાવવો
ઢોલ-નગારાં વગાડવાં
તાર કાપી નાંખવા
તાળાં મારવાં
તાળીઓ પાડ્યા કરવી
તાંડવનૃત્ય દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવો 
દીવા પ્રગટાવવા
દેખાવો કરવા
ધરણાં કરવાં
નનામા પત્રો લખવા
નનામી કાઢવી  
પગરખાં ફેંકવાં
પત્રો લખવા
પત્રિકાઓ વહેંચવી
પત્રિકાનું વાચન કરવું
પથ્થરમારો કરવો
પરિપત્રની હોળી કરવી
પાણીમાં પૂરીઓ તળવી
પોક મૂકીને જોરજોરથી રડવું
પોસ્ટર્સ ચોંટાડવાં
પોસ્ટર્સ ફાડવાં
પૂતળાનું દહન કરવું
પૂતળાને જૂતાંથી ફટકારવું
પૂતળાને ફાંસી આપવી
પ્રતિજ્ઞા લેવી અને લેવડાવવી
ફૂલ આપવાં
બળદગાડાં કે ઊંટલારી લઈને આવવું
બંગડીઓ મોકલવી
બાટલીમાં ભરેલો દૂષિત પાણીનો નમૂનો બતાવવો 
બાંય ઉપર કાળી પટ્ટી ધારણ કરવી
બેસણું રાખવું
ભીંતો ઉપર સૂત્રો લખવાં 
ભૂખ હડતાલ ઉપર ઊતરવું
મગજની શસ્ત્રક્રિયા કરવી
માટલાં ફોડવાં
માથે મૂંડન કરાવવું  
માનવસાંકળ બનાવવી
મેંશ ચોપડવી 
મોં ઉપર કાળી પટ્ટી બાંધવી
મૌનકાંતણ કરવું
મૌનકૂચ કાઢવી
મૂછ મૂંડાવવી
મીણબત્તીઓ પ્રગટાવવી
મૃતદેહ મૂકી રાખવો 
રસ્તા રોકવા
રામધૂન બોલાવવી
રેલગાડી રોકી દેવી
રેલના પાટા ઉખાડી દેવા 
લોહીથી પત્ર લખવો
વાહન ઉપર ચઢીને એનો કબજો લઈ લેવો
વાહનનાં પૈડાંની હવા કાઢી નાખવી
વાહનની ચાવી લઈ લેવી
વાહનવ્યવહાર થોભાવી દેવો
વીજ-ગોળા અને પ્રકાશ-નલિકા ફોડવાં
વૃક્ષને બાથ ભીડી રાખવી (ચિપકો આંદોલન)
શર્ટ કાઢી નાખવું   
શેરીનાટક કરવું
સફેદ વસ્ત્ર ધારણ કરવાં
સભાત્યાગ કરવો
સરકારી કર ન ભરવો 
સરઘસ કાઢવું
સાઇકલ-રેલી કાઢવી 
સામૂહિક ધરપકડ વહોરવી
સામૂહિક રજા ઉપર ઊતરવું
સૂત્રોચ્ચાર કરવા
હડતાલ પાડવી 
હસ્તાક્ષર ઝુંબેશ ચલાવવી
હોળી કરવી
હુરિયો બોલાવવો



આ પૈકી ગાંધી-માર્ગી અહિંસક પ્રતિકાર-પદ્ધતિ કેટલી?!


Monday, February 17, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 770


આપણે ઉજવણી નાના પાયે જ કરવી. આની મતલબ એ જ કે 'ઉજવણી'માં હૃસ્વ એટલે કે નાની 'ઉ' કરવી!


Saturday, February 15, 2014

પતનની (સર્જનાત્મક) ઊંચાઈ : કેજરીવાલથી કેજરીફોલ !


Arvind Quits, Blames Congress And BJP, Asks LG To Dissolve Assembly
49 DAYS FOR KEJRIFALL

('The Times of India', Ahmedabad, February 15, 2014; Heading of the lead story; Page One)


Friday, February 14, 2014

બનાવ : શરમજનક, શીર્ષક : સર્જનાત્મક


Parliament holds its nose
('The Indian Express', Ahmedabad, February 14, 2014; Heading of the lead story; Page One)

Pepper spray in House has Indian democracy in tears
('The Times of India', Ahmedabad, February 14, 2014; Heading of the lead story; Page One)

Pepper spray takes Parliament to new low
('The Hindu', Delhi, February 14, 2014; Heading of the lead story; Page One)


આજનો દિવસ 'યુટ્યુબ' માટે વિશેષ છે?!


યુટ્યુબ વિશેની દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી 'યુટ્યુબ' ઉપર જોવી હોય તો કરો આ કળદાબ :

http://www.youtube.com/watch?v=GLQDPH0ulCg


Thursday, February 13, 2014

તમે છેલ્લે ક્યારે રેડિયો સાંભળ્યો હતો?


'યુનેસ્કો' દ્વારા પ્રત્યેક વર્ષની તેરમી ફેબ્રુઆરી 'વિશ્વ રેડિયો દિવસ' તરીકે ઉજવાય છે.

વધુ વિગતો મેળવવા અહીં પહોંચી જાવ :


Wednesday, February 12, 2014

જુઓ, મોતના તાંડવકૃત્યની પૂર્વ તૈયારી


http://www.youtube.com/watch?v=Z9v5sW6t0zI

(સૌજન્ય : youtube)


આંતર વિદ્યાપીઠ ક્રિકેટ સ્પર્ધા - 2013/2014





શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક કમલેશ પટેલ સાથે વિજેતા વિદ્યાર્થીઓ
Photographs : Ashwinkumar / છબીઓ : અશ્વિનકુમાર


ગુજરાતમાં 'રમતની રાજધાની' તરીકે ખ્યાતનામ સાદરા (જિલ્લો : ગાંધીનગર!) મુકામે યોજાયેલી, આંતર વિદ્યાપીઠ ક્રિકેટ સ્પર્ધામાં, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, અમદાવાદ પરિસરના વિદ્યાર્થીઓ દ્વિતીય ક્રમે વિજેતા થયા છે. તેમને અભિનંદન પાઠવતાં, 'સંસ્થા' ધન્યતા અનુભવે છે!


Monday, February 10, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 769


આપણા પત્રકારત્વની ભાષા મુજબ, માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એ જે દુનિયા છોડે છે તે દુનિયા મોટે ભાગે 'ફાની' હોય છે !

'ફાની' શબ્દનો અર્થ શો થાય?
'ફાની' એટલે નાશવંત.
આ શબ્દ મૂળ અરબીમાંથી આવ્યો છે.


Sunday, February 9, 2014

ભાષાની મજા, મજાની ભાષા - 768


ગુજરાતી 'કોલમ' અને અંગ્રેજી 'કૉલમ' ભિન્ન અર્થ ધરાવે છે!

'કોલમ' એ ડાંગરની એક જાત છે, જ્યારે 'કૉલમ' શબ્દ અખબારોમાં સ્તંભ કે વિભાગ માટે વપરાય છે.


Saturday, February 8, 2014

બકરાં


પર્વતને ખાલી ચઢી ગઈ છે,
બકરાં તો મોજથી ફર્યાં કરે છે!

                               - અશ્વિનકુમાર



Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


સ્થળ : ચાની ખેતીવાળો પર્વતીય વિસ્તાર, દાર્જીલિંગ, પશ્ચિમ બંગાળ
તારીખ :  17-05-2013


Thursday, February 6, 2014

... બને


ઊડે મોર ને એવું પણ બને,
સર્વ રંગ છલકે એવું પણ બને.

                               - અશ્વિનકુમાર


Wednesday, February 5, 2014

ખોળે


હોય માને ખોળે,
શિશુ કશું ન ખોળે.

                  - અશ્વિનકુમાર


Tuesday, February 4, 2014

'ફેસબૂક'ના જન્મદિને, શુભેચ્છા છે આપને !


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


ગૂજરાત વિદ્યાપીઠ : કુલપતિ અને કાર્યકાળ


ક્રમ
નામ
જન્મદિન
મૃત્યુદિન
કુલપતિ-કાર્યકાળ
૦૧
મોહનદાસ ક. ગાંધી
૦૨-૧૦-૧૮૬૯
૩૦-૦૧-૧૯૪૮
૧૮-૧૦-૧૯૨૦થી
૩૦-૦૧-૧૯૪૮
૦૨
વલ્લભભાઈ ઝ. પટેલ
૩૧-૧૦-૧૮૭૫
૧૫-૧૨-૧૯૫૦
૧૪-૦૬-૧૯૪૮થી
૧૫-૧૨-૧૯૫૦
૦૩
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
૦૩-૧૨-૧૮૮૪
૨૮-૦૨-૧૯૬૩
૧૪-૦૩-૧૯૫૧થી
૨૮-૦૨-૧૯૬૩
૦૪
મોરારજી દેસાઈ
૨૯-૦૨-૧૮૯૬
૧૦-૦૪-૧૯૯૫
૧૬-૦૬-૧૯૬૩થી
૧૦-૦૪-૧૯૯૫
૦૫
રામલાલ ડા. પરીખ
૧૮-૦૪-૧૯૨૭
૨૧-૧૧-૧૯૯૯
૨૩-૦૬-૧૯૯૬થી
૨૧-૧૧-૧૯૯૯
૦૬
ડૉ. સુશીલા નૈયર
૨૬-૧૨-૧૯૧૪
૦૩-૦૧-૨૦૦૧
૧૮-૦૮-૨૦૦૦થી
૦૩-૦૧-૨૦૦૧
૦૭
નવીનચંદ્ર બારોટ
૨૩-૧૦-૧૯૨૪
૦૧-૦૮-૨૦૦૨
૨૬-૦૬-૨૦૦૧થી
૦૧-૦૮-૨૦૦૨
૦૮
નવલભાઈ શાહ
૧૦-૧૨-૧૯૨૦
૧૫-૦૨-૨૦૦૩
૦૪-૧૦-૨૦૦૨થી
૧૫-૦૨-૨૦૦૩
૦૯
રવીન્દ્ર વર્મા
૧૮-૦૪-૧૯૨૫
૦૯-૧૦-૨૦૦૬
૧૮-૦૭-૨૦૦૩થી
૦૯-૧૦-૨૦૦૬
૧૦

નારાયણ મ. દેસાઈ
૨૪-૧૨-૧૯૨૪
૧૫-૦૩-૨૦૧૫
 ૨૩-૦૭-૨૦૦૭થી ૦૭-૦૩-૨૦૧૫
૧૧
ઇલા ભટ્ટ
૦૭-૦૯-૧૯૩૩
૦૨-૧૧-૨૦૨૨
૦૭-૦૩-૨૦૧૫થી ૧૯-૧૦-૨૦૨૨

૧૨ આચાર્ય દેવવ્રતજી, કુલાધિપતિશ્રી, ગૂજરાત વિદ્યાપીઠ

Saturday, February 1, 2014