Tuesday, November 18, 2025

સંરક્ષણ પત્રકારત્વ || વક્તા : ડૉ. વિવેક ભટ્ટ

 

केन्द्रीय शिक्षा मंत्रालय, राष्ट्रीय बुक ट्रस्ट के सहयोग से अहमदाबाद, गुजरात में आयोजित अंतरराष्ट्रीय बुक फेस्टिवल 2025 में भारतीय विचार मंच की विशेष लेक्चर सीरीज़ में डॉ. विवेक भट्ट का अतिथि वक्ता के तौर पर विशेष संबोधन। 

डॉ. विवेक भट्ट 

देश के एक मात्र पत्रकार जिन्होंने देश की सभी सीमाओं पर , देश की सभी सेनाओं के साथ रह कर उनकी ज़िंदगी पर डोक्युमेंन्ट्रीज बनाई है।

जवानों के की देश भक्ति उनका साहस और बोर्डर पर जीवन यादगार अनुभव के साथ कई कहानियों को सुनने हेतु आमंत्रण है।



આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવમાં જીવનકથા-લેખન વિશે રમેશ તન્નાની કાર્યશાળા


કાર્યશાળા આયોજક રમેશ તન્ના સાથે ગૂજરાત વિદ્યાપીઠના
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓ

Monday, November 10, 2025

વલસાડ જિલ્લાના ધરમપુર અને પારડી તાલુકામાં ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો પ્રારંભ

o ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સ્વાવલંબન યાત્રાનો શુભારંભ
o સેવકો અને કાર્યકરો, પૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓની ઉત્સાહભેર સામેલગીરી

ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો વલસાડ જિલ્લાના ધરમપુર અને પારડી તાલુકામાં 10 નવેમ્બર 2025 ને સોમવારે સવારે શુભારંભ થયો. જેમાં ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના સેવકો, ગૂજરાત વિદ્યાપીઠના વિવિધ વિભાગોમાં હાલમાં અભ્યાસ કરતાં વલસાડ જિલ્લાના વિદ્યાર્થીઓ, ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થીઓ, અને સ્થાનિક સંસ્થા 'લોકમંગલમ્'ના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સ્વાવલંબન યાત્રાનો શુભારંભ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા કરાવવામાં આવ્યો. તેમણે સ્વદેશી અને સ્વાવલંબનનો મહિમા વર્ણવતું પ્રવચન કરીને પદયાત્રીઓનો જુસ્સો વધાર્યો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી.


સમગ્ર દિવસ દરમિયાન પદયાત્રીઓએ વિવિધ શાળાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. ગૂજરાત વિદ્યાપીઠના સેવકોએ અને વિદ્યાર્થીઓએ ગૂજરાત વિદ્યાપીઠનો ઇતિહાસ અને વર્તમાન, ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘની શતાબ્દી, સરદાર વલ્લભભાઈ પટેલના જન્મનાં 150 વર્ષ, રાષ્ટ્રીય પ્રેરણાગાન 'વન્દે માતરમ્'ની રચનાનાં 150 વર્ષ, અને બિરસા મુંડાના જન્મનાં 150 વર્ષની ઉજવણી વિશે રસપ્રદ વિગતો આપીને સ્વદેશી અને સ્વાવલંબન વિશે વિદ્યાર્થીઓને જાગ્રત કર્યા હતા.

પ્રત્યેક શાળાના પરિસરમાં યોજાયેલા 'સ્વાવલંબન યાત્રા સંમિલન'માં આચાર્યશ્રી, શિક્ષકો, સેવકો, અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.


...........................................................................

વલસાડ જિલ્લાના ધરમપુર અને પારડી તાલુકામાં ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાના શુભારંભની તસવીરો

























ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક શતાબ્દી સંમેલન : નિમંત્રણ

સૌ સ્નાતક મિત્રો,

તા. 06-07 ડિસેમ્બર 2025 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક શતાબ્દી અધિવેશન રાખેલ છે. આ શતાબ્દી અધિવેશનમાં આપ સૌને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે. આપની ઉપસ્થિતિ અંગે તથા તમારી વિગતો આ સાથે આપેલ લિંક ઉપર ક્લિક કરી ભરવા વિનંતી. આપનો મોબાઈલ નંબર એડ કરી તેના પર ઓટીપી આવશે જે એન્ટર કર્યા પછી જરૂરી વિગતો ભરી શકાશે.


આપ ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટ પર જઈને સ્નાતક સંઘ પર ક્લિક કરી ઉપરોક્ત વિગતો અપડેટ કરી શકો છો.


Friday, November 7, 2025

જોરાવરસિંહ જાદવને શ્રદ્ધાંજલિ




તસવીર : ડૉ. કિરણ કાપુરે
ગાંધી-અભ્યાસી
ડૉ. કિરણ કાપુરે
 સાથે

ગૂજરાત વિદ્યાપીઠમાં, કુમાર વિનય મંદિરના પ્રાંગણમાં જોરાવરસિંહ જાદવ
તારીખ : ૦૩-૦૭-૨૦૨૨
તસવીરો : ડૉ. અશ્વિનકુમાર

ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘ શતાબ્દી ઉજવણી શુભારંભ 
૦૬-૧૨-૨૦૨૪ ૮૫ વર્ષ 
પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે જણાવ્યું હતું કે તેઓ 48 વર્ષ પહેલાં ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા હતા. તેમણે 10મા અને 11મા ધોરણનો અભ્યાસ ગૂજરાત વિદ્યાપીઠમાં કર્યો હતો. તેમણે આચાર્ય ચંદ્રકાંત ઉપાધ્યાય સાથેના એમના શાળાજીવનના અનુભવની વિગતે વાત માંડી હતી. શ્રી જોરાવરસિંહ જાદવે જણાવ્યું હતું કે, મને ગુજરાતી લખતાં આવડતું નહોતું. પણ ગૂજરાત વિદ્યાપીઠમાં હું સાચું ગુજરાતી લખતાં શીખ્યો અને આજે મારાં 115 પુસ્તકો પ્રગટ થયાં છે. તેમનાં પુસ્તકો આજે પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે. તેમણે વર્ષ 1979માં ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી હતી. જે સંસ્થા થકી લોકસાહિત્ય, સંસ્કૃતિ અને કળાનો પ્રચાર- પ્રસાર કરવામાં આવે છે. આ સંસ્થા સાથે 5000 લોક-કલાકારો જોડાયેલા છે. શ્રી જોરાવરસિંહ જાદવે કહ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠના સંસ્કારો અને કેળવણી મને જીવનભર બહુ કામ લાગ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠે આપેલાં જીવન મૂલ્યોએ મારું ઘડતર કર્યું છે. તેમણે સ્નાતકોને સંદેશો આપતાં કહ્યું હતું કે, કોઈપણ કાર્ય નિષ્ઠાથી કરો તો એનું ફળ મળશે જ.

ગુજરાતની લોકસાંસ્કૃતિક વિરાસત // જોરાવરસિંહ જાદવ

 

https://mavjibhai90735916.files.wordpress.com/2018/05/virasat.pdf


વન્દે માતરમ્

 


વન્દે માતરમ્ || ૦૭-૧૧-૧૮૭૫


https://gujarativishwakosh.org/%e0%aa%b5%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%87-%e0%aa%ae%e0%aa%be%e0%aa%a4%e0%aa%b0%e0%aa%ae%e0%ab%8d/

Saturday, November 1, 2025

શબ્દલોકના યાત્રીઓ : ભાગ ૧ - ૨ || રમણલાલ જોશી


https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%B6%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A6%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%93_%E2%80%93_%E0%AB%A7


https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%B6%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A6%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%93_%E2%80%93_%E0%AB%A8

ભાષાની મજા, મજાની ભાષા - 1616


પુરુષોએ સ્ત્રીઓને લાજ કઢાવવી જોઈએ.

પુરુષોએ સ્ત્રીઓની લાજ કઢાવવી જોઈએ.

અમદાવાદની પોળ : ઐતિહાસિક દૃષ્ટિએ | ભોગીલાલ સાંડેસરા


https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%B7%E0%AA%A3%E0%AA%BE/%E0%AB%A8%E0%AB%A7._%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B3_:_%E0%AA%90%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95_%E0%AA%A6%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%8F


(‘અન્વેષણા’ : ભોગીલાલ સાંડેસરાનો, ઇતિહાસ અને સાહિત્યવિષયક લેખનો સંગ્રહ)

સૌજન્ય : અતુલ રાવલ, પ્રકાશક, એકત્ર ફાઉન્ડેશન

ગૂજરાત વિદ્યાપીઠના દરેક વિભાગના સ્નાતકોનું દસ્તાવેજીકરણ

૦૧-૧૧-૨૦૨૫

આદરણીય વિભાગ-અધ્યક્ષશ્રી,

નમસ્કાર!

માનનીય કુલપતિશ્રીના માર્ગદર્શન હેઠળ, ૬-૭ ડિસેમ્બર, ૨૦૨૫ના 'સ્નાતક સંઘ શતાબ્દી સમારોહ' માટે, દસ્તાવેજીકરણ અને ચલચિત્ર-નિર્માણ પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગે કરવાનાં છે.

દરેક વિભાગના સ્નાતકો વિશે એક ફિલ્મ બનાવવાની અને બતાવવાની છે. આ અંતર્ગત, દરેક વિભાગે સ્નાતક વિષયક સામગ્રીનું દસ્તાવેજીકરણ કરવું આવશ્યક છે. આપ તરફથી આ મુજબના સહયોગની અપેક્ષા છે :

૧. આપે વિભાગના ૫૦ સ્નાતકો પસંદ કરવા. આ દરેક સ્નાતક પાસેથી એમનો માત્ર અને માત્ર એક જ મિનિટનો ઇન્ટરવ્યૂ મોબાઇલ ફોનથી મંગાવવો.

૨. ઇન્ટરવ્યૂ વખતે, સ્નાતકે મોબાઇલ ફોનને આડી ફ્રેમમાં રાખીને, તકનીકી ગુણવત્તા સાથે શૂટિંગ કરવું.

૩. ઇન્ટરવ્યૂની શરૂઆતમાં જ સ્નાતકે પોતાનું નામ, વિભાગનું નામ, અને અભ્યાસના વર્ષનો ઉલ્લેખ કરવો. ત્યારબાદ, સ્નાતકે 'વિભાગ સાથેનું ખાસ સ્મરણ અને ગૂજરાત વિદ્યાપીઠનું જીવનમાં વિશેષ યોગદાન' વિશે કહેવું.

૪. આ દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી ૫૦ ડોક્યુમેન્ટ ફાઇલ રૂપે, 'GVP-Snatak-Interviews-Dept-Name' નામના એક જ ફોલ્ડરમાં એકત્ર કરી રાખવી.

૫. તા. ૧૭-૧૧-૨૦૨૫ ને સોમવારના રોજ, અમારા વિભાગના સેવક/વિદ્યાર્થી આપના વિભાગમાં રૂબરૂ આવીને, પેન ડ્રાઇવમાં આ ફોલ્ડર એકત્ર કરશે.

સહયોગની અપેક્ષાએ, આપનો આગોતરો આભાર.

અધ્યક્ષ
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ
માહિતી, પ્રત્યાયન, અને પ્રૌદ્યોગિકી (મા. પ્ર. પ્રૌ. / ICT) વિદ્યાશાખા
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ-માર્ગ, અમદાવાદ – ૩૮૦ ૦૦૯
..............................................................................................................

Online Hindi Books

APA Style 7th Edition


https://youtu.be/PAAe0TFNZ5w?si=viPlYRybCtZIxjjX

Schools in Dharampur Block & Pardi Block || Valsad District | Gujarat State


Schools in Dharampur Block - Valsad
https://schools.org.in/gujrat/valsad/dharampur


Schools in Pardi Block - Valsad



ભાષાની મજા, મજાની ભાષા - 1615


'પેંગોલિન' અને 'પેંગ્વિન' એ બન્ને ભિન્ન સજીવ છે!

ગાંધી : વિચાર અને આચાર


રામકૃષ્ણ પરમહંસ, દયાનંદ સરસ્વતી હિંદુસ્તાનમાં નહીં ભૂલાય તેમ ગાંધીજી પણ હિન્દુસ્તાનના ઇતિહાસમાં અમર રહેશે, પણ ગાંધીજીએ પોતાની પાછળ મંદિર સ્થપાય કે મૂર્તિ સ્થપાય એમ કદી ઇચ્છયું નથી. તેઓ કહેતા હતા કે, મેં જે લખ્યું છે એ બધું બળી જાય કે બધું રફેદફે થઈ જાય, એની કંઈ ફિકર નથી. મેં ક્યા પ્રકારનું જીવન જીવ્યું એ જનતા જાણે અને તે પ્રમાણે આચરતી થાય એ જ મહત્ત્વનું છે.

ગાંધીજીની ભણાવવાની રીત
છગનલાલ નટુભાઈ જોષી
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ (૧૯૭૯)
પૃ. ૧૫