Sunday, July 31, 2022

ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓ કેવા વિશેષ હોય છે?


* વિદ્યાર્થીઓ સમૂહ માધ્યમોના શિક્ષણ અને વ્યવસાય સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમમાં ઉત્સાહભેર અને શિસ્તપૂર્વક ભાગ લેતાં હોય છે.

* વિદ્યાર્થીઓ ખાદીના ગણવેશ / પોશાકમાં શોભી ઊઠતાં હોય છે.

* વિદ્યાર્થીઓ કાર્યક્રમ-સ્થળે સમયસર આવે છે, કાર્યક્રમમાં પૂરો વખત હાજર રહે છે, અને નિવાસ-સ્થળે સમયસર જાય છે.

* વિદ્યાર્થીઓ કાર્યક્રમના શિષ્ટાચારથી સંપૂર્ણપણે વાકેફ હોય છે.

* વિદ્યાર્થીઓ કાગળ અને કલમ સાથે સજ્જ હોય છે. તેઓ કાર્યક્રમની 'જીવંત' નોંધ લેતાં હોય છે. વિદ્યાર્થીઓ કાર્યક્રમનું યોગ્ય દસ્તાવેજીકરણ કરે છે.

* વિદ્યાર્થીઓ મોબાઇલ ફોનના વિવેકપૂર્ણ ઉપયોગ વિશે સભાન હોય છે.

* વિદ્યાર્થીઓ પોતાના જોખમે અને પોતાના ખર્ચે વ્યક્તિત્વ-વિકાસ અને કારકિર્દી-કૌશલ્ય માટેના વિશેષ કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી નોંધાવે છે.

* વિદ્યાર્થીઓ નીત-નવા સંપર્કો બનાવે છે. અંતે, તેઓ કાર્યક્રમના આયોજકોનો હૃદયપૂર્વક આભાર માને છે!

😊

Mahatma Gandhi: A Memorial Service // John Haynes Holmes // 01-02-1948


https://www.harvardsquarelibrary.org/biographies/mahatma-gandhi-i-meet-gandhi/

(Courtesy: Harvard Square Library)

Saturday, July 30, 2022

મહાદેવભાઈ


'આમ તો મહાદેવભાઈએ પ્રવૃત્તિનાં વિવિધ ક્ષેત્રોને પોતાની કુશળતાથી દીપાવ્યાં છે. તેમની વિપુલ અને ઉચ્ચ કોટિની લેખનપ્રવૃત્તિ જોતાં આપણા ઉપર પહેલી છાપ એ જ પડે કે તેઓ સાહિત્યના જીવ હતા. અવશ્ય તેમનામાં ઉચ્ચ પ્રકારની સાહિત્ય-શક્તિ હતી જ. પરંતુ તેમના જીવનનું એકમાત્ર ધ્યેય બાપુજીના જીવનમાં તથા બાપુજીની અનેકવિધ પ્રવૃત્તિઓમાં વિલીન થઈ જવાનું હતું.'

ત્રિવેણી સંગમ
સંપાદક : મુકુલભાઈ કલાર્થી
નવજીવન પ્રકાશન મંદિર
પહેલી આવૃત્તિ, ૧૯૬૨
પ્રસ્તાવના પૃષ્ઠ : ७

Friday, July 29, 2022

The Story of Black Hole || Prof. Pankaj Joshi


https://youtu.be/roN4SRj4QZ0


Dr Pankaj S. Joshi

Distinguished Professor & Founding Director-Cosmology Centre, Ahmedabad University, Ahmedabad 380009 (GUJ), India

Earlier: Senior Professor, Tata Institute of Fundamental Research (TIFR), Mumbai; Vice-Chancellor & Advisor, Charusat University, Anand

Saturday, July 23, 2022

Ajay Umat @ Focal Point


Ajay Umat / અજય ઉમટ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

A new-age media house by veteran editor Ajay Umat, Group Editor of Navgujarat Samay & Ahmedabad Mirror. His mission is to give credible news, views and analysis on key topics.

Thursday, July 21, 2022

ઉમાશંકર જોશીને જન્મદિને અભિવંદન : ૨૧-૦૭-૨૦૨૨ : કાર્યક્રમ : ૦૧


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી

ઉપસ્થિત : દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગના વિદ્યાર્થીઓ, પત્રકારત્વ વિભાગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ

ચર્ચાના વિષયો : ગૂજરાત વિદ્યાપીઠમાં ઉમાશંકર જોશીનો નિવાસ-સમય, અમદાવાદમાં ઉમાશંકર જોશીનું 'સેતુ' નિવાસ-સ્થાન

તારીખ : ૨૧-૦૭-૨૦૨૨

સમય : ૧૨:૦૦થી ૦૧:૦૦

સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

ઉમાશંકર જોશીને જન્મદિને અભિવંદન : ૨૧-૦૭-૨૦૨૨ : કાર્યક્રમ : ૦૨


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી

ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના બીજા વર્ષના વિદ્યાર્થીઓ

ચર્ચા-વિષય : ઉમાશંકર જોશી વિષયક વેબસાઇટ, ઉમાશંકર જોશીનું '૩૧માં ડોકિયું પુસ્તક, અને 'સંસ્કૃતિ' સામયિક, કટોકટીકાળમાં ઉમાશંકર

વિશેષ વ્યાખ્યાન : ડૉ. ગૌરાંગ જાની, વરિષ્ઠ સમાજશાસ્ત્રી અને સંલગ્ન પ્રાધ્યાપક, સમાજશાસ્ત્ર વિભાગ, મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

વ્યાખ્યાન-વિષય : જાહેર જીવનના સર્જક ઉમાશંકર જોશી સાથેનાં યાદગાર સ્મરણો 

તારીખ : ૨૧-૦૭-૨૦૨૨

સમય : ૦૧:૦૦થી ૦૨:૦૦

સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

Monday, July 18, 2022

આંગણે આવી અશ્વિનવાણી


વાચકધારા એ જ વિચારધારા.

- અશ્વિનકુમાર

ભાષાની મજા, મજાની ભાષા - 1312


તાલીમ મેળવવી હોય તો તાલિમ છોડવી પડે!

ભાષાની મજા, મજાની ભાષા - 1311


મિત્ર રોમિલ માટે, ટ્રેમાં ચા લઈને આવતી રમિલા ટ્રેની પત્રકાર છે.

મિત્ર રોમિલ માટે, ટ્રેમાં ચા લઈને આવતી રમિલા તાલીમી પત્રકાર છે.

A Brief History of Television in India


https://www.davuniversity.org/images/files/study-material/History%20of%20DD.pdf

Monday, July 11, 2022

મહેશ ઠાકર : સ્મરણો શાશ્વત


Mahesh Thaker / મહેશ ઠાકર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર
તસવીર-તારીખ : 09-01-2013


મહેશ ઠાકર
સરળ, સહજ, સાદગીપૂર્ણ, સમર્પિત વ્યક્તિત્વ
વરિષ્ઠ સંપાદક, પત્રકાર, સાપ્તાહિક કતાર 'પેનોરમા'ના સ્તંભલેખક, 'ગુજરાત સમાચાર' દૈનિક, અમદાવાદ.  

ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં, 'સાંપ્રત પ્રવાહો' વિષયના મુલાકાતી અધ્યાપક.
ભણતરનાં વર્ષો (1993-1995) દરમિયાન, અમે મહેશ ઠાકર પાસેથી પત્રકારત્વના પાઠ શીખ્યા હતા.
અમને 'ગુજરાત સમાચાર'ની તાલીમશાળામાં, એમનું માર્ગદર્શન સદાય મળતું હતું.

Saturday, July 9, 2022

ભાષાની મજા, મજાની ભાષા - 1308


'પાસે રમવું' એટલે 'જૂગટું રમવું'.

રંગ રેખાના કલાધર કનુ દેસાઈ || સંપાદક : કનુ પટેલ


Image-Courtesy : https://www.ebay.com



Gandhi in the Art of the Child in Modern India


https://sites.duke.edu/bisforbapu/about-the-project/growing-up-to-paint-bapu/


THE SHAPING OF MODERN GUJARAT || ACHYUT YAGNIK // SUCHITRA SHETH


Achyut Yagnik / અચ્યુત યાજ્ઞિક
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


https://archive.org/details/TheShapingOfModernGujarat/mode/1up

ગુજરાતમાં કલાનાં પગરણ || રવિશંકર રાવળ




https://issuu.com/ekatra/docs/gujaratma_kalana_pagran?fr=sZjFjZTUxMzI0MjA

Thursday, July 7, 2022

મહેન્દ્ર મેઘાણી : શતાબ્દીનાં વધામણાં ।। સંજય સ્વાતિ ભાવે



 

ભાષાની મજા, મજાની ભાષા - 1308

'અઠારકા પડી જવા' એટલે 'વાંધો પડવો'.

શબ્દપ્રયોગ-સૌજન્ય :
અરવિંદ બારોટ
લોકસાહિત્યકાર અને લોકગાયક 
(૦૭-૦૭-૨૦૨૨)

મારી ફી

ગાંધીજી લાહોરમાં લોક સેવક સંધ (સર્વેન્ટ્સ ઓફ પીપલ્સ સોસાયટી)ના કાર્યાલયમાં રોકાયા હતા. તેઓ હમણાં જ સિંધની યાત્રા કરીને આવ્યા હતા. તેમની તબિયત સારી નહોતી. આ સમાચાર ત્યાંના એક પ્રખ્યાત ડૉક્ટરને મળ્યા. તે તેમને તપાસવા માટે આવ્યા. બોલ્યા : 'મહાત્માજી, હું તમારી ડૉક્ટરી તપાસ કરવા માગું છું.'

ગાંધીજીએ જવાબ આપ્યો — 'વાંધો નહીં, તમે તપાસી શકો છો પણ હું ખાસ બિમાર નથી.'

ડૉક્ટરે વિનમ્ર અવાજે કહ્યું — 'પણ જ્યાં સુધી તમારી તપાસ ના કરું ત્યાં સુધી સંતોષ કેવી રીતે મળે?'

ગાંધીજીએ કહ્યું — 'ઠીક છે, સંતોષની જ વાત હોય તો વાંધો નહીં. પણ મારી ફી આપવી પડશે. તે વિના હું કોઈને મારી તપાસ કરવાની રજા નથી આપતો. આટલા મુલાકાતીઓ મારી રાહ જોઈને બેઠા છે. તમારે માટે મફતમાં સમય કેવી રીતે કાઢું?'

ડૉક્ટરે ચુપચાપ પેાતાના ખિસ્સામાંથી સેાળ રૂપિયા કાઢ્યા અને ગાંધીજી સામે મૂકી દીધા.

બાપુનું હાસ્ય
ચન્દ્રકાન્ત અમીન
વસુંધરા પ્રકાશન, અમદાવાદ
પ્રથમ આવૃત્તિ, ૧૯૯૩
પૃષ્ઠ : ૭૮-૭૯

Friday, July 1, 2022

Walking & Talking, together


I had a joyful walking, yesterday, evening, with Kiran Kapure and Vishal Shah. We discussed subjects ranging from Mohandas Gandhi to Mountain trekking! Talking is not enough, so I prefer walking! (I walked for almost thirteen kilometer, yesterday, from early morning to late evening, as and when time permitted me to do so.)

Keep reading, writing, and walking too!




વર્ષ ૧ સત્ર ૧ પ્રશ્નપત્ર : ૦૨ : મુદ્રિત માધ્યમ માટે વૃતાંત લેખન

એકમ : ૧

૧.૦૧ સમાચાર અર્થ,વ્યાખ્યાઓ, તત્વો અને મૂલ્યો 

૧.૦૨ વિકસિત અને વિકાસશીલ દેશોમાં સમાચારની અવધારણા 

૧.૦૩ સમાચારના પ્રકારો 

૧.૦૪ સમાચારના સ્રોત, સમાચાર પસંદગીની પ્રક્રિયા 


એકમ : ૨

૨.૦૧ સમાચાર લેખન  

૨.૦૨ લીડ અને તેના પ્રકારો 

૨.૦૩ મુલાકાત- પ્રકારો , ઉદ્દેશો અને તકનીક 

૨.૦૪ પત્રકાર પરિષદ 


એકમ : ૩

૩.૦૧ મુદ્રિત માધ્યમ માટે લેખન ફીચર લેખન, પ્રેસનોટ 

૩.૦૨ વૃતાંત નિવેદનના પ્રકારો- વ્યાખ્યાત્મક અને સંશોધનાત્મક સમાચાર લેખન 

૩.૦૩ સામયિકો માટે લેખન 

૩.૦૪ સામયિકોના પ્રકારો મહિલાઓ અને બાળકો માટે લેખન 


એકમ : ૪

૪.૦૧ વિશિષ્ટ સમાચાર લેખન અપરાધ અને અકસ્માત સમાચાર લેખન 

૪.૦૨ રાજકારણ સમાચાર લેખન, સંસદ અને વિધાનસભાની કામગીરીનું રીપોર્ટીંગ 

૪.૦૩ વિજ્ઞાન રીપોર્ટીંગ, રમતગમત રીપોર્ટીંગ

૪.૦૪ આર્થિક રીપોર્ટીંગ અને સાંસ્કૃતિક રીપોર્ટીંગ 


એકમ : ૫

૫.૦૧ સમાચાર એજન્સીઓ 

૫.૦૨ વિશ્વની મુખ્ય સમાચાર એજન્સીઓ, 

૫.૦૩ ભારતની મુખ્ય સમાચાર એજન્સીઓ 

૫.૦૪ એજન્સી માટે સમાચાર લેખન , સફળ રિપોર્ટરના ગુણો

 


(યંત્ર)મર્યાદા પુરુષોત્તમ!


Photo-courtesy : WhatsApp image

The improved version of charkha was built at Kirloskarvadi by Charkha specialist Ganesh Bhaskar Kale and placed at Gandhi's Wardha ashram

https://www.businesstoday.in/magazine/cover-story/story/kirloskar-brothers-is-122-year-old-company-22795-2011-06-28