Sunday, March 19, 2023

ચારણી સાહિત્યમાં ગાંધીજી | ડૉ. અંબાદાન રોહડિયા






ડૉ. અંબાદાન રોહડિયા
તસવીરો : ડૉ. અશ્વિનકુમાર
Dr. Ambadan Rohadia 
Photographs : Dr. Ashwinkumar 

"ચારણકવિઓએ ગાંધી વિચારને લોકહૃદય સુધી પહોંચાડવા કાવ્યસર્જન કરી તેનું ગાન કર્યું. કવિ કાગે આરઝી હકૂમત વિશે શામળ બાવની પણ લખી. તો મેરૂભા ગઢવીએ ગાંધી વિચાર અપનાવી જીવનપર્યંત તેનું ગાન કર્યું. આરઝી હકૂમતની લડાઈ વખતે કુતિયાણાથી ભાગેલ લોકોને છત્રાવામાં આવકાર્યા, છાવણી નખાવી અને નાનજી કાળીદાસ મહેતા પાસેથી ધન પણ અપાવ્યું. વડોદરામાં ગાયકવાડે સન્માન સમારંભ યોજ્યો, અનેક વિનંતી છતાં ખાદી ન ત્યજી-પોશાક ન બદલ્યો. એ સભામાં મદનમોહન માલવિયા અને મેરૂભા ગઢવી એ બે જણ જ ખાદીધારી હાજર હતા. ગાંધીજીની વાત આમજનતા સુધી પહોંચાડવામાં કાગ, મેરૂભા, મહેશદાન મિસણ, નવિનદાન રત્નું, કવિ દાદ, માવદાનજી રત્નું, અજયદાન બારહઠ, કરણીદાન રોહિડયા, બાણીદાન રોહડિયા અને હિંગળાજદાન કવિયા વગેરેએ અતિ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ચારણોની કવિતા માત્ર રાજ્યાશ્રિત ન હતી તેઓ માત્ર ‘નરાસંશી’ નહીં પણ ખરા અર્થમાં ‘રાષ્ટ્રસંશી’ હતા એ વાત અહીંથી પ્રગટે છે. કેમકે, તેમણે ગાંધીજી ઉપરાંત સરદાર, જવાહર, દયાનંદ, રાણી લક્ષ્મીબાઈ, તાત્યાટોપે અને અન્ય સ્વાતંત્ર્ય વીરો વિશે કાવ્યો લખ્યાં છે. ભારત સ્વતંત્ર થયા પછી લડાયેલ ત્રણે યુદ્ધો પાકિસ્તાન, ચીન અને પાકિસ્તાન વિશે કાવ્યો લખીને વીરોને પ્રેર્યા છે. તો છેલ્લે અંતિમ ‘કારગીલ યુદ્ધ’ વિશે કે ‘ધરતીકંપ' સંદર્ભે પણ કાવ્ય રચનાઓ થઈ છે. આથી એ વાતની પ્રતીતિ થાય છે કે ચારણ પરંપરા ક્ષીણકાય અવશ્ય થઈ છે, પરન્તુ લુપ્ત થઈ નથી. રાષ્ટ્રે પોતાની આ સાંસ્કૃતિક ધરોહરનું મૂલ્ય સમજીને તેને સાહિત્યક્ષેત્રે પુનઃ પ્રસ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. જો એમ થશે તો ગાંધીજીનું જ સાચું તર્પણ થશે."

(વિગત-સૌજન્ય : 
ચારણી સાહિત્યકાર ડૉ. અંબાદાન રોહડિયા)


No comments:

Post a Comment