Thursday, September 7, 2023

'નવજીવનનો અક્ષરદેહ' વીજાણુ દેહ ધારણ કરે છે

બરાબર 104 વર્ષ પહેલાં ‘નવજીવન’ સામયિકનો પહેલો અંક પ્રકાશિત થયો હતો. સિગનેટ ઇન્ફોટેકની ટીમનું નવજીવન સાથે કામ કરવાનું શરુ થયું 2013માં. એ જ વર્ષે શરૂઆત થઈ નવજીવન ટ્રસ્ટના House Magazine ‘નવજીવનનો અક્ષરદેહ’ની. અત્યાર સુધી પ્રગટ થયેલાં એનાં 112 અંકોમાં 3940 પાનાં ભરીને લગભગ 1100 જેટલા લેખોની વાચનસામગ્રી ભરી પડી છે. પહેલેથી જ એ અંકો PDF અને Flipbook સ્વરૂપે વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પણ હવે એ વિશાળ વાચનસામગ્રી એક સાથે એક 4000 પાનાંની Flipbook જેવા દેખાવની websiteમાં ફેરવાઈ રહી છે. કોઈ પણ વર્ષના કોઈ પણ પાના પરથી અન્ય કોઈ પણ અંકમાં જઈ શકાય. અનુક્રમણિકા પર click કરી તે લેખ પર જઈ શકાય.

‘નવજીવન’ના પ્રાકટ્ય વર્ષે એ તમામ 1100 જેટલા લેખોની સમગ્ર સૂચિ અહીં પ્રસ્તુત છે. પાના ફેરવતા ફેરવતા જે લેખ વાંચવાનું મન થાય તેની પર click કરીને તેના સુધી પહોંચી શકાય. આ સૂચિ searchable છે. Cntrl + F કરી ગુજરાતીમાં કોઈ પણ શબ્દ ટાઇપ કરી શીર્ષકમાં એ શબ્દ ધરાવતો લેખ શોધી શકાય છે.

હા, આ હજી Work in Progress છે. એના પર કામ ચાલુ છે. હજી ઘણા સુધારા-વધારાને અવકાશ છે. આ પોસ્ટને LIKE કરવાની જરૂર નથી... આ સૂચિનો ઉપયોગ કરી એક પણ લેખ સુધી તમે પહોંચશો તો અમારી મહેનત સાર્થક થશે. મોબાઇલ ફોન કે ટેબલેટમાં એક - એક પાનાં દેખાશે, પણ laptop કે desktop પર પુસ્તકની જેમ જ સામસામે બે પાનાં વાચવાની મજા આવશે. વાંચો અને વહેંચો એવી આશા.

આવતા વર્ષોમાં ‘નવજીવન’ સહિત ગાંધીજી સંપાદિત સામયિકોને પણ આ રીતે જ સુલભ કરી શકાય એવા સ્વપ્ન સાથે...


No comments:

Post a Comment