Tuesday, February 18, 2014

વિરોધપ્રદર્શનની પ્રયુક્તિઓ

 // સૂચિકર્તા : અશ્વિનકુમાર //

અચોક્કસ મુદતના ઉપવાસ કરવા
અનાજનો એક એક દાણો ખાવો
અંધારપટ કરવો 
આત્મવિલોપનની કોશિશ કરવી
આવેદનપત્ર આપવું
ઈંડાં ફેંકવાં
કપડાં ઉપર સૂત્રો લખવાં
કપડાં કાઢી નાખવાં
કપડાં ફાડી નાખવાં
કલમબંધી(પેન ડાઉન) કરવી
કાદવ ચોપડવો
કાર્યક્રમનો બહિષ્કાર કરવો
કાળા વાવટા ફરકાવવા    
કાળી પટ્ટી ધારણ કરવી
કાળી શાહી ચહેરા ઉપર છાંટવી 
કૂચ કાઢવી
ખાસડાંનો હાર પહેરાવવો
ગધેડાના પેટ ઉપર નામ ચીતરીને તેને છૂટો મૂકવો  
ગધેડો આગળ રાખીને સરઘસ કાઢવું
ગંગાજળ છાંટીને સ્થળ પવિત્ર કરવું 
ઘંટનાદ કરવો
ઘેરાવ કરવો
ચિચિયારીઓ પાડવી
છાજિયાં લેવાં
જનતા સંચારબંધી(પબ્લિક કર્ફ્યુ)નું પાલન કરવું
જૂતાં ચમકાવવાં (બૂટ પોલિશ કરવી)  
જેલભરો આંદોલન કરવું
ઝાડુ લઈને સ્થળ-સફાઈ કરવી 
ટપલીદાવ કરવો
ટામેટાંની રાખડી બાંધવી 
ટામેટાં ફેંકવાં
ટાંકી ઉપર ચઢી જવું
ઠઠ્ઠાચિત્રો દોરવાં
ડુંગળીઓનો હાર પહેરાવવો
ઢોલ-નગારાં વગાડવાં
તાર કાપી નાંખવા
તાળાં મારવાં
તાળીઓ પાડ્યા કરવી
તાંડવનૃત્ય દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવો 
દીવા પ્રગટાવવા
દેખાવો કરવા
ધરણાં કરવાં
નનામા પત્રો લખવા
નનામી કાઢવી  
પગરખાં ફેંકવાં
પત્રો લખવા
પત્રિકાઓ વહેંચવી
પત્રિકાનું વાચન કરવું
પથ્થરમારો કરવો
પરિપત્રની હોળી કરવી
પાણીમાં પૂરીઓ તળવી
પોક મૂકીને જોરજોરથી રડવું
પોસ્ટર્સ ચોંટાડવાં
પોસ્ટર્સ ફાડવાં
પૂતળાનું દહન કરવું
પૂતળાને જૂતાંથી ફટકારવું
પૂતળાને ફાંસી આપવી
પ્રતિજ્ઞા લેવી અને લેવડાવવી
ફૂલ આપવાં
બળદગાડાં કે ઊંટલારી લઈને આવવું
બંગડીઓ મોકલવી
બાટલીમાં ભરેલો દૂષિત પાણીનો નમૂનો બતાવવો 
બાંય ઉપર કાળી પટ્ટી ધારણ કરવી
બેસણું રાખવું
ભીંતો ઉપર સૂત્રો લખવાં 
ભૂખ હડતાલ ઉપર ઊતરવું
મગજની શસ્ત્રક્રિયા કરવી
માટલાં ફોડવાં
માથે મૂંડન કરાવવું  
માનવસાંકળ બનાવવી
મેંશ ચોપડવી 
મોં ઉપર કાળી પટ્ટી બાંધવી
મૌનકાંતણ કરવું
મૌનકૂચ કાઢવી
મૂછ મૂંડાવવી
મીણબત્તીઓ પ્રગટાવવી
મૃતદેહ મૂકી રાખવો 
રસ્તા રોકવા
રામધૂન બોલાવવી
રેલગાડી રોકી દેવી
રેલના પાટા ઉખાડી દેવા 
લોહીથી પત્ર લખવો
વાહન ઉપર ચઢીને એનો કબજો લઈ લેવો
વાહનનાં પૈડાંની હવા કાઢી નાખવી
વાહનની ચાવી લઈ લેવી
વાહનવ્યવહાર થોભાવી દેવો
વીજ-ગોળા અને પ્રકાશ-નલિકા ફોડવાં
વૃક્ષને બાથ ભીડી રાખવી (ચિપકો આંદોલન)
શર્ટ કાઢી નાખવું   
શેરીનાટક કરવું
સફેદ વસ્ત્ર ધારણ કરવાં
સભાત્યાગ કરવો
સરકારી કર ન ભરવો 
સરઘસ કાઢવું
સાઇકલ-રેલી કાઢવી 
સામૂહિક ધરપકડ વહોરવી
સામૂહિક રજા ઉપર ઊતરવું
સૂત્રોચ્ચાર કરવા
હડતાલ પાડવી 
હસ્તાક્ષર ઝુંબેશ ચલાવવી
હોળી કરવી
હુરિયો બોલાવવો



આ પૈકી ગાંધી-માર્ગી અહિંસક પ્રતિકાર-પદ્ધતિ કેટલી?!


No comments:

Post a Comment