Friday, November 7, 2025

જોરાવરસિંહ જાદવને શ્રદ્ધાંજલિ




તસવીર : ડૉ. કિરણ કાપુરે
ગાંધી-અભ્યાસી
ડૉ. કિરણ કાપુરે
 સાથે

ગૂજરાત વિદ્યાપીઠમાં, કુમાર વિનય મંદિરના પ્રાંગણમાં જોરાવરસિંહ જાદવ
તારીખ : ૦૩-૦૭-૨૦૨૨
તસવીરો : ડૉ. અશ્વિનકુમાર

ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘ શતાબ્દી ઉજવણી શુભારંભ 
૦૬-૧૨-૨૦૨૪ ૮૫ વર્ષ 
પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે જણાવ્યું હતું કે તેઓ 48 વર્ષ પહેલાં ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા હતા. તેમણે 10મા અને 11મા ધોરણનો અભ્યાસ ગૂજરાત વિદ્યાપીઠમાં કર્યો હતો. તેમણે આચાર્ય ચંદ્રકાંત ઉપાધ્યાય સાથેના એમના શાળાજીવનના અનુભવની વિગતે વાત માંડી હતી. શ્રી જોરાવરસિંહ જાદવે જણાવ્યું હતું કે, મને ગુજરાતી લખતાં આવડતું નહોતું. પણ ગૂજરાત વિદ્યાપીઠમાં હું સાચું ગુજરાતી લખતાં શીખ્યો અને આજે મારાં 115 પુસ્તકો પ્રગટ થયાં છે. તેમનાં પુસ્તકો આજે પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે. તેમણે વર્ષ 1979માં ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી હતી. જે સંસ્થા થકી લોકસાહિત્ય, સંસ્કૃતિ અને કળાનો પ્રચાર- પ્રસાર કરવામાં આવે છે. આ સંસ્થા સાથે 5000 લોક-કલાકારો જોડાયેલા છે. શ્રી જોરાવરસિંહ જાદવે કહ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠના સંસ્કારો અને કેળવણી મને જીવનભર બહુ કામ લાગ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠે આપેલાં જીવન મૂલ્યોએ મારું ઘડતર કર્યું છે. તેમણે સ્નાતકોને સંદેશો આપતાં કહ્યું હતું કે, કોઈપણ કાર્ય નિષ્ઠાથી કરો તો એનું ફળ મળશે જ.

No comments:

Post a Comment