Courtesy : google image |
'મારા વિદ્યાર્થીઓ સાથેના મારા સંબંધો મૈત્રીભર્યા હતા. વર્ગમાં શિસ્ત જાળવવામાં મને કદી મુશ્કેલી પડી નહોતી. વચમાં વચમાં વિનોદનાં છાંટણાંવાળાં મારાં વ્યાખ્યાનો વિદ્યાર્થીઓ ધ્યાનથી અને રસપૂર્વક સાંભળતા. હું મારા વિદ્યાર્થીઓને કહેતો કે હાજરી પૂર્યા પછી તેઓ મારો વર્ગ છોડીને ચાલ્યા જઈ શકે છે, પણ જો તેઓ બેસવાનું પસંદ કરે તો તેમણે વર્ગમાં ગરબડ ન કરવી. હું તેમને એમ પણ કહેતો કે જો પાસેના છોકરા સાથે વાત કરવાનું મન થાય તો તેઓ વાત કરી રહે ત્યાં સુધી મને વ્યાખ્યાન બંધ રાખવાનું કહી શકે છે. વર્ગમાં બે જણ બોલતા હોય એવું ન થવું જોઈએ. પણ હું જ્યારે બોલતો હોઉં ત્યારે મારા પ્રત્યે પણ તેમણે એટલું સૌજન્ય બતાવવું જોઈએ. આનું પરિણામ એ આવ્યું કે કોઈ વર્ગ છોડી જતું નહિ કે વાત કરતું નહિ અને મને કદી ખલેલ નડી નથી કે મારે કદી ગુસ્સે થવું પડ્યું નથી.'
પ્રકરણ : ૨ : વિદ્યાર્થી અને શિક્ષક
No comments:
Post a Comment