Saturday, March 13, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1217


૧૦૦ ટકા પતંગ કાપવાની દોરી મળશે.

પતંગ ૧૦૦ ટકા કાપવાની દોરી મળશે.

પતંગ કાપવાની ૧૦૦ ટકા દોરી મળશે.

પતંગ કાપવાની દોરી ૧૦૦ ટકા મળશે.


ભાષાની મજા, મજાની ભાષા - 1216


હું શારીરિક શ્રમ નિયમિતપણે દરરોજ કરું છું.

હું શારીરિક શ્રમ દરરોજ કરું છું.


ભાષાની મજા, મજાની ભાષા - 1215


તેઓ નિયમિતપણે ઘર સાફ કરવાનું કામ કરે છે.

તેઓ નિયમિતપણે ઘર સાફ કરે છે.


Thursday, March 11, 2021

Wednesday, March 10, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1213


ખેડૂત લોકોમાં શ્રમનું મહત્વ છે.

ખેડૂતોમાં શ્રમનું મહત્વ છે.

Sunday, March 7, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1211


આપણે મહાત્માની અહિંસક જીવનશૈલીને સલામ ઠોકવી જોઈએ.
આપણે મહાત્માની અહિંસક જીવનશૈલીને સલામ કરવી જોઈએ.

Thursday, March 4, 2021

સાયબર જાગરૂકતા, સુરક્ષા, અને સલામતી


1) ઓળખ ચોરી (IDENTITY THEFT), ફ્રોડ અને સાયબરક્રાઇમ

https://hidayatparmar.blogspot.com/2020/12/identity-theft.html?m=1


2) ઓનલાઇન શોપિંગ ટિપ્સ અને બેકઅપ

https://hidayatparmar.blogspot.com/2020/12/blog-post_30.html?m=1


3) માલવેર, બોટનેટ અને રેન્સમવેર

https://hidayatparmar.blogspot.com/2020/12/blog-post_31.html?m=1


4) તમારી ગોપનીયતાનું સંચાલન

https://hidayatparmar.blogspot.com/2020/12/blog-post_2.html?m=1


5) ઓળખ ચોરી, છેતરપિંડી અને સાયબર ક્રાઈમનો જવાબ

https://hidayatparmar.blogspot.com/2021/01/blog-post.html?m=1


6) સાયબર ધમકી અને પજવણી

https://hidayatparmar.blogspot.com/2021/01/blog-post_2.html?m=1


7) સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ

https://hidayatparmar.blogspot.com/2021/01/blog-post_3.html?m=1


8) મહત્વના એકાઉન્ટ્સ અને ડિવાઇસેસને સુરક્ષિત રાખો

https://hidayatparmar.blogspot.com/2021/01/blog-post_4.html?m=1


9) ખાતું સુરક્ષિત કરવાની રીતો : ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન

https://hidayatparmar.blogspot.com/2021/01/blog-post_5.html?m=1


10) સોશિયલ મીડિયામાં સાવચેતી

https://hidayatparmar.blogspot.com/2021/01/blog-post_8.html?m=1


11) પેરેંટલ કંટ્રોલ્સ

https://hidayatparmar.blogspot.com/2021/01/blog-post_11.html?m=1


ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 (No. 21 of 2000)

https://hidayatparmar.blogspot.com/2021/01/2000-no-21-of-2000.html?m=1


(સૌજન્ય : હિદાયત 

મુકામ : કુંભાસણ, તાલુકો : પાલનપુર, જિલ્લો : બનાસકાંઠા)


Saturday, February 20, 2021

Mahatma Gandhi National Fellowship (MGNF)




Mahatma Gandhi National Fellowship (MGNF) is launched nationally to select 660 fellows in 2021.This is a two year course, with field and classroom sessions. Monthly stipend of Rs. 50, 000/- in 1st year and Rs. 60, 000/- in the 2nd year. Ministry of Skill Development & Entrepreneurship, Government of India and nine(9) Indian Institute of Managemnts across the country are organising. Eligibility criteria : 21-30 Year, Graduate in any discipline. For application details, do log on to www.iimb.ac.in/mgnf. Online application deadline is 27th March 2021.

ડૉ. અશ્વિનકુમાર || પરિચયનું પાનું

ડૉ. અશ્વિનકુમાર //  પરિચયનું પાનું


ડૉ. અશ્વિનકુમાર વ્યવસાયથી પ્રાધ્યાપક, વ્યસનથી વાચક, હક્કથી લેખક, સ્વભાવથી સંપાદક, નિજાનંદથી કુદરતચાહક, અને શોખથી તસવીરકાર છે!

મૂળે ભૌતિકશાસ્ત્રમાં બી.એસસી. (63.43%) થયા બાદ, તેમણે પત્રકારત્વમાં બી.સી.જે.પી. (70.33% - સુવર્ણચંદ્રક વિજેતા), એમ.જે.એસ. (73.25%), એમ.ફિલ. (66.83%), અને પીએચ.ડી.ની પદવી મેળવી છે.

તેમને ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વના વિષયમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થવા બદલ ભગવતીલાલ ડાહ્યાલાલ રાવ (ખંભાત) સુવર્ણચંદ્રક અને ફૂલશંકર પટ્ટણી (ભુજ) પત્રકારત્વ પારિતોષિક એનાયત થયા છે.

પત્રકારત્વના અભ્યાસનાં એ વર્ષો દરમિયાન, તેમણે 'કર્ણાવતી એક્સપ્રેસ' જેવા લઘુ કક્ષાના દૈનિકમાં, 'સમભાવ' જેવા મધ્યમ કક્ષાના દૈનિકમાં, અને 'ગુજરાત સમાચાર' જેવા અગ્રગણ્ય દૈનિકની ન્યૂ યોર્ક આવૃત્તિ માટે તાલીમી પત્રકાર તરીકે કામગીરી કરી હતી.

તેમણે પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયનના વિષયમાં પારંગત(એમ.જે.એસ.) કક્ષાના અભ્યાસ દરમિયાન 'અખબારો પાસેથી વાચકોની અપેક્ષાઓ : એક અધ્યયન' શીર્ષક અંતર્ગત અજય ઉમટ (ચીફ સબ એડિટર, 'ગુજરાત સમાચાર' દૈનિક, અમદાવાદ)ના માર્ગદર્શનમાં લઘુ સંશોધનનિબંધ તૈયાર કર્યો હતો.

તેમણે ભારત સરકારના દૂરસંચાર વિભાગમાં કનિષ્ઠ દૂરસંચાર અધિકારી (જુનિયર ટેલિકમ્યુનિકેશન ઑફિસર) તરીકે દક્ષિણ ગુજરાતના અમલસાડ શહેરમાં કારકિર્દીની વિધિવત શરૂઆત કરી હતી.

હાલમાં, અશ્વિનકુમાર ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ પરિસરમાં પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગમાં પ્રાધ્યાપક તરીકે સક્રિય છે. તેમણે વ્યાવસાયિક અભ્યાસ વિદ્યાશાખા (ફૅકલ્ટી ઑવ્ પ્રોફેશનલ સ્ટડીઝ)ના વિદ્યાશાખા-અધ્યક્ષ (ડીન) તરીકે ૨૦૨૨-૨૦૨૫ના સમયગાળા માટે જવાબદારી નિભાવી હતી. તેઓ પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગમાં અધ્યક્ષ તરીકે એપ્રિલ, ૨૦૨૨થી કાર્યરત છે.

ગાંધીજીનાં સાહિત્ય અને પત્રકારત્વના જિજ્ઞાસુ અશ્વિનકુમારે 'પત્રકાર ગાંધીજીની ગુજરાતી ભાષા અને આજના પત્રકારત્વમાં એની પ્રસ્તુતતા' શીર્ષક અંતર્ગત અનુપારંગત(એમ.ફિલ.) કક્ષાએ તુષાર ભટ્ટ (પૂર્વ નિવાસી તંત્રી, 'ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિક, અમદાવાદ આવૃત્તિ)ના માર્ગદર્શનમાં સંશોધનકાર્ય સંપન્ન કર્યું હતું.

અશ્વિનકુમારે 'પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત માનવ અધિકાર (અસ્પૃશ્યતાનિવારણના વિશેષ સંદર્ભે)' શીર્ષક હેઠળ વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.) કક્ષાએ ડૉ. રઘુવીર ચૌધરી (પૂર્વ પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ)ના માર્ગદર્શનમાં મહાનિબંધ પૂર્ણ કર્યો હતો.

અશ્વિનકુમાર અનુપારંગત (એમ.ફિલ.) પદવી માટેના સંશોધન-અભ્યાસમાં માન્ય માર્ગદર્શક તરીકે ઈ. સ. ૨૦૦૨થી કાર્યરત છે. તેમના માર્ગદર્શન હેઠળ અગિયાર વિદ્યાર્થીઓએ એમ.ફિલ.ની પદવી મેળવી છે.

ડૉ. અશ્વિનકુમાર વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.) પદવી માટેના સંશોધન-અભ્યાસમાં માન્ય માર્ગદર્શક તરીકે ઈ. સ. ૨૦૧૫થી કાર્યરત છે. તેમના માર્ગદર્શન હેઠળ ચાર વિદ્યાર્થીઓએ પીએચ.ડી. પદવી મેળવી છે. હાલમાં પાંચ વિદ્યાર્થીઓ પીએચ.ડી. કરી રહ્યા છે.

તેમણે 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ' ૨૦૨૦ અંતર્ગત, 'વિભાગીય અભ્યાસક્રમ સમિતિ'ના અધ્યક્ષ તરીકેની જવાબદારી વહન કરી છે. તેમણે 'વિદ્યાર્થી પ્રવેશ સમિતિ'ના સભ્ય તરીકે કામગીરી સંભાળી છે. તેઓ ગૂજરાત વિદ્યાપીઠ સહિતનાં વિવિધ વિશ્વવિદ્યાલયોની શૈક્ષણિક અને સંશોધન સમિતિઓના સભ્ય તરીકે કાર્યરત છે.

અશ્વિનકુમાર ઉચ્ચ શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરતાં 'અભિદૃષ્ટિ' માસિકના સહસંપાદક તરીકે વર્ષ ૨૦૦૨થી ૨૦૧૨ સુધી સેવારત હતા. તેઓ સ્વાસ્થ્ય-જાગ્રતિ કરતાં 'એઇડ્સ-પ્રતિકાર' સામયિકના સંપાદક, અને વિકાસના મુદ્દાની વાત માંડતાં 'વલોણું' વિચારપત્રના તંત્રી રહી ચૂક્યા છે.

તેઓ સંશોધનાત્મક અને સર્જનાત્મક લેખન કરે છે. તેઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિધવિધ પ્રવૃત્તિઓ કરે છે.

ઈ.સ. ૧૯૯૬થી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષયના અધ્યાપન સાથે સંકળાયેલા અશ્વિનકુમારે, સમૂહ માધ્યમોમાં ભાષા-શુદ્ધિ અને અભિવ્યક્તિ-સજ્જતા સારુ 'ભાષાની મજા, મજાની ભાષા' નામે, સોળસો ત્રીસથી પણ વધુ 'ભાષા-નમૂના' બનાવ્યા છે. જેના થકી, વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા શીખવામાં મજા પડે છે. તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કેટલાક નવા શબ્દો બનાવવાના પ્રયત્નો પણ કર્યા છે.

ઈ.સ. ૧૯૨૦માં ગાંધીજીએ સ્થાપેલી શિક્ષણ-સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠમાં, અશ્વિનકુમાર ઈ.સ. ૧૯૯૬થી જોડાયેલા રહ્યા છે. આ જ વર્ષથી તેઓ ઉપાસનાખંડમાં વિવિધ વિષય અને વ્યક્તિત્વ વિશે, વિદ્યાર્થીઓ અને સેવકો સમક્ષ, નિયમિતપણે અને સમય-શિસ્ત સાથે વ્યાખ્યાનો આપતા રહ્યા છે.

અશ્વિનકુમારે 'કાકા-સવાસો(૧૮૮૫-૨૦૧૦)' નિમિત્તે, આચાર્ય કાકાસાહેબ કાલેલકરના સમગ્ર સાહિત્યનો વિગતે અભ્યાસ કરીને, સ્થાનિક અને રાષ્ટ્રીય કક્ષાએ વ્યાખ્યાનો આપ્યા હતા.

અશ્વિનકુમારે 'બા-બાપુ-દોઢસો' ઉજવણી સારુ, ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસનાખંડમાં વિદ્યાર્થીઓ-અધ્યાપકો-સેવકો સમક્ષ, ૨૦૨૦ના ફેબ્રુઆરી મહિનામાં 'કસ્તૂરકથા'નો મૌલિક પ્રયોગ કર્યો હતો. તેમણે અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દસ્તાવેજી ચલચિત્ર સાથેની, વ્યાખ્યાનશ્રેણીમાં કસ્તૂરબાનાં જીવન અને કાર્યનો રસપ્રદ પરિચય કરાવ્યો હતો. તેમણે અત્યાર સુધીમાં ત્રણ 'કસ્તૂરકથા' કરી છે.

અશ્વિનકુમારે 'આઝાદીનો અમૃત મહોત્સવ' અન્વયે, ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસનાખંડમાં વિદ્યાર્થીઓ-અધ્યાપકો-સેવકો સમક્ષ, ૨૦૨૨ના ઑગસ્ટ માસથી 'મહાદેવકથા'નો નવીન પ્રયોગ કર્યો હતો. તેમણે અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દુર્લભ તસવીરો સાથેની, આ વ્યાખ્યાનશ્રેણીમાં મહાદેવ દેસાઈનાં જીવન અને કાર્યનો રસપ્રદ પરિચય કરાવ્યો હતો.

અશ્વિનકુમારે ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસનાખંડમાં વિદ્યાર્થીઓ-અધ્યાપકો-સેવકો સમક્ષ, ૨૦૨૨ના સપ્ટેંબર માસમાં 'મોહનકથા'નો નોખો પ્રયોગ કર્યો હતો. તેમણે અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દુર્લભ તસવીરો સાથેની, આ વ્યાખ્યાનશ્રેણીમાં મહાત્મા ગાંધીજીનાં જીવન અને કાર્યનો રસપ્રદ પરિચય કરાવ્યો હતો.

અશ્વિનકુમારે ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસનાખંડમાં વિદ્યાર્થીઓ-અધ્યાપકો-સેવકો સમક્ષ, ૨૦૨૩ના માર્ચ માસમાં 'વલ્લભકથા'નો પ્રયોગ કર્યો હતો. તેમણે અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દુર્લભ તસવીરો સાથેની, આ વ્યાખ્યાનશ્રેણીમાં સરદાર વલ્લભભાઈ પટેલનાં જીવન અને કાર્યનો રસપ્રદ પરિચય કરાવ્યો હતો.

અશ્વિનકુમારે ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસનાખંડમાં વિદ્યાર્થીઓ-અધ્યાપકો-સેવકો સમક્ષ, ૨૦૨૩ના એપ્રિલ માસમાં 'ભીમકથા'નો પ્રયોગ કર્યો હતો. તેમણે અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દુર્લભ તસવીરો સાથેની, આ વ્યાખ્યાનશ્રેણીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં જીવન અને કાર્યનો રસપ્રદ પરિચય કરાવ્યો હતો.

અશ્વિનકુમારે, શહેરના સામાજિક-સાંસ્કૃતિક વારસાની ઓળખ આપતી, 'આપણું અમદાવાદ' નામની કતાર લખી છે. તેમણે 'હળવે હૈયે' અને 'હળવે હલેસે' જેવી કતારથી હાસ્ય-વ્યંગ્ય ક્ષેત્રે હાથ (અ)જમાવ્યો છે.

અશ્વિનકુમાર પ્રવાસના શોખીન છે. જન્મે-ધર્મે-કર્મે-મર્મે અસલ અમદાવાદી અશ્વિનકુમાર 'ભારતના પ્રથમ વૈશ્વિક વિરાસત શહેર' અમદાવાદનાં ૪૦૦ જેટલાં સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લઈ ચૂક્યા છે.

અશ્વિનકુમાર ગુજરાતના તમામ ચોત્રીસ જિલ્લાનો પ્રવાસ કરી ચૂક્યા છે. તેમણે વિદ્યાર્થીઓ સાથે ગુજરાતના સોળ જિલ્લાના વિવિધ તાલુકામાં ગ્રામજીવન પદયાત્રા કરી છે.

તેઓ ભારતનાં એકવીસ રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે. તેમણે દેશના દુર્ગમ પર્વતીય અને ગાઢ વન્ય વિસ્તારોમાં કઠિન કૂચ-કદમ કરી છે.

અશ્વિનકુમાર તસવીરકળામાં રસ ધરાવે છે. તેઓ ઈ.સ. ૨૦૦૧થી વિધવિધ સ્થળો અને વ્યક્તિઓ, બનાવો અને બાબતોનું 'કાચની કીકી' વાટે દસ્તાવેજીકરણ કરી રહ્યા છે. તેમણે દસ્તાવેજી ચલચિત્રો માટે સંશોધન, લેખન, અને પરામર્શન કર્યું છે. તેમણે તૈયાર કરેલા વિવિધ સ્વરૂપના કાર્યક્રમ 'આકાશવાણી' થકી પ્રસારિત થયા છે.

તેમણે ગૂજરાત વિદ્યાપીઠના દૈનિક ઇન્ટરનેટ રેડિયો 'વૈષ્ણવજન : સ્પંદન ગાંધીવિચાર કે' અંતર્ગત સંયોજક તરીકે ૧૨-૦૩-૨૦૨૪થી ૧૧-૦૩-૨૦૨૫ સુધી કામગીરી બજાવી હતી.

તેઓ ૦૧-૦૧-૨૦૨૫થી ગૂજરાત વિદ્યાપીઠના સાપ્તાહિક ટેલિવિઝન પૉડકાસ્ટ 'વૈષ્ણવજન : સ્પંદન ગાંધીવિચારના' અંતર્ગત સંયોજક તરીકે જવાબદારી નિભાવે છે.

તેમણે માતૃભાષા ગુજરાતી મારફતે તારીખ ૦૧-૦૧-૨૦૧૩થી આજપર્યંત 'અશ્વિનિયત' (http://ashwinningstroke.blogspot.in) નામના બ્લોગ (અક્ષર-આકાશિકા) મારફતે વિદ્યાર્થીઓ અને વડીલો, દોસ્તો અને પરિચિતો સાથે નિયમિતપણે સંપર્ક જાળવી રાખ્યો છે.

'અશ્વિનિયત' બ્લોગ ઉપર વિવિધ વિષયની 6000+ પોસ્ટ્સ તરતી મૂકવામાં આવી છે. 'અશ્વિનિયત' બ્લોગના 13,00,000+ (1.3 Million+)  પેજવ્યૂઝ છે.

ડૉ. અશ્વિનકુમારનું વીજાણુ ઠેકાણું ashwinkumar.phd@gmail.com છે.

Wednesday, February 17, 2021

News Agencies




Johannes Gutenberg, Printing, and Publishing














Sunday, February 7, 2021

સમૂહ માધ્યમો અને શિક્ષણનો અધિકાર









સમૂહ માધ્યમો અને માહિતીનો અધિકાર






ભાષાની મજા, મજાની ભાષા - 1210


સમજવા-સાંભળવા કે લખવા-બોલવામાં થોડો ફેર થઈ જાય તો 'બુઠ્ઠું' છેવટે 'બુઢ્ઢું' થઈ જાય!

ભાષાની મજા, મજાની ભાષા - 1209


જે મહિલા હોય અને લેખિકા પણ હોય તો, 'મહિલા લેખિકા' લખવાની શી જરૂર છે?!

ભાષાની મજા, મજાની ભાષા - 1208


'વાઇરસ' કે 'વિષાણુઓ' એવો શબ્દપ્રયોગ કરવો.
'વાઇરસના વિષાણુઓ' જેવો શબ્દપ્રયોગ ન કરવો.

Saturday, February 6, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1207


ઉચ્ચારશુદ્ધિના અભાવે, 'પ્રસન્નવદનભાઈ' છેવટે 'પ્રશ્નવદનભાઈ' થઈ જશે!


ભાષાની મજા, મજાની ભાષા - 1206

 

આ રીતે યુદ્ધમાં જવાનો જવાનો માટે પહેલો મોકો હતો.

જવાનો માટે આ રીતે યુદ્ધમાં જવાનો પહેલો મોકો હતો.


શાંતાબહેન રાજપ્રિય : સ્મરણોના સ્વાતંત્ર્ય-સંગ્રામમાં

 



સમાચાર-સૌજન્ય :
'નવગુજરાત સમય' દૈનિક, અમદાવાદ, ૦૬-૦૨-૨૦૨૧, શનિવાર, પૃષ્ઠ : ૦૪

Friday, February 5, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1205

 

પાણી પીવા માટે આ હેન્ડપંપ હાથથી ચલાવવો.

પાણી પીવા માટે આ હેન્ડપંપ ચલાવવો.


Thursday, February 4, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1204


ચોવીસ કલાક દવાની દુકાન ખુલ્લી રહેશે.

દવાની દુકાન ચોવીસ કલાક ખુલ્લી રહેશે.

Saturday, January 30, 2021

Vishwanathan Jayaraman : The barefoot runner


https://www.livemint.com/Leisure/7U6Fy70zokk88UmNFsVfqN/Beliefs--The-barefoot-runner.html

https://www.irastimes.org/Article_pdf/Meet%20the%20Gandhian.pdf

https://www.thehindu.com/society/the-freedom-run/article19631355.ece

https://completewellbeing.com/article/the-body-is-a-mere-slave-to-the-mind-vishwanathan-jayaraman-barefoot-runner/

https://theindianness.com/vishwanathan-jayaraman-setting-a-new-trend-of-gandhigiri/

https://vikalpsangam.org/article/gandhis-relevance-in-the-time-of-global-crises/

'મુંબઈ સમાચાર'માં ગાંધીહત્યાના સમાચાર



Fact Check: Is this a photo of Mahatma Gandhi's assassination?


https://www.indiatoday.in/fact-check/story/fact-check-du-student-s-photo-falsely-shared-as-telangana-girl-who-killed-self-over-non-postponement-of-exams-1823238-2021-07-02

10 Most Censored Countries

 

https://cpj.org/reports/2019/09/10-most-censored-eritrea-north-korea-turkmenistan-journalist/


સ્મરણ : ગાંધી-નિર્વાણદિન નિમિત્તે // રતિલાલ પંડ્યા


રતિભાઈ પંડ્યા ( જન્મ : ૩૦-૦૭-૧૯૩૬)
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ગાંધીજીની હત્યા દિલ્હીમાં ૩૦-૧-૧૯૪૮ના રોજ થઈ. પણ મને તેની ખબર, મારી બાર વર્ષની ઉંમરે, ૩૧-૧-૧૯૪૮ના રોજ બપોરે બે વાગે લાઠી પાસેના નાના રાજકોટ ગામે એક ખેડૂત દ્વારા મળી. ગામડામાં તે વખતે રેડિયો તો કોઈ પાસે ન હતો, તેથી અમોને આ સમાચાર એક દિવસ મોડા મળ્યા.

લાઠી(જિલ્લા અમરેલી)થી પાંચેક કિલોમીટર દૂર નાના રાજકોટ એ અમારું વતનનું ગામ. ગામના ખેડૂત ભગવાનભાઈ ડોબરિયા લાઠીના દવાખાને ગયેલા. તેઓ તા. ૩૧મીએ બપોરે બે વાગે ગાંધીજીના અવસાનના ખબર મારા પિતાજી માઘાજી માસ્તરને આપવા ઘરે આવેલા. એ પટેલ ખેડૂતે કહ્યું, “લાઠીમાં રેડિયો બોલી ગયો કે ગાંધીને મારી નાખ્યા છે.”

પિતાજી આશરે ૬૦ વર્ષની ઉંમરે બંને આખે અંધ થયેલા. સમાચાર સાંભળી તેમણે પ્રતિભાવ રૂપે ‘રામ... રામ...’ના ઉદ્‌ગાર કાઢેલા તે મને બરાબર યાદ છે. તેઓ ગાંધી ગયાના સમાચાર ઘરમાં તથા આસપાસના લોકોને શોકવદને આપતા રહ્યા. મારાં બાને કહે, “પાણી ગરમ મૂકો, મારે ફરી નહાવું પડશે.” અને એ વૃદ્ધ-અંધ ગાંધીચાહકે ફરી બપોરે ૪ વાગે ગાંધીને યાદ કરી સ્મરણાંજલિ રૂપે સ્નાન કર્યું. ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. એ વખતે ગામના અમારા એ ઘરમાં ગાંધીજીની તસવીર નહોતી, પરંતુ કસ્તૂરબાની છબી ભીંતે ટીંગાડેલી હતી.

રાત્રે ૮-૦૦ વાગે મને કહે, “કાગળ-પેન્સિલ અને નીચે ટેકા રૂપે પિત્તળની થાળી લઈ લે. મને ગાંધી વિશે લખવાની એક કવિતા સૂઝી છે.” એમ કહી તેઓ ૧૦-૧૨ લીટીની એક કવિતા બોલી ગયા. પછીથી ધીરે ધીરે મને લખાવતા ગયા. મેં એ પંક્તિઓ રદ્દી કાગળમાં અને ગરબડિયા અક્ષરે નોંધેલી. તેને થોડો સમય સાચવી રાખી, પરંતુ તેને કાયમી ધોરણે સાચવી ન શક્યો, તેનું અત્યારે દુઃખ પણ થાય છે. છતાં કેટલીક પંક્તિઓ યાદ છે. સ્મૃતિને આધારે કહું તો એ પંક્તિઓ કાંઈક આવી હતી :

“ગાંધી ગયાથી ભારતભૂમિનો
હર્ષ અને ઉત્કર્ષ ગયો.
હિંદુમુક્તિનો તારણહાર
વેગ વડે વિદાય થયો.
ઓતા ગાંધીનો પૌત્ર પનોતો
કસ્તૂરબાનો કંથ કોડીલો, વેગ વડે વિદાય થયો.
અહિંસાનાં વેધક શસ્ત્રોથી, શોષક અંગ્રજોને
ગાંસડા-પોટલાં બાંધી વિદાય કર્યા.”

મને અત્યારે વચ્ચેની પંક્તિઓ યાદ નથી, પરંતુ છેલ્લે પંક્તિઓ આ મુજબ હતી :

“ફટ્‌ ગોઝારા ગોડસે તને
આત્મહત્યા લાગી, હિન્દુમુક્તિના
તારણહારને વેગ વડે વિદાય કર્યો તે.”

આ નાનકડા બનાવથી કહી શકાય કે ગાંધીજી કેટલા બધા પ્રભાવક રીતે જનમાનસમાં ખૂંપી ગયા હશે! ગાંધીની વિશાળતા અને વ્યાપકતા એક દૂરસુદૂરના ગામડાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકને કેટલી સ્પર્શી ગઈ હશે, તે વાત જણાવતાં આજે પણ આંખો ભીની થાય છે. મારા પિતા માધવજી શિવશંકર પંડ્યા ગાયકવાડી રાજમાં પ્રાથમિક શાળાના શિક્ષક હતા. તેઓ ૧૯૪૫માં આચાર્ય તરીકે નિવૃત્ત થયા હતા. વાચનનો ભારે શોખ ધરાવતા પિતાજીની દૃષ્ટિ ઝામરના કારણે ધીરે ધીરે ઝાંખી થતી ગઈ. ૧૯૪૬માં તેમને અંધાપો આવ્યો. ૧૯૬૧માં તેમનું અવસાન થયું.

મારા પિતાજીને લેખક ઝવેરચંદ મેઘાણી સાથે વ્યક્તિગત પરિચય હતો. તેઓ અવાર-નવાર રૂબરૂ મળતા અને સૌરાષ્ટ્રનાં કેટલાંક ગામડાંમાં મેઘાણી સાથે રહીને ગામના પાળિયા તેમ જ વૃદ્ધ માણસોને મળી માહિતી એકઠી કરતા. મેઘાણીભાઈને આ પ્રકારના સંપર્કો ગામડાંમાં હતા. નાનપણમાં અમે પિતાજીના મુખે કવિ દુલા ભાયા કાગનું પ્રસિદ્ધ ગાંધીગીત સાંભળતા હતા.

“સો સો વાતુંનો જાણનારો ગાંધીડો મારો
ઝાઝી વાતુંનો ઝીલનારો
ડગલે ડગલે હાલ્યા કરે ઇ
ઊંચાણમાં ન ઊભનારો
એ ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે
ઢાળમાં નવ ધ્રોડનારો મોભીડો મારો
ઢાળમાં નવ ધ્રોડનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો ...”

ગાંધીને તમે જાયા છે? એમ અમે પિતાજીને પ્રશ્ન પૂછતા, ત્યારે તેઓ કહેતા કે ગાંધીજી જ્યારે ભાવનગર આવેલા, ત્યારે તેમના દર્શન કરવા તેઓ ગયેલા. મેં કહ્યું કે “... પણ અમે તો ગાંધીજીને જોયા નથી.’ તેઓ કહેતા કે, ‘ગાંધીજીને તમે તો જોયા નથી, પણ મારા જેવા જેણે ગાંધીને જોયા છે, તેને તો તમે જોઈ શકો છોને!” ગાંધીની વાતો બચપણમાં, કિશોરાવસ્થામાં અને યુવાનીમાં પિતાજી પાસેથી અવાર-નવાર સાંભળવા મળતી. તેમાંથી મળેલી પ્રેરણાને કારણે જ લોકભારતી-સણોસરા જેવી ગાંધીવિચારની સંસ્થામાં પાંત્રીસ વર્ષ જેટલા દીર્ઘકાળ સુધી કામ કર્યાનો આનંદ અને સંતોષ છે.

સૌજન્ય : 'નિરીક્ષક', ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૯; પૃષ્ઠ : ૨૦-૧૯

E-courtesy :

ત્રીસ જાન્યુઆરી, ૧૯૪૮ // 30-01-1948




Sunday, January 10, 2021

Sunday, January 3, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1199


ભૂલ કર્યા વગર કહો કે, સાચો શબ્દ કયો? 

ભૂલભુલામણી
ભુલભૂલામણી
ભૂલભૂલામણી
ભુલભુલામણી

ભાષાની મજા, મજાની ભાષા - 1198


'તમે પરીક્ષામાં કેવી રીતે જવાબો લખ્યા?'
'સવિસ્તાર કે સવિસ્તર?'

ભાષાની મજા, મજાની ભાષા - 1197


મોટા ભાગના લોકો ભલે 'નિરાભિમાની' લખે-બોલે, પણ આપણે તો 'નિરભિમાની' જ લખવું-બોલવું!

ભાષાની મજા, મજાની ભાષા - 1196


'તમારો કારીગર મારું જરી કામ કરી આપશે?'

'તમારો કારીગર મારું જરીકામ કરી આપશે?'

ભાષાની મજા, મજાની ભાષા - 1195


પાલવમાં જરી જરી છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1194


'બા જરી બાજરી આપશો?'

ભાષાની મજા, મજાની ભાષા - 1193


ઠાલાભાઈએ લાઠીથી ઠાલી લાઠી લીધી.

ભાષાની મજા, મજાની ભાષા - 1192


'તમારામાં દૃષ્ટિ કોણ છે?'

'તમારામાં દૃષ્ટિકોણ છે?'

ભાષાની મજા, મજાની ભાષા - 1191


કઠણ 'શુશ્રૂષા'ના વિકલ્પે 'સારવાર' કે 'સેવાચાકરી' જેવા સહેલા શબ્દોની મદદ લઈ શકાય.


ભાષાની મજા, મજાની ભાષા - 1190


ઉચ્ચારશુદ્ધિ માટે 'શુશ્રૂષા' શબ્દ હોઠવગો રાખવો.

ભાષાની મજા, મજાની ભાષા - 1189


કેટલાક લોકો ભલે 'અર્ધાગિની' લખે-બોલે, પણ આપણે તો 'અર્ધાંગિની' જ લખવું-બોલવું.

ભાષાની મજા, મજાની ભાષા - 1188


ગોળીને પી જાવ.

ઘોળીને પી જાવ.

ભાષાની મજા, મજાની ભાષા - 1187


પકોડી પતંગની કિંમત ચાર હજાર રૂપિયા જેટલી થાય છે.

પ કોડી પતંગની કિંમત ચાર હજાર રૂપિયા જેટલી થાય છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1186


તમારી જિંદગીને યોગ્ય આ કાર મળે એ જરૂરી છે.
તમારી જિંદગીને યોગ્ય આકાર મળે એ જરૂરી છે.

Saturday, January 2, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1185


"તમે જયપુર થઈને દિલ્હી જાવ."
અથવા
"તમે જયપુર વાયા દિલ્હી જાવ."

પરંતુ,

"તમે વાયા જયપુર થઈને દિલ્હી ન જાવ."
અથવા
"તમે જયપુર વાયા થઈને દિલ્હી ન જાવ."

ભાષાની મજા, મજાની ભાષા - 1184


'બનેવી' એટલે બહેનનો પતિ. 'જીજાજી' એટલે પણ 'બનેવી'. જોકે, 'જીજાજી' શબ્દ મોટી બહેનના વર માટે વપરાય છે.


ભાષાની મજા, મજાની ભાષા - 1183


અમારી ત્રણ જણની ત્રિપુટી પ્રવાસે ગઈ.
અમારી ત્રિપુટી પ્રવાસે ગઈ.

ભાષાની મજા, મજાની ભાષા - 1182


આજના પરિસંવાદના મુખ્ય વકતાને મારો પ્રશ્ન એ હતો કે, ...
આજના પરિસંવાદના મુખ્ય વકતાને મારો પ્રશ્ન એ છે કે, ...

Friday, January 1, 2021

વિદ્યાર્થીઓનું બ્લોગવિશ્વ // ૨૦૨૦-૨૦૨૨


અપૂર્વ

કમલ

જયેશ

પરેશ

પ્રવિણ 

પાર્થ

પ્રાર્થના 

પૂજા

વિમલ

વિશાલ

હિમાંશુ
https://himanshuchavada.blogspot.com/?m=1

How to structure a dissertation

 

https://www.scribbr.com/category/dissertation/


સમયપત્રક : આપણું અને અઘરું!


૦૬:૦૦થી ૦૭:૦૦ ચા સાથે ચર્ચા અને ઘરકામ

૦૭:૦૦થી ૦૮:૦૦ લેખન

૦૮:૦૦થી ૦૯:૦૦ શાકભાજી-ફળફળાદિની ખરીદી સારુ કૂચકદમ

૦૯:૦૦થી ૦૯:૩૦ કસરત

૦૯:૩૦થી ૧૦:૦૦ શરીરશુદ્ધિ અને મનશુદ્ધિ

૧૦:૦૦થી ૧૦:૩૦ ભોજન

૧૦:૩૦થી ૧૧:૦૦ પરિવહન

૧૧:૦૦થી ૧૨:૦૦ પ્રાર્થના અને કાંતણ 

૧૨:૦૦થી ૦૨:૦૦ વર્ગ-વ્યાખ્યાન

૦૨:૦૦થી ૦૩:૦૦ નૂતન માધ્યમ સન્મુખતા

૦૩:૦૦થી ૦૫:૦૦ ગ્રંથાલય-વાચન

૦૫:૦૦થી ૦૬:૦૦ વિદ્યાર્થી-સંશોધનકાર્ય

૦૬:૦૦થી ૦૬:૩૦ ઘરવાપસી

૦૬:૩૦થી ૦૭:૦૦ સ્નાનસત્ર અને ધ્યાનસત્ર 

૦૭:૦૦થી ૦૭:૩૦ ભોજન

૦૭:૩૦થી ૦૮:૦૦ રસોડાઘરની સફાઈ

૦૮:૦૦થી ૦૯:૦૦ સપરિવાર-વાચન

૦૯:૦૦થી ૦૯:૫૦ મિત્રો સાથે ચાલતાં-ચાલતાં ચર્ચા

૦૯:૫૦થી ૧૦:૦૦ પ્રાર્થના

૧૦:૦૦થી ૦૬:૦૦ શયન

મહાદેવ દેસાઈને જન્મદિન નિમિત્તે અભિવંદન

 


સ્વયં-સર્જન સૂચિ - ઈ.સ. ૨૦૨૧


* પુનર્મુદ્રણ :
શકીરા, શકરી, અને સમૂહ માધ્યમો
'ઓપિનિયન' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૯-૦૩-૨૦૨૧
https://opinionmagazine.co.uk/details/6946/shakeeraa--shakaree-ane-samooha-maadhyamo

* પુનર્મુદ્રણ :
ભાષામાં પાણી અને ભાષાનું પાણી
'અતુલ્ય વારસો' (ISSN : 2321-4880), પાણી વિશેષાંક, સળંગ અંક - ૨૮, વર્ષ - ૦૮, માર્ચ, ૨૦૨૧, પૃષ્ઠ : ૩૫-૩૬

* આઝાદીના આંદોલનમાં 'અરુણ ટુકડી'ની અગત્ય
'યોજના' (ISSN-0971-8400), 'આઝાદી કા અમૃત મહોત્સવ' શ્રેણી, સળંગ અંક : ૮૫૦, ઓક્ટોબર, ૨૦૨૧, પૃષ્ઠ : ૫૧-૫૩

* નાઈન ઈલેવન : મુકામ કોચરબ
પુનર્મુદ્રણ : 'નવજીવન.ઇન', ૦૪-૧૦-૨૦૨૧
https://www.navajivan.in/ashram-katha-visit-kocharab-gandhi-ashram/

સલમાન, સની, સંજય (દત્ત), સુનીલ (શેટ્ટી) અને રિચર્ડ્સથી પ્રેરિત
મારી વ્યાયામસાધના
'સાર્થક જલસો', પુસ્તક-૧૫, ઑક્ટોબર, ૨૦૨૧, પૃષ્ઠ : ૯૩-૯૯

Thursday, December 31, 2020

દેશમાં તળનું વૃત્તાંતનિવેદન


Ground reporting


ગાંધીના 'હિંદ સ્વરાજ'માં ગ્રામચેતના


https://opinionmagazine.co.uk/details/6735/gandhinaa-hind-swarajmaam-graamchetanaa

આચાર્ય, ગ્રંથપાલ, અને પટાવાળાનો પગાર


તે વખતે વિદ્યાપીઠમાં આચાર્ય કાકાસાહેબનો પગાર મહાવિદ્યાલયના ગ્રંથપાલ કરતાં ઓછો હતો. આચાર્ય એકલા હતા એટલે ૫૦ રૂ. પગાર લે. અને ગ્રંથપાલ કુટુંબવાળા હતા તેથી તેમને ૧૦૦ રૂપિયા મળે તથા પટાવાળાને પણ ૫૦ રૂપિયા મળે તેમાં કોઈને અજુગતું લાગતું નહિ.

ગાંધીજીની ભણાવવાની રીત
છગનલાલ નટુભાઈ જોષી
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ (૧૯૭૯)
પૃ. ૧૧

Sunday, December 27, 2020

પ્રત્યાયન : સ્થાન અને મહત્ત્વ // સંદર્ભ : 'હેલ્લારો' ગુજરાતી ચલચિત્ર

 

Hellaro - Dialogue / Aankho na Paatiya


સર્વસાંધાશૂળ ઉર્ફે ચિકુનગુનિયા /////// હળવે હલેસે // ડૉ. અશ્વિનકુમાર

 







* સર્વસાંધાશૂળ ઉર્ફે ચિકુનગુનિયા
'ઉત્સવ', ('દિવ્ય ભાસ્કર'નો દીપોત્સવી અંક), નવેંબર, ૨૦૨૦, પૃષ્ઠ : ૧૩૪-૧૩૬

Journalists jailed or fined for refusing to identify confidential sources, as of 2019


https://www.rcfp.org/jailed-fined-journalists-confidential-sources/

ગુજરાતી શીખીએ હોંશે-હોંશે


http://www.letslearngujarati.com/

Saturday, December 26, 2020

પ્રત્યાયનના પ્રકારો : પ્રતિભાગીની સંખ્યાના આધારે


Intrapersonal Communication (સ્વપ્રત્યાયન) 

Interpersonal Communication (આંતરવૈયક્તિક પ્રત્યાયન) 

Group Communication (જૂથ પ્રત્યાયન) 

Mass Communication (સમૂહ પ્રત્યાયન) 


(The classification of communication into intrapersonal, interpersonal, group, and mass communication is based on the number of participants involved in the communication process.

Intrapersonal communication is a one-person process, interpersonal involves two people, group communication includes a larger number of people (typically 3-12), and mass communication involves broadcasting a message to a very large audience through various media.)


Dr Sushila Nayar : Eminent Indians in Medicine


Dr Sushila Nayar

Dr Sushila Nayar


Friday, December 25, 2020

પ્રત્યાયનનાં કાર્યો


Information (માહિતી) 

Instruction (સૂચના)

Entertainment (મનોરંજન) 

Persuasion (સમજાવટ) 

Debate & Discussion (ચર્ચા-વિચારણા) 

Cultural Promotion (સાંસ્કૃતિક બઢતી) 

Integration (એકતા-અખંડિતતા)

હાઇકુ : કાણું મોજું


સાન્તાક્લૉઝ તો
મૂકશે ભેટ, પણ
મોજું છે કાણું.

- અશ્વિનકુમાર