Sunday, June 18, 2017

સત્યાગ્રહાશ્રમની શતાબ્દીની ઉજવણી


ગૂજરાત વિદ્યાપીઠમાં આવકાર અને મિલન
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

સર્વધર્મપ્રાર્થના
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મહાવિદ્યાલયની બહેનો
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મુખ્ય વક્તા ગોપાલકૃષ્ણ ગાંધી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

શાળાની બહેનો
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ગાંધીચાહકો
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

માધ્યમકર્મીઓ
 Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : સત્યાગ્રહાશ્રમની શતાબ્દીની ઉજવણી
વિશેષ ઉપસ્થિતિ : ગોપાલકૃષ્ણ ગાંધી
તારીખ : સત્તરમી જૂન, ૨૦૧૭
સમય : સાંજના સાડા ચારથી સાડા સાત
સ્થળ : સત્યાગ્રહાશ્રમ, વાડજ, અમદાવાદ

Sunday, May 21, 2017

ઓટોરિક્શામાં જોવા મળે છે ઍમ્બૅસૅડર !

આપણું અમદાવાદ

ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

મેક્સિકોનાં ભારતસ્થિત રાજદૂત(ઍમ્બૅસૅડર) મેલ્બા પ્રિઆ પાલડીસ્થિત 'રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થાન'માં 'મેક્સિકન હાથબનાવટ કાગળરંગકળા પ્રદર્શન'નું ઉદ્ઘાટન કરવા માટે આવ્યાં હતાં. તેમણે એન.આઈ.ડી.માં સ્થાનિક ઓટોરિક્શામાં ખાસ સવારી કરી હતી. મેલ્બાબહેનનો ઓટોરિક્શા પ્રત્યેનો પ્રેમ અને આદર જાણીતો છે. નવી દિલ્હીમાં રાજદૂત તરીકેની નિમણૂક પામ્યાં પહેલાં, મેલ્બા ભારતમાં પ્રવાસી તરીકે ઓટોરિક્શા થકી સારી પેઠે ફર્યાં છે. તેઓ ઓટોરિક્શાને 'પર્યાવરણીય સાનુકૂળ લોકવાહન' ગણાવે છે. તેમણે એક રાજદૂતનાં સત્તાવાર વાહન તરીકે ઓટોરિક્શાની પસંદગી અને સ્વીકૃતિ માટે સરકારી આંટીઘૂંટીમાંથી પસાર થવું પડ્યું હતું. મેક્સિકન દૂતાવાસના અધિકૃત વાહનચાલક જગદીશચંદ દુગ્ગલને ઓટોરિક્શા હંકારવા માટેની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવી હતી. મેલ્બા પ્રિઆ વિદેશમંત્રાલયથી માંડીને સંસદભવન સુધી પોતાની ઓટોરિક્શામાં જાય છે. રાજદૂતના હોદ્દાની હેસિયતથી ધ્વજ ધારણ કરનાર તેમની ઓટોરિક્શાને, મેક્સિકોના શેરી કલાકાર દ્વારા સાજસજાવટ અને રંગરોગાન કરવામાં આવ્યાં છે.

સામાન્ય નાગરિકો શ્વાસમાં જે હવા લે છે તે હવાનો પોતાને પણ અનુભવ થાય એ માટે રાજદૂત મેલ્બા પ્રિઆ ઓટોરિક્શામાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. અમદાવાદસ્થિત સંસદસભ્યોથી માંડીને ધારાસભ્યો, મેયરથી માંડીને કમિશનર, નગરસેવકોથી માંડીને ઉચ્ચાધિકારીઓ ઓટોરિક્શામાં મુસાફરી કરે તો તેમને વાસ્તવિકતાનું સાચું દર્શન થાય. આપણા મહાનુભાવો ઓટોરિક્શાનો પ્રતીકાત્મક નહીં, પણ પ્રેરણાત્મક ઉપયોગ કરીને, શહેરી સમાજ વિશેની તેમની સમજને વધારે પાકી કરે.

…………………………………………………………………………………………………
સૌજન્ય : 

ઓટોરિક્શામાં જોવા મળે છે ઍમ્બૅસૅડર!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૨૧-૦૫-૨૦૧૭, રવિવાર

http://epaper.divyabhaskar.co.in/detail/-672418/520214728855/0/map/tabs-1/2017-05-21/44/1/image/

'આપણું અમદાવાદ'

ગૂજરાત વિદ્યાપીઠના વિવિધ અભ્યાસક્રમો

Wednesday, May 17, 2017

જ્યારે મા ખોડલ ખુદ ખમકારો કરે ત્યારે ...

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ખમકારો એટલે 'ખમા ખમા' એવો ઉદ્ગાર.

ભાષાની મજા, મજાની ભાષા - 1028

લેખકોએ 'વાચકોને જણાવી દઈએ કે ...' જેવો ગુમાનગર્જન વાક્યપ્રયોગ ટાળવો.

Saturday, May 6, 2017

'હળવે હલેસે'


સૌજન્ય :


દરેક માણસના જીવનમાં 'બેતાળીસની ક્રાંતિ'
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૬-૦૫-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

Tuesday, May 2, 2017

ભાષાની મજા, મજાની ભાષા - 1027

પુસ્તક જોતાંની સાથે જ તેને વાંચવા વળગે એવી વ્યક્તિ માટે ગુજરાતી ભાષામાં 'ચોપડીચુંબક' જેવો આકર્ષક શબ્દ છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1026

'તલાક' અને 'તલ્લાક' સ્ત્રીલિંગ શબ્દો છે. આથી, 'તલાક આપવી' અને 'તલ્લાક આપવી' શબ્દપ્રયોગો સાચા છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1025

સાચો શબ્દ 'ત્રિપલ તલાક' નહીં, 'ટ્રિપલ તલાક' છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1024

લગ્નવિચ્છેદ માટે પતિ અને પત્નીમાંથી કોણ સાચું હતું એ કહેવાય નહીં, પણ 'તલાક' અને 'તલ્લાક' બન્ને શબ્દો સાચા છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1023

'પ્રાયમસ'નું ગુજરાતી 'ગ્યાસતેલચૂલો' કરી શકાય?

Sunday, April 23, 2017

અમદાવાદ ગ્રંથવાહનનું નગર બને એમ છે!

આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

ગુજરાતી ભાષામાં 'હિસાબકિતાબ' નામનો શબ્દ છે. જે લેણદેણના હિસાબ સંદર્ભે વપરાય છે. આપણે હિસાબ તો ઝાઝો રાખીએ છે, પણ કિતાબ ભાગ્યે જ રાખીએ છીએ! શાળા-કૉલેજમાં પાઠ્યપુસ્તકો સિવાયનું ઇતર વાચન પણ ઓછું થતું રહ્યું છે. ઇન્ટરનેટ ટેકનોલોજિ અને સોશિયલ મીડિયાના આધુનિક યુગમાં, પાનાં ફેરવતાં-ફેરવતાં પુસ્તકને વાંચવાનો વખત અને આનંદ ઘટી રહ્યો છે. જન્મદિવસે અપાતાં પુષ્પગુચ્છની સુગંધ થોડા જ વખતની મહેમાન હોય છે. આ જ પ્રમાણે, શુભ પ્રસંગોએ અપાતી ભેટોની ઉપયોગિતા એક હદથી વધારે હોતી નથી. એટલે જ, ગુલદસ્તા અને ભેટસોગાદ કરતાં પુસ્તકોની ભેટ નિત્ય પ્રસ્તુત સાબિત થાય છે. પ્રત્યેક પરિવારે રોજનો ઓછામાં ઓછો એક કલાક સમૂહમાં ગ્રંથવાચન માટે ફાળવવો જોઈએ. દર વર્ષે ત્રેવીસમી એપ્રિલે 'વિશ્વ પુસ્તક દિવસ'ની ઉજવણી થાય છે. આપણે પરિવારજન, પાડોશી, પરિચિત, કે પ્રિયજનને પુસ્તકની ભેટ આપીને તેનું સાર્થક ઉજવણું કરી શકીએ છે.

વાચનરસિકો દ્વિચક્રીના દાબડા અર્થાત્ ડિકીમાં પણ એકાદ પુસ્તક તો રાખી શકે. કારના ડેશ-બોર્ડની છાજલી ઉપર ઓછામાં ઓછું એક પુસ્તક પ્રદર્શિત કરી શકાય. શહેરની માનવભીડમાં, વાહન-વ્યવહારની કતારમાં, વાહનતળ(પાર્કિંગ)ના ઇંતેજારમાં, ચાલક સિવાયની વ્યક્તિઓ ચાલતા વાહને પણ પુસ્તકમાંથી થોડાં પાનાં ફુરસદે વાંચી શકે છે. તેઓ અન્ય વ્યક્તિઓને પુસ્તકની સામગ્રી સંભળાવી શકે છે અને અનુકૂળતાએ એની ચર્ચા પણ કરી શકે છે. માતાપિતા કે વડીલે ઘરમાં કે કારમાં બેઠેલા બાળક સમક્ષ એને રસ પડે એવું પુસ્તક મોટેથી વાંચવાનો પ્રયોગ કરવા જેવો છે. જેના કારણે બાળકને વાચનવિશ્વમાં પ્રવેશવાની સ્વાભાવિક વૃત્તિ થશે. અમદાવાદમાં તંત્રવાહકો બી.આર.ટી.એસ.(બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ)માં મુસાફરો માટે બસની અંદર અને બસથોભો ઉપર પુસ્તક-વાચનની સગવડ ઊભી કરે તો તે એક જુદા જ અર્થમાં બી.આર.ટી.એસ.(બૂક રીડિંગ ટાઈમ સિસ્ટમ) બની શકે એમ છે!

…………………………………………………………………………………………………
સૌજન્ય :

અમદાવાદ ગ્રંથવાહનનું નગર બને એમ છે!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૨૩-૦૪-૨૦૧૭, રવિવાર

'આપણું અમદાવાદ' // ડૉ. અશ્વિનકુમાર

Friday, April 21, 2017

બાળકો સામે મોટેથી પુસ્તકો વાંચવાં જોઈએ?

http://www.trelease-on-reading.com/

વિગત-સૌજન્ય :
સંજય શ્રીપાદ ભાવે (ગ્રંથજીવી પ્રાધ્યાપક અને નિસ્બતી કતારલેખક)

વાંચવા જેવી 'વાતચીત'!

વંચિતોનું વેબવિશ્વ

ચંપારણ તો લીલાંછમ !

Monday, April 10, 2017

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પૂર્વ કુલપતિ મોરારજી દેસાઈને પુષ્પાંજલિ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

વ્યક્તિ-વિશેષ : મોરારજી રણછોડજી દેસાઈ (૨૯-૦૨-૧૮૯૬થી ૧૦-૦૪-૧૯૯૫), ભારતના પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન (૧૯૭૭-૧૯૭૯), ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અર્થાત વાઇસ ચાન્સેલર (૧૯૪૮-૧૯૬૩) અને કુલપતિ અર્થાત ચાન્સેલર (૧૯૬૩-૧૯૯૫)

ઉપક્રમ : પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ કુલપતિ મોરારજી દેસાઈના ૨૩મા નિર્વાણદિને પુષ્પાંજલિ 

ઉપસ્થિતિ : ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણી, અધ્યાપકો, સેવકો, વિદ્યાર્થી ભાઈઓ-બહેનો

તારીખ : ૧૦-૦૪-૨૦૧૭, સોમવાર
સમય : સવારના આઠથી સાડા આઠ
સ્થળ : અભયઘાટ, ગાંધી-આશ્રમની બાજુમાં, સાબરમતીના તીરે, અમદાવાદ

અભયઘાટમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિ


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


ઉપક્રમ : પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ કુલપતિ મોરારજી દેસાઈના ૨૩મા નિર્વાણદિને પુષ્પાંજલિ 

વિશેષ ઉપસ્થિતિ : ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

તારીખ : ૧૦-૦૪-૨૦૧૭, સોમવાર
સમય : સવારના આઠથી સાડા આઠ
સ્થળ : અભયઘાટ, ગાંધી-આશ્રમની બાજુમાં, સાબરમતીના તીરે, અમદાવાદ

કૃષિજીવી ગ્રામશિલ્પી : રાધાકૃષ્ણ શર્મા

રાધાકૃષ્ણ શર્મા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ગૂજરાત વિદ્યાપીઠના ગ્રામશિલ્પી : રાધાકૃષ્ણ શર્મા

ગૂજરાત વિદ્યાપીઠમાં પારંગત( પત્રકારત્વ)નો અભ્યાસ : ૨૦૦૭-૨૦૦૯

સંપર્ક-સરનામું :
'યોગદાન ગ્રામસેવા કેન્દ્ર'
રાટોટી, આગ્રા, ઉત્તર પ્રદેશ, પિન : ૨૮ ૩૧ ૧૩
૯૫૫૭૨૯૪૭૬૭ (હરતો-ફરતો સંપર્ક)

Saturday, April 8, 2017

આંકડાકીય માહિતીની અસરકારક રજૂઆત :

વાંચો : 'વેબગુર્જરી'

'કાકા' વિશે જાણવા અહીં પહોંચી જાવ :

લેખકોએ અને પ્રકાશકોએ વાંચવા જેવો લેખ

આ સામયિક ખોલવા જેવું ખરું :

માહિતીપ્રદ વેબસામગ્રી :

'હળવે હલેસે'


Saturday, April 1, 2017

રોજનું મહત્વ : બારે માસ

'વિચારોના પ્રકાશવર્ષમાં' : અઢી દાયકાની સંપાદનયાત્રા

પ્રકાશ ન. શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

'નિરીક્ષક'પત્રનું ઉઘાડપાનું

પ્રકાશ ન. શાહ 'નિરીક્ષક' વિચારપત્રના તંત્રી તરીકે ૦૧-૦૪-૧૯૯૨થી કાર્યરત છે. આ વિચારપત્ર સાથેની તેમની સંપાદનયાત્રા આજે એટલે કે ૦૧-૦૪-૨૦૧૭ના રોજ અઢી દાયકા પૂર્ણ કરે છે. જેમના લેખનમાં ગાંભીર્ય અને વદનમાં હાસ્ય જોવા મળે છે તેવા પ્રકાશભાઈને વિચારપૂર્ણ સંપાદનસફર સારુ અભિવંદન.

'હળવે હલેસે'