૦૧-૧૧-૨૦૨૫
આદરણીય વિભાગ-અધ્યક્ષશ્રી,
નમસ્કાર!
માનનીય કુલપતિશ્રીના માર્ગદર્શન હેઠળ, ૬-૭ ડિસેમ્બર, ૨૦૨૫ના 'સ્નાતક સંઘ શતાબ્દી સમારોહ' માટે, દસ્તાવેજીકરણ અને ચલચિત્ર-નિર્માણ પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગે કરવાનાં છે.
દરેક વિભાગના સ્નાતકો વિશે એક ફિલ્મ બનાવવાની અને બતાવવાની છે. આ અંતર્ગત, દરેક વિભાગે સ્નાતક વિષયક સામગ્રીનું દસ્તાવેજીકરણ કરવું આવશ્યક છે. આપ તરફથી આ મુજબના સહયોગની અપેક્ષા છે :
૧. આપે વિભાગના ૫૦ સ્નાતકો પસંદ કરવા. આ દરેક સ્નાતક પાસેથી એમનો માત્ર અને માત્ર એક જ મિનિટનો ઇન્ટરવ્યૂ મોબાઇલ ફોનથી મંગાવવો.
૨. ઇન્ટરવ્યૂ વખતે, સ્નાતકે મોબાઇલ ફોનને આડી ફ્રેમમાં રાખીને, તકનીકી ગુણવત્તા સાથે શૂટિંગ કરવું.
૩. ઇન્ટરવ્યૂની શરૂઆતમાં જ સ્નાતકે પોતાનું નામ, વિભાગનું નામ, અને અભ્યાસના વર્ષનો ઉલ્લેખ કરવો. ત્યારબાદ, સ્નાતકે 'વિભાગ સાથેનું ખાસ સ્મરણ અને ગૂજરાત વિદ્યાપીઠનું જીવનમાં વિશેષ યોગદાન' વિશે કહેવું.
૪. આ દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી ૫૦ ડોક્યુમેન્ટ ફાઇલ રૂપે, 'GVP-Snatak-Interviews-Dept-Name' નામના એક જ ફોલ્ડરમાં એકત્ર કરી રાખવી.
૫. તા. ૧૭-૧૧-૨૦૨૫ ને સોમવારના રોજ, અમારા વિભાગના સેવક/વિદ્યાર્થી આપના વિભાગમાં રૂબરૂ આવીને, પેન ડ્રાઇવમાં આ ફોલ્ડર એકત્ર કરશે.
સહયોગની અપેક્ષાએ, આપનો આગોતરો આભાર.
અધ્યક્ષ
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ
માહિતી, પ્રત્યાયન, અને પ્રૌદ્યોગિકી (મા. પ્ર. પ્રૌ. / ICT) વિદ્યાશાખા
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ-માર્ગ, અમદાવાદ – ૩૮૦ ૦૦૯
..............................................................................................................
No comments:
Post a Comment