'બધા રાજકીય પક્ષો ગરીબોનો વિચાર કરે છે.'
આ વાક્યમાં અલગ અલગ ઠેકાણે 'જ' મૂકો અને જુઓ :
'બધા જ રાજકીય પક્ષો ગરીબોનો વિચાર કરે છે.'
'બધા રાજકીય જ પક્ષો ગરીબોનો વિચાર કરે છે.'
'બધા રાજકીય પક્ષો જ ગરીબોનો વિચાર કરે છે.'
'બધા રાજકીય પક્ષો ગરીબોનો જ વિચાર કરે છે.'
'બધા રાજકીય પક્ષો ગરીબોનો વિચાર જ કરે છે.'
'બધા રાજકીય પક્ષો ગરીબોનો વિચાર કરે જ છે.'
અમને તો આ છ વાક્યોમાંથી પાંચમું વાક્ય સાચું લાગે છે. સાચું કહો, તમને કયું વાક્ય સાચું લાગે છે?!
No comments:
Post a Comment