Sunday, December 22, 2024

ગૂજરાત વિદ્યાપીઠમાં 'ખેલભારતી' રમતોત્સવનું આયોજન

ગૂજરાત વિદ્યાપીઠ | અખબારી યાદી

ગૂજરાત વિદ્યાપીઠમાં 'ખેલભારતી' રમતોત્સવનું આયોજન

* જે ખેલે છે તે ખીલે છે : કુલપતિશ્રી ડૉ. હર્ષદ પટેલ

* રમતોત્સવમાં 464 ખેલાડીઓની ઉત્સાહભેર ભાગીદારી   

ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ પરિસરના રમતગમત સંકુલમાં ૨૨થી ૨૪ ડિસેમ્બર, ર૦૨૪ દરમિયાન 'ખેલભારતી' રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દોડ, કૂદ, ફેંક જેવી ખેલકૂદ પ્રવૃત્તિઓ, સાંઘિક રમતો, અને વ્યક્તિગત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 'ખેલભારતી' રમતોત્સવમાં 464 ખેલાડીઓએ ઊર્જા અને ઉમંગથી ભાગ લીધો છે.
 
22-12-2024 ને રવિવારની સવારે ખેલભારતી રમતોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રમતવીરોએ સમૂહકૂચ કરી હતી અને આતશ જ્યોત પ્રગટાવી હતી. રમતવીર મહેશ ઝાંપડિયાએ પ્રતિજ્ઞાવાચન કર્યું હતું. શારીરિક શિક્ષણ અને રમત વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડૉ. જગદીશચન્દ્ર ગોઠીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

મુખ્ય અતિથિ તરીકે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ડેસરના પૂર્વ કુલપતિશ્રી ડૉ. જતીન સોનીએ ઉદ્બોધનમાં સ્વાસ્થ્યને શ્રેષ્ઠ સંપત્તિ ગણાવી હતી. ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી સુરેશ રામાનુજે વિદ્યાપીઠમાં પોતાના વિદ્યાર્થીકાળના દિવસોને યાદ કરીને શારીરિક ચુસ્તીનો મહિમા કર્યો હતો. કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રા. ફકીરચંદે વક્તવ્યમાં માનવીના જીવનમાં રમતગમતની અનિવાર્યતા ઉપર ભાર મૂક્યો હતો.

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે અધ્યક્ષીય ઉદ્બોધનમાં, વિદ્યાર્થીઓને રમતગમત માટે પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, 'જે ખેલે છે તે ખીલે છે.' તેમણે ખેલભારતી રમતોત્સવની વિધિવત ઘોષણા કરી હતી. 

ખેલભારતી રમતોત્સવમાં યુ.જી.સી.ના અન્ડર સેક્રેટરી રવિનારાયણ અને કુરુક્ષેત્ર યુનિવર્સિટીના પ્રા. રામનિવાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શારીરિક શિક્ષણ વિભાગના પ્રા. પ્રભુલાલ કાસુન્દ્રાએ કર્યું હતું. વિદ્યાર્થી રમતગમત, સાંસ્કૃતિક અને કલ્યાણ શાખાનાં અધ્યક્ષ ડૉ. અમિષા શાહે આભારવિધિ કરી હતી. તા. 24-12-2024 ને મંગળવારના રોજ સવારે ખેલભારતી રમતોત્સવનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાશે.

 




Sunday, December 8, 2024

Vocabulary


https://www.vocabulary.com/dictionary/goodbye

ગુજરાતી અંગત નિબંધો


https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AA%A4_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AB%8B

'ગુજરાત સમાચાર ટ્રસ્ટ' અને 'ક્લાસ્મૃતિ' દ્વારા દિગ્દર્શન કાર્યશાળા


'ગુજરાત સમાચાર ટ્રસ્ટ' અને 'ક્લાસ્મૃતિ' દ્વારા નાટ્ય કળાને પ્રોત્સાહન આપવા અને સારા દિગ્દર્શકો તૈયાર કરવાના ઉદ્દેશ સાથે 37મી એકાંકી નાટ્ય સ્પર્ધા પૂર્વે 3 દિવસીય તદ્દન નિઃશુલ્ક દિગ્દર્શન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીય કક્ષાના દિગ્દર્શકો રાજુ બારોટ, સૌમ્ય જોશી, સંજય ગોરડીયા અને વિરલ રાચ્છ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશે. આ વર્કશોપ તદ્દન નિઃશુલ્ક છે તેમાં જોડાવા આપને સાદર નિમંત્રણ છે.

આ વર્કશોપમાં ભાગ લેવા ઓનલાઇન ફોર્મ ભરી પૂર્વ રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.

તારીખ : 27, 28, અને 29 ડિસેમ્બર 2024

સમય : સાંજે 6થી 10

સ્થળ : ક્લાસ્મૃતિ, GSTV કેમ્પસ, ઈસકોન મંદિરની બાજુમાં, અમદાવાદ

ફોન : +91 6357936893

રજીસ્ટ્રેશન લિંક :

સ્થળની લિંક :

Friday, December 6, 2024

ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંઘ શતાબ્દી વર્ષ શુભારંભ સમારોહ યોજાયો

ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંઘ શતાબ્દી વર્ષ શુભારંભ સમારોહ યોજાયો 

૦ ગૂજરાત વિદ્યાપીઠે આપેલાં જીવન મૂલ્યોએ મારું ઘડતર કર્યું છે  : પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ

૦ સ્નાતકોની વર્તણૂક એ જ વિદ્યાપીઠ છે : કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ

ગૂજરાત વિદ્યાપીઠના હીરક સભાખંડમાં તા. ૬ ડિસેમ્બર, ૨૦૨૪ ને શુક્રવારના રોજ ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘ શતાબ્દી વર્ષ શુભારંભ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં સંઘગાન અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી  શ્રી સુરેશ રામાનુજે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.

ત્યારબાદ, સ્નાતક સંઘના ગીતની રજૂઆત અને સ્નાતક સંઘના પ્રતીકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમના મુખ્ય મહેમાન પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે વક્તવ્ય આપતા એમના ગૂજરાત વિદ્યાપીઠ સાથેના અનુભવોને વાગોળ્યા હતા.

પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે જણાવ્યું હતું કે તેઓ 48 વર્ષ પહેલાં ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા હતા. તેમણે 10મા અને 11મા ધોરણનો અભ્યાસ ગૂજરાત વિદ્યાપીઠમાં કર્યો હતો. તેમણે આચાર્ય ચંદ્રકાંત ઉપાધ્યાય સાથેના એમના શાળાજીવનના અનુભવની વિગતે વાત માંડી હતી. શ્રી જોરાવરસિંહ જાદવે જણાવ્યું હતું કે, મને ગુજરાતી લખતાં આવડતું નહોતું. પણ ગૂજરાત વિદ્યાપીઠમાં હું સાચું ગુજરાતી લખતાં શીખ્યો અને આજે મારાં 115 પુસ્તકો પ્રગટ થયાં છે. તેમનાં પુસ્તકો આજે પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે. તેમણે વર્ષ 1979માં ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી હતી. જે સંસ્થા થકી લોકસાહિત્ય, સંસ્કૃતિ અને કળાનો પ્રચાર- પ્રસાર કરવામાં આવે છે. આ સંસ્થા સાથે 5000 લોક-કલાકારો જોડાયેલા છે. શ્રી જોરાવરસિંહ જાદવે કહ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠના સંસ્કારો અને કેળવણી મને જીવનભર બહુ કામ લાગ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠે આપેલાં જીવન મૂલ્યોએ મારું ઘડતર કર્યું છે. તેમણે સ્નાતકોને સંદેશો આપતાં કહ્યું હતું કે, કોઈપણ કાર્ય નિષ્ઠાથી કરો તો એનું ફળ મળશે જ.

સ્નાતક સંઘના સંયોજક ડૉ. કૌશિકભાઈ પટેલે વર્ષ  દરમિયાનના શતાબ્દી આયોજનની વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે, સ્નાતકોએ પહેલા ચરણમાં આઠ લાખ ઇકોતેર હજાર રૂપિયા જેટલી રકમનો ફાળો આપ્યો છે.

કુલસચિવશ્રી ડૉ. નિખિલભાઈ ભટ્ટે મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કારનાં નામોની ઘોષણા કરી હતી. આ ઘોષણા અંતર્ગત વર્ષ 2023ના પુરસ્કાર માટે, છત્તીસગઢમાં કામ કરનાર ભારતી ઓડેદરાની અને વર્ષ 2024ના પુરસ્કાર માટે ગ્રામશિલ્પી અશોક ચૌધરીની પસંદગી થઈ છે.

કુલપતિ શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે અધ્યક્ષીય ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, સ્નાતકો માટે ગૂજરાત વિદ્યાપીઠ સાથેનાં સ્મરણોને વાગોળવાનો અને જૂની યાદોને તાજી કરવાનો આ અનેરો અવસર છે. તેમણે કહ્યું હતું કે હીરામાં કોણ પહેલ પાડે છે એ અગત્યનું છે. તેમણે મોરારજી દેસાઈના અવતરણ 'સ્નાતક સંઘ એ માતૃસંસ્થા સાથેની સગાઈ છે.'ને યાદ કર્યું હતું.

તેમણે સ્નાતક સંઘનાં વિવિધ અધિવેશનોનો વિગતે પરિચય આપ્યો હતો. સ્નાતક સંઘનું પહેલું અધિવેશન 1926માં આચાર્ય ગિદવાણીના અધ્યક્ષસ્થાને, બીજું અધિવેશન 1928માં આચાર્ય કૃપાલાનીના અધ્યક્ષસ્થાને અને ત્રીજું અધિવેશન 1929માં કિશોરલાલ મશરૂવાળાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંગ્રહાલયના નિર્માણની સંકલ્પના રજૂ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી ગ્રામજીવનયાત્રા ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકોને ધ્યાનમાં રાખીને યોજવામાં આવશે. એક અંદાજ મુજબ ગૂજરાત વિદ્યાપીઠના 28 હજાર સ્નાતકો  દેશનાં વિવિધ રાજ્યોમાં વસે છે. ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ વિદેશમાં પણ વસે છે. આગામી ગ્રામજીવન યાત્રામાં વિદ્યાર્થીઓ ગુજરાતના તમામ જિલ્લામાં વસતા વિદ્યાપીઠના સ્નાતકો સાથે સીધો સંપર્ક કરશે. ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકો વિશે દસ્તાવેજી ચલચિત્રો બનાવવાનું પણ કામ ચાલી રહ્યું છે. તેમણે ખાસ કહ્યું હતું કે સ્નાતકોની વર્તણૂક એ જ વિદ્યાપીઠ છે. જેવો સ્નાતક એવી વિદ્યાપીઠ. ગૂજરાત વિદ્યાપીઠની પરંપરા ઉજ્જવળ છે.

કાર્યક્રમના અંતે સ્નાતક ચંદુભાઈ પટેલે આભારદર્શન કર્યું હતું.

કાર્યક્રમનું સંચાલન ગુજરાત યુનિવર્સિટીના પ્રા. અમૃતભાઈ ભરવાડે કર્યું હતું.

Friday, November 22, 2024

સરદાર સાર્ધશતાબ્દી સ્મરણ શ્રેણી : ૦૨


ડૉ. અશ્વિનકુમાર

વિષય : 'સરદાર વલ્લભભાઈ પટેલ : જીવન અને કાર્ય' 
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૨૨-૧૧-૨૦૨૪, શુક્રવાર




 

Thursday, November 21, 2024

સરદાર સાર્ધશતાબ્દી સ્મરણ શ્રેણી : ૦૧


ડૉ. અશ્વિનકુમાર
વિષય : 'સરદાર વલ્લભભાઈ પટેલ : જીવન અને કાર્ય'
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૨૧-૧૧-૨૦૨૪, ગુરુવાર




 

Monday, November 18, 2024


ઓડિશામાં છાણના ઢગલામાંથી મોટી માત્રામાં ચલણી નોટો મળી આવી

ઓડિશામાં છાણાંના ઢગલામાંથી મોટી માત્રામાં ચલણી નોટો મળી આવી

સમાચાર
૧૮-૧૧-૨૦૨૪, સોમવાર

Sunday, November 17, 2024


અમેરિકાએ ચોરેલી ૧૪૦૦થી વધુ કલાકૃતિઓ ભારતને સોંપી

અમેરિકાએ ચોરાયેલી ૧૪૦૦થી વધુ કલાકૃતિઓ ભારતને સોંપી

સમાચાર
૧૭ નવેમ્બર, ૨૦૨૪, રવિવાર

Friday, November 15, 2024


કપિલ દેવદિવાળીએ વિદેશ ફરવા જશે.

કપિલ દેવ દિવાળીએ વિદેશ ફરવા જશે.

Thursday, November 14, 2024

Nalla's Legacy: Tigers, Tales, and The Wild | AMA Ahmedabad

 


A captivating evening for *Nalla's Legacy: Tigers, Tales, and The Wild*

A *Special Screening* & Conversation with Award-Winning Filmmaker Subbiah Nallamuthu, who will share insights from his remarkable 16-year journey capturing the majesty of tigers in the wild.

Don’t miss this exclusive opportunity to experience the wild through the lens of a 5-time National Award winner.

*Date:* Thursday, November 14, 2024

*Time:* 6:30 PM to 7:45 PM

*Venue:* AMA Complex, ATIRA Campus, Ahmedabad 

*Speaker:* *Mr. Subbiah Nallamuthu,* Wildlife Filmmaker and Cinematographer 

વ્યક્તિવિશેષ | દિલીપ રાણપુરા | Dilip Ranpura | ગુજરાત વિશ્વકોશ

 


ગાંધીજી : સંસ્કૃતિ વિશે

 



ગાંધીજી 
અંગ્રેજી ભણતર, નોંધ [મૂળ અંગ્રેજી], 'યંગ ઇન્ડિયા', ૧-૬-૧૯૨૧

Tuesday, November 12, 2024

અખબારી યાદી || ગુજરાત ગણિત મંડળના પ્રમુખ તરીકે ગૂજરાત વિધાપીઠના કુલપતિ ડો. હર્ષદ પટેલની વરણી


ગુજરાત ગણિત મંડળના પ્રમુખ તરીકે ગૂજરાત વિધાપીઠના કુલપતિ અને ગણિત શિક્ષણ પદ્ધતિના અધ્યાપક ડૉ. હર્ષદ પટેલની વર્ષ ૨૦૨૫ માટે વરણી કરવામાં આવી છે.

અમરેલી ખાતે યોજાયેલા ગુજરાત ગણિત મંડળના ૬૧મા વાર્ષિક અધિવેશનમાં સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૫ માટે ગુજરાત ગણિત મંડળના પ્રમુખ તરીકે ડૉ. હર્ષદ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. શ્રી હર્ષદ પટેલ ગુજરાત ગણિત મંડળના આજીવન સભ્ય છે. તથા તેઓ ૨૫ વર્ષથી ગણિત વિષય પદ્ધતિના અધ્યાપક તરીકે કાર્યરત છે. તેઓએ ગણિતને આનંદમય અને સરળ ભાષામાં વ્યક્ત કરતા 'મજાનું ગણિત' દ્વિમાસિકના સંપાદક તરીકે કાર્ય કર્યું છે. 'સુગણિતમ' અને ગણિત મંડળની પ્રવૃત્તિઓ સાથે વર્ષોથી જોડાયેલા છે. તેઓ ગણિતજ્ઞો શ્રી પ્ર. ચુ. વૈધ, શ્રી ફાધર વાલેસ, શ્રી એ. આર. રાવ અને શ્રી અરુણ વૈધના પ્રદાનના સંવાહક રહ્યા છે.

અખબારી યાદી
સૌજન્ય :
ગુજરાત ગણિત મંડળ

Saturday, November 2, 2024

નવા વર્ષના નિશ્ચયો અને ગાંધીજી //// Gandhiji and New Year's resolutions


નવા વર્ષના નિશ્ચયો અને ગાંધીજી 
Gandhiji and New Year's resolutions


Photo-courtesy : google image


"જોઉં છું તમે નવા વર્ષે કેવા નવા નિશ્ચયો કર્યા છે. ન બોલે તેને બોલાવજો. જે ન આવે તેને ઘેર જજો. જે રિસાય તેને રીઝવજો. અને આ બધું તેના ભલાને સારુ નહીં પણ તમારા ભલાને સારુ કરજો. જગત લેણદાર છે. આપણે તેના કરજદાર છીએ."

- બાપુના આશીર્વાદ

(આશ્રમની બહેનોને પત્ર
પચીસમી ઑક્ટોબર, ૧૯૨૭, મંગળવાર
દિવાળી, વિક્રમ સંવત ૧૯૮૩)

સરદાર વલ્લભભાઈ - ભાગ પહેલો


https://gu.m.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B5%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%AD%E0%AA%AD%E0%AA%BE%E0%AA%88_-_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B

Thursday, October 31, 2024

Sardar Vallabhbhai Patel : भारत की एकता के सूत्रधार


https://youtu.be/gF4EA7VqCR4?feature=shared

Sardar Vallabhbhai Patel - India’s Iron Man || Balraj Krishna


https://archive.org/details/in.ernet.dli.2015.463606/page/n30/mode/thumb

દિવાળીએ બાપુના આશીર્વાદ ////// Bapu's blessings on Diwali


"ન બોલે તેને બોલાવજો. જે ન આવે તેને ઘેર જજો. જે રિસાય તેને રીઝવજો. અને આ બધું તેના ભલાને સારુ નહીં પણ તમારા ભલાને સારુ કરજો. જગત લેણદાર છે. આપણે તેના કરજદાર છીએ."             # ગાંધીજી







Saturday, October 26, 2024

ગૂજરાત વિદ્યાપીઠ : ગ્રામજીવન પદયાત્રા : ઑક્ટોબર - ૨૦૨૪ : જિલ્લો : મોરબી

છબી-છાબ



















ગૂજરાત વિદ્યાપીઠ : ગ્રામજીવન પદયાત્રા : ઑક્ટોબર - ૨૦૨૪ : જિલ્લો : મોરબી


દિવસવાર અહેવાલ

૨૬-૧૦-૨૦૨૪, શનિવાર

નવા અમરાપર (ગણેશપુર)

ચાર + ચાર = આઠ કિલોમીટર પગપાળા ગ્રામ
યાત્રા કરી. 

ગૂગલ ફોર્મ ભર્યા.

પ્રાથમિક શાળાના આચાર્યની મુલાકાત લીધી.
પ્રાકૃતિક ખેતી વિશે ચર્ચા કરી.
સો વર્ષનાં માડીની મુલાકાત લીધી.
જૂના જમાનાનાં ખાનપાનની ચર્ચા કરી.

Friday, October 25, 2024

ગૂજરાત વિદ્યાપીઠ : ગ્રામજીવન પદયાત્રા : ઑક્ટોબર - ૨૦૨૪ : જિલ્લો : મોરબી


દિવસવાર અહેવાલ

૨૫-૧૦-૨૦૨૪, શુક્રવાર

ગ્રામ-સંપર્ક : ઇંગોરાળા
 
સવારે ૮:૦૦ કલાકે ઇંગોરાળા ગામની મુલાકાતે જવા નીકળ્યા. 

વિદ્યાર્થીઓે પંચાવન ગૂગલ ફોર્મ ભર્યા. 

બિપીનભાઈ, પૂર્વ સરપંચ  સાથે રૂબરૂ મુલાકાત : 
"ભાંગતાં જતાં ગામડાં, ઓછી સ્ત્રી-સંખ્યા, લગ્નના બજારમાં છોકરાઓની ચિંતાજનક સ્થિતિ, આદિવાસી મજૂરો ઉપર નિર્ભરતા, રખડતાં ઢોર, સંકોચાયેલાં ગોચર." 

હસુભાઈ 
સંજયભાઈ 
અલ્પેશભાઈ 
સાથે રૂબરૂ મુલાકાત 

પ્રાથમિક શાળાની મુલાકાત 
આચાર્ય નિલેશભાઈ અને 
શિક્ષકો 
ઘનશ્યામભાઈ 
રાજેશભાઈ 
અને 
વિદ્યાર્થીઓ સાથે સંવાદ 
શિક્ષકો સાથે પ્રાકૃતિક ખેતી વિષયક મુદ્દાની ચર્ચા
 
નમતા પહોરે પર્યાવરણ-નિષ્ણાત હસમુખ પટેલ સાથે પારિસ્થિકી વિજ્ઞાન વિષયક વાર્તાલાપ 
 
મોડી સાંજે ભૂ-ભોમિયા સામતભાઈ સાથે પરિસર પર્યાવરણ પરિભ્રમણ


તેઓ વિમલા ઠાકરને મળવા આબુ ગયા હતા.

તેઓ વિમલા ઠકારને મળવા આબુ ગયા હતા.

બરાકમાં બરક હતા.

Thursday, October 24, 2024

ગૂજરાત વિદ્યાપીઠ : ગ્રામજીવન પદયાત્રા : ઑક્ટોબર - ૨૦૨૪ : જિલ્લો : મોરબી


દિવસવાર અહેવાલ 

૨૪-૧૦-૨૦૨૪, ગુરુવાર

ગ્રામ-સંપર્ક : નવા ઘનશ્યામગઢ

સવારે ૮:૦૦ કલાકે નવા ઘનશ્યામગઢ ગામની મુલાકાતે પગપાળા જવા નીકળ્યા.

પ્રગતિશીલ ખેડૂતોની ખેતર ઉપર રૂબરૂ મુલાકાત અને આદાનપ્રદાન તથા દસ્તાવેજીકરણ

વિદ્યાર્થીઓેએ ૫૮ ગૂગલ ફોર્મ ભર્યા.
પૂર્વ સરપંચ રમેશભાઈના ઘરે ગયા.
ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી વિષયક ચર્ચા.
સરપંચ ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ પટેલ સાથે રૂબરૂ મુલાકાત
સાંજે ૭:૦૦ કલાકે પરત થયા.
સમગ્ર દિવસ દરમિયાન દસ કિલોમીટરથી વધુ અંતર પગપાળા ચાલ્યા.

રાત્રે 
પર્યાવરણ-નિષ્ણાત અયુબ શેરસિયા સાથે 'મોરબી જિલ્લાની પર્યાવરણીય વિશેષતાઓ અને પ્રાકૃતિક ખેતી' વિષયક વાર્તાલાપ



Wednesday, October 23, 2024

ગૂજરાત વિદ્યાપીઠ : ગ્રામજીવન પદયાત્રા : ઑક્ટોબર - ૨૦૨૪ : જિલ્લો : મોરબી


દિવસવાર અહેવાલ

૨૩-૧૦-૨૦૨૪, બુધવાર

કવાડિયા
સુખપર
કોયબા
ઢવાણા
ઘનશ્યામપુર
દીઘળીયા
પલાસણ
ભલગામડા
ચરાડવા
કડીયાણા

કવાડિયામાં કાનજીભાઈ, પૂર્વ સરપંચ સાથે પ્રાકૃતિક ખેતી અંગે મુલાકાત
કવાડિયા ગામમાં
૧૫૦ ઘર
૪૦૦૦ની વસ્તી
૨૦૦૦ ગાય
૧૦૦૦ ભેંસ

કવાડિયામાં સરપંચ વાઘજીભાઈ સાથે પ્રાકૃતિક ખેતી અંગે મુલાકાત

"લોકો ધીરે-ધીરે પ્રાકૃતિક ખેતી અપનાવતા થયા છે. તેઓ પોતાના ઘર પૂરતું શાક-બકાલું કુદરતી ખેતી દ્વારા જ કરે છે."

સુખપરમાં મહિલા સરપંચ સંગીતાબહેન સાથે મુલાકાત અને દસ્તાવેજીકરણ


ગૂજરાત વિદ્યાપીઠ : ગ્રામજીવન પદયાત્રા : ઑક્ટોબર - ૨૦૨૪ : જિલ્લો : મોરબી


દિવસવાર અહેવાલ

૨૩-૧૦-૨૦૨૪, બુધવાર


Tuesday, October 22, 2024

ગૂજરાત વિદ્યાપીઠ : ગ્રામજીવન પદયાત્રા : ઑક્ટોબર - ૨૦૨૪ : જિલ્લો : મોરબી


દિવસવાર અહેવાલ

૨૨-૧૦-૨૦૨૪, મંગળવાર

રણજીતનગર
કેદારીયા
ધનાળા
સુસવાવ 
ઈશ્વરનગર
ઘનશ્યામનગર (નવા ધનાળા)
જૂના દેવળિયા
રોહીશાળા
વાધરવા 
પીલુડી
વાઘપર
ગાળા


પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોની ખેતર ઉપર રૂબરૂ મુલાકાત અને દસ્તાવેજીકરણ


પ્રેમજીભાઈ
વિનુભાઈ
પ્રદીપભાઈ


બાલકૃષ્ણ હડિયલ સાથે રૂબરૂ મુલાકાત અને આદાનપ્રદાન


કુલ સમય : સવારના ૮:૩૦થી રાતના ૮:૩૦
કુલ અંતર : ૧૩૮ કિલોમીટર


Monday, October 21, 2024

ગૂજરાત વિદ્યાપીઠ : ગ્રામજીવન પદયાત્રા : ઑક્ટોબર - ૨૦૨૪ : જિલ્લો : મોરબી


દિવસવાર અહેવાલ

૨૧-૧૦-૨૦૨૪, સોમવાર

સંપર્ક-પ્રવાસમાં આવરી લેવામાં આવેલાં ગામ

વેગડવાવ
નવા વેગડવાવ (શ્રીજી નગર)
બુટવડા
ચંદ્રગઢ
નવા ઇશનપુર
જૂના ઇશનપુર
મંગળપુર
ધણાંદ
રણમલપુર
નવા માલણીયાદ
જૂના માલણીયાદ
કીડી
નવા જોગડ
ખોડ
અજીતગઢ

શાળાના શિક્ષકો, આચાર્યો, વિદ્યાર્થીઓ, સરપંચો, ઉપસરપંચો, ખેડૂતો, દુકાનદારો, બહેનો, યુવાનો, વડીલો સાથે સંપર્ક અને સંવાદ

વાહન ઉપર આગળ-પાછળ અને બાજુમાં બૅનર્સ

પુસ્તિકા અને પૅમ્ફલૅટ્સનું વિતરણ

સંપર્ક-પ્રવાસનું દસ્તાવેજીકરણ

વાહનમાં ધ્વનિ વર્ધન વ્યવસ્થા દ્વારા પ્રાકૃતિક ખેતી વિષયક ગીતનું ગાન

શાળાના વિદ્યાર્થીઓને સાથે રાખીને પ્રાકૃતિક
ખેતી વિષયક સૂત્રોચ્ચાર


કુલ સમય : સવારના ૮:૩૦થી સાંજના ૭:૩૦
કુલ અંતર : ૧૦૧ કિલોમીટર


Sunday, October 20, 2024

ગૂજરાત વિદ્યાપીઠ : ગ્રામજીવન પદયાત્રા : ઑક્ટોબર - ૨૦૨૪ : જિલ્લો : મોરબી


દિવસવાર અહેવાલ

૨૦-૧૦-૨૦૨૪, રવિવાર

બપોરે ૨:૪૦ની એસ.ટી. બસ ૩:૧૦ કલાકે અમદાવાદથી ઊપડી.
રાત્રે સાત કલાકે હળવદ બસ સ્ટેન્ડ ઊતર્યાં.
રિક્ષા દ્વારા રાતે આઠ કલાકે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, ક્ષેત્ર કાર્યાલય પહોંચી ગયાં.
હળવો વરસાદ વરસ્યો.
જમ્યાં.
રાત્રિ બેઠકમાં વિક્રમના કંઠે લોકગીત અને ભજન સાંભળ્યાં.
રાત્રે દસ કલાકે સર્વધર્મ પ્રાર્થના કરીને પથારી તરફ પ્રયાણ કર્યું.



સામેની દુકાને ખારી શિંગ મળશે.
સામેની દુકાને ખોરી શિંગ મળશે.

Saturday, October 19, 2024

ગૂજરાત વિદ્યાપીઠના 105 મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી*



*ગૂજરાત વિદ્યાપીઠના 105 મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી*
------------
*પૂ. ગાંધીજીએ સૂચવેલા સત્ય, અહિંસા, અપરિગ્રહ જેવા મૂલ્યો હશે તો જ દુનિયા સુખ અને શાંતિથી જીવી શકશે : શ્રી આચાર્ય દેવવ્રતજી*
--------------
*ગૂજરાત વિદ્યાપીઠમાં ભણતા વિદ્યાર્થીઓ મૂલ્યોને લઈને આગળ વધે એ જ અભ્યર્થના*
---------------
*પ્રાકૃતિક ખેતી મહાઅભિયાનના ઉદ્દેશ સાથેની ગ્રામ જીવન યાત્રા 21 થી 26 ઑક્ટોબર દરમ્યાન 18,000 ગામોમાં ગ્રામજનો અને ખેડૂતોને માર્ગદર્શન આપશે : રાજ્યપાલ અને મહાનુભાવો એ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું* 
--------------
*ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટનું લોકાર્પણ : ગાંધી વિમર્શના આઠ પુસ્તકોનું વિમોચન કરાયું :  કવિ શ્રી તુષાર શુક્લએ લખેલા પ્રાકૃતિક કૃષિ ગીતનું પણ લોકાર્પણ*
-----------------
પૂજ્ય મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના 105 મા સ્થાપના દિવસે વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આત્મા શરીર વિના રહી શકે છે, શરીર આત્મા વિના રહી શકતું નથી. એમ અક્ષરજ્ઞાન વિના દુનિયા રહી શકે છે, પરંતુ પૂજ્ય ગાંધીજીએ સૂચવેલા સત્ય, અહિંસા, અસ્તેય, સદાચાર, સંયમ અને અપરિગ્રહ નહીં હોય તો સમાજ નહીં બચી શકે. આ મૂલ્યો હશે તો જ દુનિયા સુખ અને શાંતિથી જીવી શકશે. 

આધ્યાત્મિક વિકાસ જ જીવનને પૂર્ણતા આપે છે, એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પૂજ્ય ગાંધીજી ઈચ્છતા હતા કે, ગૂજરાત વિદ્યાપીઠમાં ભણનારા દીકરા-દીકરીઓ ચારિત્ર્યવાન બને, ધર્માત્મા અને જીતેન્દ્રિય બને. પરોપકારી, સેવક અને દયાળુ હોય. તેમના હૃદયમાં રાષ્ટ્ર પ્રત્યે દેશભક્તિનો ભાવ હોય. ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવા મૂલ્યોને લઈને આગળ વધે એવી અભ્યર્થના શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્થાપના દિવસે વ્યક્ત કરી હતી.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠનું ધ્યેય વાક્ય છે - 'સા વિદ્યા યા વિમુક્તયે'.  જે વિદ્યા આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક તાપોથી છુટકારો આપે અને માનવને સંપૂર્ણ વ્યક્તિત્વ પ્રદાન કરીને આદર્શ મનુષ્ય બનાવે એ જ સાચી વિદ્યા. પૂજ્ય બાપુના વિચારો વૈદિક અને ઋષિ પરંપરાના વિચારો હતા એમ કહીને તેમણે કહ્યું કે, વિદ્યા બે પ્રકારની હોય છે; પરાવિદ્યા અને અપરાવિદ્યા. અભ્યાસક્રમની વિદ્યા, કે જેનાથી મનુષ્ય જીવન સુખમય, સરળ અને આરામદાયક બને છે એ વિદ્યા તે અપરાવિદ્યા અને અહિંસા, સત્ય, અસ્તેય,અપરિગ્રહ, બ્રહ્મચર્ય, સંતોષ અને સંયમ તે પરાવિદ્યા. પૂજ્ય બાપુ આવા મૂલ્યવાન માનવનું નિર્માણ ઈચ્છતા હતા.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો તેને 20 મી ઓક્ટોબરે બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ગૂજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટી મંડળના સૌ મહાનુભાવો, કુલપતિ શ્રી ડૉ. હર્ષદ પટેલ, વિદ્યાપીઠના તમામ અધ્યાપકો, સેવકગણ અને તમામ વિદ્યાર્થીઓના પ્રયત્નોથી હું વિદ્યાપીઠમાં મોટું પરિવર્તન જોઈ રહ્યો છું. અગાઉ અહીં જ મેં નિરાશા અને હતાશાનું વાતાવરણ તથા કર્તવ્યપરાયણતાનો અભાવ અનુભવ્યો છે. મનને પીડા પહોંચે એટલી ગંદકી જોઈ છે. પરંતુ હવે ગૂજરાત વિદ્યાપીઠે વિકાસની જે દિશા પકડી છે તે જોઈને લાગે છે કે, આપણા સૌ પ્રતિ પૂજ્ય બાપુનો સ્નેહ વરસી રહ્યો હશે. એક મિશન સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. તેમણે ગૂજરાત વિદ્યાપીઠના સંચાલન સાથે જોડાયેલા સૌ કોઈને અભિનંદન આપ્યા હતા.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટનું લોકાર્પણ કર્યું હતું. ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપના દિવસ નિમિત્તે શ્રી વિદ્યુત જોષી, પ્રેમ આનંદ મિશ્રા, મંજુલા લક્ષ્મણ, નિપા શાહ,  ડૉ. શેતલ બરોડિયા, પુનિતા અરુણ હરણે, એમ.એચ. મહેતા અને ડૉ. હિમાની બક્ષી લિખિત ગાંધી વિમર્શના અલગ અલગ આઠ પુસ્તકોનું વિમોચન પણ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ગૂજરાત વિદ્યાપીઠની પરિચય પુસ્તિકા પણ આ પ્રસંગે પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ગ્રામ જીવન યાત્રા - તારીખ 21 થી 26
ઑક્ટોબર દરમ્યાન ગુજરાતના 18,000 ગામોમાં પ્રાકૃતિક ખેતી મહાઅભિયાન અંતર્ગત ગ્રામજનો અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપશે.  રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મહાનુભાવોએ આ  ગ્રામ જીવન યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રાકૃતિક ખેતી મહાઅભિયાન માટે ગુજરાતી ભાષાના જાણીતા કવિ શ્રી તુષાર શુક્લએ પ્રાકૃતિક કૃષિ ગીત લખ્યું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ ગીત લોકાર્પણ કર્યું હતું.

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉ. હર્ષદ પટેલે સ્વાગત ઉદબોધનમાં કહ્યું હતું કે, 'વિદ્યાર્થી ત્યાં વ્યવસ્થા'ના ઉદ્દેશ સાથે ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા, સહયોગ, સ્વાવલંબન અને સગવડને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તેમણે વિદ્યાપીઠના સ્થાપના દિવસના સંદર્ભે 18 અને 19 ઓક્ટોબર, બે દિવસ દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. અંતમાં વિદ્યાપીઠના કાર્યકારી કુલસચિવ શ્રી ડૉ. નિખિલ ભટ્ટે આભાર વિધિ કરી હતી. 

આ અવસરે ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી કૃષ્ણ કુલકર્ણી, શ્રી દિલીપભાઈ ઠાકર, શ્રી ચંદ્રવદનભાઈ શાહ, શ્રી સુરેશભાઈ રામાનુજ અને શ્રી વિશાલભાઈ ભાદાણી ઉપસ્થિત રહ્યા હતા.
-----------------

સૌજન્ય : 
Raj Bhavan 
Press Release : 19.10.2024

ગૂજરાત વિદ્યાપીઠ : ગ્રામજીવન પદયાત્રા : ઑક્ટોબર - ૨૦૨૪ : જિલ્લો : મોરબી


વિદ્યાર્થીઓનાં નામ

તૃપ્તિકા રતન બેનર્જી

મિત્તલ વાઘુભાઈ દેસાઈ

ડોલી કિરીટભાઈ પરમાર

ગાર્ગી કિરીટભાઈ પરમાર

નામદેવ જીતેન્દ્રકુમાર બારોટ

વિઠ્ઠલભાઈ શંકરભાઈ ચૌધરી

વિક્રમભાઈ શિવાભાઈ ગોહિલ

ગંગાસાગર નંદકિશોર મિશ્રા

અંકિતકુમાર પ્રતાપભાઈ રાઠવા

સતીષ રઘુભાઈ સાવધોર

પ્રાધ્યાપક : ડૉ. અશ્વિનકુમાર

૧૦ વિદ્યાર્થીઓ + ૦૧ પ્રાધ્યાપક = કુલ ૧૧ પદયાત્રીઓ