૦ તમામ વિદ્યાર્થીઓ માટે માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) ફરજિયાત છે.
૦ વિદ્યાર્થીઓએ પોતાના ખર્ચે અને જોખમે, માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) માટે જવાનું રહેશે.
૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) અંતર્ગત, સત્ર બે માટે ફેબ્રુઆરી મહિનો અને સત્ર ચાર માટે માર્ચ મહિનો ફાળવવામાં આવે છે.
૦ વિદ્યાર્થીએ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) માટે, જરૂર જણાય તો, માધ્યમ-ગૃહના સંબંધિત વિભાગ કે વ્યક્તિને, પોતાનો પરિચય- આલેખ અગાઉથી જ મોકલવો.
૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) માટે વિભાગીય અધ્યક્ષનો પત્ર આગોતરો લઈ જવો.
૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) દરમિયાન વિદ્યાર્થીઓએ ઓળખપત્ર સાથે રાખવું.
૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) માટે નિર્ધારિત સમયગાળો અને સ્થળ બદલી શકાશે નહીં.
૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) સત્ર બે અને ચારમાં, એક મહિના દરમિયાન, રોજના સરેરાશ આઠ કલાક લેખે, પચીસ દિવસમાં, લઘુત્તમ ૨૦૦ કલાકનું રહેશે.
૦ વિદ્યાર્થીઓએ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)ની કામગીરી, સમયપાલન અને શિસ્તપાલન જાળવીને, સંપૂર્ણપણે વ્યસનમુક્ત રહીને, સ્વચ્છ-સુઘડ પરિધાન સાથે, ગંભીરતાપૂર્વક કરવી.
૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) દરમિયાન પણ, વિદ્યાર્થીઓએ બિનજરૂરી સલાહ-સૂચન, ટીકા-નિંદા, ગપસપ-ચોવટથી દૂર રહેવું.
૦ વિદ્યાર્થીઓ પાસેથી નમ્રતા અને સહિષ્ણુતા, પ્રામાણિકતા અને પરિશ્રમ અપેક્ષિત છે. માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) દરમિયાન, ગેરવર્તણૂક કરનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવામાં આવશે.
૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) માટે જનાર વિદ્યાર્થીઓએ સીસીટીવી સર્વેલન્સ, બાયોમેટ્રિક્સ, મોબાઇલ ફોન એટિકેટ્સથી પરિચિત રહેવું જરૂરી છે.
૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) માટે જનાર વિદ્યાર્થીઓ માટે સાંપ્રત પ્રવાહોની જાણકારી, અનુવાદનું કૌશલ્ય, લેખન-વાચનની નિયમિત ટેવ અનિવાર્ય છે.
૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) માટે જનાર વિદ્યાર્થીઓએ ટાઇપ રાઇટિંગ, કમ્પ્યૂટર ટૅક્નૉલૉજી, એઆઈ વગેરેની જાણકારી રાખવી આવશ્યક છે.
૦ વિદ્યાર્થીએ નિત્યવિકસિત બનવું. તેમણે માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)નો અહેવાલ તારીખ-વાર પ્રમાણે રોજેરોજ લખવો. વિદ્યાર્થીઓએ દૈનિક કામગીરી ઉપરાંત જે બાબત નવી શીખ્યા હોય એનો વિશેષ ઉલ્લેખ કરવો.
૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) પૂર્ણ થાય એ જ દિવસે, વિદ્યાર્થીઓએ સંબંધિત અધિકારીની સહી સાથેનું માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) પ્રમાણપત્ર મેળવી લેવું.
૦ વિદ્યાર્થીએ ઓછામાં ઓછો પચાસ પાનાંનો લેખિત અહેવાલ,
માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) પૂર્ણ થાય એના પછીના દિવસે જ, જમા કરાવવાનો રહેશે. જેમાં કરેલી કામગીરીની તસવીરો અને વીડિયોની લિંક મૂકવી હિતાવહ છે.
૦ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)ની મૌખિક પરીક્ષા બાહ્ય પરીક્ષક દ્વારા લેવાશે.
વિદ્યાર્થીઓને માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)ની શુભેચ્છાઓ.
No comments:
Post a Comment