Tuesday, March 31, 2020

સંશોધનપત્રો : ૨૦૧૯-૨૦૨૦ // ફેબ્રુઆરી-માર્ચ - ૨૦૨૦


સંશોધનપત્રનું શીર્ષક : કસ્તૂરબા : જીવન અને કાર્ય

સંશોધનપત્રનું શીર્ષક : Heritage & Media : A case study of 'Bombay Clocks' by Chirodeep Chaudhuri

સંશોધનપત્રનું શીર્ષક : આચાર્ય કાકાસાહેબ કાલેલકર : વાસરી વાટે વિદ્યાપીઠવિમર્શ

સંશોધનપત્રનું શીર્ષક : ભાષા-સાહિત્ય ભવનમાં પત્રકારત્વનું શિક્ષણ

સંશોધનપત્રનું શીર્ષક : વિનોબાનું ગાંધીચિંતન

સંશોધનપત્રનું શીર્ષક : ગાંધીજીની જીવનશૈલી અને પર્યાવરણીય દૃષ્ટિ

૨૦

'તેમના અક્ષરજ્ઞાનને વિશે હું બેદરકાર રહ્યો એમ તો નહીં કહું, પણ મેં તેને જતું કરતાં સંકોચ ન ખાધો. ને આ ઊણપને સારુ મારા દીકરાઓને મારી સામે ફરિયાદ કરવાનું કારણ રહેલું છે. તેમણે કેટલીક વાર પોતાનો અસંતોષ પણ જાહેર કર્યો છે. આમાં કંઈક અંશે મારે મારો દોષ કબૂલ કરવો જોઈએ એમ માનું છું. તેમને અક્ષરજ્ઞાન આપવાની ઇચ્છા ઘણી થતી, પ્રયત્ન પણ કરતો, પણ એ કામમાં હમેશાં કંઈક ને કંઈક વિઘ્ન આવી પડતું. તેમને સારુ ઘેર બીજી કેળવણીની સગવડ નહોતી કરી, તેથી તેમને મારી સાથે ચાલતો ઑફિસે લઈ જતો. ઑફિસ અઢી માઈલ હતી. એટલે સવાર-સાંજ મળી ઓછામાં ઓછી પાંચ માઈલની કસરત તેમને અને મને મળી રહેતી. રસ્તે ચાલતાં કંઈક શીખવવાનો પ્રયત્ન કરતો, પણ તેયે જો મારી સાથે બીજા કોઈ ચાલનાર ન હોય તો. ઑફિસમાં તેઓ અસીલોના ને મહેતાઓના પ્રસંગમાં આવે, કંઈક વાંચવાનું આપ્યું હોય તે વાંચે, આંટાફેરા કરે, બજારની સામાન્ય ખરીદી હોય તે કરે. સહુથી મોટા હરિલાલ સિવાય બધાં બાળકો આ રીતે ઊછર્યા. હરિલાલ દેશમાં રહી ગયો હતો. જો હું તેમને અક્ષરજ્ઞાન આપવા સારુ એક કલાક પણ નિયમિત બચાવી શક્યો હોત તો હું એમ માનત કે તેઓ આદર્શ કેળવણી પામેલા છે. એવો આગ્રહ મેં ન રાખ્યો એ દુઃખ મને અને તેમને રહી ગયું છે.'

અંગ્રેજી ભાષા, દેશી મજા : 147


કેટલાક લોકો ભલે 'ઇન્ટેક્ચુઅલ' બોલે, પણ આપણે તો 'ઇન્ટેલૅક્ચુઅલ' જ બોલવું!

Monday, March 30, 2020

૧૯

"વેસ્ટે જવાબ દીધો : 
'મારી પાસે છાપખાનું છે તે તો તમે જાણો છો. ઘણે ભાગે તો હું જવા તૈયાર થઈશ. છેવટનો જવાબ આજે સાંજે આપું તો બસ થશે ના? ફરવા નીકળી શકો તો ત્યારે વાત કરીએ.' 
હું રાજી થયો. તે જ દિવસે સાંજે થોડી વાતચીત કરી. વેસ્ટને દર માસે દશ પાઉન્ડનો પગાર ને છાપખાનામાં કંઈ નફો રહે તો તેમાંથી અમુક ભાગ આપવાનું ઠરાવ્યું."

ભાષાની મજા, મજાની ભાષા - 1093



લોકો ભલે 'વાલ્મિકી' લખે, પણ આપણે તો 'વાલ્મીકિ' જ લખવું!

कोरोनावायरस: रखें इन बातों का ध्यान

Sunday, March 29, 2020

૧૮

'મણિલાલ સાજો તો થયો, પણ મેં જોયું કે ગિરગામવાળું મકાન રહેવાલાયક નહોતું. તેમાં ભેજ હતો. પૂરું અજવાળું નહોતું. તેથી રેવાશંકરભાઈની સાથે મસલત કરી અમે બન્નેએ મુંબઈના કોઈ પરામાં ખુલ્લી જગ્યામાં બંગલો લેવાનો નિશ્ચય કર્યો. હું વાંદરા, સાંતાક્રુઝ વગેરેમાં ભટક્યો. વાંદરામાં કતલખાનું હતું તેથી વાંદરામાં રહેવાની અમારામાંથી કોઈની ઇચ્છા ન થઈ. ઘાટકુપર વગેરે દરિયાથી દૂર લાગ્યાં. સાંતાક્રુઝમાં એક સુંદર બંગલો મળી આવ્યો તેમાં રહેવા ગયા, ને આરોગ્યની દૃષ્ટિએ અમે સુરક્ષિત થયા એમ લાગ્યું. મેં ચર્ચગેટ જવાનો પહેલા વર્ગનો પાસ કઢાવ્યો. પહેલા વર્ગમાં ઘણી વાર હું એકલો જ હોઉં તેથી કાંઈક અભિમાન પણ માનતો એમ યાદ છે. ઘણી વેળા વાંદરાથી ચર્ચગેટ જતી ખાસ ગાડી પકડવા સાંતાક્રુઝથી વાંદરા હું ચાલીને જતો.'

https://www.google.com/maps/dir/Santacruz,+Mumbai,+Hasmukh+Nagar,+Santacruz+West,+Mumbai,+Maharashtra+400054/Bandra+Station,+Bairam+Naupada,+Bandra+East,+Mumbai,+Maharashtra+400050/@19.0693714,72.8226555,14z/data=!3m1!4b1!4m14!4m13!1m5!1m1!1s0x3be7c9a6e4a411ed:0xc794e2bdd8a53e5d!2m2!1d72.8359724!2d19.0843377!1m5!1m1!1s0x3be7bed2c9b2928f:0x77800faba0b8f5f5!2m2!1d72.8406903!2d19.0548399!3e2

Saturday, March 28, 2020

૧૭

'આ જ માસમાં હું કલકત્તાની ગલીએ ગલી રખડ્યો એમ કહું તો ચાલે. ઘણુંખરું કામ પગપાળો કરતો. આ સમયમાં જ ન્યાયમૂર્તિ મિત્રને મળ્યો, સર ગુરુદાસ બૅનરજીને મળ્યો. તેમની કુમક તો દક્ષિણ આફ્રિકાના કામ સારુ જોઈતી હતી. રાજા સર પ્યારીમોહન મુકરજીનાં દર્શન પણ આ જ સમયે કર્યાં. 
કાલિચરણ બૅનરજીએ મને કાલિના મંદિરની વાત કરી જ હતી. તે મંદિર જોવાની મને તીવ્ર ઇચ્છા હતી. તેનું વર્ણન મેં પુસ્તકમાં વાંચ્યું હતું. તેથી ત્યાં એક દિવસ જઈ ચડ્યો.'

Friday, March 27, 2020

૧૬

'આ દિવસોમાં બધાને ઘણી વાર દહાડાની વીસપચીસ માઈલની મજલ કરવી પડતી; અને એક વખત તો ઘાયલોને ડોળીમાં ઊંચકીને તેટલા માઈલ ચાલવું પડ્યું હતું. જે ઘાયલ થયેલ યોદ્ધાઓને અમારે આમ ઊંચકીને જવાનું હતું તેમાં જનરલ વુડગેટ વગેરે પણ હતા.'

Online Hindi Books

Thursday, March 26, 2020

૧૫

"પગથી ઉપર ચાલવાનો પ્રશ્ન મારે સારુ જરા ગંભીર પરિણામવાળો નીવડ્યો. હું હમેશાં પ્રેસિડેન્ટ સ્ટ્રીટમાં થઈને એક ખુલ્લા મેદાનમાં ફરવા જતો. આ મહોલ્લામાં પ્રેસિડેન્ટ ક્રુગરનું ઘર હતું. એ ઘરને વિશે આડંબર જરાયે નહોતો. તેને ફરતું કમ્પાઉન્ડ પણ ન હતું. બીજાં પડખેનાં ઘરોમાં અને આમાં કશો તફાવત માલૂમ ન પડે. લક્ષાધિપતિઓનાં ઘણાનાં ઘર પ્રિટોરિયામાં આ ઘર કરતાં ઘણાં મોટાં, શોભીતાં ને વાડવાળાં હતાં. પ્રેસિડેન્ટની સાદાઈ પ્રખ્યાત હતી. આ ઘર કોઈ અમલદારનું છે એમ તેની સામે એક સિપાઈ ફરતો હોય તે ઉપરથી જ જણાય. આ સિપાઈની લગોલગ થઈને જ લગભગ હમેશાં હું જાઉં. પણ સિપાઈ મને કંઈ ન કરે. સિપાઈ વખતોવખત બદલાય. એક વેળા એક સિપાઈએ, ચેતવ્યા વિના, પગથી ઉપરથી ઊતરી જવાનું કહ્યા વિના, મને ધક્કો માર્યો, લાત મારી, ને ઉતારી મૂક્યો. હું તો વિમાસણમાં જ પડ્યો. લાત મારવાનું કારણ હું પૂછવા જાઉં તે પહેલાં કોટ્સ જે ઘોડેસવાર થઈ તે જ વેળા ત્યાંથી પસાર થતા હતા તેમણે મને પોકારીને કહ્યું : 
'ગાંધી, મેં બધું જોયું છે. તારે કેસ કરવો હોય તો હું સાક્ષી આપીશ. મને બહુ દિલગીરી થાય છે કે તારી ઉપર આવી રીતે હુમલો થયો.' 
મેં કહ્યું : 'તેમાં દિલગીરીનું કારણ નથી. સિપાઈ બિચારો શું જાણે? તેને મન તો કાળા એટલા કાળા જ. તે હબસીઓને પગથી ઉપરથી આમ જ ઉતારતો હશે એટલે તેણે મને પણ ધક્કો માર્યો. મેં તો નિયમ જ કર્યો છે કે મારી જાત ઉપર વીતે તેને સારુ મારે અદાલતે ન જ ચડવું. એટલે મારે કેસ નથી કરવો.' 
'એ તો તેં તારા સ્વભાવ પ્રમાણે જ વાત કરી, પણ તું ફરી વિચારી જોજે. આવા માણસને કંઈક પાઠ તો શીખવવો જ જોઈએ.' આટલું બોલી પેલા સિપાઈની સાથે વાત કરી તેને ઠપકો આપ્યો. હું બધી વાત તો ન સમજી શક્યો. સિપાઈ ડચ હતો ને તેની સાથે વાત ડચમાં થઈ. સિપાઈએ મારી માફી માંગી, હું તો માફી આપી જ ચૂક્યો હતો. 
પણ મેં ત્યારથી આ શેરીનો ત્યાગ કર્યો. બીજા સિપાઈઓને આ બનાવની શી ખબર હોય? મારે હાથે કરીને ફરી લાત શા સારુ વહોરવી? એટલે મેં ફરવા જવાને સારુ બીજી શેરી પસંદ કરી."

Wednesday, March 25, 2020

અંતરમાં રાખશો. અંતર રાખશો.


પ્રિય વિદ્યાર્થીમિત્રો,

એકલા હશો. કુશળ હશો.

કોરોના-કસોટી-કાળમાં કોઈ વ્યક્તિગત કે વિદ્યાકીય મૂંઝવણ હોય તો અમને જણાવશો.

સમયનો અને સમજણનો સદુપયોગ કરશો.

દરેકને અંતરમાં રાખશો. દરેકથી અંતર રાખશો.


અશ્વિન

ભાષાની મજા, મજાની ભાષા - 1092


આપણે ત્યાં 'ગૃહિણી' શબ્દ તો જાણીતો છે, પણ ઘરબંધી અને તાળાબંધી પછી 'ગૃહિણો' શબ્દ પ્રચલિત કરવા જેવો ખરો!

૧૪

'ટ્રાન્સવાલમાં ૧૮૮૫માં સખત કાયદો થયો. ૧૮૮૬માં કંઈક સુધારો થયો. તેને પરિણામે હિંદીમાત્ર દાખલ-ફીના ત્રણ પાઉન્ડ આપે એમ ઠર્યું. જમીનની માલિકી તેઓ માત્ર તેમને સારુ નીમેલા વાડામાં જ ધરાવી શકે. આમાંયે માલિકી તો મળી જ નહીં. એમને મતાધિકાર તો ન જ હોય. આ તો ખાસ એશિયાવાસીઓને લગતા કાયદા. વળી, જે કાયદા શ્યામ વર્ણના લોકોને લાગુ પડે તે પણ એશિયાવાસીઓને લાગુ ખરા જ. તે મુજબ હિંદીઓ પગથી ('ફૂટપાથ') ઉપર હકપૂર્વક ન ચાલી શકે, રાતના નવ વાગ્યા પછી પરવાના વિના બહાર ન નીકળી શકે. આ છેલ્લા કાનૂનનો અમલ હિંદીઓ સામે ઓછાવત્તા પ્રમાણમાં થતો. જેઓ આરબ તરીકે ખપતા તેઓને મહેરબાની દાખલ આમાં ન ગણવામાં આવે. એટલે આવી રાહત પોલીસની ઇચ્છા ઉપર રહે. 
આ બન્ને નિયમોની અસર મારે પોતાને વિશે તપાસવી પડી હતી. મિ. કોટ્સની સાથે ઘણી વેળા હું રાતે ફરવા નીકળતો. ઘેર જતાં દસ પણ વાગે. એટલે મને પોલીસ પકડે તો? આ ધાસ્તી મને હતી તેના કરતાં કોટ્સને વધારે હતી. કેમ કે પોતાના હબસીઓને તો તે જ પરવાના આપે. મને શી રીતે પરવાનો આપી શકે? પરવાનો પોતાના નોકરને જ આપવાનો શેઠને અધિકાર હતો. હું લેવા માગું ને કોટ્સ દેવા તૈયાર થાય તોયે તે ન જ આપી શકાય, કેમ કે તે દગો ગણાય.'

અંગ્રેજી ભાષા, દેશી મજા : 146

અંગ્રેજી ભાષા, દેશી મજા : 145

Tuesday, March 24, 2020

૧૩

'ગીરગામમાં મકાન હતું છતાં હું જવલ્લે જ ગાડીભાડું ખરચતો. ટ્રામમાં પણ ભાગ્યે જ બેસતો. ગીરગામથી ઘણે ભાગે નિયમસર ચાલીને જતો. તેમાં ખાસી ૪૫ મિનિટ લાગતી. ને ઘેર પાછો તો અચૂક ચાલીને જ આવતો. દિવસના તડકો લાગે તે સહન કરવાની શક્તિ કેળવી લીધી હતી. આથી મેં ઠીક પૈસા બચાવ્યા ને મુંબઈમાં મારા સાથીઓ માંદા પડતા ત્યારે હું એક પણ દહાડો માંદો પડ્યો હોઉં એમ મને સ્મરણ નથી. જયારે હું કમાતો થયો ત્યારે પણ આમ ઑફિસે ચાલીને જવાની ટેવ મેં છેવટ લગી કાયમ રાખી. આનો લાભ હું આજ લગી ઉઠાવી રહ્યો છું.'

Monday, March 23, 2020

૧૨

'મેં પારીસમાં અન્નાહારનું એક મકાન હતું એ વિશે વાંચ્યું હતું. ત્યાં એક કોટડી રોકી. ગરીબાઈથી મુસાફરી કરી પારીસ ગયો. સાત દિવસ રહ્યો. ઘણુંખરું બધું જોવાનું પગપાળા જ કર્યું. સાથે પારીસની, તે પ્રદર્શનની ગાઇડ ને તેનો નકશો રાખ્યાં હતાં. તેને આધારે રસ્તાઓ શોધીને મુખ્ય વસ્તુઓ જોઈ. 

પ્રદર્શનની વિશાળતા અને વિવિધતા સિવાય બીજું મને કંઈ યાદ નથી. એફિલ ટાવર ઉપર તો બેત્રણ વેળા ચડેલો, એટલે તેનું સ્મરણ ઠીક છે. પહેલે મજલે ખાવાની સગવડ પણ હતી. એટલે ઊંચે ભોજન કર્યાનું કહી શકવા ખાતર ત્યાં ખાણું ખાધું ને સાડા સાત શિલિંગમાં દીવાસળી મેલી.'

Sunday, March 22, 2020

૧૧

'અત્યાર સુધી કુટુંબોમાં રહેતો હતો તેને બદલે પોતાની જ કોટડી લઈને રહેવું એમ ઠરાવ કર્યો, અને કામ પ્રમાણે તથા અનુભવ મેળવવા સારુ જુદાં જુદાં પરાંમાં ઘર બદલવું એવો પણ ઠરાવ કર્યો. ઘર એવે ઠેકાણે પસંદ કર્યાં કે જ્યાંથી કામની જગ્યાએ અડધા કલાકમાં ચાલીને જઈ શકાય ને ગાડીભાડું બચે. આ પહેલાં હમેશાં, જવાનું હોય ત્યાં ગાડીભાડું ખરચવું પડતું અને ફરવા જવાનો વખત નોખો કાઢવો પડતો. હવે કામે જતાં જ ફરાઈ જાય એવી ગોઠવણ થઈ અને આ ગોઠવણથી હમેશાં આઠદસ માઈલ તો હું સહેજે ફરી નાખતો. મુખ્યત્વે આ એક ટેવને લીધે હું ભાગ્યે જ વિલાયતમાં માંદો પડ્યો હોઈશ. શરીર ઠીક કસાયું.'

Saturday, March 21, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1091


'Quarantine' માટે 'સૂતક' શબ્દ છે. આપણે 'ક્વૉરન્ટીન' માટે 'એકલવાસ' જેવો ગુજરાતી શબ્દ પ્રચલિત કરવા જેવો છે!

ભાષાની મજા, મજાની ભાષા - 1090


'Hand Sanitizer' માટે 'હસ્ત સ્વચ્છક' જેવો ગુજરાતી શબ્દ ઘરે જ બનાવી શકાય!

ભાષાની મજા, મજાની ભાષા - 1089


'Sanitizer' માટે 'જંતુમુક્તક' જેવો ગુજરાતી શબ્દ પ્રચલિત કરવા જેવો છે!

Know about 'Novel Corona Virus'

૧૦

'પાઈએ પાઈનો હિસાબ રાખતો. ખર્ચની ગણતરી હતી. દર માસે પંદર પાઉન્ડથી વધારે ન ખરચવા એમ નિશ્ચય કર્યો હતો. બસ(મોટર)માં જવાનું કે ટપાલનું ખર્ચ પણ હમેશાં માંડતો, ને સૂતા પહેલાં હમેશાં મેળ મેળવી જતો. આ ટેવ છેવટ સુધી કાયમ રહી.'

Friday, March 20, 2020

કોરોના સામે સ્વયં સાવચેતી : રમત-ઘરમાં બાળકોની અભિનંદનીય ગેરહાજરી


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

જ્યાં ઉત્સાહી બાળકોની ટોળકીઓ જોવા મળતી હોય એ જગ્યા સૂમસામ ભાસે છે.
શક્ય હોય ત્યાં, કોરોનાના સંભવિત સંક્રમણ સામે આવી જ સાવચેતી રાખીએ.

(તસવીર-તારીખ : ૨૦-૦૩-૨૦૨૦, શુક્રવાર, સમય : સાંજના સવા આઠ)

Ignaz Semmelweis says 'Wash Your Hand'

૦૯

'મેં તો ભ્રમણ શરૂ કર્યું. મારે નિરામિષ એટલે કે અન્નાહાર આપનારું ભોજનગૃહ શોધવું હતું. ઘરધણી બાઈએ પણ કહેલું કે લંડન તળમાં એવાં ગૃહો છે ખરાં. હું રોજ દશબાર માઈલ ચાલું. કોઈ ગરીબડા ભોજનગૃહમાં જઈ પેટ ભરીને રોટી ખાઈ લઉં, પણ સંતોષ ન વળે. આમ ભટકતાં એક દિવસ હું ફેરિંગ્ડન સ્ટ્રીટ પહોંચ્યો ને 'વેજિટેરિયન રેસ્ટરાં' (અન્નાહારી વીશી) એવું નામ વાંચ્યું. બાળકને મનગમતી વસ્તુ મળવાથી જે આનંદ થાય તે મને થયો. હર્ષઘેલો હું અંદર દાખલ થાઉં તેના પહેલાં તો મેં દરવાજા પાસેની કાચની બારીમાં વેચવાનાં પુસ્તકો જોયાં. તેમાં મેં સૉલ્ટનું 'અન્નાહારની હિમાયત' નામનું પુસ્તક જોયું. એક શિલિંગ આપી ખરીદ્યું ને પછી જમવા બેઠો. વિલાયતમાં આવ્યા પછી પેટ ભરીને ખાવાનું પ્રથમ અહીં મળ્યું. ઈશ્વરે મારી ભૂખ ભાંગી.'

Thursday, March 19, 2020

૦૮

'વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારુ કદાચ મારે સજા નથી ભોગવવી પડી;'

'જાગ્યા ત્યારથી સવાર' // સજીવ ખેતી વિષયક ગુજરાતી ચિત્રપટ

પ્રથમ ભાગ :

બીજો ભાગ :

(વિગત-સૌજન્ય : ભરત ચૌધરી, પાટણ)

ભાષાની મજા, મજાની ભાષા - 1088


'કોરો નાસ્તો ખતરનાક સાબિત થઈ રહ્યો છે.'
'કોરોનાસ્તો ખતરનાક સાબિત થઈ રહ્યો છે.'

Wednesday, March 18, 2020

૦૭

' ... પ્રસંગ સાતમા ધોરણનો છે. તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્તર હતા. તે વિદ્યાર્થીપ્રિય હતા, કેમ કે તેઓ નિયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરતા ને લેતા, તથા શિક્ષણ ઠીક આપતા. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારુ કસરતક્રિકેટ ફરજિયાત કર્યાં હતાં. મને તેનો અણગમો હતો. ફરજ પડી તે પહેલાં તો હું કદી કસરત, ક્રિકેટ કે ફૂટબૉલમાં ગયો જ નહોતો. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો. પાછળથી સમજ્યો કે વ્યાયામને એટલે શારીરિક કેળવણીને માનસિકના જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ.
 
છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ. તેનું કારણ એ કે, પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી, ને તેથી હાઈસ્કૂલનાં ઉપલાં ધોરણોથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. તે છેવટ લગી રહી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું.'

Tuesday, March 17, 2020

અંગ્રેજી ભાષા, દેશી મજા : 144


'એપિડેમિક' અને 'પેનડેમિક'માં કાંઈ ફેર જેવું લાગે છે?  


૦૬


‘આશ્રમમાં પાળેલી શિસ્તનો ખરો ફાયદો મને હવે જણાયો. આખા દિવસ પૂરતો કામ અને કસરતનો નિયમિત કાર્યક્રમ ઘડી કાઢ્યો અને એને હું ચુસ્તપણે પાળવા લાગી. અમુક સમય વાચન, અમુક સમય હિંદી, અમુક સમય કાંતવાનું, રસોઈ, ભોજન, કપડાં ધોવાં અને અમુક સમય ચોગાનમાં આંટા મારીને કસરત કરવા માટે નક્કી કરી દીધો.’ (૧૬૭)

Monday, March 16, 2020

૦૫


‘વિલેનવમાં રહેનારામાંથી જે લોકો વહેલી સવારે બાપુ સાથે ફરવા આવતા તેમાં અધ્યાપક અને માદામ પ્રિવા અને પેલા આપણું ધ્યાન ખેંચી લે તેવા શાંતિચાહક પિયર સેરેસોલ હતા. લંડન જેટલા વહેલા ફરવા નહોતાં નીકળતાં, એટલે કે, અમે અજવાળું થવાની રાહ જોતાં. અહીં તો ગામડાંની અંધારી ગલીઓમાં ચાલવાની વાત હતી, અને ડિસેમ્બરની ઠંડીની માત્રા પણ વધી હતી. અમે નીકળ્યાં તે પહેલાં જ તળાવની આસપાસના પહાડો ઉપર બરફ પડ્યો હતો.’ (૧૫૮)

Sunday, March 15, 2020

૦૪

‘ … કેટલાંક ચિત્રો મારા સ્મરણમાં અંકાઈ ગયાં છે. એક તો મહેલના બગીચામાં ચિચેસ્ટરના બિશપ સાથે બાપુ આંટા મારતા હતા તે. કોઈ પણ કલાકાર ચિત્ર કરવા માટે આને આદર્શ વિષય સમજે. કેન્ટરબરીના મોટા દેવળમાં એક સાંજની પ્રાર્થનામાં બાપુએ હાજરી આપી હતી. તે જ દિવસે રાત્રે કેન્ટરબરીના ડીન શ્રી હ્યુલેટ જોન્સનના બેસવાના ઓરડામાં એક ગાલીચા ઉપર બેસીને બાપુ કાંતતા હતા અને ડીન પોતે પણ જમીન ઉપર બેસી ધ્યાનથી તેમને જોઈ રહ્યા હતા તે.’ (૧૫૦)

Making of Madeleine Slade as Mirabehn

Saturday, March 14, 2020

Laadli Media & Advertising Awards for Gender Sensitivity (LMAAGS 2020)



http://populationfirst.org/


Call for Entries for the 10th edition of the Laadli Media & Advertising Awards for Gender Sensitivity (LMAAGS 2020).

LMAAGS is an important means to bring visibility to the amazing work that is happening from gender perspective in media.

The last date for submitting the entries is 15th April 2020.

The entries being submitted should have been published, broadcast or telecast between 1st January 2018 to 31st Dec 2019. The call for entries brochure and entry form are available on website: www.populationfirst.org

૦૩ : મીરાંબહેનને પત્ર // મે ૨૭, ૧૯૩૫

ચિ.મીરાં, 

તારા બે સુંદર વર્ણનાત્મક પત્રો મળ્યા. તારી સર્જકશક્તિના આવિર્ભાવ માટે આ રીતે એકલા ફરવા જવાનું તારે માટે કેટલું બધું જરૂરી છે એ આ પત્રો દર્શાવે છે. દરરોજ નહીં તો બની શકે એટલી વાર તારે ફરવા જવાનું રાખવું જોઈએ. 

Friday, March 13, 2020

૦૨ : મીરાંબહેનને પત્ર // મે ૨૬, ૧૯૩૫


ચિ. મીરાં, 

સિંદીની સફાઈનું કામ એક દિવસ માટે પણ જતું કરવું ન જોઈએ. પણ સાથે સાથે મૌન રાખીને ટેકરી સુધીનું તારું ફરવા જવાનું પણ ચાલુ રહેવું જોઈએ.

Thursday, March 12, 2020

૦૧ : કલાકોની ફાળવણી // શંકરલાલ બૅંકર


ગાંધીજીને ચાલવાનું બહુ ગમતું ને રોજ સવારસાંજ અડધો કલાક નિયમિત રીતે ચાલતા. ચાલવાને તેઓ બાદશાહી કસરત (રૉયલ એક્સરસાઈઝ) કહેતા. ચોમાસામાં વરસાદ આવતો હોય ત્યારે પણ એમની ૧૦'×૧૦'ની ઓરડીમાં એક ખૂણેથી બીજે ખૂણે આંટા મારતા.

The Story of Dr. Pranjivan Mehta and His Little-Known Link to Dandi March


https://search.app/oNVMZKZTacve8JcM9


Wednesday, March 11, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1087

'મને રોજ રાતે નવ વાગ્યે ઊંઘ આવી જાય. સવારે પાંચ વાગ્યે જાગ આવી જાય. દાતણ-ચા-પાણી કરીને, છ વાગ્યે તો ખેતરે પહોંચી જાઉં.'

પોપટભાઈ ઠાકોર, ખેડૂત
ગામ : મેરા, તાલુકો : દસાડા, જિલ્લો : સુરેન્દ્રનગર
(મુલાકાત-તારીખ : ૧૦-૦૩-૨૦૨૦, મંગળવાર, ધુળેટી)

11 March 1702 – the world’s first daily newspaper published


https://moneyweek.com/383504/11-march-1702-elizabeth-mallet-daily-courant-first-daily-newspaper

Tuesday, March 10, 2020

નગીનદાસ સંઘવીને એકસોએકમા જન્મદિને અભિવંદન


નગીનદાસ સંઘવી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

નગીનદાસ સંઘવી
નિવૃત્ત પ્રાધ્યાપક,
'દિવ્ય ભાસ્કર' દૈનિક અને 'ચિત્રલેખા' સાપ્તાહિકના વરિષ્ઠ કતારલેખક

જન્મ : ૧૦-૦૩-૧૯૨૦

Sunday, March 1, 2020

ભાષાની મજા, મજાની ભાષા - 1085


ઉચ્ચારણમાં કાન અને ધ્યાન નહીં રાખો તો, 'સળિયો' છેવટે 'સળીઓ' થઈ જશે!